એક ઈચ્છા - કઈ કરી છૂટવાની

એક ઈચ્છા - કઈ કરી છૂટવાની
દરેક વ્યક્તિ ના મન માં કઈ ને કઈ કરી ને પોતાનું નામ અને મન વધારવાની ઈચ્છા હોય છે પણ મારી ખુશી ની ઈચ્છા તો કઈ જુદી જ છે। મારી ખુશી એટલે એક એ છોકરી જેના વિશે હું અહીં લખવા માંગુ છું।
ખુશી ની વાત કહું તો શાયદ શબ્દો ઓછા પડશે। એક રૂપ રૂપ નો અંબાર એના રૂપ પર તો કોઈ નું દિલ દીવાનું થયી જાય। ગોરી દૂધ જેવી, માંજરી એની આંખો, ગુલાબી હોઠ એન્ડ વાળ તો જાણે કાળું ડિબાંગ વાદળ। સોળે કળા થી મોર શોભે એમ ખુશી નું રૂપ, ખુશી ખુબ દેખાવડી તો હતી પણ સાથે સાથે ખુબ પ્રેમાળ ,લાગણીશીલ અને સમય સાથે ચાલનારી ।
આખા વડાલી ગામ એને પ્રેમ કરે , સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ માં પ્રથમ સ્થાન મેળવી ને ખુશી પેહલી પી એચ ડી કરેલી છોકરી હતી। ભણવા સાથે સાથે ઈતર પ્રવૃત્તિ માં પણ ખુશી ખુબ આગળ , દરેક છોકરા ઓ ખુશી ને જોઈ ને મોં માં આંગળી નાખી દે। પી એચ ડી કર્યા પછી ખુશી ને યુ એસ એ માં જોબ મળી। લોકો યુ એસ એ જવા માટે દિન રાત એક કરી દે પણ ખુશી ને સામે ચાલીને આ તક મળી હતી। ખુશી પણ જવા માટે ખુબ જ ઉત્સુક હતી, પણ એક બનાવે ખુશી ને અત્યાર ની ખુશી બનાવી દીધી। એક વાર કેમ્પ માં એ બધા સાથે ફરવા નો પ્લાન બનાવી ને રેડી થયી પણ એને નતી ખબર કે આ કેમ્પ એને ક્યાં લઇ જશે
કેમ્પ માં બધા છોકરા છોકરીઓ જોડે જવાનો પ્લાન કર્યો હતો। કેમ્પ કુલ ૭ દિવસ નો હતો એન્ડ ૮માં દિવસ એ ખુશી યુ એસ એ જવાની હતી। બધા ની સાથે આ છેલ્લા છેલ્લા સાત દિવસ મઝા કરવાના હેતુ થી એ લોકો એક વેરાડ જંગલે ગયા। બધા ની પાસે રહેવા માટે ના સાધનો જમવા માટે ની પૂરતી બધી સામગ્રી લઇ ને એ લોકો કેમ્પ માં ગયા। સુંદર પણ ભયાનક એ જંગલ માં એ લોકો જય ચડ્યા આખા દિવસ ની મુસાફરી કરી ને બધા થાકી ગયા હતા તેથી બધા વેહલા જમી ને પોટ પોતાના કેમ્પ તરફ આગળ વધ્યા। સવારે બધા વેહલા ઉઠી ને કેમ્પ ની આગળ ની પ્રવૃત્તિ માં લાગી જવાના હતા। કેમ જાણે પણ ખુશી ને ઊંઘ ના આવી। ખુશી પોતાની સાથે વાંચવા માટે બુક લઇ ગયી હતી પણ કેમ્પ ની લાઈટ ખુબ ઓછી હોવાથી એ વાંચન માં મુશ્કેલી અનુભવી રહી હતી। એને મન થયું કે થોડું ચાલી આવું જેથી ઊંઘ આવી જાયઃ બધા ની તરફ એને જોયું પણ બધા ઘાડ઼ નિંદ્રા માં હતા એને થયું કે સા માટે કોઈ ને ઉઠાડવા અને આમ પણ એ ક્યાંક દૂર નાતી જવાની। એ ટેન્ટ માંથી બહાર આવી , જંગલ હોય એટલે હરિયાળી તો હોય જ અને એ હરિયાળી ને એ માનતા માનતા આગળ નીકળી ગયી। હાથ માં નાની ટોર્ચ લઇ ને એ આગળ જતી ગયી। આગળ જતા જતા એ રસ્તો ભૂલી ગયી અને ડરી ગયી। એને ખુદ ને જ યાદ નાતુ કે એ ક્યાંથી આવી। ડરતા ડરતા એ પાછો જવાનો રસ્તો શોધી રહી હતી। આટલું ભયાનક જંગલ માં એ ખોવાઈ ગયી ત્યાં દૂર એને એક નાનકડું ઘર દેખાયું। એ ઘર માં દિવા થી થોડું અજવાળું હતું। ધીરે ધીરે ખુશી આગળ વધવા લાગી અને એ ઘર તરફ જવા લાગી એને થયું કે કદાચ એને કોઈ મદદ મળી રહેશે। એ ઘર તરફ ગયી ને ધીરે થી એને બૂમ મારી। ત્યાં એક કાકા અને કાકી બાર આવ્યા ને બોલ્યા કે આટલી રાત્રે અહીં આપડા ઘરે કોણ આવ્યું હશે. 

ક્રમશ:

જીલ પુરોહિત

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Neel Sojitra 3 માસ પહેલા

Verified icon

Vidhi ND. 4 માસ પહેલા

Verified icon

daveasha42@gmail.com 4 માસ પહેલા

Verified icon

Priya Soni 4 માસ પહેલા

Verified icon

Vishan 4 માસ પહેલા