મળેલો પ્રેમ - 2

  રાહુલ કાનજી ની સાથે કાનજી ના ઘેર પહોરચે છે. કાનજી ના પિતા ત્યાં બહાર તેમના આંગળા માં જ લીમડા નીચે ખાટલો નાખી સુતા હતા.
રાહુલ ત્યાં જઈ અને તેમને પગે લાગે છે.

"કેમ સો લખું કાકા? તબિયત પાણી કેવા શે?" રાહુલ એ પ્રશ્ન કર્યો.

"આ જો,પડ્યા સીએ ઐયા આરામ જ શે આપડે હવે". લખું કાકા એ જવાબ આપતા કહ્યું.

"તો ભલે!તમે રાઝી તો અમે પણ રાઝી".

"હવે બાપા મુકો આ વાતો ને, રાહુલ એક વરહ (વર્ષ) વાહે(પછી) આવ્યો હે અને રાત ના વિયારાનો (રાતના ભોજન નો) ટેમ હે હાલો એણે વિયારો કરવા દયો અને તમેય હાલો". કાનજી એ વાત વરચે ટોકતા કહ્યું.

"ના તમે જાઓ મેં વિયારો કરી લીધો હે". લખું કાકા એ જવાબ આપતા કહ્યું.

           બંને મિત્રો ઘર ની અંદર ગયા. કાનજી એ તેની માતા ને મોટા અવાજે કહ્યું
"માં! રાહુલિયો આયો શે.એ આપડા ઘરે જ વિયારો કરવાનો શે જલ્દી લાય ભૂખ્યા થયા સીએ".

        કાનજી ના માં રસોડા થી બહાર આવ્યા અને , કાનજી ને જોઈ ને ચેહરા પર મુસ્કાન સાથે બોલ્યા "રાહુલિયો! રાહુલિયા લે આવડો મોટો થઈ ગયો સે તું?ઘણાં વરહે જોયો તને.ભલે આયો આય તારો જ ઘર સેને,થોડી વાર ખમો હમણાં લાઉ શું વિયારો".

          આમ, બંને મિત્રો રાત્રી સમય ના ભોજન માટે બેઠા.ભોજન થોડી જ વાર માં પીરસાયો. બાજરા નો
રોટલો,ખીચડી,છાસ,ઘી અને ગોળ સાથે ડુંગળી આ ભોજન તો કોઈ પણ વ્યક્તિ ને આકર્ષિત કરવા માટે કાફી હતું.ભોજન કરતા-કરતા પણ રાહુલ વિચારો માં પડ્યો હતો.કાનજી ને ખબર હતી કે, રાહુલ શું વિચારી રહ્યો છે.પરંતુ આ વખતે કાનજી એ તેને ટોક્યો નહીં.
 
               ભોજન લીધા બાદ બંને અગાસી પર પથારી કરી ને લેટયા.રાહુલ આકાશ માં રહેલા ચંદ્ર ને એકીટશે જોઈ રહ્યો હતો.કાનજી એ રાહુલ ને આ પલ નો આનંદ લેવા થી પણ ન રોક્યો. સવાર થતા ની સાથે બંને ગાયો ને ગૌશાળા એ છોડવા જતા હતા.સુરજ હજી બરાબર ઉગ્યો નહોતો, એમાંય પક્ષીઓ ના મધુર અવાજો ની સાથે ગામની હરિયાલી મનને ટાઢક આપે તેવી હતી.ખરેખર સવાર નો સાચો આંનદ તો ગામડાંઓ માં જ રહેલો છે.

         ગાય ને ગૌશાળા એ મોકલ્યા બાદ બંને ઘેર જવા માટે છુટા પડ્યા.રાહુલ ને રસ્તા પર શ્રુતિ દેખાઈ. શ્રુતિ વહેલી સવારે રોજ મંદિરે જતી.રાહુલ ની નજર તેના પર થી હટતી જ નહોતી.રાહુલ એ તેનો સુંદર ચેહરો હૃદય માં વસાવી લીધો હતો.આમ તેના મંદિર માં પહોંચવા સુધી રાહુલ તેને એકીટશે જોઈ રહ્યો.

          
          રાહુલ ઘેર ગયો ત્યારે તેની માતા એ તેના નહાવા માટે નો પાણી તૈયાર રાખેલો.રાહુલ નહાવા જતો હતો ત્યારે તેના ભાઈ વાલજી થી મસ્તી માં બોલાઈ ગયું "આવ્યા શેઠ! શેઠ તો એક દમ હીરો જેવા લાગે હે".

"હા ભલે વાલા ભાઈ! હું તા હીરો જ શું ને આ ગામનો".રાહુલ એ વાત ઉમેરતા કહ્યું.
 
        આમ, આવી નાની મસ્તીઓ તેમની રોજ ની હતી.રાહુલ અને તેના ભાઈ વાલજી નો પ્રેમ અપાર હતો.રાહુલ વેકેશનમાં જ્યારે પણ ઘેર આવે ત્યારે વાલજી તેની ઉડાડવા ની ભૂલે નહીં.રાહુલ નહાઈ ને તૈયાર થઈ ગયો હતો.
           
                   હવે સમય તેમના ખેતરે જવાનો હતો. વાલજી એ તેનો ટ્રેક્ટર ચાલું કરી બહાર કાઢ્યો.          ગામના કાચા રસ્તા પર બંને ભાઈઓ ટ્રેકટર પર જઈ રહ્યા હતા.એ ટ્રેક્ટર નો અવાજ, એ આસપાસ લહેરાતા ખેતરો, વાડીઓ , નદીઓ આ બધા જ નજારાઓ નયનગમ્ય હતા.ખેતરે પહોરચ્યાં બાદ લીમડાના વૃક્ષ નીચે ખાટલો નાખી ને આખા ખેતર માં લહેરાત પાક ને જોવાનો આનંદ જ અલગ હોય છે.
        
            
                   ખેતરે થી ગામમાં પહોરચતા જ રાહુલ તેના મિત્ર કાનજી પાસે પહોરચી ગયો. કાનજી ગામના પાદરે જ હતો.રાહુલ કાનજી ની પાસે જઇ ને બેઠો.

"રાહુલિયા! મારા હારા તારા હારું એક હારી (સારી) ખબર હે." કાનજી એ હરખ સાથે રાહુલ ને કહ્યું.

"બોલ ને લ્યા! શું હારી ખબર હે?" રાહુલ એ પ્રશ્ન કર્યો.

"આપડા ગામમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો શે, અને એમાં શ્રુતિ પણ ભાગ લેવાની શે."

"વાહ!શું વાત શે લ્યા આ તો ખરેખર હારી ખબર શે."

"અને એનથીય હારી એ ખબર શે કે, તારા અધા એમા મેન મેમાન શે".

"ઓહ!તો તા આપણે સ્ટેજ પર બેહવાનો મોકો મલશે (મળશે)".

        આમ, ગામમાં યોજાઈ રહેલા આ કાર્યક્રમ થી રાહુલ ને કંઈ ફાયદો થવાનો છે, કે નહીં ? એતો આપણે કાર્યક્રમ ના દિવસે જ જાણવા મળશે.

ક્રમશઃ


***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Hina 1 માસ પહેલા

Verified icon

purvi 1 માસ પહેલા

Verified icon

Ahir Jesa 1 માસ પહેલા

Verified icon

Vaishali 1 માસ પહેલા

Verified icon

Swati Kothari 1 માસ પહેલા