મળેલો પ્રેમ - 11 Ritik barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મળેલો પ્રેમ - 11

" હવે, આ કાલુ કાકા નું હું કરહુ? આહે ભગાણું તા નઈ હકીએ ને? કીક વિચાર રાહુલ!" કાનજી એ કહ્યું.


" એક કામ કરીએ. શ્રુતિ તારી પાસે શોલ જેવું કંઈ છે?" રાહુલ એ કહ્યું.


"હા! મારી પાસે પાંચ- છ શોલ છે. પરંતુ, શોલ નું કરવું શું છે?" શ્રુતિ એ પ્રશ્ન કર્યો.


"આ શોલ ને આપણા મો પર બાંધી નાખીએ. આમ, કાલુ કાકા આપણ ને નહીં ઓળખી શકે."


આમ, તેમણે તેમના મો પર શોલ બાંધી મૂકી. આમ, તેમનો સફર આગળ વધવા લાગ્યો. બસ સ્ટેશન થી શહેર ની તરફ વધતા બસ ઉભી રહી. બસમાં રાહુલ ના કાકા ચઢ્યા. રાહુલ અને શ્રુતિ બંને એકબીજામાં ખોવાયેલા હતા. કાનજી ઊંઘી ગયો હતો. આ ત્રણેય ની પાસે વાળી શિટ્સ ખાલી પડી હતી. રાહુલ ના કાકા ત્યાં આવી અને બેઠા. આમ, થોડો સમય પસાર થયો. કાનજી જાગી ગયો. તેણે પાસે ની સીટ પર જોયું તોહ, રાહુલ ના કાકા બેઠા હતા. તે ડરી ગયો. કાનજી એ રાહુલ ને ધીમેક થી કહ્યું.



"રાહુલ! તારા કાકા બૈઠા શે."



"શું મજાક કરે છે? તારું વિધિ ભેગું કરાવી દઈશ. પરંતુ, અત્યારે અમને ડીસ્ટર્બ ન કર." રાહુલ એ કહ્યું.



" લ્યા! આપણી દોસ્તી ના હમ, હું હાચુ કઉ શું."




આમ, રાહુલ ને થયું કે, કાનજી સાચો હશે. કારણ કે, કાનજી દોસ્તી ની કશમ ખાઈ રહ્યો હતો. આમ, તેને થયું કે, કાનજી ની વાત મનાય એમ છે. રાહુલ એ તેમની પાસે ની સીટ પર જોયું. સીટ પર તેના કાકા બેઠા હતા. રાહુલ મનોમન વિચારવા લાગ્યો કે,' કાકા? કાકા અહીંયા? વડોદરામાં કઈ રીતે? મારા ઘેર નથી જવાના ને?' આ શક હકીકતમાં બદલ્યો જ્યારે, રાહુલના કાકા ને કોલ આવ્યો.




" હા! બોલા રયો. હમણાં જ બૈઠો. હા! ભુવડ હારુ બૈહુ ગો. તમે ચિંતા ન કરજો હું હાલ્યો આવશ. હા! હાલો મુકા રયો."





"રાહુલ! તારા કાકા તા ભુવડ જાતાય! હવે હુ કરશું? આપેહે જોઉં ના જાય." કાનજી એ કહ્યું.




"એય! તું ડરાવ નહીં. મને ખબર છે. હુંય અહીં જ બેઠો છું. મને સંભળાય છે બધું. હવે , એક કામ કરીએ. આગળ ના સ્ટોપ પર ઉતરી જઈએ."




આમ, આગળ ના સ્ટોપ પર બસ ઉભી રહી. ત્રણેય જલ્દી થી ઉતરવા માટે ભાગ્યા. રાહુલ ની શોલ ત્યાં દરવાજામાં અટકાઈ, અને રાહુલ ના કાકા તેને જોઈ ગયા. રાહુલ ના કાકા એ બૂમ પાડી. " એય, રાહુલ!"




પરંતુ, રાહુલ નીચે ભાગ્યો. બસ ઉપડી. રાહુલના કાકા એ આ વાત રાહુલના પિતા ને કહી.




"હવે? આ હુ કર્યું? તારા કાકા જોઉં ગા". કાનજી એ કહ્યું.




"એય, લખોટા! મારી શોલ તારા લીધે છૂટી ગઈ. અને ત્યારબાદ ત્યાં દરવાજામાં ફસાઈ ગઈ. તને ઘણી જલ્દી હતી. મારા કાકા જ નહીં, સાથે કાલુ કાકા પણ જોઈ ગયા. હવે, કાલુ કાકા મારા અધા ને ઓળખે છે. સાથે તેઓ સરપંચ સાહેબ ના ખાસ છે. સરપંચ સાહેબ ને ખબર જ છે કે, મારું અને શ્રુતિ નું શું છે? મારા અધા ને પણ ખબર જ છે? અને હું વડોદરા થી ભુવડ આવતી બસમાં હતો. એ પણ એક છોકરી સાથે. માટે તેમને આ બધું જ ગણીત સમજાઈ જશે. અને જાણ થઈ જશે કે, એ શ્રુતિ જ હતી. એટલે બધી બાજુએ ફસાયા?"




" હવે આગળ હુ કરહુ?"




"આગળ શું? બીજી બસ પકડીશું."



"તોય, તારે ભુવડ જ જવું હે? લ્યા! ભાગી ને વિવા કરું લે. એ પણ કોરટ વિવા! બચુ જશ"



"કાના! લગ્ન તો સરપંચ સાહેબ ની પરવાનગી થી જ થશે. ભાગી ને લગ્ન શા માટે કરવા?"



"એ તું જાણ અને શ્રુતિ જાણે. જે, કરવું હોય એ કરો. હું તમાણા ભેગો જ શું".


આમ, તેઓ બીજી બસ પકડવા માટે સહેમત થયા.
અને આ તરફ રાહુલના કાકા ને ખબર હતી કે, રાહુલ બીજી બસમાં જરૂર ચઢશે. માટે, તેઓ બસ સ્ટેશન પર ઉતરી ગયા. તેઓ, ભુવડ જતી દરેક બસ ની તપાસ કરી રહ્યા હતાં. અને અંતે તેમને એ બસ મળી જેમાં , રાહુલ બેઠો હતો. શું થવાનું છે આગળ? એ જાણવા માટે વાંચતા રહો.

ક્રમશઃ