એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૫

બધા ને સમજાવી ને ખુશી બોલી થોડી વાર માં સાંજ પડી જશે તો આપડે એક કામ કરીયે આપડે અહીં જ આપડો કેમ્પ કરીયે અને અહીં જ રહીયે

 

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૫

હશમુખ કાકા અને હસુમતિ કાકી ની રાહ જોતા ખુશી અને એના મિત્રો એ ત્યાં ઝૂંપડી પાસે જ કેમ્પ કરવાનું નક્કી કર્યું। બે જણા ઝૂંપડી પાસે રોકાયા અને બાકી ના બધા જ્યાં પેહલા ટેન્ટ બાંધ્યો હતા ત્યાં ગયા। ત્યાં જઈ ને બધો સમાન લઇ ને ઝૂંપડી પાસે આવાનું નક્કી કર્યું। ખુશી પણ ઝૂંપડી માંથી સાવરણી લઇ આવી ને આંગણું સાફ કરવા લાગી। અને ખુશ્બુ અને નીરવ નજીક ના કુવા માંથી પાણી લેવા ગયા। બધા ને ખુબ ભૂખ લાગી હતી એટલે જેમ બધા ઝૂંપડી પાસે ભેગા થયા ત્યાં જ સમીર બોલ્યો કે ખુબ ભૂખ લાગી છે આવે તો કોઈ મને કઈ ખાવનું આપશે। આમ સમીર ને બૂમ મારતો જોઈ કાર્તિક થી રહેવાયું ના ને તરત બોલ્યો કે અલા ભૂખડી બારસ થોડી શાંતિ રાખ તને હમણાં ખવડાવી ને તાજો માંજો કરીયે છે કે રાત્રે જો ભૂત આવે તો તને જ ખાવા આપી દઈએ બધા આવું સાંભળી ને હસી પડ્યા પણ ખુશી હાજી જાણે કસે ખોવાયેલી લાગી।

ખુશી ને ચૂપ જોઈ નેહા બોલી ખુશી આ બધા જ સવાર થી કઈ ખાધા પીધા વગર ના આમ ફરે છે ચાલ આપડે આ લોકો માટે જમવાનું બનાવીયે આવું સાંભળી ને ખુશી ની તંદ્રા તૂટી અને બોલી હા હા હું તો ચિંતા ના ભૂલી જ ગયી। બધા એ ભેગા થયી ને ટેન્ટ બાંધી દીધા અને બધી છોકરી ઓ ભેગી થયી ને જમવાનું બનવા લાગી। સરસ માજા નું રીંગણ બટાટા ની રસદાર સબ્જી અને ખીચડી બનાવી. કેમ્પ માં આવનું હોવાથી સાત દિવસ થયી રહે રેવી બધી જ સાધન સામગ્રી  લઇ ને આવ્યા હતા વળી જંગલ માં લાકડા તો મળી જ રહેએટલે સરસ મઝા નો ચૂલો બનાયો અને નેહા ખુશ્બુ ખુશી અને બીજી છોકરીઓ એ મળી ને સરસ મઝા ની રસોઈ બનાવી। રસોઈ બનાવ્યા બાદ બધા જ જાણે વર્ષો થી ભૂખ્યા હોય એમ જમવા પર તૂટી પડ્યા પણ ખુશી એ એક કોળિયો પણ ના ખાધો નેહા અને ખુશ્બુ એ બહુ કીધું પણ ખુશી એ કહ્યું કે કાકા કાકી આવશે એટલે જોડે જમીશુ। બધા એને સમજવા મંડ્યા પણ મારી ખુશી એમ સમજે તેમ થોડી। જમી ને બધા સાથે બેઠા। બધા એ સાથે મળી ને સાફ સફાઈ કરી દીધી ત્યાર બાદ આવે આગળ શું કરશુ એની વાત કરવા લાગ્યા। ખુશી બોલી સાંજ થવા આવી પણ હાજી કાકા કાકી નો કઈ પતો નથી એ ક્યાં હશે?।એવું બોલી ખુશી પાછી ઉદાસ થયી ગયી એને ઉદાસ જોઈ નીરવ બોલ્યો ખુશી ચિંતા ના કર ચાલ તું મને એમનું વર્ણન કર હું એમનો સ્કેચ બનવું અને જો એ આપડા ને નહિ મળે તો હું મારા મામા ને કોલ કરી ને કહીશ એ એમનો પતો લગાવશે બસ આવે તો હસ મારી દોસ્ત। ખુશી ને આ સંભાળી ને થોડી શાંતિ થયી અને એને નીરવ ની સામે કાકા કાકી નું વર્ણન કર્યું એમ નીરવ એ આબેહૂબ ચિત્ર બનાવ્યું અને એ જોઈ ખુશી બોલી ઉઠી હા આજ મારા હશમુખ કાકા અને હસુમતિ કાકી। બધા એ સ્કેચ જોઈ ને નીરવ ના વખાણ કરવા લાગ્યા। સમીર તો નીરવ ને વળગી ને બોલ્યો અલ્યા મારો પણ સ્કેચ તું બનાવ યાર। આમ બધા વાતો માં મશગુલ હતા ત્યાં જ અચાનક વાતાવરણ બદલાયું।

ઘનઘોર વાદળો છવાયા અને ભયાનક લાગે એવું વાતાવરણ થયી ગયું। વાદળો તો જાણે કાળા ભમર અને હવા તો બધું જાણે સાથે ઉડાવી જશે એમ વહેવા લાગી। વીજળી તો જાણે હમણાં પડું હમણાં પડું એમ ગાજવા લાગી. ભાલ ભલા ખુમાર માણસો પણ બી જાય એવું વાતાવરણ થયી ગયું તો આ બધા મિત્રો તો હજી હમણાં જ કોલેજ પુરી કરી ને બહાર આવ્યા હતા એટલે બધા ને જ બીક લાગવા લાગી અને જંગલ એટલે થોડી ઘણી બિહામણા અવાજ તો આવે જ। બધા જ્યાં ટેન્ટ બાંધ્યા હતા ત્યાંએક બીજા ને પકડી ને ભરાઈ ગયા। વરસાદ તો સાંબેલા ધાર પાડવા લાગ્યો વીજળી જોરદાર અવાજ કરી ને વાતાવરણ ને વધારે ગંભીર કરી દેતી। આવા વાતાવરણ માં બિચારા એ ઘરડા કાકા કાકી ક્યાં હશે એજ જ ચિંતા ખુશી તથા એના મિત્રો કરવા લાગ્યા।

ક્રમશ:

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Vidhi ND. 4 માસ પહેલા

Verified icon

Sejal Butani 4 માસ પહેલા

Verified icon

daveasha42@gmail.com 4 માસ પહેલા

Verified icon

Sonu 4 માસ પહેલા

Verified icon

Mamta Ganatra 4 માસ પહેલા