એક ઈચ્છા - કઈ કરી છૂટવાની ભાગ - ૨ jagruti purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • કાંતા ધ ક્લીનર - 50

    50.કોર્ટરૂમ ચિક્કાર ભર્યો હતો. કઠેડામાં રાઘવ એકદમ સફાઈદાર સુ...

  • ઈવા..

    ઈવાએ 10th પછી આર્ટસ લઈને સારી સ્કૂલમાં એડમિશન મેળવ્યું હતું....

  • ખજાનો - 21

    " ભલે આપણને કોઈને યાદ નથી કે આપણે અહીં કેમ આવ્યા છીએ તેમ છતા...

  • ભાગવત રહસ્ય - 53

    ભાગવત રહસ્ય-૫૩   પ્રથમ સ્કંધ –તે અધિકાર લીલા છે. જ્ઞાન અનધિક...

  • એક ષડયંત્ર.... - ભાગ 82

    (દિપકના ઘરે કનિકા જાય છે, પણ સિયા વિશે સાંભળી ઘરમાં બાકીના બ...

શ્રેણી
શેયર કરો

એક ઈચ્છા - કઈ કરી છૂટવાની ભાગ - ૨

ભાગ -૨

ખુશી અજાણતા એક ઘરે પહોંચે છે ।
કાકા અને કાકી બહાર આવી ને જુવે છે ત્યાં ખુશી ડરેલી અને સહમેલી સામે ઉભી હોય છે। એને જોઈ ને કાકી અને કાકા સમજી જાય છે કે આ છોકરી રસ્તો ભૂલી ને અહીં આવી છે। કાકી એને ડરેલી હાલત માં જોઈ ને કહે છે આવ દીકરા અંદર આવ।આવું સાંભળી ને ખુશી થોડો હાશકારો અનુભવે છે પણ અચાનક કોઈ અજાણ્યા ના ઘરે કેમ નું જવું એની અસમંજસ માં હોય છે ત્યાંજ કાકા બોલે છે દીકરી હું અને તારા કાકી અહીં ૨ વર્ષ થી રહીયે છે અને આ નાનકડી ઝૂંપડી માં તારું સ્વાગત છે આટલું સાંભળી ને ખુશી ને મન માં થાય છે કે આવા જંગલ માં એકલા ફરવા અને રસ્તો શોધવા એ પણ આવી રાત માં એ જોખમ ભર્યું છે એના કરતા આ ઘરડા કાકા કાકી ને ત્યાં રોકાવું હિતાવહ છે। આવું મન માં વિચારતી વિચારતી ખુશી એ કાકા અને કાકી ના ઘર માં પ્રવેશે છે। ઘર એકદમ નાનું પણ ખુબ જ ચોખાયી જોઈ ને ખુશી ને થોડી શાંતિ લાગે છે। કાકી તેને પાણી આપે છે અને પૂછે છે કે બચ્ચાં અહીં કેમ નું આવાનું થયું અને એ પણ આટલી રાત માં। કાકી ના સવાલ ની સામે ખુશી એમને રસ્તો ભૂલી અને ખોયાયેલ પોતાના સાથી ઓ વિશે કહે છે એના અવાજ માં હજી પણ થોડો થોડો ચિંતા નો અહેસાસ કાકી ને થાય છે । કાકી એને નામ પૂછે છે જયારે ખુશી એનું નામ કાકી ને કહે છે ત્યાંજ કાકી ચોધાર આંસુ એ રડી દે છે। ખુશી સમજી નથી સકતી કે કાકી કેમ આમ નામ સાંભળી ને રડે છે. ખુશી થોડી સ્વસ્થ થયી ને કાકા અને કાકી ને એમનું નામ પૂછે છે . કાકા નું નામ હશમુખભાઈ પટેલ અને કાકી નું નામ હસુમતિ પટેલ એમ કાકા જણાવે છે. કાકી થોડી વાર શાંત થયી ને ખુશી ને પૂછે છે કે દીકરા તને ભૂખ લાગી હશે.

ખુશી બોલી ના કાકી અમે અહીં જંગલે માં એક કેમ્પ માં આવ્યા છીએ અને મેં ત્યાં ભોજન કરી લીધું હતું। પણ હસુમતિ કાકી એમ તો કઈ માને એવા નતા। કાકી તરત ઉભા થયા અને એ ઝૂંપડી માં જ્યાં એમને રસોડું બનાવી રાખ્યું હતું ત્યાં જય ને એક રોટલો અને ડુંગળી લઇ આવ્યા। ખુશી ની સામે મૂકી ને કહ્યું દીકરા થોડું ખાયી લે । ખુશી એ રોટલા સામે જોયું એન્ડ પૂછ્યું તમે જમ્યા ? કાકી બોલે એ પેહલા કાકા બોલી પડ્યા હા હા દીકરા અમે જમી લીધું તું ખાયી લે । કાકા ના આવું અચાનક વચ્ચે બોલવાથી ખુશી ને કઈ અજોગતું લાગ્યું। એ ખુબ થાકી હતી અને સાચે એને ભૂખ પણ લાગી હતી કારણ કે રસ્તો શોધતા શોધતા બધું ખાધેલું તો ક્યાં જતું રહ્યું હતું પેટ ની અંદર। ખુશી ને થયું કે ખાયી જ લઉં કારણ એક એ પણ હતું કે ખુશી નાનપણ બાદ આજે રોટલો અને ડુંગળી ખાવા માં જોઈ હતી। ખુશી ખુબજ પ્રેમાળ હતી અને લાગણી વશ એને કાકા કાકી ને પણ એની સાથે ફરી જમવાનું કહ્યું। ખુશી એ વાત થી અજાણ હતી કે એ લોકો પાસે આ એક રોટલો સિવાય બીજું ક્સુ જ નાતુ । કાકા અને કાકી ખુશી ને જોઈ રહ્યા અને કાકા એ તરત નાટક કર્યું ના ના મેં તો ખુબ ધરાયી ને ખાધું છે આવે તો એક બટકું પણ ના ખાયી શકું અને એ જોતા ની સાથે કાકી પણ કઈ એવું જ બોલ્યા । ખુશી ખુબ હોશિયાર એટલે એને થોડેઅંશે ખ્યાલ આવ્યો કે કાકા કાકી નાટક કરી રહ્યા છે આવે ખુશી ની બેચેની વધી જાણવાની આતુરતા વધી કે સાચે કાકા કાકી જમી ને બેઠા છે કે કઈ વાત જુદી છે। ખુશી ચાલાક પણ આમ કોઈ અજાણ વ્યક્તિ ના ઘરે તપાસ કેમ ની કરવી। ખુશી ના સેતાન અને તેજ દિમાગ માં એક યુક્તિ સુજી। ખુશી અચાનક ખાંસી ખાવા લાગી. આમ એને ખાંસી ખાતા જોઈ કાકી તરત એની પીઠ થાબડી ને બોલ્યા કોઈ યાદ કરી રહ્યું છે અને રસોડા માં ચાલ્યા અને ફરી એક ગ્લાસ પાણી લેવા ગયા અને ચાલાક ખુશી કાકા કાકી ની સાચી વાત જાણવા એમની પાછળ રસોડા માં ગયી કાકી હજી પાણી માટલા માંથી ભરતા હતા ત્યાં ખુશી એમની પાછળ ઉભી રહી ને રસોડું જોવા લાગી। દિવા ના લીધે પ્રકાશ હતો અને એને ત્યાં આગળ પાછળ જોયું એ કાકા કાકી ના ખાધેલા વાસણ શોધી રહી હતી પણ એને ના મળ્યા ત્યાં ખુશી સમજી ગયી કે કાકા કાકી જમ્યા જ નથી અને એ લોકો ખુશી ને જૂઠું કહી રહ્યા છે પણ જૂઠું બોલવાનું કારણ એને ખબર નતી અને એ કારણ જાણવું કેમ એની યુક્તિ હોશિયાર ખુશી વિચારવા લાગી। એના સેતાન દિમાગ એ એને એક યુક્તિ સુજાડી.

ક્રમશ:


જીલ પુરોહિત