એ આંસુ ની ધારા માં મારી કરેલી ભૂલો , મારો કરેલો હસું ને ધોકો પીગળી ગયો .
ઈચ્છા કઈ કરી છૂટવાની : ભાગ ૧૯
હસું એ કરેલા સારા કર્મો ના લીધે બધા એ મને માફ કરી દીધો અને હસું અને હું બધા ની સહમતી થી લગ્નગ્રંથિ માં જોડાય ગયા .લગ્ન થયા બાદ હસું ના કર્યો ને મેં હાથ માં લીધાં . મારા અને હસું ના પ્રેમ ને મેં નકારી ને જવાની જે ભૂલ કરી હતી તે મને ધીરે ધીરે સમજાણી. હસું એ મને દિલ થી સ્વીકારી લીધો હતો અને જે લોકો મારા થી નફરત કરતા હતા એ બધા એ પણ મને માફ કરી દીધો. લગ્ન ના સાત વચન અમે બંને જણા એ દિલ થી નિભાવ્યા . લગ્ન ના ત્રણ વર્ષ બાદ અમારા ઘરે દીકરી આવી અને પાંચ વર્ષ બાદ દીકરો . મારી દીકરી હસું ની જેમ આયુર્વેદિક ભણી ને ડૉક્ટર બની અને અત્યારે એ પણ પરણી ગયી . દીકરો પણ મારા જેવો નહિ ને હસું જેવો થયો , દીકરા એ એન્જિનિરીંગ કરી ને એક સારી કંપની માં જોબ મેળવી લીધી . હવે રહ્યા હૂતો હુતી એટલે કે અમે બે , અમારા ઘર પરિવાર ના બધા જ લોકો માટે અમારા થી થયું એ દરેક કાર્ય અમે કર્યું . ગયા વર્ષે દીકરા નું પણ લગ્ન કરી દીધું . જેમ હસું એ "મેરે સાંઈ" સંસ્થા માં કાર્ય કર્યું એમ હવે મારા દીકરા વહુ અને દીકરી જમાઈ પણ આ સંસ્થા માં કાર્યરત છે . અમને અમારા દીકરા એ નિવૃત્તિ લઇ ને આરામ કરવાનો કહ્યો પણ મારી હસું ને ક્યાં વળી આરામ . એને તો આજીવન માત્ર અને માત્ર લોક સેવા માં જ અર્પણ કરવાની ઈચ્છા હતી તેથી બધા એ તેની ઈચ્છા ને માન આપી ને એનું કાર્ય એ કરશે એવું નક્કી કર્યું.
ખુશી આ બધું સાંભળતી રહી એના થી રહેવાયું ના એટલે બોલી આટલું બધું સારું હોય તો પછી તમે અને કાકી અહીં ક્યાંથી ।હસમુખ કાકા બોલ્યા : દીકરી મને ખબર જ હતી કે હમણાં તું મને આ સવાલ પૂછીશ. દીકરા અમને તે જે ઘર માં જોયા એ અમારું ઘર નથી ।અમારું ઘર તો વાડોથ માં જ છે. અહીં એક વૃદ્ધ બાવા રહેતા હતા . તને યાદ હશે જયારે હસું ને મેં એકલી છોડી હતી ત્યારે એક મહારાજ ઘરે આવી ને હસું ને નવી જિંદગી જીવાનુ શીખવાડી ગયા હતા .આ ઘર એજ મહારાજ એટલે કે શ્રી શ્રી બાલ મહારાજ ની ઝૂંપડી છે .હસું ને અવિરત કાર્ય તથા લોકસેવા ના ધર્મ શિખવાડનાર ગુરુ નું સ્થાન છે .થોડા વર્ષ પહેલા એ મહારાજ ફરી હસું પાસે આવ્યા હતા ,એજ મોઢા પર ગજબ નું તેજ , હસું એમને જોતા જ પગ માં પડી ને બોલી મહારાજ તમે મને જે જ્ઞાન આપ્યું એ જ્ઞાન ના લીધે આજે હું આ કાર્ય કરી શકું છુ. મહારાજ એ અમને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે સાંઈ સુખી રાખે , મેં કશું જ કર્યું નથી જે કઈ પણ છે એ ઈશ્વર ની કૃપા છે એમનો મહિમા અપરંપાર છે . મહારાજે અમને કહ્યું કે દર વર્ષે ગુરુ પૂર્ણિમા એ અમે એમના આ સ્થાન પર આવી ને રહી એ . એટલે દર વર્ષે હું અને હસું બંને અહીં આવીયે છે . આ વર્ષે અમે અહીં ખુબ સુંદર ઉજવણી કરવાના છે એટલે અમે અહીં આવ્યા હતા . વળી હસું ના કાર્ય ખુબ દૂર દૂર સુધી પહોંચેલા છે એટલે અહીં હું અને હસું જયારે અમને સમય મળે અમે અહીં આવી એ છે . અહીં ની જગ્યા અમારા જીવન ની મહત્વ ની જગ્યા છે .
નીરવ બોલ્યો : કાકા તમારી અને કાકી ની જીવન શૈલી માંથી અમને પણ ઘણું શીખવા મળ્યું. ખુશી , નીરવ , ખુશ્બુ , સમીર અને બધા જ મિત્રો કાકા કાકી ની જીવન શૈલી થી પ્રભાવિત થયા. રાત પડવાની તૈયારી હતી અને હસું કાકી પણ આવી ગયા હતા . બધા એ ભેગા મળી ને રાત્રી ભોજન નો આનંદ લીધો .
ખુશી થોડી ચુપચાપ બેઠી હતી : એને જોઈ ને કાર્તિક એ પૂછયું ખુશી આગળ શું વિચાર્યું ? અમેરિકા જવાનું કે નીરવ જોડે લગ્ન કરી ને અહીં જ રહેવાનું . કાર્તિક ની વાત સાંભળી ને નીરવ બોલ્યો : ખુશી ને હું કોઈ બંધન માં નથી બાંધવાનો એ એના મન ની મલિક છે , હું તો એના માટે જ બનેલો છુ તો હવે એ અમેરિકા જાય કે અહીં રહે એવો સવાલ જ નથી મારા મન માં .
ખુશી બોલી : નીરવ હું તમારા આ જવાબ થી ખુબ ખુશ છુ પણ મારા મન માં કઈ ગડમથલ ચાલે છે . નિરવે ખુશી ની નજીક જઇ ને એનો હાથ પકડ્યો ને બોલ્યો : શું છે તારા મન માં , મારે જાણવું છે .
ખુશી એ નીરવ પાસે એક વચન માંગ્યું , નીરવ એ કહ્યું બોલ મેં વચન આપ્યું : ખુશી એ નીરવ ને કહ્યું કે મેં આજે હસમુખ કાકા અને
હસું કાકી ના જીવન ની વાતો જાણી ને એમના જેવા કાર્ય કરવાની ઈચ્છા થયી છે ।હું એમની જેમ જ મારુ જીવન પણ લોકસેવા માં અર્પણ કરવા માંગુ છુ પણ હું એકલી આ જીવન ની માલિક નથી મેં તમને મારુ સર્વશ્વ સોંપ્યું તમારા સાથ સહકાર વિના હું કઈ પણ નઈ કરી શકું । નીરવ એ કહ્યું અરે ગાંડી મેં વચન આપ્યું ,તું જેવીરીતે તારું જીવન જીવવા માંગીશ એ માં મારો સાથ હાર હંમેશ રહેશે ।
રાત વીતી ગયી સવાર સુંદરતા વિખેરી રહી હતી , હશમુખ કાકા અને હસુમતિ કાકી સાથે આ દિવસો વીતી ગયા અને પાછા બધાને પોતપોતાના ઘરે જવાનો સમય થયી ગયો ।
હશમુખ કાકા એન્ડ હસુમતિ કાકી એ બધા ને ખુબ સુંદર એવી ભગવાન ની મૂર્તિ ભેટ આપી । ખુશી એ વિદાય લેતા પેહલા કહ્યું કે કાકા કાકી તમે મારા વિચારો અને જીવન ના દરેક તબક્કે મારી જોડે રેહજો ।
નીરવ , ખુશી , ખુશ્બુ , કાર્તિક, નેહા , સમીર બધા મિત્રો ખુશ પણ દુઃખી એવા હૃદય એ વિદાય લીધી । ૨ વર્ષ બાદ ખુશી અને નીરવ ના લગ્ન થયા ।નીરવ એ ખુશી ને જે વચન આપ્યું હતું એ પુરી નિષ્ઠા થી નિભાવ્યું.
૨૦૧૭ ની સાલ માં ખુશી એ એક આરામગૃહ બનાવ્યું જેનું નામ છે : "અમારું ઘર " આ આરામગૃહ માં અનાથ બાળકો , વૃધો , વિધવા બેહનો ને રેહવાની સગવડ છે . " મેરે સાંઈ " સંસ્થા ની જોડે જોડાય ને ખુશી અને નીરવ એ પણ લોકસેવા કરવાની ચાલુ કરી
ખુશી એ પોતાના નામ ની જેમ જ લોકો માં ખુશી ફેલાવાનું નક્કી કર્યું । આજે એના " અમારું ઘર " માં ઘણા બધા જરૂરિયાત મંદ લોકો ને મદદ મળે છે ।
મારી ખુશી ની ઈચ્છા ને નીરવ એ માન આપ્યું , એવી જ રીતે દરેક ના મન માં રહેલી ઈચ્છા પુરી થાય એવી ઈશ્વર ને પ્રાર્થના
" મેરે સાંઈ" " અમારું ઘર " ની જેમ ઘણી સંસ્થા ઓ છે જે અવિરત લોક સેવા માં સમર્પિત છે. કોટી કોટી વંદન સર્વે ને .
ફરી એક નવી વાર્તા સાથે પાછા મળીશુ
તમારા સર્વે નો ખુબ ખુબ આભાર કે મારી વાર્તા ને આપસર્વે એ વાંચી । કોઈ ભૂલ ચૂક હોય તો માફ કરશો।
જાગૃતિ પુરોહિત