પ્રેમ કહાની - ૮ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ કહાની - ૮

મમ્મી પેલા કસ્ટમર માટે સેન્ડવીચ...
હા હા બેટા હું હમણાં જ આપું છું. મારી લાડકડી ઉર્મિ તું બહું ચિંતા ન કર હું ઉર્મિ પાર્લર સંભાળી લઈશ તું ઘરે જા. મમ્મી મારે નહીં તારે ઘરે જવાનું છે જોતો કેટલા વાગ્યા. ચાર ઓકે બાય બેટા.

સવારે કૉલેજ જવું, બપોર પછી પાર્લરમાં એટલે ઉર્મિ કામમાં વ્યસ્ત. કોઈ ફ્રેન્ડ કે બોયફ્રેન્ડ નહીં. રૂટિન માં એટલી વ્યસ્ત કે પોતે વીસ પણ વટાવી ચૂકી હતી.

જી કહીએ તમને શું જોઈએ છે.
એક એક સેન્ડવીચ વીથ બટર.
ઓકે પ્લીઝ વેઇટ.
તે ઓર્ડર કરવા વાળો યંગ હતો વ્રજ. પહેલી વાર પાર્લરમાં ઉર્મિ ને જોઈ.

બસ પછી શું ઉર્મિ ને જોવા રોજ પાર્લરમાં આવે સેન્ડવીચ ખાય ને જતો રહે. પણ કોઈ વાત કે ઓલખાણ થઈ નહીં. પણ ઉર્મિ ને ખબર હતી તે આપણો રોજ નો કસ્ટમર છે.

એક દિવસ વ્રજ સેન્ડવીચ નો ઓર્ડર આપવા કાઉન્ટર પર હતો ત્યાં બે માણસ આવી ઉર્મિ સાથે બત્તમીજી કરવા લાગ્યા. વાત ખૂબ આંગળ વધી ને ઝગડો થાય તે પહેલા વ્રજ તેને મેથી પાક સખાડે છે. તે બંને ત્યાં થી જતા રહ્યા પણ કહેતાં ગયા અમે જોઈ લેશૂ.

ઉર્મિ એ વ્રજનો આભાર માન્યો. ઓળખાય થઈ. મદદ કરવા બદલ વ્રજ ને કોફી પીવડાવી.

હવે રોજ નું રૂટિન થઈ ગયું પાર્લરમાં જવું સેન્ડવીચ ખાવી. વાત ધીમે ધીમે હાય હેલો સુધી પહોંચી પણ આગળ વ્રજ હિમંત કરી શકતો ન હતો. એક વાર પાર્લર બંધ કરવાનો સમય હતો ત્યારે વ્રજ ત્યાં પહોંચ્યો પ્લીઝ ઉર્મિ મને ભૂખ લાગી છે તું ફટાફટ સેન્ડવીચ આપ. 
પણ અત્યારે બધું ખલાસ થઈ ગયું છે.
જે હોય તે આપ.
વ્રજ કસૂ નથી.
ઓકે હું જાવ છું.
ઊભો રહે. સાલ મારી ઘરે મમ્મીએ બનાવ્યું હસે.

બને ડાઇંગ ટેબલ પર જમવા બેઠા. ઉર્મિ ની મમ્મીએ પ્રેમ થી જમાડ્યા. થોડી વાર વાતો કરી છૂટા પડ્યા.

ઉર્મિ ચાર વાગે એટલે વ્રજ ની રાહ જોતી. વ્રજ આવી નાસ્તો કરી જતો રહેતો. એક દિવસ હિંમત કરી ઉર્મિ ને ફ્રેન્ડ શીપ નું પૂછયું. હું બહુ બીજી હોવ છું. મારી પાસે સમય નથી કહી વાત ટાળી નાખી.

વ્રજ વિચાર્યું જ્યારે પાર્લર બંધ કરી ઘરે જાય ત્યારે ઉર્મિ ફ્રી હોય ત્યારે હું તેની સમય ગાળી શકું. ઉર્મિ રાતે સાથે સાલવાની પરમીશન આપે છે ને બંને રોજ રાતે ઉર્મિ ના ઘર સુધી વાતો કરતા જાય છે.

ધીરે ધીરે વ્રજ ની વાતો તેને પ્રભાવિત કરતી જાય છે. બને વચ્ચે ફીલિંગ થવા લાગે છે. ત્યાં ઉર્મિ પોતાના બર્થ ડે નું આમંત્રણ આપે છે.

બર્થ ડે ની પાર્ટી મા ખૂબ એન્જોય કરે છે. ઉર્મિ ને પ્યાર નો અહેસાન થાય છે. પણ કહેતી નથી. પાર્ટી પુરી કરી વ્રજ ઘરે જતો હતો ત્યારે અકસ્માત થાય છે. તે બેહોશ ની હાલત માં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. આ બાજુ ચાર વાગે અને રાતે વ્રજ ન દેખાતા ઉર્મિ બેચેન બને છે.

ત્રણ દિવસ થી બેભાન હાલત માં વ્રજ ભાન માં આવે છે. આ બાજુ ઉર્મિ વ્રજ ની શોધખોળ શરૂ કરે છે. ખબર પડે છે કે તે હૉસ્પિટલમાં દાખલ છે.

ત્યાં પહોંચી વ્રજ ને જોતા હાસ કારો અનુભવે છે. વ્રજ ને ગળે વળગી પ્રેમ નો એકરાર કરે છે. વ્રજ ખુશ થાય છે.બંને ના આંખમાં આંસુ સરી પડ્યાં. 
ફરી વ્રજ ઉર્મિ ને આલિંગન આપ્યું.

I love you ઉર્મિ
I love you to વ્રજ.

જીત ગજ્જર