ભાગ-૩
ખુશી એ કાકા કાકી ની સાચી વાત જાણવા માટે એક યુક્તિ કરી।
ખુશી એ જમવાનું ચાલુ કર્યું । જેમ ખાતી ગયી તેમ બોલતી ગયી કે સુ વાત છે સુ સરસ રોટલો બન્યો છે મારે મન થાય છે કે હું એક નહિ પણ ૨-૪ ખાયી જયિસ । આટલું બોલતા ની સાથે ખુશી એ કાકા કાકી ની સામે જોયું પણ કાકા કાકી તો એક બીજા ની સામે જોઈ રહ્યા આવે સુ કરીશુ કારણ કે એમની પાસે ખાવા માટે એ એક જ રોટલો હતો અને એ તો કાકી એ ખુશી ને આપી દીધો હતો જો કદાચ ખુશી બીજો માંગે તો લાવીસું ક્યાંથી। કાકા અને કાકી મેહમાન માંગે ને આપડે ના આપી શકીયે તો ભગવાન નારાઝ થયી જાય એવા વિચાર વાળા હતા। હસમુખ કાકા ધીરે રહી ને બહાર ગયા અને કાકી ને ઈશારો કરી બહાર બોલાવ્યા। હસુમતિ કાકી બહાર આવ્યા આ બધું ખુશી જોઈ રહી હતી , ખુશી આમ તો સમજી ગયી હતી પણ બોલે કેમ ની એટલે ચૂપ ચાપ જોઈ રહી।
કાકા એ ધીરે થી કાકી ને કીધું કે જો આપડી પાસે આવે આ દીકરી ને આપવા માટે ક્સુ નથી એટલે હું જંગલ માં જાઉં છું અને કઈ મળે તો લઇ આવું। હસુમતિ કાકી બોલ્યા સાંભળો છો, જો તમે આટલી રાત્રે ક્યાં જાસો તમને તો અંધારા માં મારા હાથ ઝાલી ને ચાલવાની આદત છે તો થોભો હું પણ સાથે આવું છું, પણ આ દીકરી ને સુ કહીશુ કેઆને આમ એકલી મૂકી ને આપડે કે જય એ છે। કાકા કાકી સાથે સહમત થયા ને બોલ્યા આપડે કઈ બહાનું બતાવી ને જય આવીયે। કાકી પણ માની ગયા અને બંને જન ખુશી પાસે આવી ચડ્યા.
ખુશી ને જોઈ ને બોલ્યા દીકરા તું આરામ થી જમ અમે પાણી ખાલી થયી ગયું છે તો હું અને કાકી લઇ ને આવ્યે છે એમ પણ મને થોડી અંધારા માં તકલીફ પડે છે એટલે તું બીસ ના અમે આવીયે જ હમણાં પાછા। એમ કહી ને રસોડા માં ગયા અને ખાલી બેડલું લેતા આવ્યા । ખુશી આ બધું જોઈ રહી ને તેના મન માં થયું કે મને ખબર ના પડે કે ઘર માં કઈ નથી બીજું ખાવાનું એટલે આ બંને આટલી રાત્રે પણ બહાર જવાનું વિચારી રહ્યા છે ખુશી તરત જ કાકી નો હાથ પકડી ને બોલી કાકી મને માફ કરજો હું તો ખાલી તમારી પાસે થી જાણવા માંગતી હતી કે તમે જમ્યા કે નૈ। હું સમજી ગયી છું કે આ ઘર માં મેહમાન ને ભગવાન નું રૂપ માનવ વાળા મહાન માણસો રહે છે અને મારા માટે થયી ને આટલી રાત્રે એ પણ ભનાયક જંગલ માં પણ જવા તૈયાર થયી ગયા છે । ખુશી નું આવું સાંભળી ને કાકા કાકી દંગ રહી ગયા કે આ દીકરી અમારા કહ્યા વગર આટલું કેમ ની સમજી ગયી । ત્યાર બાદ ખુશી એ કાકા કાકી ને જોડે બેસવાનું કહ્યું અને ૧ રોટલા ના ૩ ભાગ કર્યા। અને ત્રણે જન સાથે બેસી ને ખાવા લાગ્યા અને તરત જ ખુશી બોલી કે મેં આજ દિન સુધી આટલું મીઠું ભોજન નથી ખાધું મારા મમ્મી ના હાથ માં પણ જાદુ છે એવી જ રીતે કાકી ના હાથ માં પણ ભગવાન એ કાકી ને પણ એજ જાદુ આપ્યું છે।હસુમતિ કાકી ખુશી ની વાત સાંભળી ને કાકી ની આંખ માં હરખ ના આંસુ આવી ગયા ને હસમુખ કાકા બોલ્યા કે તારા કાકી ના ગંગા જમુના વહેવા લાગ્યા પાછા આ સાંભળી ને ત્રણે જન હસવા લાગ્યા। રાત ખુબ થયી ગયી હતી તેથી કાકા એ બંને ને સંબોધી ને બોલ્યા કે સુ આજે જાગરણ કરવાની ઈચ્છા છે કે સુ તમારે આવું સાંભળી ને કાકી સર્માઈ ગયા ને બોલ્યા કે મેં કેટ કેટલા જાગરણ કર્યા ત્યારે તો તમે મળ્યા મને।
આમ ત્રણે વાત કરતા કરતા સુઈ ગયા। સવાર પડવાની તૈયારી હતી જંગલ એટલે જોવા નું સુ એ સુંદર પક્ષી ઓ નો કલરવ ની સાથે સાથે જાણે દરેક પ્રાણી ઓ પણ સૂર્ય નું સ્વાગત કરતા હોય તેમ અવાજ કરવા લાગ્યા દૂરએક ઝરણું હતું એનો પણ અવાજ આવા લાગ્યો ઘર ની છત માં બે ત્રણ કાણા હતા ત્યાંથી સીધો સૂર્ય નો પ્રકાશ આંખે પડવા લાગ્યો ખુશી આ પ્રકાશ થી જાગી ગયી ને આંખો ચોડતી એ ઉભી થયી ને ઘર માં આમ તેમ જોયું તો એને કોઈ ના દેખાયું એ ઘભરાયી ગયી કે હમણાં રાત્રે તો કાકા કાકી એની બાજુ માં હતા એ લોકો ક્યાં ચાલ્યા ગયા । તે ઘર માંથી રસોડા તરફ બહાર તરફ બધે એમને શોધવા લાગી.
ક્રમશ: