Prem kahani - 10 books and stories free download online pdf in Gujarati

પ્રેમ કહાની - ૧૦

આજે એક પાડોશી સંધી બનવા જઈ રહ્યા હતા. બને ઘરમાં હર્ષ નો દિવસ હતો. લગ્ન ની શરણાઈ વાગી રહી હતી. બધાં મહેમાન કુમાર અને કુમારી ના લગ્ન ના ચાર ફેરા જોવા તલપાપડ હતા. કન્યા મંડપ માં પધારે છે. વરરાજા ની રાહ જોવાઈ રહી ત્યાં તેના બેડ પરથી વરરાજાએ લખેલી ચિઠ્ઠી મળી આવે તેમાં લખું હોય છે હું મારા પ્રેમ ખાતર ઘરે થી ભાગી જાવ છું. અસલ માં તે કોઈ બીજા સાથે પ્રેમ કરતા હતા. આ ઘટના થી લગ્ન બંધ રખાય છે ને બંને પરિવારો વચ્ચે તકરાર ઊભી થઈ જેમાં કુમારી આત્મહત્યા કરી લે છે. આ ઘટના થી બને પરિવારો આજે દોસ્ત માંથી મોટા દુશ્મન બની જાય છે.

આ ઘટના ને બાર વર્ષ વીતી ગયા હતા. હવે તે ઘર મા એક એક સંતાન હતું જે આજે યુવાન થયા હતા એક નું નામ ધારા અને ધાર્મિક.... બને દુશ્મન પણ સાથે રમ્યા હતા. બને સાથે ભણ્યા પણ પરિવારો થી અજાણ.

બને પરિવારો તે બનેલી ઘટના ને ભૂલી શકતા ન હતા. પણ આ ધારા અને ધાર્મિક પણ તે ઘટના થી ગભરાઈ રહેતા. પણ હૈયા દિલ શું ખબર હતી કે તે બંને વચ્ચે દોસ્તી થઈ જાત. બને એક સારા દોસ્ત બન્યાં. રોજ અગાસી પર વાતો કરે. મસ્તી કરે તો ક્યારેક નાની રમતો પણ રમે.

એક દિવસ ધારા ને છોકરા વાળા જોવા આવવાના હતા. ધારા સવાર માં ધાર્મિક ને વાત કરે છે. ધાર્મિક મજાક ઉડાવી તેને લગ્ન કરવા કહ્યું પણ જ્યારે છોકરો ધારા સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યારે ધાર્મિક તેને જોઈ રહ્યો હતો તે ધારા ને પણ ખબર હતી.

ધારા સાંજે અગાસી પર ધાર્મિક ને તે છોકરા વીસે વાત કરે છે પણ ધાર્મિક સાંભળતો ન હતો તે બસ ધારા સામે જોઈ રહ્યો ને ધારા ને I love you કહી દીધું. થોડીક વાર માટે ધારા બોલી નહીં. જતા જતા બે પરિવારો ની દુશ્મની ની વાત કરી.

તે રાત ધારા ને પણ નીંદર ન આવી ન તો ધાર્મિક ને. રાતે બે વાગ્યે ધારા ને અગાસી પર બોલાવે છે. ને ફરી ધાર્મિક પ્યાર નો એકરાર કર્યો. ધારા ને પ્રેમ નો અહેસાસ થયો ને ધાર્મિક ને ગળે વળગી રહી.

રોજ અગાસી પર બને મળે વાતો કરે ને પછી નીચે જઈ સૂઈ જાય. એક વાર બંને રાતે ઊંઘી ગયા ને ધારા ના મમ્મી જોઈ ગયા. જૂની વાત પાછી વાગોળી પણ આ બને પ્રેમ માં એટલા ડૂબ હતા કે બધું ભૂલી નવી લાઈફ બનાવવા માંગતા હતા. ધારા ના મમ્મી તેને કા તો ભૂલી જાવ નહીંતર તમે ભાગી લગ્ન કરી લો નહીંતર આ પરિવાર તમને જીવવા નહીં દે.

ઘરે થી ભાગી નીકળ્યા ને બને પ્રેમીએ ઘરે એક ચિઠ્ઠી છોડે છે જેમાં લખ્યું હોય છે અમે ઘર છોડી નવી જિંદગી જીવવા જઈ રહ્યા છીએ. આ તમારી દુશ્મની થી દૂર અને અમે મંદિર માં લગ્ન કરી રહ્યા છીએ. તે પરિવારો ત્યાં મંદિરે પહોંચે છે પણ મોડું થઈ ગયું હોય છે બને લગ્ન કરી લીધા હતા. બને પરિવારો વચ્ચે રકઝક થાય છે પણ આખરે તેવો માની જાય છે. ને બંને ને ધામ ધૂમ થી લગ્ન કરાવે છે.

બને પરિવારો દુશ્મની ભૂલી પાછા દોસ્ત બની ગયા. લગ્ન મંડપમાં ધારા નોં ઘુંઘટ ઉઠાવ્યો. બને ખૂબ ખુશ થયા ને લગ્ન મંડપમાં ગળે વળગ્યા ને બોલ્યા.

I love you ધારા
I love you to ધાર્મિક

જીત ગજ્જર 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED