Ek Ichchha - kai kari chhutvani - 9 books and stories free download online pdf in Gujarati

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ - ૯

શું સાચે જ દાળ માં કઈ કાળું છે ? કે પછી કાકા કોઈ ના પ્રશ્નો નો જવાબ નથી આપવા માંગતા।

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૯
બધા પોત પોતા ના ટેન્ટ તરફ જાય છે જે તે લોકો એ ઘર ના મોટા આંગણા માં બાંધ્યા હોય છે અને બધા ટેન્ટ ની બહાર સાવચેતી ના પગલાં લઇ ને લાકડી ગોઠવી દે છે અને સુવા પડે છે ખુશી મન માં ઘણા પ્રશ્નો લઇ ને નેહા અને ખુશ્બુ જોડે ટેન્ટ માં આવે છે । ખુશી ને ખબર હતી કે બધા થાકેલા છે એટલે એક પણ શબ્દ બોલ્યા વગર આડી પડે છે નેહા ના નાશકોરા પણ ચાલુ થયી જાય છે પણ ખુશી હજી વિચારો માંજ હોય છે શું કારણ હશે કે કાકા એ જવાબ ના આપ્યા ? આ વિચારો ને વિચારો માં એની આંખ લાગી જાય છે અને બીજી બાજુ કાકા અને કાકી તેમની ઝૂંપડી માં આવેલા આ બાળકો વિષે વાત કરતા હોય છે । કાકા અને કાકી ને બધા ને મળ્યા નો આનંદ તો બહુ હોય છે પણ સાથે આવેલા પ્રશ્નો નો તોફાન એમને ચિંતા માં મૂકે છે । હશમુખ કાકા બોલે છે હશું તને લાગે છે કે ખુશી એ પૂછેલા પ્રશ્નો નો જવાબ લીધા વગર જંપશે ? હસુમતિ કાકી ઉત્તર આપતા બોલ્યા કે આપડે તો આ પ્રશ્નો કોઈ પૂછસે એવું ક્યાં ખબર હતી પણ હવે આ પ્રશ્નો ના જવાબ આપડે આપવા પડશે . તો કાકા નો અવાજ થોડો ઊંચો થયો ને બોલ્યા ના હશું આ જવાબ આપવા માટે હું તૈયાર નથી. એક કામ કરીયે આપડે અહીં થી સવાર પડતા પેહલા ચાલ્યા જઈ એ તો કેવું? કાકી બોલ્યા આજે ચાલ્યા ગયા હતા એમ શું કાલે પણ ચાલ્યા જઈશું અને જઈશું તો જઈશું ક્યાં ? આવું બોલતા તો કાકી ફરી રડી પડ્યા । નથી ભાગવું હવે આપડે ક્યાંય હવે તો આપડે આ સવાલો નો સામનો કરીશુ ભલે ને આપણું હૃદય જે આ બધી વાતો દબાઈ ને ચૂપ હતું એ ફરી વખત ધબકતું થાય । કાકી ની વાત સાંભળી ને કાકા પણ તૈયાર થયા કે પ્રશ્નો નું તોફાન ક્યાં તો આપડને સમેટ સે કે સાથે વહાવી લઇ જશે એ તો આવનાર સવાર જ બતાવશે. ચાલ મારી ડોશી આજે નિરાંતે સુઈ જઈ એ ખબર નથી કલ પછી આપડને ઊંઘ આવશે કે નઈ ?। કાકા કાકી પણ વાતો કરતા કરતા સુઈ જાય છે ।

એક સુંદર સવાર ની શરૂઆત થાય છે સૂર્ય પ્રકાશ ફેલાવા નો ચાલુ થયી રહ્યો હોય છે પક્ષી ઓ નો કલરવ જાણે સવાર નું સ્વાગત કરતા હોય એમ તાલ બદ્ધ છે અને હવા માં પણ સવાર ની શુગંધ ફેલાવી રહી હોય છે । નવા ખીલેલા ફૂલો ની મહેક તો જાણે ક્યાંક દૂર સુધી ફેલાતી હોય છે. ધીરે ધીરે વારા ફરતી બધા ની આંખો ખુલે છે અને આ અનેરી સવાર ની મઝા માણવા બધા તૈયાર થવા તત્પર છે , એક પછી એક બધા ટેન્ટ માંથી બહાર આવે છે ,પોત પોતાનો નિત્ય ક્રમ પતાવી ને સાથે આંગણ માં બેસે છે પણ ખુશી દેખાતી નથી એટલે નીરવ પૂછે છે કે ઓય નેહા ખુશી ક્યાં છે ,એ મહારાણી તો અજી ઘાઢ નિંદ્રા માં છે લાગે છે આખી જિંદગીનું આજે જ ઊંઘી લેશે એવું મઝાક કરતા બોલે છે ,પણ એ કોઈ દિવસ આટલું ના ઊંઘે જે રોજ સવારે ૪ વાગે ઉઠી ને વાંચતું હોય એ કઈ ૮ વાગ્યા સુધી ને ઘોરે ના

તું ઉઠાડ એને અને આપડે બધા આજે આગળ કેમ્પ માં શું કરવું છે એની ચર્ચા તો કરી લઇ એ બે દિવસ પતી ગયા અને હજી તો આપડે આપડા કરેલા કોઈ પ્રોગ્રામ ને અંજામ સુધી નથી લાવી શક્યા। હા હા ઓક એમ હું હમણાં જ ખુશી ને ઉઠાડી લાઉ છું ને નેહા ટેન્ટ તરફ ગયી ।
કાકા કાકી પણ રોજ ની જેમ નિત્યક્રમ પતાવી ને આંગણા માં આવ્યા । આંગણા માં એક નાનો તુલસી ક્યારો હતો ત્યાં કાકી ને દીવો પ્રગટાવ્યો। કાકી બોલ્યા ખુશી અને નેહા દેખાતા નથી ક્યાં ગયા બેઉ ?। કાકી એ તો હજી અમારા લીડર ખુશી મહારાણી ઊંઘે છે એટલે નેહા એને ઉઠાડવા ગયી છે એમ સમીર એ ટાપસી પુરી। અને બધા હસવા લાગ્યા , ખુશ્બુ અને બીજી છોકરીઓ એ ભેગા થયી ને ચૂલા પર ચા નાસ્તો બનાવની તૈયારી કરી લીધી હતી।

નેહા ટેન્ટ માં જઈ ને ખુશી ને બૂમ મારે છે તો પણ ખુશી ઉઠતી નથી એટલે નેહા એને અડી ને ઉઠાડે છે જેવી એ એને અડે છે તેવી જ બૂમ મારે છે અરે બાપરે આ ખુશી ને તો જો શું થયી ગયું છે આવી બૂમ મારી નેહા ટેન્ટ ની બહાર આવે છે અને બધા ને બોલાવે છે બધા ત્યાં જઈ ને પૂછે છે કે શું થયું છે ખુશી ને ? ખુશી ને તો ખુબ તાવ આવેલો છે એનું શરીર તો જાણે અગ્નિ થી વધારે તપી રહ્યું છે। કાકા કાકી પણ ત્યાં આવે છે અને બધા ને બાજુ પર ખસવાનું કહે છે ,કાકી ખુશી ને અડે છે અને તરત બોલે છે આની પરિસ્થિતિ ગંભીર છે હશમુખ એને આપડા ઘર માં લઇ જાઓ ।

નીરવ ખુશી ને ઊંચકી ને કાકા ના ઘર માં લઇ જાય છે કાકી કહે છે એને અહીં આ ગોદડી માં સુવડાવી દો। નીરવ ખુશી ને ત્યાં સુવડાવે છે હજી ખુશી તો જાણે બેભાન જ છે. કાકી કાકા ને ઈશારા માં કઈ કહે છે અને કાકા ત્યાં થી રસોડા તરફ જાય છે અને રસોડા માં રહેલા ચૂલા માંથી દેવતા લાવે છે અને આંગણ માં બનેલા ચૂલા નથી કાકી સમીર ને દેવતા લેવાનું કહે છે ,સમીર પણ ચૂલા માંથી દેવતા લઇ ને આવે છે કાકી બધા છોકરા ઓ ને બહાર જવાનું કહે છે અને ઝૂંપડી નું બારણું બંધ કરવાનો આદેશ આપે છે ।બધી છોકરીઓ ને કાકી ખુશી ની પાસે દેવતા સળગી રહે એમ સૂચના આપે છે , ખુશ્બુ વચ્ચે કઈ પૂછવા જાય છે કે કાકી એને શાંત રહેવા કહે છે।કાકી થોડી વાર સુધી ખુશી ને કઈ ઉંધી છતી કરે છે અને સળગી રહેલા દેવતા માં કઈ નાખી ને ખુશી ના શરીર પર લગાડે છે બધી છોકરી ઓ ચુપચાપ જોયા કરે છે ,ખાસી બધી મેહનત કર્યા બાદ ખુશી થોડી હલે છે જેથી બધા ને હાશ થાય છે અને કાકી બોલે છે આવે ઘભરાવ ની કોઈ જરૂર નથી હવે ખુશી ને કોઈ ખતરો નથી ચિંતા ના કરશો એમ બોલે છે કોઈ ને કઈ સમજાતું નથી પણ ખુશી ને અડી ને નેહા બોલે છે કાકી એનો તાવ તો ગાયબ થયી ગયો। અને કાકી બહાર જઈ ને બધા ને સમાચાર આપવા કહે છે .

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED