ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૭ Pooja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૭

આસ્થા ધ્રુસકે ધ્રુસકે રડતી હતી. તેને સમજાતું ન હતું કે અચાનક મિસિસ ડીસોઝા ને શું થઈ ગયું. થોડી વાર માં અમર ત્યાં પહોંચી આવ્યો. તે આ દશ્ય જોઈને અવાચક જ થઈ ગયો. આસ્થા દોડતી દોડતી તેની પાસે ગઈને તુટક અવાજે બોલી," અમર.. ગ્રેની હવે આ દુનિયામાં નથી રહૃાા "
અમર એ તો જાણે આસ્થા ની વાત જ ન સાંભળી . તે સીધો મિસિસ ડીસોઝા પાસે પહોંચી ગયો. તેણે મિસિસ ડીસોઝા ના ચહેરા પર હાથ ફેરવતા કહ્યું," ઉઠો ગ્રેની." તે તેમને ઉઠાડવાના પ્રયત્ન કરવા લાગ્યો.
આસ્થા એ અમર ના ખભા પર હાથ મુકયો ને તેની સામે જોયું. અમર ની આંખો માં આંસુ આવી ગયાં ને તે આસ્થા ને ભેટીને રડી પડ્યો. આસ્થા તેને સાંત્વના આપવા લાગી. થોડી વાર રહીને આસ્થા એ મોહિત ને શૈલા ને ફોન કરી દીધો.
અમર ચુપચાપ ફશૅ પર એક ખુણામાં બેસી ગયો હતો. તેની હંમેશા જીવંત રહેતી આંખો માં ખાલીપો દેખાય રહૃાો હતો.તે એકીટશે મિસિસ ડીસોઝા સામે જોઈ રહ્યો હતો. થોડી જ વારમાં શૈલા આવી ગઈ.
આસ્થા શૈલા ને ભેટી પડી. બંને ની આંખો માં આંસુ આવી ગયા હતા. આસ્થા બોલી," હું આવી ત્યારે મેં ગ્રેની ને બેડ પર આ હાલત માં જોયા."
શૈલા બોલી," અચાનક શું થઈ ગયું ? "
" મને લાગે છે કે કદાચ હાર્ટ એટેક આવી ગયો હશે." આસ્થા બોલી.
" ના, કોઈ એ ગ્રેની નું મર્ડર કર્યું છે." અમર એ મક્કમતાથી કહ્યું.
આસ્થા ને શૈલા અમર સામે નવાઈ થી જોઈ રહ્યા. અમર ફર્શ પરથી ઉભો થયો . આસ્થા એ પુછ્યું," તને કેવી રીતે ખબર ?"
અમર એ કહ્યું," જો આ ગ્રેની ના હાથ પર કેવા નિશાન છે. જાણે કોઈ સાથે ઝપાઝપી થઈ હોય એવું લાગે છે. તેમની તબિયત એકદમ બરાબર હતી. કોઈ તકલીફ ન હતી . મને ખાતરી છે કે કોઈ એ તેમનુ મર્ડર કર્યું છે."
અમર ની અંદર નો ઇન્સ્પેક્ટર કામે લાગી ગયો. તેણે તરત જ ફોન કર્યો ને એમ્બ્યુલન્સ બોલાવી ને ફોરેન્સિક ટીમ ને પણ ફોન કરી દીધો.
આસ્થા બોલી," અમર, પણ કોઈ ગ્રેની નું શું કામ મર્ડર કરે ?"
અમર એ કહ્યું," તેના ઘણા કારણ છે. ગ્રેની તારા મમ્મી ના મૃત્યુ વિશે કંઈક જાણતા હતા.એટલે જ તેમનું મર્ડર થયું છે. પણ હું ખુની ને શોધીને રહીશ."
આસ્થા ના મન માં ઘણા સવાલો હતા પણ તે હજી કશું પુછે તે પહેલાં એમ્બ્યુલન્સ ને ફોરેન્સિક ટીમ પહોંચી આવી.
મિસિસ ડીસોઝા ના બોડી ને હોસ્પિટલ માં પોસ્ટ મોર્ટમ માટે લઈ જવામાં આવ્યું. નાનકડા ગામમાં મિસિસ ડીસોઝા ના મૃત્યુ ના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા. સૌ માટે આ આધાત ની વાત હતી. મિસિસ ડીસોઝા ના દેહ નું પોસ્ટ મોર્ટમ કર્યા પછી તેમના દેહ ને ખ્રિસ્તી વિધિ પ્રમાણે દફન કરવામાં આવ્યું. તેમના ફયુનરલ માં ગામ આખું આવ્યું હતું. મિસિસ ડીસોઝા ના મિલનસાર સ્વભાવને લીધે તે ગામ આખા માં પ્રખ્યાત હતા.
આસ્થા તેમને થોડા સમય પહેલા જ મળી હતી પણ છતાં તેને મિસિસ ડીસોઝા પ્રત્યે પ્રેમ ને લાગણી આવી ગયા હતા. પોતાના સ્વજન ગુમાવ્યા જેટલું દુઃખ તેને થઈ રહૃાું હતું.
સૌથી વધારે ખરાબ હાલત અમર ની હતી. અમર ના માટે મિસિસ ડીસોઝા જ સર્વસ્વ હતા. તેના મૃત્યુ થી તેને સૌથી વધારે આધાત લાગ્યો હતો.
***************************
બે દિવસ નો સમય વીતી ગયો હતો. મિસિસ ડીસોઝા ના પોસ્ટમોર્ટમ નો રિપોર્ટ હજી આવવાનો બાકી હતો. સાંજ ના અમર ઘર ની અંદર અંધારા માં બેઠો હતો. તેની આંખો માં ઉજાગરા ને રડવા ને લીધે લાલાશ ઉપસી આવી હતી. ચહેરા પર થોડી વધેલી દાઢી ને ઉદાસીનતા દેખાય રહી હતી.
આસ્થા " અમર .." ના નામ ની બુમ પાડતી ઘર માં દાખલ થઈ. અમર હોલ માં જ અંધારા માં બેઠો હતો. આસ્થા તેને જોઈને સ્તબ્ધ થઈ ગઈ. પહેલી મુલાકાત માં જોયેલો હસતો ને ખુશખુશાલ અમર ને આજ ના આ ઉદાસ અમર માં જમીન આસમાન નો ફરક હતો.
આસ્થા એ અમર ના ખભા પર હાથ મુકયો ને અમર એ તેની સામે જોયું. આસ્થા બોલી," અમર, તું આમ હિંમત હારી જઈશ તો કેમ ચાલશે !!"
અમર બોલ્યો," એક ગ્રેની જ મારો સહારો હતા ને તે પણ જતા રહ્યા." આટલું બોલતાં તેનો અવાજ ભારે થઈ ગયો.
આસ્થા અમર ની બાજુ માં બેસી ગઈ ને તેનો હાથ પકડી લીધો. તે બોલી," અમર, હું સમજી શકું છું . તને કેવું લાગી રહ્યું હશે . હું પણ આ પરિસ્થિતિ માંથી પસાર થઈ ગઈ છું. તને આવી રીતે જોઈને ગ્રેની ખુશ તો નહીં જ થાય. " આસ્થા એ અમર ની આંખો માં જોતા કહ્યું.
અમર બોલ્યો," રાઈટ, હજી મારે તેમના કાતિલ ને પણ પકડવાનો છે."
તેણે આક્રોશ સાથે કહ્યું.
આસ્થા બોલી," તે મને તે સાંજે ઘરે કેમ આવવાનું કહ્યું હતું ? તને શું માહિતી મળી હતી મિ ફેડરિક વિશે ?"
અમર એ કહ્યું," મિ.ફેડરિક વિશે તપાસ કરતા મને જાણવા મળ્યું કે તે ગ્રેની ને ઓળખતો હતો ને એકાદ બે વખત તેમને મળવા પણ આવ્યો હતો. મેં આ વિશે ગ્રેની ને ફોન કરીને આ વિશે પુછ્યું તો તેમણે કહ્યું કે તે બે દિવસ રહીને પાછા આવે છે ત્યારે તે મને અને તને બધી વાત જણાવશે ને તારા મમ્મી ના મૃત્યુ નું રહસ્ય પણ જણાવશે. જે દિવસે તે ગામ માં પાછા આવ્યા ત્યારે મેં તને ફોન કરી ને ઘરે આવવાનું કહ્યું ને હું પણ પોલીસ સ્ટેશન થી ઘરે આવવા નીકળ્યો હતો. પણ ઘરે આવીને જોયું તો ગ્રેની તો હમેશા માટે છોડીને જતા રહ્યા હતા." અમર એ લાગણીશીલ થઈને કહ્યું.
" અમર, એમણે તને ફોન માં કોઈ વાત કરી હતી ?" આસ્થા એ પુછ્યું.
" ના, તેમણે બસ એટલું જ કહ્યું કે હું આવીશ પછી તમને બધી વાત જણાવીશ." અમર એ કહ્યું.
" તે ક્યાં ગયા હતા ?" આસ્થા એ પુછ્યું. ત્યારે જ અમર ના ફોન ની રીંગ વાગી. અમર એ કોલ રિસીવ કર્યો ને વાત કરી‌ . પછી તેણે ફોન કટ કર્યો ને આસ્થા તરફ જોતા કહ્યું," મારો શકે સાચો જ હતો. ગ્રેની નું મૌત શ્વાસ રુધાવા થી થયું હતું. કોઈ એ તેમને મારી નાખ્યાં હતાં." અમર ની મુઠ્ઠી ક્રોધ માં વળી ગઈ.
આસ્થા થોડી વાર વિચાર માં પડી ગઈ પછી બોલી," એનો અર્થ કે ગ્રેની મારા મમ્મી ના મૃત્યુ નું રહસ્ય જાણતા હતા ને કોઈ ન હતું ઈચ્છતું કે તે મને ખબર પડે એટલે જ તેમની હત્યા કરવામાં આવી."
અમર એ કહ્યું," હા, એવું જ લાગે છે. હું કાલે તારાપુર જઈશ. ગ્રેની ત્યાં જ છેલ્લે ગયા હતા. ત્યાં જ મને કોઈ સુરાગ મળશે."
આસ્થા બોલી," અમર, હું પણ તારી સાથે આવીશ."
" પણ આસ્થા.." અમર બોલવા ગયો પણ આસ્થા એ તેને અટકાવતા કહ્યું," ના અમર, આ બધું મારા અહીં આવ્યા પછી જ શરુ થયું છે તો તેનો અંત પણ હું જ કરીશ. હું તારી સાથે આવીશ." આસ્થા એ અમર ની આંખો માં જોતા કહ્યું.
અમર પણ આસ્થા ની સામે જોઈ રહ્યો. હોલ ની બારી માંથી ઢળતા સુરજ ના સોનેરી કિરણો બંને પર આવી રહૃાા. એક પળ માટે બંને એકબીજા સામે જોઈ રહૃાા પછી આસ્થા અમર ને ભેટી પડી.
બંને એકબીજા ની હુંફ માં પોતાના દુઃખ ને હળવું કરવાનો પ્રયત્ન કરી રહ્યા ત્યાં જ એક અવાજ સંભળાયો," આસ્થા.."
આસ્થા ચોંકીને અમર થી દુર થઈ ગઈ. તેણે સામે જોયું તો મોહિત ઉભો હતો.‌ તેનો ચહેરો ગુસ્સામાં હતો.
તેણે કહ્યું," આસ્થા, તારા ફઈ આવ્યા છે હું તને લેવા આવ્યો છું."
આસ્થા એ કહ્યું," હા , હું આવું છું." તેણે અમર ની સામે જોયું ને તે ઘર ની બહાર નીકળી ગઈ.
મોહિત એ એક ગુસ્સા ભરી નજર અમર પર નાખી ને તે પણ ઘર ની બહાર નીકળી ગયો.
રસ્તા માં પણ મોહિત ના ચહેરા પર ગુસ્સો જ રહૃાો. તેણે ગુસ્સામાં આસ્થા ને પુછ્યું," તું ત્યાં શું કરતી હતી ?"
" હું અમર ને સાંત્વના આપતી હતી." આસ્થા એ કહ્યું.
" તું તેનાથી દુર રહે . મને તે યોગ્ય નથી લાગતો." મોહિત એ કહ્યું.
આસ્થા બોલી," તને અમર થી આટલી ચીડ કેમ છે ?"
મોહિત એ કોઈ જવાબ ન આપ્યો. આસ્થા એ ફરી પુછ્યુ," મોહિત, વાત શું છે ?"
મોહિત એ આસ્થા નો હાથ પકડી ને પોતાની નજીક ખેંચી ને તેની આંખો માં જોતા કહ્યું," કારણકે હું તારા માટે ફીલ કરું છું. તારું ને અમર નું નજીક આવવાથી મને જેલસી ફીલ થાય છે."
આસ્થા બોલી," મોહિત.."
" હા, હું તને દોસ્ત થી વધારે માનવા લાગ્યું છું. આઈ લવ યુ." આટલું કહીને મોહિત એ આસ્થા નો હાથ છોડી દીધો.
આસ્થા બોલી," મોહિત..મને.."
" આસ્થુ, મને હમણાં જવાબ નથી જોઈતો. તું શાંતિ થી વિચારીને જવાબ આપજે." આટલું બોલીને મોહિત ચાલવા લાગ્યો.
આસ્થા પણ મોહિત ની પાછળ ચાલવા લાગી.તેના મન માં વિચારો નું ધોડાપુર સવાર થઈ ગયું. મોહિત એ જે વાત કરી તેની તેને કલ્પના પણ ન હતી. તે હજી વિચારો માં ખોવાયેલી હતી ત્યાં ઘર આવી ગયું.
સરલાબેન આસ્થા ને ભેટી પડ્યા ને બંને ની આંખો માં આંસુ હતાં.
" મેં તને પહેલા જ કહ્યું હતું કે આ ઘર અપશુકનિયાળ છે. ચાલ, બેટા. હવે હું તને અહીં નહીં રહેવા દઉં." સરલાબેન બોલ્યા.
આસ્થા એ કહ્યું," ફઈ, બસ થોડો સમય હજી આપી દો. હું હવે આમ બધું અધુરું છોડીને ન જઈ શકું."
સરલાબેન થોડા ગુસ્સા માં બોલ્યા," ઠીક છે પણ હવે હું પણ તારી સાથે જ અહીં રહીશ."
" હા ફઈ" આસ્થા બોલી.
***********************
રાત ના આસ્થા ને સરલાબેન એક જ રૂમમાં સુતા હતા. મોહિત સાંજ ના જ જતો રહ્યો હતો. અડધી રાતે આસ્થા ની આંખો ખુલી ગઈ. તેને એવું લાગ્યું કે કોઈ એ તેને બોલાવી. આસ્થા ઉઠીને બહાર હોલ માં આવી. હોલ ની બારી ખુલ્લી હતી. પુનમ ની રાત હોવાથી ચારે તરફ ચાંદની વિખરાયેલી હતી. આસ્થા બારી પાસે ઉભી રહી તો તેને બગીચા માં એક સફેદ રંગ ના કપડા પહેરેલી સ્ત્રી દેખાઈ. તે સ્ત્રી ની પીઠ આસ્થા તરફ હતી.
આસ્થા અવાચક થઈને તે સ્ત્રી ને જોઈ રહી. તે સ્ત્રી આસ્થા તરફ ફરીને તેનો ચહેરો જોઈને આસ્થા ના હોશ ઉડી ગયા. તે આસ્થા ની મમ્મી રોઝી હતી. તેણે આસ્થા ની સામે વ્હાલસોયુ સ્મિત કર્યું ને હાથ લાંબા કરીને પોતાની તરફ બોલાવી.
આસ્થા સંમોહિત થઈને તેની તરફ જવા લાગી. તે ઘર ની બહાર નીકળી ને બગીચા તરફ ગઈ. રોઝી આગળ ચાલવા લાગી ને તેની પાછળ આસ્થા પણ ચાલવા લાગી. રોઝી ઘર ની પાછળ આવેલી વેરાન જગ્યા તરફ જઈ રહી હતી. ત્યાં થોડા ઝાડ હતાં. સુસવાટા મારતા પવન માં રોઝી એ પહેરેલું સફેદ ફ્રોક હવા માં ઉડી રહૃાું હતું. રાત ની નીરવ શાંતિ માં ફક્ત આગિયા નો સ્વર જ સંભળાય રહૃાો હતો.
રોઝી એક જગ્યા પર આવીને ઉભી રહી ગઈ. તેનું સ્મિત ગાયબ થઈ ગયું. તેણે જમીન તરફ ઈશારો કર્યો ને હવા માં ગાયબ થઈ ગઈ. આસ્થા ની તંદ્રા તોડી ને તેણે બુમ પાડી ," મમ્મી.." પણ રોઝી ગાયબ થઈ ગઈ હતી.
આસ્થા ચારે તરફ જોઈ રહી ને તે પોતાની મમ્મી નો ઈશારો સમજવા પ્રયત્ન કરવા લાગી. તેને ખબર પડી કે આ જગ્યા એ જમીન ની નીચે કંઈક હોવું જોઈએ. તે દોડતી ઘર તરફ ગઈ.
સરલાબેન ચિંતા કરતા હોલ માં આંટા મારતાં હતાં ને શૈલા પણ તેમની સાથે હતી.
આસ્થા એ આવીને બધી વાત કરી. તેણે કહ્યું ," તે જમીન ની નીચે કંઈક હોવું જોઈએ."
સરલાબેન બોલ્યા," અત્યારે રાત્રે તો કંઈ નહીં થી શકે. સવારે વહેલા આપણે તે જમીન ખોદાવી ને જોઈ લઈશું."
શૈલા બોલી," આસ્થા, આ તારું સપનું ન હોય."
" ના, આ મારું સપનું નથી. હું સવાર સુધી રાહ નહીં જોઈ શકું. હું અમર ને બોલાવી લાવું છું." આસ્થા એ કહ્યું. તે અમર ને બોલાવા જતી રહી. અમર ને તેણે બધી વાત કરી ને અમર આસ્થા સાથે આવ્યો.
અમર, આસ્થા , શૈલા ને સરલાબેન તે જગ્યાએ ગયા. અમર એ કુહાડી સાથે લીધી. ને તેણે જમીન ખોદવાનું શરુ કર્યું. આસ્થા પણ તેને મદદ કરવા લાગી. જમીન ઘણી ઉંડે ખોદયા છતાં કંઈ ન મળ્યું.
શૈલા બોલી," આસ્થુ, અહીં કંઈ નથી. આ તારું એક સપનું હતું."
અમર પરસેવા થી રેબઝેબ હતો. આસ્થા હજી પણ હાર માનવા તૈયાર ન હતી. તેણે કુહાડી ઉપાડી ને જોર થી જમીન પર પછાડી ને તે સાથે એક અવાજ સંભળાયો.
આસ્થા ની આંખો માં ચમક આવી ગઈ. તે બોલી," અહીં કંઈક છે." તે અને અમર તે જગ્યાએ ખોદવા લાગ્યા.
જમીન ની અંદર થી મોટું કોફીન હતું. આસ્થા, શૈલા , અમર ને સરલાબેન ની આંખો આશ્વર્ય થી પહોળી થઈ ગઈ. તે કોફીન ને ખોલતા તેમાંથી હાડપિંજર મળી આવ્યું. બધા સ્તબ્ધ થઈને આ જોઈ રહૃાા.
**********************
હેલ્લો મિત્રો, ધ ડાર્ક સિક્રેટ ના પહેલા ભાગ માં શરત ચુક ના લીધે શૈલા ને તેનો ભાઈ મોહિત લખાય ગયું હતું. શૈલા ને મોહિત ભાઈ બહેન નથી.
શરત ચુક ના લીધે તે લખાય ગયું છે તેની નોંધ લેશો.. આભાર...