સોનલ જલ્દી ત્યાર થઈ જા છોકરા વાળા આવતા હસે. મમ્મી હું તયાર નહીં થાવ તમને ખબર છે ને હું સંજુ ને પ્રેમ કરું છું. તમે સા માટે મારી બીજે લગ્ન કરવાની તયારી કરો છો. હું તો સંજુ સાથે જ લગ્ન કરીશ.
મહેમાન ને સોનલ પસંદ આવી. સાથે વિમલ ને પણ સોનલ પસંદ આવી. બંને પરિવાર સગાઈ ની તારીખ લીધી. સગાઈ પણ કરી નાખી પણ સોનલ ને આ સગાઈ મજૂર ન હતી.. સોનલ તો બસ સંજુ ના સપના માં ખોવાયેલી.
બેટા સોનલ હવે તારી સગાઈ થઈ ગઈ છે તારે સમાજવુ જોઈએ. તું આ તારી રમત બંધ કર. થોડા દિવસ પછી વિમલ સાથે લગ્ન થવાના છે. હવે તારું ભવિષ્ય વિમલ છે. મમ્મી તું તારું કામ કર મને મારી લાઇફ જીવવા દે. છેલ્લે કોમલ એક વાત સાંભળી લે જો અમે કમાયેલી ઈજ્જત તારા થી જતી રહેશે તો અમારે મરવું જ રહ્યું. મમ્મી તારું લેકચર બંધ કર અને તું અહીં થી જા.
કોમલ મહેંદી લગાવી લે કાલે જાન આવવાની છે. હા મમ્મી હું મહેંદી તો સંજુ ના નામની લગાવીશ. કોમલ કાલે વિમલ તો તને લઈ જાસે. હવે પગે લાગુ આ બંધ કર. તું જા મમ્મી મારે ત્યાર થવું છે.
રાત પડી બેગ લઈ કોમલ સંજુ ની ગાડી માં બેસી રફૂ ચક્કર થઈ . રાત હતી બધાંને ખબર ન હતી. લગભગ પચાસ કિલોમીટર ગયા હસે ત્યાં બાઇક ખરાબ થઈ. આવી ખાટારા ગાડી લઈ આવ્યો અડધી રાતે ક્યાં જઈશું. તું ચિંતા ન કર અહીં બેસ હું આવું. જેવો સંજુ રોડ ક્રોસ કરે ત્યાં ટેન્કર હડફેટ આવતા સંજુ નું મૃત્યુ થયું. કોમલ આધાત મા આવી. પોલીશ કોમલ ને વેલી સવારે ઘરે પહોંચાડે છે. પોલીસ બધી વાત કરી.
બેટા હવે બધું ભૂલી જા તારા ભાગ્ય માં નો તો સંજુ, હવે જાન આવી રહી છે તું હવે ત્યાર થઈ જા. કોમલ ને ખબર પડે તે પહેલાં તો તે વિમલ સાથે લગ્ન થઈ ગયા હોય છે. સાંજે આધાત માંથી બહાર આવી. સુહાગ રાત હતી, વિમલ સાથે જગડો કરવા લાગી. વિમલ મારે ડાઇવોર્સ જોઈએ છે. વિમલ ચોકી ઉઠયો... વાય કોમલ ? મારે તારી સાથે નથી રહેવું. કોમલ તું થાકી ગઈ હસે આપણે કાલે વાત કરીશું.
સવાર થયું વિમલ મારે ડાઇવોર્સ જોઈ..
કોમલ અહીં મમ્મી પપ્પા છે આપણે કાલે રાજકોટ શિફ્ટ થવાના છીએ ત્યાં જઈ વિચાર છું.
બંને વિમલે લીધેલો પોતાના ફ્લેટમાં પ્રવેશ્યા. કોમલ ફ્લેટ નાનો છે મેં હપ્તે લીધેલો છે.
કોમલ તું બેડ રૂમમાં સૂઈ જજે. હું હોલ માં સૂઈ જાવ છું. સવારે વકીલ ને મળી છું.
સવારે વિમલ ચા નાસ્તો બનાવ્યો ત્યાં કોમલ ઉઠી. કોમલ હું અત્યારે ઓફિસે જવ છું સાંજે વેલા વકીલ પાસે જઈશું. અમે હા નાસ્તો બનાવ્યો છે. કરી લેજે. અલમારી મા થોડા પૈસા રાખ્યા છે તારે કઈ લેવું હોય તો લેજે.
ઓકે બાય કોમલ.
સાંજે વકીલ પાસે ગયા. વકીલ સાહેબ વિમલ ના ફ્રેન્ડ.
આવ વિમલ. કેમ છે. બેસ. શું લઈશ.
અમે તારી પાસે ડાઇવોર્સ માટે આવ્યા છીએ.
કોમલ આ મારા દોસ્ત વકીલ મોહન છે.
લગ્ન ને તો બે દિવસ થયા ને ડાઇવોર્સ ની વાત કરો છો. હજુ વિચાર કરી લેજો પછી પ્રસ્તાવવા નોં વારો નો આવે. મેં વિચાર કર્યો છે મારે વિમલ થી જુદું થવું છે.
ઓકે પણ તમારી ફાઇલ સબ મીટ કરવા થોડો સમય લાગશે તો તમારે ત્યાં સુધી સાથે રહેવું પડ છે.
ઓકે વકીલ સાહેબ મને મંજૂર છે. મારે ફક્ત ડાઇવોર્સ જોઈએ.
કોમલ એક વાત ધ્યાનમાં લેજે વિમલ તને બહુ પ્રેમ કરે છે.
ઓકે દોસ્ત બાય.
થોડાક દિવસો વીત્યા પણ કોમલ ના વર્તન મા કોઈ ફેર પડતો નહી.
કોમલ સાંજે મોહન અને તેમની ફીયાન્સી સાંજે ડિનર માટે આવવાના છે.
ઓકે સાંજે શું બનાવું.
તને યોગ્ય લાગે તે.
આવ મોહન,
તમે બંને ને કેમ છે.
બસ આમ જ.
કોમલ મોહન ની ફીયાન્સી સાથે રસોઇ સાથે કરવા લાગી. વાત વાત કોમલ ને ક્હ્યું હું તારી જેમ ડાઇવોર્સ હતી. આગળ પતિ મને ખૂબ પ્રેમ કરતો. ભગવાને મંજૂર નહિ હોય પણ જો પેલા પતિ કરતા અત્યારે મને ખૂબ સારો પ્રેમ મળ્યો છે. હું એમ નથી કે તી કે પેલો ભુલાય નહીં પણ પ્રેમ થોડો એકવાર થાય છે. કોમલ ને આ વાત દિલમાં ઉતરી ગઈ.
કોમલ હવે પેલા કરતા સ્વભાવ મા ફેર પડ્યો પણ ડાઇવોર્સ માટે હજી મક્કમ હતી.
કોમલ ડાઇવોર્સ પેપર આવી ગયા છે તું સહી કરી લેજે મેં કરી નાખી છે. અને હા મારા મમ્મી પપ્પા સાંજે આવે છે મેં ઘણી ના પાડી પણ તેઓ માન્યા નહીં, તે ગયા પછી આપણે કોર્ટે માં જઈશું.
તમે ચિંતા ના કરો હું મેનેજ કરી નાંખીશ તમે ઓફિસે જાવ.
વિમલ નો પ્રેમ હવે કોમલ ને મહેસુસ થવા લાગ્યો.
પપ્પા મમ્મી પધારો... મને આશીર્વાદ આપો. બેટા તું તો દીકરી કેવાય તારી ઉપર અમારો આશીર્વાદ કાયમ હોય છે. શું બનાવું તમારા માટે.
તને સારું લાગે તે.
બેટા કોમલ તો અમારું બહું ખ્યાલ રાખે છે. તું તેનું ધ્યાન તો રાખે છે ને.
હા પપ્પા.
સવારે વિમલ ના પપ્પા ને ડાઇવોર્સ પેપર મળ્યા. એજ સમયે વિમલ ઓફિસે જઈ રહ્યો હતો.
બેટા આ શું.
મારા આ સંસ્કાર છે તું થોડા દિવસ મા ડાઇવોર્સ લેવા ત્યાર થયો છે. હું કોમલ ના પરિવાર ને શું જવાબ આપીશ.
પપ્પા આપણે પછી વાત કરીયે....
તારા થી સંભાળ રખાય તેમ નો હોય તો અમે સાથે લઈ જઈશું.
જેવી તમારી મરજી પપ્પા.
સાંજે વિમલ ઘરે આવે છે. ઘર એક દમ સુનસાન લાગે છે. ત્યાં પડેલા પેપર જોવે છે પણ કોમલ ની સહી ન કરેલી હતી.
ત્યાં કોમલ દેખાય છે.
તું ગઈ નહીં.
કોમલ વિમલ પાસે આવી ગળે વળગી.
બસ વિમલ....
મારે ડાઇવોર્સ નથી જોઈતા.
હું તારા પ્યાર ને સમજી ના શકી.
મને માફ કર.
બસ કોમલ....
વિમલે કોમલ ના આંસુ લૂસ્યા.
એક પ્રેમ ભર્યું આલિંગન આપ્યું.
I love you કોમલ
I love you to.........
જીત ગજ્જર