અડધી જિંદગી - ૩ anahita દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અડધી જિંદગી - ૩

હેલો ફ્રેન્ડ્સ ......

આજે હું તમને મારી નવલકથા અડધી જિંદગી નો ૪ ભાગ કહેવા જઈ રહી છું..

આશા રાખું છુ કે તમને મારી નવલકથા વાંચવી ગમશે...

बहुत कुछ कह देती हैं आँखे तुम्हारी
बोलो नहीं तुम बोलती हैं आँखे तुम्हारी।

बरसे न बादल बरस जाती आँखे तुम्हारी
कभी लगे जैसे कि गीत गाती आँखे तुम्हारी।

આજે પણ અંતરા ને તેણે જોયી થોડીક થાકેલી પણ તોય તેની સુંદરતા અને સરળતા હજી તેને વધુ ખીલાવતી હતી.

બન્ને જણા વાતો કરતા કરતા ઘર તરફ જવા લાગ્યા અંતરા ને પાછુ જવાનું હોવાથી તે દાદા અને અવિનાશ ને જમાડી

તથા પોતે પણ જમી ને શાળા તરફ રવાના થઇ.આમ ને આમ દિવસો જતા હતા .સવાર સાંજે એજ

નિત્યક્રમ જમવાનું વાતો સુઈ જવાનું.અવિનાશ પણ અહીં બધે ફરતો એકલો કોઈ વાર અંતરા ના

દાદા સાથે હોય ક્યારેક અંતરા ને રજા હોય તો તે પણ સાથે આવતી હતી.બન્ને ખુબ મસ્તી કરતા

અવિનાશ અંતરા ને બધુજ કહ્યું હતું. અવિનાશ એક સુખી સમ્પન્ન પરિવાર નો એક નો એકજ દીકરો હતો સુરતમાં

ડોક્ટરનું ભણતો હતો બેચલર પતી ગયું હોવાથી તે વિદેશ ભણવા જવાનો હતો જેથી મન ફ્રેશ કરવા અહીં આવ્યો હતો.

અવિનાશ દેખાવે સુંદર હતો બધી છોકરીઓને ગમે તેવો .જુલાઈ મહીનામાં પાછો જવાનો હતો.ઉનાળાનું વેકેશન શરુ થવાનું હતું

.અંતરા ને પણ શાળા માં રજા પડવાની હતી.થોડા દિવસો માં અંતરા ને રજા પડી હવે તો બન્નેય રોજ દરિયા કિનારે

બેસતા પાણી માં પાળતા હતા.દાદા પણ એમની સાથે ઘણી વાર જતા હતા.બધોજ સમય સુંદર રીતે પસાર થઇ રહ્યો હતો

અચાનક એક વાર અવિનાશ અને અને અંતરા ઘરે જઈ રહ્યા હતા.સાંજ પડી ગઈ હોવાથી આછું અંધારું પણ હતું.અને

અવિનાશે અચાનક અંતરાને પકડી ને કહી દીધું,"શું તું મારી સાથે આખી જિંદગી રહીશ".અચાનક આવેલા તુફાન થી તો

અંતરા પણ ડરી ગઈ અને ચુપચાપ ચાલવા લાગી હતી.અવિનાશ પણ તેની સાથે ચુપચાપ ચાલવા લાગ્યો હતો.ઘરે પહોંચી

કોઈ કંઇજ ના બોલ્યું બન્ને ચુપચાપ રહ્યા.દાદા એ બન્ને ને પૂછ્યું પણ બેમાંથી કોઈ કંઇજ ના બોલ્યા ...અવિનાશ પણ પોતાના

રૂમ માં ચાલ્યો ગયો અને અંતરા પોતાના રૂમ માં જઈને ખુબ રડી.દાદા ને કંઈ અણધાર્યું બનવાનો ખ્યાલ આવ્યો જ્યારે

તેમણે અંતરા ને રૂમ માં રડતી જોઈ ને રડવાનું કારણ પૂછ્યું તો અંતરા દાદા ના ખોળામાં માથું મુકીને સુઈ ગઈ દાદા પણ કંઇજ ના બોલ્યા.

ત્યાંજ અવિનાશ પણ આવ્યો તે દાદા પૌત્રી ના પ્રેમ ને જોઈજ રહ્યો.પોતે પણ કુદકો મારી બેડમાં ચઢી બોલ્યો મનેય ખોળામાં સુવુ અને

એ દાદા ના ખોળામાં આવી ગયો એકદમ અવિનાશ નાં આવી જવાથી અંતરા પણ ગભરાઈને ઉભી થઇ ગઈ પણ દાદા બોલ્યો આતો

અવિનાશ વાંદરો છે,દાદુ હું વાંદરો નથી હોં.મારા માથામાં પણ હાથ ફેરવો ને મજા આવે છે એમ પણ કેટલાય દિવસો થી કોઈ નાં

ખોળામાં માથું મુકીને સુતો નથી.અને તરત અંતરા સામે જોયું.આજે અવિનાશ ના આંખ માં મસ્તી નહતી એક અલગ લાગણી

અંતરા એ જોઈ હતી..કંઇજ ના બોલી અંતરા અને અવિનાશ બન્ને દાદા નાં ખોળા માથું મુક્યું હતું બન્ને ને ખબર હતી કે દાદા

થાકી જશે.બન્ને ઉભા થઇ ગયા.અંતરા જેવી પથારી માં બેઠી કે તરતજ અવિનાશ એનાં ખોળામાં સુઈ ગયો."પાગલ શું કરે છે"

અંતરા ને નહીવત વાગ્યું હતું.અને અવિનાશ જેને કોઈ ફેર જ નાં પડ્યો હોય એમ આવી ને અંતરા ના ખોળા માં સુઈ ગયો દાદા પણ હવે થાક્યા હતા.

અને જોયું અંતરાની આંખમાં હવે આંસુ નહતા તે ખુશ દેખાતી હતી.એટલે નીચે સુવા જવા લાગ્યા . અને સૌથી વધારે ખુશ તો અવિનાશ હતો.કે જે આજે તેની ગમતી વ્યક્તિની લગોલગ હતો.

એમ પણ પ્રિયતમાની પાસે અને તેના ખોળામાં માથું મૂકીને સુવાનો કંઇક અલગ જ અહેસાસ હોય છે..