હેમંત પોતાનું રોજીંદુ કામ ટેમ્પો ચલાવવા નું. તે રોજ પોતાનો ટેમ્પો લઇ ઘરેથી નીકળી જતો એક દિવસ હેમંત પોતાનો ટેમ્પો લઇ ઘર તરફ જઈ રહ્યો. રસ્તો સુનસાન હતો અવર જવર બહું ઓછું હતી. રસ્તા પર એક યુવક બાઇક રીપેર કરી રહ્યો હતો. હેમંત તે યુવક ને જોયો તરત હેમંતે ટેમ્પો ઊભો રાખી કહ્યું.
હું તમારી મદદ કરું. યુવકે જવાબ આપ્યો હા મારી બાઇક ખરાબ થઈ ગઈ છે મારે મદદ ની જરૂર છે. મારે બહુ મોડું થઈ ગયું છે મારે વહેલું પહોંચવાનું છે. મારે ઉતાવળ છે તમે થોડી મદદ કરી ને મને લઈ જાવ તો આભાર.
હેમંતે કહ્યું આવ બેસી જાવ મારા ટેમ્પા માં. તે યુવક ટેમ્પા માં બેસ્યો, તે યુવકે કહ્યું ત્યા ડ્રોપ કરવા હેમંત તે જગ્યાએ લઈ ગયો. તે યુવક છોકરી જોવા આવ્યો હતો. ઘર વાળાએ તેનું સ્વાગત કર્યું ને હેમંત ને પૂછયું તમે કોણ ? યુવકે જવાબ આપ્યો મારી બાઇક ખરાબ થઈ તો ભાઈએ મને અહીં પહોચડાવામા મદદ કરી. ઘર વાળા વિશાલ ભાઈ તેને રાતનું જમી ને જવાનું કહ્યું. હેમંત ત્યાં રોકાઈ ગયો.
તે યુવક વિશાલ ભાઈ ની દીકરી માહી ને જોઈ પછી બધા જમવા સાથે બેઠા. વાતચીત થઈ. લગભગ પાકું હતું બસ છોકરા છોકરી ની વાતચીત પર નિર્ભર હતું.
જમીને બને વાતચીત માટે અગાસી પર ગયા, વાતચીત થઈ બંને એકબીજા ને પસંદ પડ્યા. યુવક નીચે ગયો, માહી અગાસી પર ઠંડી હવા લઈ રહી હતી.
હેમંત પોતાનો ટેમ્પો બરોબર અગાસી નીચે હતો તે શરૂ કરી ને જેવો જાય છે ત્યાં માહી ને ચક્કર આવતા ટેમ્પા માં પડી ને બેભાન થઈ ગઈ. હેમંત તેના ઘરે જઈ સૂઈ ગયો.
સવાર થયું હેમંત ટેમ્પો સાફ કરી રહ્યો હતો ત્યાં માહી સુતેલી જોઈ. તેને જગાડી પૂછયું તો તેને ખબર ન હતી કે હું અહીં કેમ પહોંચી. તેજ ઘડીએ હેમંત માહી ને તેના ઘરે લઈ જાય છે.
માહી ને હેમંત સાથે જોઈ વિશાલ ભાઈ અસમંજસ માં પડી ગયો. આરોપ નાખ્યો હેમંત પર તે મારી દીકરી ને અપહરણ કરી ને બળજબરી કરી. હેમંત બધી વાત કહે છે પણ કોઈ માનતું નથી. માહી ને પૂછે છે તે કહે છે મને ખબર નથી. વિશાલ ભાઈ તેની આબરૂ અને નાની દીકરી ની ચિંતા અને નીલામ ના ડર થી માહી ને તરછોડી દે છે. માહી બહું રડે છ, આજીજી કરે છે પણ વિશાલ ભાઈ એકના બે ન થયા. માહી જાય તો ક્યાં જાય, સગાવાલા પણ સ્વીકાર કરે નહીં.
માહી ને કોઈ રસ્તો સુજતો નથી ને આખરે તે હેમંત સાથે તેની ઘરે જાય છે. હેમંત તેને તારે જ્યાં સુધી રહેવું હોય તે સુટછાટ આપે છે. માહી હેમંત ની ઘરે રહેવા લાગી. હેમંત ની મમ્મી સાથે મદદ કરવા લાગી.
ધીરે ધીરે બને નજીક આવવા લાગ્યા. હેમંત માહી નું ધ્યાન રાખવાં લાગ્યો. માહીને પણ હેમંત ગમવા લાગ્યો.
એક વરસ પછી વિશાલ ભાઈ તેની નાની દીકરી ને પરણાવી માહી ને લેવા હેમંત ની ઘરે આવે છે. માહી તેના પપ્પા ને જોઈ તેના મનમાં કોઈ ફેરફાર ન થયો. વિશાલ ભાઈ તેને ઘરે આવવાનું કહે છે.
માહી ને બધું સાફ દેખાય છે તે આવવાની ના પાડે છે. ને હેમંત પાસે જઈ ગળે વળગી ગઈ. હેમંત ને માહીએ કહ્યું તું મારી સાથે લગ્ન કરીશ? મને ખરા સમયે અપનાવી એટલે મારે તારી સાથે રહેવું છે. પપ્પા તમે અહીંથી જતાં રહો હું નહીં આવું હવે આજ મારું ઘર છે.
હેમંત માહી ને લગ્ન ની હા પાડે છે, ફરી બને ભેટી પડ્યા.
હેમંત : I love you
માહી : I love you to
જીત ગજ્જર