મળેલો પ્રેમ - 6 Ritik barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મળેલો પ્રેમ - 6

લગ્ન માં થાકી ગયેલો રાહુલ તેના રૂમમાં ઊંડી ઊંઘ લઈ રહ્યો હતો. કાનજી રોજબરોજના જેમ જ, તેની દાબેલી ની લારી લઈ ગામમાં નીકળી પડ્યો હતો.શ્રુતિ દરરોજ ની જેમ જ મંદિરે જવા નીકળી હતી. પરંતુ , રોજ હસ્તી અને ખુશ રહેતી શ્રુતિ આજે થોડી દુઃખી લાગી રહી હતી. કાના એ શ્રુતિ ને આ હાલત મા જોઈ ને તેને પ્રશ્ન કર્યો " અરે , શ્રુતિ આ શું થયું છે તને? આ નિશાન શેના છે?"

"કાના ભાઈ આ વાત તમે , રાહુલ ને ના કહેતા.તમને મારી કસમ છે. કાલ રાત્રે મારા પપ્પા રાહુલ મને જ્યારે ઘેર ડ્રોપ કરવા આવ્યો ત્યારે જોઈ ગયેલા. તેમને મારી પર શક ગયો. મારા પિતા બઉજ ગુસ્સા વાળા છે. પહેલા તો , મને ચાર પાંચ ફટકારી અને ત્યારબાદ મને ગુસ્સે થઈ અને કહ્યું કે , હું ગામના સરપંચ થી શહેર ના ધારાસભ્ય પદ માટે લડવાનો છું. અને , તું શું કરી રહી છે આ? જો હવે , બીજી વખત હું તને ઓલા , રાહુલિયા સાથે જોઈ ગયો તોહ! તું ક્યાંય ની નહીં રહે. અને હવે , હું એવો થવા જ નહીં દઉં. આગલા અઠવાડિયે તારા માટે દૂર ક્યાંક એક હોસ્ટેલ જોઈ રાખું અને ત્યાંથી જ , તારે કોલેજ જવાનું રહેશે".

" હું ,રાહુલ ને નહીં કહું આ વાત. પરંતુ , હું ના કહી શકું એનું પણ કોઈ કારણ નથી ને? એ મને પૂછશે કે , શ્રુતિ ક્યાં છે? તો હું શું જવાબ આપીશ? અને તને કદાચ ખબર પણ નહીં હોય કે, રાહુલ માટે તું કેટલી ઈમ્પોર્ટન્ટ છે".

"હા , ખબર જ છે. મારા માટે દરરોજ મંદિરે આવવું, મારી સાથે લગ્ન માં વાતો કરવી, મને કાર થી ઘેર સુધી ડ્રોપ કરવી , મારી માટે આટલું બધું કરવું. હું જાણું છું કે , રાહુલ મને શરૂઆત થી જ પ્રેમ કરતો હતો. અને હું પણ ક્યારે તેના પ્રેમ માં પડી તેની મને જાણ જ ન રહી. પરંતુ , મારા પિતા ના ડર થી મેં એને ક્યારે પણ આ વાત ની જાણ કરી નથી. અને કરવાની પણ નથી. અને તમે પણ આ વાત તેને ન કરતા તમને મારી કસમ છે".

આવું કહી , શ્રુતિ ત્યાં થી જતી રહી. કાનો મુશ્કેલીમાં અને મૂંઝવણ માં હતો. આગળ શું કરવું? શું ન કરવું? તેના વિચારો કરી રહ્યો હતો. રાહુલ પણ તેના ભાઈના લગ્ન બાદ કાનજી સાથે ખૂબ ઓછો રહેતો. આ વાત ને એક અઠવાડીઓ થવા આવ્યો હતો. રાહુલ કાનજી પાસે આવી ને બેઠો.

"કાના! હમણાં શ્રુતિ કેમ દેખાતી નથી?" રાહુલ એ પ્રશ્ન કર્યો.

"અરે, એ એના મામા ના ઘેર ગયેલી છે. હમણાં જ પરત આવવાની છે. બાકી તમે હમણાં વ્યસ્ત થઈ ગયા છો?" કાના એ કહ્યું.

"ઓહ! ના એવું નથી હો. આપણે તો હમણાં પરિવાર સાથે સમય ગુજારી રહ્યા હતા. આમેય , અઠવાડિયા માં જ વેકેશન પતિ રહ્યું છે. શ્રુતિ પણ પાસેના શહેર ના કોલેજમાં છે. આપણે પણ ત્યાં જ જવાના છીએ. કપડાં , પુસ્તકો , બેગ વગેરે સાધનો ની જરૂરિયાત તો પડે જ ને કાના".

આમ, થોડી વાતચીત બાદ રાહુલ ત્યાં થી જતો રહ્યો. કાનજી બધી જ વાત જાણતો હોવા છતાં પણ મજબુર હતો. કારણ કે, કાનજી તેના મિત્ર ની જીંદગી બગાડવા નહોતો માંગતો. શું થશે રાહુલ નું? આ બંને પ્રેમીઓ મળવા ના છે કે, નહીં? કાનજી ભાઈ ની મૂંઝવણ નો અંત આવશે કે , નહીં? આ બધું જ જાણવા માટે થોડી રાહ જોવી પડશે.

ક્રમશ: