બધા ને લાગ્યું કે એ દીદી આ છત ની નીચે દબાઈ ગયા , એટલે અમે ચાર પાંચ જાણ અંદર કાટમાળ માં જોવા ગયા , અંધારું ઘોર અને વરસતા વરસાદ માં કાટમાળ ની નીચે દબાયેલા બેન ને કેમ કરી કાઢવા , અમે થોડી વાર શોધ્યું પણ ક્યાં ય કોઈ ના દેખાયું , બધા બાર આવતા હતા
એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૮
ત્યાં અચાનક મને કોઈ ના હલવાનો અવાઝ આવ્યો ને હું એ દિશા તરફ ગયો , ને જોયું કે કાટમાળ માં કોઈ નું હલન ચલન થયી રહ્યું છે મેં બૂમ મારી ને બહાર જતા બધા ને બોલાવ્યા , અને અમે કાટમાળ હટાવી ને દબાયેલા બેન ને બહાર કાઢ્યા , અંધારા માં બીજું તો કઈ ન હતું દેખાતું પણ એમના હૃદય ના ધબકારા સંભળાતા હતા , અમે બહાર ઊંચકી ને લાવ્યા અને એમ્બ્યુલન્સ માં એમને મુક્યા, એમ્બ્યુલન્સ હજી ચાલુ નતી થયી ,ત્યાં સ્ટ્રેચર પર થી એ બેન નો હાથ નીચે પડ્યો, મને એમ કે આ બેન પરલોક સિધારી ગયા , એટલે હું એમ્બ્યુલન્સ માં ચડ્યો ને મેં હાથ સરખો કર્યો , હું જેવો એમ્બ્યુલન્સ માં ચડી ને હાથ અડ્યો ત્યાં એમ્બ્યુલન્સ ચાલુ થયી ને એમાં અંદર ની લાઈટ થયી ને મેં એ બેન નો ચેહરો જોયો અરે એ બીજું કોઈ નઈ પણ મારી હસું હતી. હસું ને જોઈ ને બે ઘડી તો હું ધબકારો ચુકી ગયો ને ચોધાર આંસુ રડી પડ્યો મને આમ રડતા જોઈ ને એમ્બ્યુલન્સ માં બેસી રહેલી નર્સ એ પૂછ્યું કે તમે કોણ છો આમના ? શું જવાબ આપું , એવું કહું કે હું એનો થવા વાળો પતિ હતો કે પછી એના જીવન ને તરછોડનાર . હું કઈ જ બોલ્યો નહિ , એમ્બ્યુલન્સ ઇડર હોસ્પિટલ પહોંચી , હસું ને લઇ ને ડૉક્ટર ઓપેરશન રૂમ માં ગયા , મને થોડા પેપર પર સહી કરવાની કીધી ને બોલ્યા કઈ નઈ થાય તમારા પત્ની ને , એમ બોલી એ તો ચાલ્યા ગયા , પણ મારા ઝમીર એ મને પૂછ્યું કે શું હું હકદાર છું? હસું ના આ પેપર પર સહી કરવા માટે , બીજી બાજુ દિલ બોલ્યું અત્યારે જૂનું યાદ ના કર હસું નો જીવ બચાવો જરૂરી છે . ૨૪ કલાક ની જેહમત બાદ ડૉક્ટર બહાર આવ્યા ને બોલ્યા , તમારા પત્ની ખતરા ની બહાર છે , ઓપેરશન ચાલુ થતા ની સાથે જ્યાં જ્યાં ખબર પડી કે હસું હોસ્પિટલ માં છે ત્યાં ત્યાં થી માણસો દોડી આવ્યા , આટલા બધા માણસો મારી હસું માટે આવ્યા હતા , કોઈ નાત જાત વગર , ધર્મ વગર બધા જ હસું માટે પ્રાર્થના કરી રહ્યા હતા , બધા ની પ્રાર્થના ફળી, હસું ને હોશ આવી ગયા ના સમાચાર બહાર આવ્યા ને જાણે બધા ની માટે ઉતસ્વ હોય એન નાચવા લાગ્યા , બધા ને જોઈ ને મને નવાઈ લાગી , એક સામાન્ય સ્ત્રી માટે આજે જાણે ગામ ના ગામ ઉત્સવ માનવી રહ્યા છે એટલે મેં એક ભાઈ ને પૂછ્યું કે આ બેન કોણ છે અને કેમ બધા આટલા ખુશ થયા છે , તો એ ભાઈ બોલ્યા : અરે તમે નથી જાણતા કે આ બેન "મેરે સાઈ" સંસ્થાન ના સ્થાપક છે , અને આ જેટલા લોકો ને તમે ઉત્સવ મનાવતા જોઈ રહ્યા છો એ બધા જ કોઈ ને કોઈ રીતે આ સંસ્થા ની મદદ લઇ ચુક્યા છે , અને આ સંસ્થા જોડે જોડાયેલા છે ,
ત્યાં દૂર થી આવતા એક દાદા એક બા તરફ આંગળી કરતા બોલ્યા , હસું બેન આમના દીકરી અને બીજા એક દાદા તરફ આંગળી કરી બોલ્યા આમના ઘર ના વહુવારું છે , જેવું મેં એમની તરફ જોયો ને મારી આંખો ફાટી ગયી એ દાદા બીજું કોઈ નહિ પણ મારા પિતા હતા , એ લોકો ને દૂર થી આવતા જોઈ ને હું સંતાઈ ગયો . મને કશી જ સમજ નતી પડી રહી કે મારા પિતાજી નો તો હું એક જ દીકરો હતો તો હસું મારા ઘર ની વહુવારું કેમ ની ? હું સંતાઈ ને એ લોકો ને જોતો રહ્યો , એ લોકો હસું ના રૂમ તરફ ગયા , હું હજી અશમંજશ જ હતો , સંતાઈ ને બધું જોઈ સાંભળી રહ્યો હતો . ડૉક્ટર બોલ્યા કે આખી રાત એમના પતિ અહીં જ તો હતા એટલે હસું ના માતૃશ્રી બોલ્યા હસું નો પતિ ? હા આ બેન ના પતિ , પિતાજી બોલ્યા કે બોલાવો એ ભાઈ ને કે જે એમને અહીં લઇ ને આવ્યા હતા , એટલે ડૉક્ટર મને શોધવા લાગ્યા , મારે એ લોકો ની સામે નતું જવું તે છતાંય એક નર્સ મને એમની પાસે લઇ ગયી , મને જોઈ ને ત્રણ માંથી એક પણ કઈ બોલ્યા નહિ પણ એ લોકો નો ગુસ્સો ને આંખ માં જોઈ લીધો હતો , હું શરમ ના માર્યો નીચું જોઈ ને ઉભો રહ્યો ત્યાં ડૉક્ટર એ મને ઉચ્ચારી ને બોલ્યા કે તમારા પત્ની તમને મળવા માંગે છે , મને નવાઈ લાગી અને ઝડપભેર હું રૂમ તરફ દોડ્યો , રૂમ માં હસું ને જોઈ ને કશું જ બોલ્યો નહિ , હસું એ ઈશારા થી આગળ આવવા કહ્યું હું આગળ ગયો ને ફરી ચોધાર આંસુ રડી પડ્યો . હસું થી હાથ ઊંચો ન તો થતો તો પણ એને હાથ ઊંચો કરી ને મારા હાથ માં મૂકી દીધો . એ અહેસાસ કે જાણે એને મને માફ કરી દીધો . એના પિતાજી અમારી પાસે આવ્યા ને એમને મારા માથે હાથ મુક્યો ને શાંત્વના આપ્યા ને મને ગળે લગાવ્યો , હસું ના માતા પણ ગુસ્સો ગળી ગયા , પણ મારા પિતાજી એ મને માફ ના કર્યો , કારણ મને ખબર જ હતી એટલે એ ગુસ્સો મારે સહન જ કરે છૂટકો હતો મારા પિતાજી હોસ્પિટલ માં તો કશું જ બોલ્યા નહિ , હશું ને દવાઓ આપી , બોટલો ચડાવ્યા , કેટકેટલા ઈન્જેકશન આપ્યા , હસું ના બા બાપુજી ને અને મારા પિતાજી ને મેં ઘરે મોકલી દીધા , સાથે સાથે દરેક જે હસું માટે આવ્યા હતા એ બધા ને પણ હસું હવે ઠીક છે એમ કહી વિદાય આપી , ૫ દિવસ હું સતત હોસ્પિટલ માંજ રહ્યો ,હસું ને મારી આખી આપવીતી જણાવી ને એને તો મને જાણે કોઈ શિકાયત વગર જ માફ કરી દીધો હતો , એનું માફી નું કારણ એના દિલ માં રહેલા મારા માટે નો અપાર પ્રેમ હતો । એની માફી તો મળી ગયી પણ હજી મારે મારા પિતાજી ની માફી બાકી હતી , હસું ને ૬ દિવસે રજા આપી એટલે અમને અમારા ગામ વાડોઠ ગયા , વાડોઠ તો જાણે બદલાઈ જ ગયું હતું , ગામ ની પાદર થી લઇ ને ઘર સુધી લોકો જમા હતા , હું સમજી ચુક્યો હતો કે મારી હસું એ એના જીવન ને આ લોકો ને સમર્પિત કરી દીધું છે અને એટલે જ આ ગામ જ નઈ કેટકેટલા ગામ માં એનું માન છે । વાડોઠ ઘર માં પહોંચી ગયા હું હસું ને એના ઘર માં મુકવા જતો હતો ત્યાં મારા પિતાજી ગુસ્સા માં બોલ્યા બડધયા મારી વહુવારું નું ઘર આ છે , હું કશું જ બોલી ના શક્યો હસું ને રૂમ માં પહોંચાડી ને હું બ્હાર આવ્યો એટલે મારા પિતાજી એ નાનપણ માં જેમ મને લાફો માર્યો હતો જયારે મેં હસું ને પ્રેમ કરું છું એવું કીધું હતું એમજ એ દિવસે પણ લાફો માર્યો. અને પછી મને ગળે લાગી ને પોક મૂકી ને રડી પડ્યા , હું પણ એમને લપેટાઈ ને રડી રહ્યો હતો , એ આંસુ ની ધારા માં મારી કરેલી ભૂલો, મારો કરેલો હસું તરફ નો ધોકો , પીગળી ગયો
ક્રમશ: