VISHAD YOG - 29 books and stories free download online pdf in Gujarati

વિષાદ યોગ - પ્રકરણ 29

વિષાદયોગ-29

‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______________######__________#####________

નિશથ અને સમીર જ્યારે નિચે પહોંચ્યા ત્યારે કશિશ અને નૈના તે લોકોની રાહ જોઇને ગાર્ડનમાં બેઠી હતી. ત્યારબાદ ચારેય ડાઇનીંગ હોલમાં જઇ જમ્યાં. નિશીથ જમતી વખતે સતત વિચારમાં ખોવાયેલો રહ્યો. કશિશ સમીર અને નૈના આડાઅવળી વાતો કરતા રહ્યા. કશિશે ઇશારાથીજ સમીરને નિશીથ વિશે પુછ્યું પણ સમીરે તેને શાંતિ રાખવા ઇશારો કર્યો. જમ્યા ત્યાં સુધી કશિશે પણ નિશીથને વિચારમાં ખલેલ ન પહોંચાડવાનું જ યોગ્ય સમજ્યું. જમ્યાં બાદ કશિશે નિશીથને કહ્યું “નિશીથ જો તારી ઇચ્છા ન હોય તો આપણે કાલે વાત કરીશું. તમે આરામ કરો.” આ સાંભળી નિશીથ હસ્યો અને બોલ્યો “કશિશ તને જાણવાની ઇંતજારી છે તે હું જાણું છું. અને મારે પણ તને વાત કરવીજ છે. ચાલો અમારા રુમમાં બેસીએ.” ત્યારબાદ ચારેય નિશીથના રુમમાં જઇને બેઠા એટલે નિશીથે સુરસિંહે કહેલી બધીજ વાત કશિશ અને નૈનાને કહી. અને છેલ્લે તેની મા જીવે છે તે વાત પણ કરી.” આખી વાત પુરી થઇ એટલે કશિશે કહ્યું “નિશીથ મને ખબર છે તું આ બધી વાતથી કંફ્યુઝ છો પણ ભુતકાળને તો આપણે બદલી શકવાના નથી એટલે તે જે છે તે સ્વીકારીને જ આગળ વધવુ પડશે.” આ સાંભળી નિશીથે કોઇ જ જવાબ ન આપ્યો એટલે નૈના અને સમીરને સમજાઇ ગયું કે ચોક્કશ કોઇ એવી વાત છે જે કરતા નિશીથ સંકોચ અનુભવે છે. એટલે બંનેએ ઇશારામાં વાત કરી લીધી અને પછી નૈનાએ ઊભા થતા કહ્યું “કશિશ મને લાગે છે કે તમારે બંનેએ એકાંતમાં વાત કરવી જોઇએ. અમે બંને બહાર ફરી આવીએ છીએ ત્યાં સુધી તમે વાતો કરો.” એમ કહી કશિશ અને સમીર બહાર જતાં રહ્યાં. તેનાં ગયા પછી કશિશ ઊભી થઇને નિશીથની બાજુમાં બેડ પર બેઠી અને નિશીથનો હાથ પોતાના હાથમાં લઇ બોલી “નિશીથ, બોલ એવું શું છે જે તું મને કહેવામાં આટલી મુંજવણ અનુભવે છે? શું તને મારા પર વિશ્વાસ નથી.” કશિશે નિશીથની આંખમાં જોઇ કહ્યું. એકાદ મિનીટતો નિશીથ કંઇ બોલ્યો નહીં પણ પછી કશિશને ભેટી પડ્યો. નિશીથની આંખમાંથી અશ્રુધારા વહી નીકળી. કશિશે નિશીથની પીઠ પર હાથ ફેરવ્યો. પાંચેક મિનીટ બંને એજ સ્થિતીમાં બેઠા રહ્યા. નિશીથના મનનો સંતાપ ધીમે ધીમે ધોવાવા લાગ્યો. કશિશે નિશીથના વાળમાં હાથ ફેરવ્યો અને બોલી “નિશીથ જે પણ પ્રોબ્લેમ હોય તે મને કહી દે, કમશે કમ તારા મનનો ભાર હળવો થઇ જ્શે.” પછી થોડી રોકાઇને તે બોલી “નિશીથ તને ખબર છે હું તારી સાથે શુ કામ આવી છું. શું મને ખબર નહોતી કે હું તને આમાં કંઇ પણ મદદ કરી શકીશ નહી? શું મને ખબર નહોતી કે તારા પર મારી જવાબદારી પણ આવી પડશે? આ બધીજ મને ખબર હતી પણ સાથે સાથે મને એ પણ ખબર હતી કે કોઇક એવી પરિસ્થિતિ આવશે જ્યારે તારે ઇમોશનલી મારી જરુર પડશે. આ પળ આવે ત્યારે હું તારી સાથે હોવી જોઇએ આજ મારો તારી સાથે આવવાનો મકસદ હતો. અત્યારે એજ ક્ષણ આવી છે અને હું તારી સાથે છું. ડીઅર જે પણ હોય તે મને કહીદે. તને અંદરથી સારુ ફીલ થશે.” આ સાંભળી નિશીથ કશિશથી અલગ થયો અને બોલ્યો “કશિશ, મારે શું કરવું તેજ સમજ નથી પડતી. પેલો સુરસિંહ જ્યારે મને કહી રહ્યો હતો, ત્યારે મને કંઇક અલગ જ ફીલ થતું હતું. અને જ્યારે તેણે મને કહ્યું કે મને જન્મ દેનારી મા જીવે છે ત્યારે મારી અંદર એક વિસ્ફોટ થયો. થોડીવાર તો મને સમજ ન પડી કે આ શું થાય છે? જે વ્યક્તિને મે ક્યારેય જોઇ નથી. જેણે જન્મતાજ મારો ત્યાગ કરી દીધો એ વ્યક્તિ માટે મને શું કામ લાગણી થાય છે? મને આટલો સારો માણસ બનાવનાર મારી મમ્મી તો મારી સાથેજ છે તો પછી તે વ્યક્તિ કે જે આજે 20 વર્ષ પછી જેના વિશે મને જાણવા મળ્યું છે તેના વિશે મને આવી લાગણી શું કામ થવી જોઇએ? મને કેમ તેના પ્રત્યે નફરત નથી થતી? મારુ મન મને જુદુ કહે છે અને મારુ હ્રદય મારી પાસે જુદી આશા રાખે છે. આ બંને લાગણી વચ્ચેના યુધ્ધમાં હું ફસાયો છું. મને એવુ લાગે છે કે હું મારા મમ્મી પપ્પાનો દ્રોહ કરે રહ્યો છું.”

આ સાંભળી કશિશે ધીમેથી નિશીથનો હાથ પકડ્યો અને બોલી “જો નિશીથ અમુક લાગણી ઉપર આપણો કંટ્રોલ નથી હોતો. અમુક સંબંધ અને લાગણી ઉપરથી નક્કી થઇને આવતા હોય છે. તું ગમે તેટલો તેની સામે લડશે તો પણ તને જીત નહી મળે. તેના કરતા જે રીતે લાગણી વહે છે તેને વહેવા દે. તું તેના પર દબાણ કરીશ તેટલીજ તે લાગણી વધુ બળવતર બનશે. તારા અને મારા સંબંધમાં પણ આપણે આ લાગણીનો અનુભવ કરી ચુક્યા છીએ તો પછી આ તો તારા લોહીના સગપણનો સવાલ છે. તે તને ચોક્કસ તેના તરફ ખેંચશે. તું એવુ શું કામ વિચારે છે કે તું સુનંદા આંટીનો દ્રોહ કરે છે. તું એ ભુલી ગયો કે ભગવાન કૃષ્ણને પણ બે માતા હતી. અને બંને માતા તેને ખુબ ચાહતી હતી. અને તું આ બધી વાત તારી મમ્મીને શું કામ નથી કરતો?” કશિશે પુછ્યું

“મે મમ્મીને બધીજ વાત કરી છે. અને તેણે પણ મને તે જ કહ્યું જે તું કહી રહી છે, પણ મને ખબર છે કે મારી મમ્મી બહારથી ભલે ગમે તે કહે પણ અંદરથી તો તે ખુબ ગભરાયેલી હશે. મારે તેને વિશ્વાસ આપવો હતોકે હું તેનો જ દિકરો છું. પણ અહીં મને મારા દિલ પર જ વિશ્વાસ નથી કે તે ક્યારે શું કરશે તો હું તેને શું વિશ્વાસ આપી શકવાનો.” નિશીથે લાચારી વ્યક્ત કરી.

“નિશીથ તમે ગમે તેટલા દુર હોય તો પણ તમારા લોહીના સંબંધ તમને તેના તરફ આકર્ષે જ છે. અને તારા કેશમાં તો આપણે આ બધુજ જાણવા તો અહીં આવ્યા હતા. હવે તું આ બધુ જાણીને ગભરાઇ જાય તો ક્યાંથી ચાલે. આ બધા પાછળ એક ઇશ્વરી સંકેત છે એ વાત તું કેમ ભુલી જાય છે. જે શક્તિ તને અહીં ખેંચી લાવી છે તેજ તને આગળનો માર્ગ પણ બતાવશે. તું ખોટા વિચારો કરી દુઃખી શું કામ થાય છે? મને સુનંદા આંટી પર પુરો વિશ્વાસ છે કે તે તારી પરિસ્થિતિ સમજશે.” કશિશે નિશીથને સમજાવતા કહ્યું. નિશીથને પણ કશિશની વાત સાચી લાગી અને કશિશની વાતોથી ધીમે ધીમે તેની અંદર રહેલું ધુમ્મસ દુર થઇ ગયુ હતું. નિશીથ થોડીવાર એમ જ બેઠો રહ્યો પછી તે કશિશની પાસે ગયો અને ધીમે થી કશિશના હોઠ પર પોતાના હોઠ મુકી દીધા. કશિશે પણ કોઇ પણ જાતના વિરોધ વિના નિશીથના એ પ્રણય પ્રચુર ચુંબનને આવકારતા સાથ આપ્યો અને બંને હાથ નિશીથ ફરતા વિટાળીને જોરથી પોતાના તરફ ખેંચ્યો. ધીમે ધીમે નિશીથના હાથ કશીશના શરીરના વળાંકો પર ફરવા લાગ્યા અને કશિશના હાથ નિશીથના વાળમાં ફરવા લાગ્યા. પુરુષ અને સ્ત્રી એકબીજાને પામવા માટે તલપાપડ બંને છે ત્યારે અનાયાસે જ પુરુષના હાથ સ્ત્રિના સ્ત્ન યુગ્મ તરફ આગળ વધતા જાય છે. સ્ત્રિના શરીરનો આ ભાગ જન્મથી જ પુરુષના આકર્ષણનું કેંદ્ર બની રહે છે. બાળક નાનું હોય ત્યારે પેટની ભુખ માટે તેના તરફ આકર્ષાય છે જ્યારે મોટા થયા બાદ શરીરની ભુખ માટે પણ પુરુષ આજ અંગ તરફ આકર્ષાય છે.નિશીથના હાથ પણ ધીમે ધીમે કશિશના ઉન્નત વક્ષસ્થળો પર આવીને રોકાઇ ગયા એ સાથેજ કશિશના શરીરમાંથી હળવી ધ્રુજારી પસાર થઇ ગઇ. નિશીથ અને કશિશ એકબીજાના અધરોના પાન કરતા અને એકબીજાના શરીરના વળાંકોને સ્પર્શતા કેટલીય વાર સુધી પ્રણય પ્રચુર ક્ષણ માણતા રહ્યાં. આ પ્રણયની ક્ષણોમાં નિશીથની ઉદાસી ધીમે ધીમે દુર થઇ ગઇ. ત્યાં બારણા પર ટકોરા પડતા બંને અલગ પડ્યા અને નિશીથે ઊભા થઇ દરવાજો ખોલ્યો. સામે નૈના અને સમીર ઊભા હતા. નિશીથના ચહેરા પર રહેલ સ્મિત જોઇ નૈનાએ અનુભવ્યું કે નિશીથનો મુડ સારો છે એટલે તેણે મજાક કરતા કહ્યું “એલા તમને બંનેને આખી રાત માટે અહીં રહેવાનું નહોતુ કહ્યું. તમારે જો રાત સાથે ગાળવી હોય તો અમે બીજા રુમમાં જતા રહીએ.”

“કેમ તારે સમીર સાથે રાતે રહેવું છે?” નિશીથે મજાકનો જવાબ આપતા કહ્યું.

“જો અમારી ખોટી વાત નહી કર અને એ કહે કે આ કશિશે એવું તો શું કર્યું કે અચાનક તારો મુડ ચેંજ થઇ ગયો?” સમીરે પણ મજાકમાં જોડાતા પુછ્યું.

“ જો ભાઇ તું મારી ચિંતા છોડ અને તારા મુડ ચેંજ કરે એવી કોઇને શોધ. શોધી લીધી હોય તો હિંમત કરી તેને કહી દે.” આટલું બોલી નિશીથે નૈના સામે આંખ મારી. નૈના નિશીથનો અર્થ સમજી ગઇ એટલે ગુસ્સામાં આગળ આવતા બોલી “જો કશિશ આ નિશિથ્યાને સમજાવી દે નહીંતર આજે મારા હાથનો માર ખાસે.” નિશીથ નૈનાની સામે સરેન્ડર કરતો હોય તેમ બોલ્યો “ઓકે, ઓકે, ઝાંસીની રાણી હવે મજાક નહીં બસ.” અને કશિશ તરફ ફરીને બોલ્યો “તારી આ ફ્રેંડ પણ લેડી દબંગ જેવી છે. તેનું ક્યારે ચસકે તે કંઇ નક્કી નહીં.” આ સાંભળી બધા હસી પડ્યાં. નૈનાએ મુળ વાત પર આવતા નિશીથને પુછ્યું “હવે કાલે શું કરવાનું વિચાર્યુ છે? હવે કઇ રીતે આગળ વધવાનું છે?”

આ પ્રશ્નતો બધાના મનમાં હતો પણ કોઇ બોલવાની હિંમત નહોતું કરતું. નૈનાએ પ્રશ્ન પુછી બધાના મનની વાત કરી દીધી હતી. હવે ત્રણેયની નજર નિશીથ તરફ તકાયેલી હતી. નિશીથે થોડીવાર વિચાર કર્યો અને બોલ્યો “જો મને ગઇ કાલે જે સ્વપ્ન આવેલું તેમા એક ડુંગર અને તેના પગથીયાં દેખાતા હતા. અને આજે સુરસિંહની વાતમાં પણ પાલીતાણાનાં શેત્રુંજય ડુંગરની વાત આવી. તેના પરથી મને એવું લાગે છે કે મને આવેલા સ્વપ્નમાં કોઇ સંકેત છુંપાયેલો છે. એટલે હવે મારો વિચાર છે કે સુરસિંહના મિત્ર વિરમને મળી તેને ક્યાંથી આ લીંક મળી તે જાણવું જોઇએ અને પછી તેની મદદથીજ કઇક આગળ વધવું પડશે. કાલે સવારે પહેલા તો સુરસિંહને સાથે લઇ વિરમને મળવાનો વિચાર છે.પછી જોઇએ આગળ શું થાય છે?”

આ સાંભળી ત્રણેય વિચારમાં પડી ગયાં. થોડીવાર બાદ કશિશે હિંમત કરી કહ્યું “નિશીથ તને નથી લાગતું કે તારે શક્તિસિંહના પત્નીને પણ મળવું જોઇએ. જો સુરસિંહ કહે છે તે વાત સાચી હોય તો તે તારી માતા છે તેની પાસે તારે એક્વાર તો જવુજ જોઇએ. અને મને લાગે છે કે તેની પાસેથી પણ તને કોઇક અગત્યની માહિતી મળશે.”

જે પ્રશ્ન નિશીથને સતત પરેશાન કરતો હતો અને તે જેનાથી ભાગવાનો પ્રયત્ન કરતો હતો તેજ પ્રશ્ન કશિશે પુછી નાખ્યો હતો. આ પ્રશ્ન સાંભળી નિશીથના ચહેરા પર કરડાકી ભરેલો ભાવ આવ્યો અને પછી તે બોલ્યો “જો કશિશ આ દુનિયામાં મારી એકજ મા છે અને તે છે મારી મમ્મી સુનંદા ભારદ્વાજ. એટલે શક્તિસિંહની પત્નીને એ મારી મા છે તે માટે મળવા જવાનો તો કોઇ સવાલજ નથી. રહી વાત તેની પાસેથી કોઇ માહિતી મેળવવાની તો, અત્યારે તેને મળવાની કોઇ જરૂરીયાત લાગતી નથી. જો આપણને કોઇ લીંક મળશે તો તેને પણ ચોક્કશ મળીશું.”

આ સાંભળી નૈનાએ કહ્યું “નિશીથ આમ તો આ તારી પર્શનલ વાત કહેવાય છતા જો તને પ્રોબ્લેમ ન હોય તો હું કંઇક કહું?” આ સાંભળી નિશીથે આંખથીજ સંમતિ આપી એટલે નૈનાએ કહ્યું “જો નિશીથ જે વ્યક્તિને આપણે મળ્યાજ નથી તેના વિશે કોઇ જાતનો પુર્વગ્રહ બાંધી લેવાથી ક્યારેક આપણે આપણી જાતનેજ નુકશાન કરી બેસતા હોઇએ છીએ. શક્તિસિંહની પત્નીને મળ્યા વિનાજ જો તું તેના વિશે એક પુર્વગ્રહ બાંધી લઇશ તો તે યોગ્ય નથી. જો સુરસિંહ કહે છે તે સાચુ હશે તો તે તારી માતા છે તે હકીકત છે. તું તે હકીકતથી ભાગી નહીં શકે. અને તું એ વાત કેમ ભુલી જાય છે કે તને અહીં કોઇ ઇશ્વરી શક્તિ ખેંચી લાવી છે. જો તે શક્તિ પણ કદાચ એવુ ઇચ્છતી હોય કે તું તેને મળવા જાય. અને કદાચ તેને મળીનેજ તારા અહીં આવવાનું રહસ્ય તને જાણવા મળે એવુ પણ બને.”

નિશીથને પણ નૈનાની વાત સમજાતી હતી પણ તે વાત તેનું મન સ્વીકારવા તૈયાર નહોતું. આટલા વર્ષ તેની મમ્મીજ તેના માટે મા હતી હવે આ બીજી કોઇ વ્યક્તિ તેની મમ્મીનું સ્થાન લઇલે તે વાત સ્વિકારવા તેનું મન તૈયાર નહોતું. અત્યારે પણ તે એજ ગડમથલમાં પડ્યો હતો એટલે તેણે નૈના સામે દલીલ કરતા કહ્યું “જે માએ આટલા વર્ષ સુધી મારી કોઇ ચિંતા નથી કરી તેને હું મા કઇ રીતે માની શકું? “

“તને કેમ ખબર કે તેણે તારી ચિંતા નથી કરી. તેણે તેનાથી થતા શક્યા પ્રયત્નો કર્યા હોય છતા તું તેને ન મળ્યો હોય એવું બની શકે. અને એવુ પણ બની શકે તેની પ્રાર્થના સાંભળીનેજ ભગવાને તને અહીં મોકલ્યો હોય.” આ વાત સાંભળતાજ નિશીથને પણ એવું લાગ્યું કે જરુર કોઇની પ્રાર્થનાની જ આ તાકાત છે કે મને અહીં સુધી ખેંચી લાવી. છતાં પણ હજુ તેનું મન તો આ વાત સ્વિકારવા તૈયાર નહોતું એટલે તેણે નૈનાને કહ્યું “ઓકે ચાલ એવુ લાગશે તો હું ચોક્કશ તેને મળીશ પણ, કાલે તો પહેલા મારે વિરમને જ મળવુ છે. તેનાથીજ આપણી લીંક અત્યારે અટકી છે.” આ સાંભળી કશિશને થોડી નિરાંત થઇ તેણે નૈનાને આંખોથીજ શાબાશી આપી અને પછી ઊભી થતા બોલી “ચાલો હવે સુઇ જઇએ કાલે શું કરવું તે સવારે વિચારીશું.” ત્યારબાદ નૈના અને કશિશ તેના રુમમાં જતા રહ્યા. તેના જતાજ નિશીથ અને સમીર તેના બેડ પર લાંબા થયા પણ આજે ઊંઘ નિશીથથી જોજનો દૂર હતી. તેણે સમીર સાથે વાત ન કરવી પડે એટલે આંખો મિચી દીધી એ સાથેજ સામે તેની મમ્મીનો ચહેરો આવી ગયો. સુનંદાબેનનો ચહેરો દેખાતા નિશીથને તેની સાથે ફોન પર કરેલી વાત યાદ આવી ગઇ. નિશીથે જયારે ફોન પર બધી વાત તેના મમ્મીને કરી એ સાંભળી સુનંદાબેન એટલે દૂરથી પણ નિશીથની મનોદશા પામી ગયા હતા. એટલે તેણે તરતજ કહ્યું હતું “દિકરા, તને અમે ત્યાં મોકલ્યો ત્યારથીજ નક્કી હતું કે ત્યાં તારા બધાજ સગા સંબંધી મળશે. પણ તું તેમા આટલો બધો દુઃખી શું કામ થાય છે. ત્યાં ભલેને તારે કોઇ મા હોય પણ તુ મારો દિકરોજ રહેવાનો છે. અને ત્યા ગમે તે હોય પણ તારા માટે મા હુંજ રહીશ એટલો મને તારા પર વિશ્વાસ છે પછી તું શું કામ ગભરાય છે. જો મને તારા પર પુરો ભરોશો છે એટલે તું તારા દિલ પર કોઇ બોજ નહી રાખતો. તને જ્ન્મ દેનારી માનું પણ તારા પર ઋણ છે એટલે તેને પણ તું આદરથી મળજે. તું આટલા વર્ષ દૂર રહ્યો છે એટલે તેના હ્રદય પર શું શું વિત્યું હશે તે તેજ જાણતી હશે. અને એક વાત યાદ રાખજે દિકરા કોઇ મજબુરી વિના કોઇ મા પોતાના દિકરાને દુર કરતી નથી એટલે તેની મજબુરી સમજવા પ્રયત્ન કરજે. આ વાત યાદ આવતા તેને અત્યારે પણ તેની મમ્મીને ભેટી પડવાનું મન થયુ હતું. આમનેઆમ વિચાર કરતો નિશીથ ઉંઘમાં સરી પડ્યો અને ઉંઘમાં જતાજ તે સ્વપ્નની દુનિયામાં ખોવાઇ ગયો.

---------#######--------------------##########---------------#######‌‌‌‌--------------------

શું નિશીથ શક્તિસિંહનો પુત્ર છે? ઉર્મિલાદેવી એવુ શું જાણે છે, જે ગંભીરસિંહને ખબર નથી? આ પ્રશાંત કામત કોણ છે? તેને સુરસિંહ અને વિરમ સાથે શો સંબંધ છે? વિલી આ બધામાં કંઇ રીતે જોડાશે? પ્રશાંત કામતને આ બધામાં શું રસ છે? આ બધા પ્રશ્નના જવાબ જાણવા માટે આ નોવેલ વાંચતા રહો. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહીઓ અને મિત્રોને વાંચવાની ભલામણ જરૂર કરજો.

----------------**********************-----------------------------------------*************************************************
મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલરલવસ્ટોરી છે. જે માતૃભારતી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો. મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------***************--------------------**************------------------

HIREN K BHATT:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED