Prem kahani - 5 books and stories free download online pdf in Gujarati

પ્રેમ કહાની - ૫

 ટ્રેન આવી શ્રેય પોતાની સીટ લઈ એક ઇન્ટરવ્યૂ માટે રાજકોટ થી દિલ્લી જવા નીકળ્યો. ટ્રેન આગળ વધી રહી હતી. શ્રેય નોવેવ વાંચી રહ્યો હતો. લગભગ નવ થયા ટ્રેન અમદાવાદ પહોચી.

અહીં કોઈની સીટ બૂક કરેલી છે. તો હું અહીં બેસી શકું.
હા હા ખાલી છે તમે બેસી શકો છો.
તમે.?
મારું નામ શ્રેય રાજકોટ થી. તમે
હું સ્વાતિ અમદાવાદ થી.
તમે જમી ને....
હા મેં જમી લીધું છે. તમે જમીલો.
બને સામે સામે સીટ પર સૂઈ ગયા.

સવાર થયું શ્રેય જાગી મોં ધોઈ ફ્રેશ થયો અને નાસ્તો લઈ આવ્યો. ત્યાં સ્વાતિ જાગી. બને ચા નાસ્તો કર્યો. થોડો સમય વાતો કરી, શ્રેય નોવેવ વાંચવા લાગ્યો.

તમે બપોર નું જમવા મા શું લેશો. શ્રેય ઊભા રહો પૈસા આપું તમે લઈ આવો. ના ના રહેવા દો હું જાવ છું પછી વાત.
બપોર નું સાથે લંચ કર્યું. હવે બંને ફ્રેન્ડ ની જેમ વાતો કરવા લાગ્યા. 
સ્વાતિએ પૂછયું તમે દિલ્લી જાવ છો.
હા તમે
હું પણ.
ખુબ સરસ. નોકરી માટે કે.....
હા હા મને જોબ મળી છે.
મને પણ મળી છે.
તો તો સાથે આપણે દિલ્લી સુધી હારે છીએ.

શ્રેય નોવેવ વાંચવા લાગ્યો. સાંજ પડી જયા સ્વાતિ બેગ લેવા ગઈ તો બેગ ગાયબ. બહુ ગોતી પણ મળી નહીં. સ્વાતિ નિરાશ થઈ.
તું ચિંતા ન કર આપણે પોલીસ ને જાણ કરીએ કદાચ મળી જાય. 
તને ખબર છે ક્યારે ગઈ.
ના હું અહીં આવી પછી બેગ મેં લીધી ન હતી. તે અહી જ મૂકો હતી.
સ્વાતિ રડવા લાગી.
હવે હું છું કરીશ, મારા કપડા, પૈસા બધું જતું રહ્યું.
તું ચિંતા ન કર હું થોડીક હેલ્પ કરીશ. સવ સારા વાના થઈ જાસે.

દિલ્લી આવ્યુ.
સ્વાતિ તારે જવાનું કયા છે હું તને મૂકી જાવ.
મારી પાસે ઇન્ટર્વ્યૂ નું એડ્રેસ છે બાકી મારું અહીં કોઈ નથી.
તારી જેમ હું છું. સાલ તને અનુકૂળ હોય તો આપણે રહેવા ની વ્યવસ્થા કરીએ.
શ્રેય નો ફેસબુક ફ્રેન્ડ ની મદદ થી રૂમ મળી. રૂમ નાની હતી. એક બેડ અને નાનો સોફો હતો. છતાં ના છુટકે મેનેજ કરવી પડી.

સાંજે બહાર જમીને શ્રેય સોફા પર સૂઈ ગયો ને સ્વાતિ બેડ પર. મુસાફરી મા થાક્યા એટલે ખબર ન રહી ઊંઘ ક્યારે આવી ગઈ અને સવારે ઇન્ટરવ્યૂ માટે જવાનું હતું.

સવારે શ્રેય ઉઠયો સ્વાતિ ને જગાડી.
તું ઉઠ ને ફ્રેશ થા ત્યાં હું નાસ્તો લઈ આવું. બંને ફ્રેશ થઈ નાસ્તો કર્યો.
સ્વાતિ તારે કઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ દેવાનું છે.
આ એડ્રેસ પર.
તે તો બહુ દૂર છે. મારે નજીક છે.
એટલે સાલ હું તને મૂકી જાવ.
પણ તે મારી જેમ દિલ્લી જોયું નથી.
તો શું થયું જીવન માં રોજ નવુ શીખવાનું અને જોવાનું હોય છે.
હા પણ કઈ રીતે જઈશું.
હું ભાડે થી બાઇક લઇ આવું.
ડિપોઝિટ પર શ્રેય બાઇક લઇ આવ્યો.
બાઇક પર શ્રેય સ્વાતિ ને ડ્રોપ કરે છે. બને પહેલી વાર બાઇક પર બેઠા હતા.
બને ની મજબૂરી કે નસીબ આ કરાવ્યું હતું.

સ્વાતિ કેવું રહ્યું ઇન્ટર્વ્યૂ.
બકવાસ તારું. ?
હું તો સીલેક્ટ થયો પણ તું કેમ આવું બોલે છે.
શું કરું અહીં સુધી આવી ને મને રિજેક્ટ કરી.
મારું તો બધું ગયું... રડવા લાગી...
અરે પણ રડ નહીં... બધું સારું થઈ જશે.
કેમ થશે.
પહેલા ચાલ કપડા લઈ આવીએ.
મારા કપડા ને કારણે મને રિજેક્ટ કરી. મેલા પહેરી ને ગઈતી.
કાલે નવી જોબ ગોટીશું. અત્યારે સાલ.

વહેલો ઊઠી શ્રેય રોજગાર પેપર લઈ આવ્યો. જો જો સ્વાતિ તારા માટે ની જોબ ની એડ છે તે પણ નજીક. ફટાફટ તૈયાર થા અને જા.
ઓકે બાબા.
આ લે કૉપી ત્યાં જજે હું જાવ છું. અને થોડા પૈસા સે તારે જરૂર હોય તો વાપરજે.

સ્વાતિ સાંજે શ્રેય ની રાહ જોઈ રહી હતી. ત્યાં શ્રેય આવ્યો.
સીધી ગળે વળગી.
મને જોબ મળી ગઈ હું આજે બહુ ખુશ છું.
તું મારું કેટલુ ઘ્યાન રાખે છે.
આઈ મિસ યુ... શ્રેય.
મને ખબર હતી એટલે તો હું મીઠાઈ લાવ્યો.
લે મોં મીઠું કર.
તું પણ લે.

બને જોબ કરવા લાગ્યા. દિવસો પછી દિવસો પસાર થવા લાગ્યા. બંને વચ્ચે ક્યારે પ્રેમ થઈ ગયો તે ખબર ન પડી. પણ બંને એક બીજા વગર રહી ન શકે. ત્રણ મહિના થઈ ગયા. 

સ્વાતિ મને સારી જોબ મળી છે હું પટના જવ છું કાયમ માટે... 
આ સંભાળી સ્વાતિ બેહોશ થઈ ગઈ. 
માંડ જગાડી. 
શું થયું. 
તારે પટના જવું છે મને મૂકીને. 
કેમ. 
હવે તારે મારી જરૂર નથી. 
એવું ન બોલ સ્વાતિ. 
તને ખબર છે હું તારા વગર રહી શકું તેમ નથી. 
કેમ. 
કેમકે હું તને પ્રેમ કરવા લાગી છું. 
બોલ તું મને પ્રેમ ન કરતો હોય તો તું જઈ શકે છે. 
સોરી સ્વાતિ હું તારી ફીલિંગ ને સમજી ન શક્યો. 

I love you સ્વાતિ 
I love you to શ્રેય 

જીત ગજ્જર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED