પ્રેમ કહાની - ૩ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ કહાની - ૩


રાજ, રાજન અને રાજવીર ત્રણેય મિત્રો એક સાદી એટેન્ડન્ટ કરવા જઈ રહ્યા છે. કાર માં તેવો ખૂબ મસ્તી અને પ્રેમ ની વાતો કરતા રસ્તો કાપ્યો. રસ્તો કપાયો અને આવ્યું તે ગામ. ગામ અને ત્યાં ના માણસો તેના માટે અજાણ્યા.

ગેટ પર તેને સ્વાગત કરવામાં આવ્યું. પણ લાગ્યું એવું કે લગ્ન આજે નહીં પણ બે દિવસ પછી હોય. પણ પાછું તો જવાય નહીં ને મહેમાન કહેવાય નહીં કે બે દિવસ પછી લગ્ન છે. બેઠક રૂમમાં બેસાડ્યા. ઉનાળા ના દિવસો એટલે ઠંડી સોડા મહેમાન ને આપવામા આવી. ત્રણેય ઊંચી નજર કરી જોવે તો બે ખૂબ સુંદર ગર્લ્સ હતી. જ્યાં સુધી ત્યાં થી તે ગઈ નહીં ત્યાં સુધી નિહાળતા રહ્યા.

અવાજ સંભળાયો... પેલા ત્રણેય છોકરા ને બોલાવો થોડી કામમાં મદદ કરવા લાગશે. બધું કામ છોકરીઓ થી થોડુ થાય. હવે આવ્યા છીએ તો થોડી મદદ કરવા મા આપણે શું વાંધો. સાલો....

તું...
કોણ હું....
અરે હા તમે...
શું કામ છે મારું.
અરે પેલા તોરણ અહીં મને આપશો.
તમે લગ્ન મા આવ્યા છો ને તો મદદ તમે દુબળા નહીં પડી જાવ.
હા હા ચોક્કસ તમારી મદદ કરીશ.

હસ્તી હસ્તી બીજે કામે લાગી ગઈ.
રાજ આ બધું શું આવતા જ તારો મેળ પડી ગયો. ના યાર તેણે મને કામ શોપ્યુ તો મેં કર્યું એમાં વળી શું. રાજન અને રાજવીર હવે મારી જેમ તમે પણ આ પરિવાર ને મદદ રૂપ થાવ. હા હા હાલો હાલો.

બેબી ઓ બેબી બેટા સાદ પાડી પેલી નાની છોકરી ને રાજ બોલાવી.
બોલો અંકલ
બેટા પેલી મોટી દીદી કોણ છે.
તોરણ બાંધે છે તે પરી છે અને બાજુમાં પલ્લવી દીદી છે.
રાજ ખબર પડી કે મેં વાત કરી તેનું નામ પરી છે.

મંડપ ડેકોરેશન મા રાજ બહું સરસ રીતે કામ કરવા લાગ્યો.
ત્યાં પરી અને પલ્લવી આવી એક્ષક્યુજ મી સરખુ કામ કરજો હોં.
હા હા તમે મદદ કરશો તો વધારે સારું કામ થશે.
બંને હસી ને ત્યાં થી નીકળી ગઈ.

હવે રાજ ને થોડુ ફીલ થયું.
રાજે પોતાની ફીલિંગ કહી દેવાનું નક્કી કર્યું.
રાત થઈ બધાં જમી ને સુવા ની તયારી કરતા હતા. ત્રણેય મિત્રો બહાર પથારી કરી આપી.

રાજ એક ચિઠ્ઠી બનાવી ને પરી ની રાહ જોઇ રહ્યો.
થોડુ અંધારું થયું, પલ્લવી ત્યાં થી નિકળી, રાજ ને લાગ્યું કે પરી આવી છે. રાજે ઇસારો કર્યો પલ્લવી પાસે આવી એટલે તરત ચિઠ્ઠી આપી. પલ્લવી લઈ ત્યાં થી પોતાના રૂમમાં જઈ વાંચી. પલ્લવી મન મા મુસ્કુરાવા લાગી. જાણે કે પ્રેમ નો અંકુર ફૂટયો હોય.

સવાર થયું પલ્લવી ચા લઈ રાજ પાસે ગઈ ચા આપી અને રાજ ને સ્માઈલ આપી.
રાજ ની સેવા મા લાગી ગઈ. રાજ ને સમજાયું નહીં.

પલ્લવી પરી પાસે જઈ બધી વાત કરી, પરી કઈક બોલી ન શકી.
કેમ પરી ખુશ નથી
ખુશ છું દીદી. તું મારાથી મોટી છે.

થોડો સમય પસાર થયો. ત્રણેય મિત્રો વાતો કરી રહ્યા હતા. ત્યા પાછળ ઊભી હતી પરી. કોઈને ખબર ન હતી.
વાત વાત મા વાત થઈ.
અરે રાજ તે પરી ચિઠ્ઠી આપી હતી તેનો જવાબ આવ્યો.
મને તે સમજાતું નથી મેં પરી ના હાથમાં ચિઠ્ઠી આપી તેણે લીધી પણ અત્યાર સુધી જવાબ કેમ આવ્યો નહી.

પરી બધું સાંભળી ગઈ. તેને બધું સમજાય ગયુ. રાજ તો મને પ્રેમ કરે છે. તો આ ચીઠ્ઠી ભૂલમાં પલ્લવી ને આપી બેઠ્યો લાગે છે. હવે શું કરવું.

બપોરે પંગત પડી બધાં જમવા બેસ્યા હતા. છોકરીઓ પીરચી રહી હતી. પલ્લવી પીરચતી પીરચતી રાજ પાસે પહોંચી રાજ એક સ્મિત આપ્યું ને ત્રણ ચાર મીઠાઈ આપી. રાજ સમજાતુ ન હતું કે પલ્લવી મારી સાથે આવું કેમ કરી રહી છે.

પરી રાજ સામે આવે પણ કોઈ સ્મિત કે હાસ્ય તેના સહેરા પર રાજ ને જોવા ન મળ્યું. રાજ ને થયું તે મને પ્રેમ નહીં કરતી હોય. પણ મારી સામે તો આવે છે તે મને સમજાતું નથી. રાજ મન મા નક્કી કર્યું પરી ને રાતે મળી વાત નોં ખુલાસો કરવો રહ્યો.

સાંજ પડી પરી ને ઇસારો કર્યો તું ટેરેસ પર આવ. થોડી વાર પછી પરી ત્યાં આવી.
મને કેમ બોલાવી..
પરી તું મને પ્રેમ કરે છે.
હા.
તો મારી ચીઠ્ઠી નોં જવાબ કેમ આપ્યો નહીં.
કઈ રીતે આપું તે ચિઠ્ઠી મને નહીં પલ્લવી આપી તી. તો હું શું કરું. 
તારે મને વાત તો કરવી તી ને. 
કેમ વાત કરું પલ્લવી તને પ્રેમ કરવા લાગી છે.
તું પલ્લવી ને સમજાવ હું રાજ ને પ્રેમ કરું છું.
ના તે મારી મોટી બહેન છે તેને હું ન કહી શકું.
તો આપણે શું કરવાનું.
તું મને ભૂલી જા ને પલ્લવી ને પ્રેમ કરવા માંડ.
એ કઈ રીતે બને હું તને પ્રેમ કરું છું પરી તને.
રાજ આનો રસ્તો મારી પાસે નથી.
હું જાવ છું રાજ.

ઉભી રહે પરી.. પલ્લવી ત્યાં આવી.
પરી તારી બધી વાતો મેં સાંભળી છે. તું ખરેખર મારી બહેન છો.
તે મારા ખાતર તું તારા પ્રેમ ને ભૂલવા તૈયાર થઈ.
પરી એકવાર વાત કરી હોત કે હું રાજ ને પ્રેમ કરું છું. તો હું તમારી વચ્ચે ન આવત.
પણ હજુ બગડયુ નથી.
રાજ આ લે તારી પરી. હું તમારા બંને વચ્ચે થી નીકાળી જાવ છું..

રાજ પરી એક વાત મારી સાંભળો મારા લગ્ન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તમે કોઈ આગળ નું પગલુ ભરતા નહીં.

હા દીદી અમે તમને વચન આપીએ છીએ. અને રાજ પછી તું મારો હાથ માંગવા ઘરે આવજે. 
હા પલ્લવી તે કહ્યું તેમ હું કરીશ.
હવે અહીંથી જાવ કોઈ આવી જાસે.

રાજ પરી ગળે વળગીયા. 
I love you પરી 
I love you to રાજ. 

જીત ગજ્જર