મળેલો પ્રેમ - ભાગ 4

લગ્ન ની તૈયારીઓ ચાલી રહી હતી. લગ્ન ને માત્ર પાંચ દિવસ નો સમય હતો. રાહુલ વહેલી સવારે કાનજી સાથે મંદિરે જવાનો હતો , માટે કાનજી રાહુલ ના ઘેર આવ્યો હતો. રાહુલ તૈયાર થઈ અને મંદિરે જવા માટે નીકળ્યો. ત્યારે જ વાલજી એ પાછળ થી તેની ઉડાડતા કહ્યું. " એય! આ શું જોઈ રહ્યા શીએ અમે? આ ભાઈ પેલી વાર મંદિરે જઈ રયા સે. કંઈ ગોઠવી નથી રાખ્યું ને લ્યા?" વાલજી એ ફિલ્મી ઢબે કહ્યું.

"ના! પહેલે તમારું પતી જવા દયો પછી અમારોય વારો આવશે ". રાહુલ એ કહ્યું.

       આમ, બંને ભાઈઓ ની નાનકડી મસ્તી બાદ રાહુલ અને કાનજી બાઈક પર  મંદિરે જવા નીકળ્યા. હવા માં લહેરાત વાળ સાથે રાહુલ હવા ની મજા માણતો ક ને આગળ વધી રહ્યો હતો. થોડા જ સમયમાં બંને મંદિરે પહોંરયા. રાહુલ બાઈક પાર્ક કરી રહ્યો હતો, તેજ સમયે શ્રુતિ મંદિરે આવી પહોરચી.

      
      ખુલ્લા વાળ , પીળો ડ્રેસ ,  માથા પર લગાવેલો નાનકડો ચાંદલો કોઈ પણ વ્યક્તિ ને તેના તરફ નજર કરવા મજબુર કરી દે તેમ હતો. શ્રુતિ  મંદિર ની અંદર ની તરફ ગઈ અને , રાહુલ અને કાનજી તેની પાછળ ગયા. શ્રુતિ ભગવાન સામે હાથ જોડી પ્રાર્થના કરી રહી હતી. રાહુલ તેની પાસે જઈ ને ઉભો રહી ગયો. ભગવાન ના દર્શન કર્યા બાદ , રાહુલ શ્રુતિ તરફ જોઈ રહ્યો. શ્રુતિ ની પ્રાર્થના પુર્ણ થઈ.

     
      પ્રાર્થના બાદ શ્રુતિ એ રાહુલ તરફ નજર કરી. રાહુલ જાણી જોઈને શ્રુતિ તરફ નજર નહોતો કરી રહ્યો. શ્રુતિ એ રાહુલ ને પ્રશ્ન કર્યો " તું રાહુલ ને ? આણદા કાકા નો છોકરો?"

      રાહુલ એ તરત જ શ્રુતિ તરફ નજર કરી અને તેને જવાબ આપતા કહ્યું.

" હા ! હું જ છું ".

"હમણાં તું કંકોત્રી આપવા આવ્યો ત્યારે કંઈક શોધતો હતો ઘર માં?"

"ના! એતો , તમારો ઘર જોઈ રહ્યો હતો સુંદર છે".

"ઓહ! સારું લ્યો. બાય ધ વે મારું નામ શ્રુતિ છે".

"હા , એતો ખબર છે. અને તમને મારું નામ તો ખબર જ છે".

"તને મારું નામ કઈ રીતે ખબર ?"

"એતો સાંસ્કૃતિક કાર્યક્રમ માં તમે ભાગ લીધેલો ને ? ત્યાં તમારો નામ બોલાયેલો એટલે".

"ઓહ!તો તમે કરો છો શું?"

"મેં હમણાં જ બારમું ધોરણ પાસ કર્યું છે. હવે , આગળ કોલેજ કરવાનો વિચાર છે".

     આ બંને ની વાતો વરચે કાનજી બેય ને જોઈ જ રહ્યો. કાનજી ને મનમાં થયું કે ' આ મારી સાથે ગામડાઈ થઈ ને ફર્યા કરે અને આની સામે , પડાપડ સરળ ભાષામાં વાત કરી રહ્યો છે'.

" ચાલો તો હવે જઈએ ઘેર બઉ સમય થઈ ગયો આજ તો". શ્રુતિ એ કહ્યું.

"હા! મને પણ કામ છે".રાહુલ એ હલકી મુસ્કાન સાથે જવાબ આપ્યો.

      આમ, શ્રુતિ ત્યાં થી ઘેર જવા નીકળી ગઈ. પરંતુ આ તરફ કાનજી રાહુલ સામે એકીટશે જોઈજ રહ્યો.

"હવે તને શું થયું?" રાહુલ એ પ્રશ્ન કર્યો.

"હા એની સાથે પડાપડ ગુજરાતી બોલો અને એમાંય થોડી ઘણી ઇંગ્લિશ પરંતુ , મારી સાથે ગામડાઈ એમ ને?" કાનજી એ જવાબ ની સાથે એક પ્રશ્ન પણ મુક્યો.

"હા તોહ! ઇંગ્લિશ મા થોડો વટ પડે માટે હું બોલ્યો".

"હા હવે હાલ વેલો મોડું  થાય હે , મારે લારી પણ કાઢવાની હે".

    આમ, બંને કાનજી ના ઘેર જવા માટે નીકળ્યા. કાનજી ને ઘેર છોડ્યા બાદ રાહુલ તેના ખેતર ની સંભાળ લેવા માટે ગયો. મજૂર રજા માં હોવાના કારણે આજે રાહુલ ને પાણી પીવડાવવા નું હતું. રાહુલ ખેતરે જઈ રહ્યો હતો એમાં તેના નાનપણ નો મિત્ર ચેતન તેને સામે મળ્યો.

"હું કે રાહુલ ભઈ? ઘણા દીએ દર્શન દીધા". ચેતન એ કહ્યું.

"હું કઈએ અમે ? અમને તો મોજ શે બાકી તમે નથી દેખાતો વરહો થી". રાહુલ એ જવાબ આપતા કહ્યું.

"ના રે હમણાં તા ધંધા હારું બારે ગયો તો, હમણાં જ આયો શું, બાકી હુ કે આપડો લંગોટીયો યાર કાનજી?"

"ઈ હુ કે ? એને તા કમાવવા નું જ શે નવરો ક્યાં થાય સે?"

"હમણાં હાંભર્યું સે કે તમારા મોટા ભઈ ના લગન હે".

"હા હેને? તમારે આવવાનું સે ભૂલતા નઈ".

"હા જરૂર આવશું , આ કંઈ કેવાની વાત સે?

"હા તોહ ભલે, હાલતો સો ખેતરે?"

"હાલો આપણે નવરા જ સીએ".

    આમ , બંને મિત્ર ખેતરે જવા નીકળે છે. ખેતરે પહોંરયા બાદ બધું કામ સમાપ્ત કરી , બંને લીમડા ના વૃક્ષ નીચે ખાટલો ઢાળી ને બેઠા હતા.

"રાહુલિયા! એક વાત કેવાની હતી માઠો ના લાગે તો?" ચેતન એ કહ્યું.

"હા બોલ ને તું ખાલી બોલી જ નાખ ને". રાહુલ એ કહ્યું.

"આજ હવારે મારા અધા તને અને શ્રુતિ ને ભેરા વાતું કરતા જોઈ ગયા. આતો મેં એમને ના પાડી કે , કોઈ ને ભણતા(કેહતા) નઈ નકા મારા ભાઈ જેવા ભાઈબંધ નો નામ બદનામ થાશે".

"આભાર  ભાઈ તે બચાવ(બચાવી) લિનો (લીધો) નકર હું તા ગોવોત (ગયો હોત)".

"એમાં શું આભાર આગળ થી ધ્યાન રાખે આતા મુહે(મને) બધી ખબર સે તારી પણ કી(કંઈ) બોલતો નશી(નથી)".

"હા ભાઈ આભાર તારો તે મુહે બચાવ્યો".

     આમ, રાહુલ ને આ ઘટના બાદ થોડો ટેન્શન આવી ગયો હતો. તેને થયું કે મારું નામ તો ભલે ડૂબે પરંતુ શ્રુતિ નું નામ તેમાં વરચે ના આવવું જોઈએ. આમ, બંને ની પ્રેમકથા ની શરૂઆત પેહલા જ તેમના આ સફર માં કેટલીક અડચણો આવવા લાગી હતી.

ક્રમશઃ


***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Ila 2 અઠવાડિયા પહેલા

Verified icon

Hina 1 માસ પહેલા

Verified icon

Vaishali 1 માસ પહેલા

Verified icon

Meet Vaghani 2 માસ પહેલા

Verified icon

Ankita Jagirdar 2 માસ પહેલા