" આ બધું હુસે? રાહુલ!" આણદા ભાઈ( રાહુલ ના પિતા એ પ્રશ્ન કર્યો)
"હું(શું) અધા?" રાહુલ એ કહ્યું.
" સરપંચ સાયબ ઘેર આવેલા. તેની છોરી ભેગો તારો કીક(કંઈક) હુતો એવો ભણતાંતા(કહેતા). આ બધું કહારુ(શા માટે) કરતો શો? ગામમાં જીવા લાયક રેવા દેવા શે કે ની? તારો ભાઈ તા પેણું ગો. તું આવા ધંધા કરશ તો કોઈ દેશેય ની. છેલ્લી વાર ભણતો આ તુહે! એ છોરી નો નામ પણ તારી જીભ પર અયો ને તો ટાટિયા ભાંગુ રાખશ તારા. હમજ્યો? હવે સરપંચ સાયબ ની ફરિયાદ ના આવી ખપે."
"પણ અધા.." રાહુલ વાક્ય પૂરું કરે તે પહેલા જ તેના પિતા એ તેને ટોકતા કહ્યું.
"પણ બળ કી ની ખપે મુહે! આ શેરમાં ભણવા મુક્યો ને બગડ્યો શો તું. એકાદી મોં ઉપર આવી જાહે તેરે ખબર પેશે."
આમ, ગામના સરપંચ આ વાત લઈ અને રાહુલ ના ઘેર સુધી પહોંચી ગયા હતા. રાહુલ આ તરફ શ્રુતિ ના વિચારોમાં ખોવાયેલો હતો. મિત્ર સાથે ખોટો ખરાબ વ્યવહાર કર્યો ! તેની ચિંતા પણ હતી. સવારે જઈ અને માફી માંગી લેવા નો વિચાર કરી રહ્યો હતો. અને એવું જ થયું. સવારે રાહુલ કાના પાસે પહોંચી ગયો.
"કાના! માફ કર યાર. મારી ભૂલ થઈ ગઈ. વાંક તારો નથી. શ્રુતિ એ તને કસમ આપેલી અને એ કસમ માં તું બંધાયેલો હતો. ગુસ્સામાં કંઈ પણ બોલી ગયો હું. માફ કર યાર."
" વડોદરા! વડોદરા ની ગર્લ્સ હોસ્ટેલમાં તેને દાખલો મળ્યો છે. અને આ માફી-બાફી બીજા ભાઈબંધ કને માંગ જે! આપણે તો ભાઈ જેવા છીએ. ભાઈ કને માફી હોય? અરે તારા ભેગો હુંય ચાલું વડોદરા. શ્રુતિ ને લઈ આઈ એ સાથે."
"આભાર ભાઈ!"
ત્યારબાદ બંને મિત્રો એક બીજા ને ભેટી પડ્યા.
"અરે, આભાર શું? આપણે ભાઈ જેવા છીએ યાર! અને ભાઈઓમાં આવું ચાલ્યા કરે. યારી મા તો નાનકડી લડાઈઓ થયા કરે. બોલ ક્યારે જવાનું છે?"
"કાના! હવે શ્રુતિ ને મળવું શક્ય નથી. એના બાપા મારા અધા કને આવ્યા હતા. આ બધું જ તેમણે મારા બાપાને જાણ કરી દીધું છે. મારા અધા એ શ્રુતિ નું નામ પણ લેવાની ના પાડી છે. હવે, શું કરવું મારે?"
"અરે, ગાંડા! પ્રેમમાં કોઈના બાપા થી ના ડરવું. અરે! એ પણ તને પ્રેમ કરેજ છે. તો ડરવું શા માટે? જા એને લઈ આય! અને કહી દે એના બાપા ને કે, તું કેટલો પ્રેમ કરે છે શ્રુતિ ને!"
"તું ના હોત તો હું શું કરત? આભાર યાર. અને મને એક વાત કે, આ બધી વાત તને કઈ રીતે ખબર પડી? શ્રુતિ ક્યાં છે? ક્યાં શહેર માં છે? કોણે કહ્યું તને?"
"શ્રુતિ એ જ કહ્યું હતું. એ જાણતી હતી કે, તું એના વગર નહીં જીવી શકે. અને એ પણ તારા વગર નથી જીવી શકવાની. માટે, મને આ એડ્રેસ આપ્યો. હું ખરા સમય ની રાહ જોતો હતો. પરંતુ, દિવ્યા એ બધી જ વાત તને જણાવી મૂકી. અને તું એમ જ ગુસ્સે થઈ ને નીકળી ગયો."
"અરે, સોરી યાર. હવે આવું નહીં થાય. હવે, વિચારું છું કે, દિલવાલે કો દુલ્હનિયા લે આની ચહીએ!"
"અરે, દિલવાલે કે સાથ હમ હૈના! દુલ્હનિયા જરૂર મિલગી. અને હા કાલે સવારે વહેલા નીકળી જઈએ. સમાન બાંધી મૂકે."
"કાના! હવે તો શ્રુતિ ને લઈ ને જ વરશું. ભલે પછી એનો સરપંચ પિતા નડે કે, મારા પરિવાર ના સદસ્યો."
"આ થઈ ને વાત. બી પોઝીટીવ માન!"
"એય! ઇંગ્લિશ? એય પણ વિન્ડિઝ ક્રિકેટરો જેવી? માન! હા... હા.. હા.."
આમ, રાહુલ અને કાનજી બંને શ્રુતિ ને લેવા માટે નીકળવાના હતા. શું સરપંચ સાહેબ આ પ્રેમકથા ને અપનાવવા રાઝી થશે? શું આ પ્રેમીઓ મળી શકશે? આવા કેટલાક પ્રશ્નો ના જવાબ જાણવા માટે થોડી રાહ તો જોવી જ પડશે.
ક્રમશઃ