વિષાદ યોગ - પ્રકરણ-28

                                                  વિષાદયોગ-28

‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______________######__________#####________

ગંભીરસિંહ ઉર્મિલાદેવીને મળીને ઘરે પહોંચ્યો પણ તેના મગજમાં હજુ પણ ઉર્મિલાદેવીના શબ્દો ઘુમરાતા હતા. તેને આજે ઉર્મિલાદેવીનું સ્વરૂપ કંઇક અલગજ લાગ્યું આમ તો જ્યારથી શક્તિસિંહનું ખુન થઇ ગયું ત્યારથીજ ઉર્મિલાદેવીનું વર્તન થોડુ વિચિત્ર થઇ ગયું હતું. પણ ત્યારે તો બધાને એવું લાગેલું કે શક્તિસિંહના મૃત્યુનો આઘાત લાગેલો છે એટલે તેની માનસિક હાલત બગડી ગઇ છે. પણ જ્યારે શક્તિસિંહના વફાદાર માણસોએ ઉર્મિલાદેવીને કહ્યું કે કૃપાલસિંહેજ શક્તિસિંહનું ખુન કર્યુ છે અને તેના વિરુધ ફરીયાદ કરવી જોઇએ. ત્યારે ઉર્મિલાદેવીએ જે જવાબ આપ્યો તે સાંભળી બધાજ ચોંકી ગયા. ઉર્મિલાદેવીએ પોલીસ ફરીયાદ કરવાની અને કૃપાલસિંહ વિરુધ્ધ કોઇ પણ બયાન આપવાની ના પાડી દીધી અને કહ્યું, સુર્યેશ્વર મહાદેવજ તેનો ન્યાય કરશે મારે કોઇને કાઇ કહેવું નથી. ગંભીરસિંહને પણ ત્યારે ઉર્મિલાદેવીનું વર્તન એકદમ ભેદી લાગેલું પણ તેણે કંઇ કહેલું નહી. અત્યારે પણ તેને તે વાત યાદ આવી ગઇ હતી. આજે પણ ઉર્મિલાદેવીએ જ્યારે તેને કહ્યું કે તને આખી વાતની ખબર નથી, ન્યાય તો ત્યારે પણ થયેલો. તેનો મતલબ તો એવો થાય કે શક્તિસિંહનું ખુન થયેલુ તેને પણ ઉર્મિલાદેવી ન્યાય ગણતા હતા. આ સમજાતાજ ગંભીરસિંહને હવે લાગ્યું કે ચોક્કસ કોઇક વાત એવી છે કે જેનાથી તે વિસ વર્ષ સુધી અજાણ રહ્યો છે. ગંભીરસિંહને આ વાત સમજાઇ એ સાથેજ  તેણે ભુતકાળ ફંફોસવાની શરુઆત કરીતો તેને એક વાત ધ્યાનમાં આવીકે શક્તિસિંહનાં મૃત્યું પછી કૃપાલસિંહનું વર્તન પણ બદલાઇ ગયું હતુ તેણે તેના ઘણાખરા ખરાબ ધંધા ઓછા કરી નાખ્યા હતા, અને બધા સાથેનું તેનું વર્તન પણ સુધરી ગયું હતું. આમને આમ ગંભીરસિંહ વિચારના વમળમાં ફસાતો ગયો અને ભુતકાળની કળીઓ તેના મગજમાં એક પછી એક જોડાતી ગઇ. આ કળીઓ જોડતા તેની સામે જે ચિત્ર ઉભુ થયું તે જોઇ ગંભીરસિંહ ચોંકી ગયો. હવે ગંભીરસિંહના મગજમાં ઘણાખરા રહસ્યોના રાજ ખુલી ગયાં હતા પણ સામે ઘણી બધી ખુટતી કળી તેને દેખાતી હતી. આ કળીઓ જોડવા માટે તેણે હવે મક્કમ નિશ્ચય કરી લીધો. સાથે સાથે આ રાજ ખુલતાજ તેને ઉર્મિલાદેવીના આવા વર્તન પાછળ રહેલો ભેદની પણ જાણ થઇ ગઇ અને ઉર્મિલાદેવી માટે તેના મનમાં રહેલ પુજ્ય ભાવ  એકદમ વધી ગયો અને તેનું મસ્તક જુકી ગયું હતું.

--------####---------------------######----------------------########-------------------------

સુરસિંહ જાણે વિસ પહેલાનો ઇતિહાસ સામે હવામાં દેખાતો હોય તેમ સામે જોઇને બોલતો જતો હતો “અચાનક એક દિવસ વિરમ મને જેલમાં મળવા આવ્યો તેને જોઇને પહેલા મને થોડી રાહત થઇ કે ચાલો વિરમતો કમશેકમ જેલની બહાર છે. તે મારી પાસે આવીને બેઠો અને મે તેનો ચહેરો જોયો ત્યારે મને ખબર પડી કે તેની પણ હાલત કંઇ બહું સારી નહોતી. તેના ચહેરા પર અને હાથ પગ પર પોલીસે મારેલા મારના નિશાન દેખાતા હતા. તેની હાલત એકદમ ખરાબ હતી. તે આમપણ થોડો નાજુક હતો એટલે આ મારથી તે માનસિક રીતે એકદમજ ભાંગી પડ્યો હતો. મારી પાસે બેસતાની સાથેજ તે મને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. મે તેને શાંત પાડ્યો અને થોડી હૈયા ધારણા આપી. થોડીવારબાદ તેણે મને કહ્યું “તમને ખબર છે કોઇએ શક્તિસિંહનું ખુન કરી નાખ્યું છે?”

“હા, મને તો આ પોલીસવાળાએ જ જાણ કરી. અને તે તો એમ માને છે કે મેજ શક્તિસિંહનું ખુન કર્યુ છે.” મે અકળાઇને વિરમને કહ્યું.  આ સાંભળી વિરમની આંખમાં જે ભાવ આવી થીજી ગયાં એ જોઇ હું ડરી ગયો. મે તેને પુછ્યું કે શું તારી પાસે કોઇ ખરાબ સમાચાર છે. આ સાંભળી તે બોલ્યો “હા, મારી પાસે સૌથી ખરાબ સમાચાર છે અને તે આપવા માટેજ પોલીસે મને તમારી પાસે મોક્લ્યો છે.” આ સાંભળી મારા શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઇ ગયું પણ મે હિંમત રાખી અને વિરમને કહ્યું “જો વિરમ જે પણ ખરાબ થવાનું હતું તે થઇ ગયું. તું તારે જે હોય કહેવું હોય તે બે ફિકર કહી દે.” આ સાંભળી વિરમને થોડી રાહત થઇ અને તેણે કહ્યું “તે લોકોએ મને ત્રણ દિવસ સતત ટોર્ચર કર્યો અને ધમકી આપી છે કે તારા મિત્રને કહે શક્તિસિંહના ખુનનો ગુનો કબુલ કરી લે અને તું તાજનો સાક્ષી બનીજા. નહીંતર બંનેને લોકઅપમાંજ ઉડાવી દઇશું.” આ સાંભળી મારાતો મોતિયા મરી ગયા. મે વિરમને સમજાવતા કહ્યું “ તું ચિંતા નહીં કર આપણે કૃપાલસિંહને વાત કરીશું તે જરૂર આપણી મદદ કરશે.” આ સાંભળી વિરમના ચહેરા પર એક્દમ તુચ્છકાર ભરેલું હાસ્ય આવી ગયું અને તે બોલ્યો “ભાઇ તમને કાંઇ ભાન છે કે નહીં આ બધું કૃપાલસિંહે જ કરેલુ છે અને આપણને આ ગુનો કબુલ કરાવવા માટે તેણે જ પોલીસને પૈસા આપ્યા છે.” આ સાંભળી મારી બધીજ હિંમત તુટી ગઇ. મારી બધીજ આશાઓ વિરમના આ વાક્ય સાથે તણાઇ ગઇ. એકવાર તો મને કૃપાલસિંહ પર ખુબજ ગુસ્સો આવ્યો પણ મને તરતજ સમજાઇ ગયું કે આ મારી મુર્ખામીનું ફળ હું ભોગવું છું. મે એવા માણસ પર ભરોશો કર્યો જેના પર આખા સુર્યગઢમાં કોઇને રતિભર પણ વિશ્વાસ નહોતો. આમપણ હવે આ ગુસ્સાથી કંઇ થઇ શકે એમ નહોતું. મે તદન લાચારીથી વિરમની સામે જોયું તો તેણે મારો હાથ પકડી લીધો અને કહ્યું “ભાઇ, આપણી પાસે બચવાનો બીજો કોઇ રસ્તો નથી. પ્લીઝ તમે માની જાવ. મારાથી હવે આ માર સહન થઇ શકે એમ નથી.” આટલું બોલી તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. તેની હાલત જોઇ મને તેના પર દયા આવી ગઇ. વિરમમાં મને હંમેશા મારો નાનો ભાઇ દેખાતો. અને આમ પણ તેને આ રસ્તા પર હુંજ ખેચી લાવ્યો હતો. તેથી મને તેની હાલત જોઇ ખુબ દુઃખ થયું. મે તેને શાંત પાડ્યો અને કહ્યું “જા, તે લોકોને કહીદે, કે હું આ ગુનો સ્વીકારી લેવા તૈયાર છું. તું તાજનો સાક્ષી બની જજે જેથી તારી સજા હળવી થઇ જાય.” આ સાંભળી તે મને ભેટી પડ્યો અને મારો આભાર માની ત્યાંથી નીકળી ગયો. બસ પછી તો મને કોર્ટે વિસ વર્ષની સજા કરી. વિરમને 7 વર્ષની સજા થઇ. આ સજામાંથી હું હમણા થોડા દિવસ પહેલાજ બહાર આવ્યો છું.”

સુરસિંહ વાતને પુરી કરી. લાંબુ બોલવાનો ખુબ થાક લાગ્યો હોય તેમ સુરસિંહ આંખ બંધ કરીને થોડી વાર બેસી રહ્યો. આખીવાત સાંભળી નિશીથ, સમીર અને રોમેશ વિચારમાં પડી ગયાં. નિશીથે થોડીવાર બાદ સુરસિંહને પુછ્યું “આ કૃપાલસિંહે શક્તિસિહનું ખુન શા માટે કરેલું?”

“એ તો ખબર નથી. પણ વિરમે જેલમાંથી છુટીને થોડી તપાસ કરેલી તો તેને એવું જાણવા મળ્યું હતું કે આ ખુન પછી કૃપાલસિંહ કોઇ ખજાનાની શોધમાં હતો. તેણે પાલીતાણાના શેત્રુંજય ડુંગરમાં તેના માણસો દ્વારા કોઇક ખજાનાની શોધખોળ કરેલી.” આ ખજાનાની વાત સાંભળતાજ ત્રણેય ચોંકી ગયા. નિશીથને હજુ ગઇ રાતેજ સ્વપ્નમાં ડુંગર દેખાયો હતો. ગઇકાલે  સ્વપ્નમાં આવેલ ડુંગર એ કોઇ ચોક્કસ સંકેત છે એ વાતની નિશીથને હવે ખાતરી થઇ ગઇ હતી. નિશીથને વિચારમાં ખોવાયેલો જોઇને રોમેશે પુછ્યું

“આ વાત વિરમને કોણે કરી હતી?”

“વિરમે કોઇ પાસેથી જાણેલું અને તેણે મને કહેલું.” સુરસિંહે કહ્યું.

“ જો મિત્ર જે હોય તે બધુજ ફટાફટ બોલવા માંડ નહીંતર પછી અમારે તારી સાથે ખરાબ વર્તન કરવું પડે તેના કરતા હવે બધુજ સાચુ કહી દે.” રોમેશે ધમકી આપતા કહ્યું.

સુરસિંહ આ સાંભળી ગુસ્સે થવા જતો હતો ત્યાં નિશીથે કહ્યું “પ્લીઝ, અંકલ જે જાણતા હોય તે બધુજ કહી દો. મારા માટે આ બધુ જાણવું ખૂબ જરૂરી છે.”

નિશીથની વિનંતી સાંભળી સુરસિંહ થોડો ઢીલો પડ્યો. તે મનોમન પોતાને નિશીથનો ગુનેગાર માનવા લાગ્યો હતો. નિશીથની વિનંતીથી સુરસિંહ પિગળ્યો અને બોલ્યો “વિરમે કોઇ કૃપાલસિંહના માણસને ફોડ્યો હતો. તે માણસે વિરમને આ માહિતી આપી હતી. અને એક નકશો પણ આપ્યો હતો. એ નકશા પરથીજ કૃપાલસિંહે શોધખોળ કરાવી હતી.”

“એ નક્શો ક્યાં છે?” રોમેશે પુછ્યું.

“અહીંજ મારા કબાટમાં એક કોપી છે અને એક વિરમ પાસે છે.” એમ કહી સુરસિંહ નકશો લેવા માટે ઊભો થતો હતો પણ રોમેશે તેને રોકી દીધો. રોમેશ જ અંદર જઇ શોધીને નકશો લાવ્યો.  બે કાગળ સાથે હતા. કાગળને ધીમેથી ખોલી રોમેશે અને નિશીથે જોયું તો તેમાં એક નકશો હતો જે હજુ અધુરો હોય તેવું લાગતું હતું. તેમાં જે રસ્તો દેખાતો હતો તે  પાલીતાણાનોજ હતો. એ કાગળ બાજુમાં મુકી નિશીથે બીજો કાગળ હાથમાં લીધો. તે કાગળમાં એક સિમ્બોલ હતો. તે જોઇ નિશીથે સુરસિંહને પુછ્યું “આ શેનો કાગળ છે?” આ સાંભળી સુરસિંહે કહ્યું “આ કાગળ પણ નકશા સાથે જ હતો. તેમાં જે સિમ્બોલ છે તે જૈન ધર્મનો સિમ્બોલ છે. એ શું દર્શાવે છે? તે તો મને પણ સમજ નથી પડી.”

નિશીથે બંને કાગળ પાછા વાળીને પોતાના ખીસ્સામાં મુકતાં કહ્યું “આ કાગળ હું સાથે લઇ જઉં છું.” સુરસિંહે માથું હલાવી સંમતિ આપી એટલે ઊભા થતા થતા નિશીથે કહ્યું “થેક્યુ અંકલ તમે જે ગુનો કર્યો છે તેનાથી પહેલા તો મને ખુબ ગુસ્સો આવ્યો હતો પણ તમને તેની સજા મળી ગઇ છે એટલે મારે તમને હવે કંઇ કહેવુ નથી. તમે અમને મદદ કરી તે બદલ ખુબ ખુબ આભાર. જરુર પડશે તો તમને ફરી મળવા આવીશું. અને તમને એક વિનંતી છે અમે તમને મળવા આવ્યા હતા તે વાત કોઇને કહેતાં નહીં.” આટલુ કહીને નિશીથ સમીર અને રોમેશ ત્યાંથી ચાલવા લાગ્યાં. નિશીથ અનાથાશ્રમના ગેટ પાસે પહોંચ્યો ત્યાં તેને કંઇક યાદ આવતા તે પાછો સુરસિંહ પાસે ગયો અને તેણે પુછ્યું  “પેલુ જે બાળક આચાર્ય પાસે હતું તે આચર્યનો જ દિકરો હતો.” આ સાંભળી સુરસિંહે નિશીથ સામે જોયુ અને કહ્યું “ના, આચાર્ય તો બ્રહમચારી હતા. તેણે તો લગ્ન જ નહોતા કર્યા.” આ સાંભળી નિશીથ ચોંકી ગયો અને બોલ્યો “તો પછી તે બાળક કોનું હતું?”  

“ તે બાળક શક્તિસિંહનું હતું. પાછળથી કૃપાલસિંહે તેની ખુબજ શોધખોળ કરાવેલી પણ તે બાળકનો કોઇ પતો મળ્યો નહોતો. અમને પણ જેલમાં ઘણી પુછપરછ કરેલી પણ તે બાળક ક્યાં ગાયબ થઇ ગયું તે કોઇને ખબર નહોતી પડી.”

નિશીથને વાત કરતો જોઇ સમીર અને રોમેશ પણ ત્યાં પાછા આવ્યાં. નિશીથે સુરસિંહને પુછ્યું “આ શક્તિસિંહની પત્ની જીવે છે? તે ક્યાં છે?”

“હા, તે જીવે છે અને તે તો સુર્યગઢના તેના મહેલમાંજ રહે છે.” આ સાંભળી નિશીથના શરીરમાં લોહી દોડવા લાગ્યું આજે તેને તેની સાચી ઓળખ મળી હતી. હજું આ વાત પાકી કરવાની બાકી હતી પણ જો સુરસિંહ કહે છે તે સાચુ હોય તો તેને જન્મ દેનારી મા તેનાથી થોડાજ કિલોમિટરના અંતર પર હતી. ત્યારબાદ ત્રણેય ત્યાંથી નિકળી ગયાં. હવે રાત થવા આવી હતી એટલે બધા હોટેલ પર પાછા ફર્યા. હોટેલ પર કશિશ અને નૈના આ ત્રણેયની રાહ જોઇને રીશેપ્શનના વેઇટીંગ એરીયામાં બેઠી હતી. જેવ ત્રણેય હોટેલમાં દાખલ થયા એ સાથેજ તે બંને દોડીને તેની પાસે ગઇ.

“શું થયું કંઇ નવુ જાણવા મળ્યું?” કશિશે નિશીથ પાસે પહોંચી સીધુજ પુછ્યું.

“ ચાલો રૂમમાં બધી વાત કરુ છું.” એમ કહી નિશીથ અને સમીર તેના રુમ તરફ આગળ વધ્યા જ્યારે રોમેશ તેના રુમ તરફ ગયો. નિશીથ અને સમીરની પાછળ કશિશ અને નૈના પણ નિશીથના રુમમાં ગયા. રુમમાં જઇ નિશીથે કહ્યું “એક કામ કરો કશિશ અમે ન્હાઇને ફ્રેસ થઇ જઇએ પછી જમવા જઇએ. બહું ભુખ લાગી છે. જમીને જ તમને શાંતિથી વાત કરીશું.” કશિશે નિશીથ સામે જોયું તો તેને સમજાઇ ગયું કે જરૂર કોઇક એવી માહિતી મળી છે જેના વિશે નિશીથ હજુ વિચાર કરવા માગે છે.  “ઓકે, તો અમે તમારી નીચે રાહ જોઇએ.” એમ કહી કશિશ નૈનાને લઇ ત્યાંથી બહાર નિકળી ગઇ.

બહાર નિકળતાજ નૈનાએ કહ્યું “ઓય, ક્યારની મારું માથું ખાતી હતી તો પછી અત્યારે કેમ કંઇ પણ કહ્યા વિના બહાર નીકળી ગઇ. તેને કહેવું હતુને કે પહેલા અમને કહે કે શું થયું?”

“ચાલ નિચે બેસીએ પછી તને સમજાવું છું.” એમ કહી કશિશ નૈનાને લઇને નીચે ગાર્ડનમાં જઇને બેઠી. બેસતાજ નૈનાએ કહ્યું “હા, હવે સમજાવ મને.”

“જો નૈના મને નિશીથની આંખમાં જોતા એવું લાગ્યું કે જરુર એવી કોઇ વાત જાણવા મળી છે કે જેની મારી સાથે ચર્ચા કરવા માટે તે થોડો વિચાર કરવા માગે છે. જરુર તેના ભુતકાળ વિશે કોઇ એવી માહિતી મળી હશે કે જેને લીધે તેને મારી સાથે ચર્ચા કરતા પહેલા તેને થોડુ વિચારવુ પડે એમ હોય. એટલે જ મે તેને વધારે પ્રેશર ન કર્યું.”

“અરે યાર પણ તું તો તેની ફિયાન્સ અને લવર છો તારાથી શું છુપાવવાનું હોય?” નૈનાએ દલીલ કરતા કહ્યું.

“ તે પણ નહી છુપાવે તે મને વિશ્વાસ છે. પણ ગમે તેવા નિકટના સંબંધમાં પણ થોડો સ્પેશ આપવો જોઇએ. સામે વાળી વ્યક્તિ તમને કહે ત્યાં સુધી તમારે ધીરજ રાખવી જોઇએ. નિકટનો સંબંધ તોજ નિક્ટનો કહેવાય જો તમને એકબીજા પર વિશ્વાસ હોય. એકબીજા પર પ્રેશર આપી વાતને જાણી લેવી તે કંઇ નિકટનો સંબંધ ન કહેવાય. ક્યારેક પરિસ્થિતિ એવી હોય કે માણસ કોઇ સાથે વાત કરવા ન માગતો હોય. પણ જો તેને તમે સમય આપો તો તે માણસ જરુર તમારી સાથે તે ચર્ચા કરશે. સંબંધને જકડી રાખવાથી તે મુરજાઇ જાય છે પણ જો તેને થોડી સ્પેશ આપવામાં આવે તો તે પુર્ણ પણે ખીલે છે.”

“અરે યાર તું સાચેજ કમાલ છે. મે તો ક્યારેય આ રીતે વિચાર્યુ જ નહોતું. યાર અત્યાર સુધી મને એવું લાગતું હતું કે તું લકી છો કે તને નિશીથ જેવો છોકરો મળ્યો પણ આજે મને રિયલાઇઝ થાય છે કે નિશીથ તેનાથી પણ વધારે લકી છે કે તેને તારા જેવી સમજદાર અને પ્રેમાળ લાઇફ પાર્ટનર મળી છે.”    

“હવે એ તો ખબર નથી પણ એ ખબર છે કે નિશીથ ખરેખર સારો વ્યક્તિ છે. આ તેની જીંદગીનો ખરેખર કપરો સમય છે મારે તેને આ ક્પરા સમયમાં સાથ આપવોજ જોઇએ.” કશિશે લાગણીશિલ થતાં કહ્યું.

“હા, યાર તારી વાત સાચી છે. કોઇપણ માટે ભુતકાળના એક પછી એક રહસ્યો સામે આવતા હોય તે પરિસ્થિતી ખરેખર તેના માટ કપરી હોય છે. આઇ વિશ કે નિશીથ આ બધામાંથી જલદી બહાર આવી જાય.” નૈનાએ પણ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું, અને પછી આગળ બોલી “ એક વાત કહું કશિશ તમને અત્યારે આ બધુ ભલે થોડુ દુખઃદાયક લાગતુ પણ આજ ક્ષણો તમારા જીંદગીની યાદગાર ક્ષણો છે.  તમે વર્ષો પછી આજ ક્ષણોને યાદ કરી ખુશ થશો કે તમે કેટલા કપરા સમયમાં એકબીજાને હુફ આપી હતી.”

“હા એ વાત તો સાચી છે કે મશ્કેલીઓજ તમને મજબુત બનાવે છે. પણ મને ક્યારેક નિશીથની ચિંતા થાય છે કે તે ક્યાંક કોઇ એવુ પગલું ન ભરી બેસે કે જે તેને નુકશાનકારક હોય.” કશિશે ચિંતિત સ્વરે કહ્યું.

“ના, યાર નિશીથ એક્દમ મેચ્યોર વ્યક્તિ છે તે કોઇ પણ પગલું ભરતા પહેલાં વિચાર કરે છે એટલે તું ખોટી ચિંતા કરે છે.” નૈનાએ કહ્યું.

કશિશ અને નૈના જ્યારે આ વાત કરી રહ્યા હતા ત્યારે નિશીથ ખુબજ વિચારમાં ખોવાયેલો હતો. સુરસિંહની છેલ્લી વાતે તેને મોટો જટકો આપ્યો હતો. તેને તો અત્યાર સુધી એમજ હતુ કે તેને જન્મ દેનારી તેની મા આ દુનિયામાં હવે નહીં હોય.  અચાનક તેને ખબર પડી કે તેની સાચી માતા હજુ જીવે છે અને તેનાથી થોડાજ કિલોમિટર દૂર છે. માતાની વાત આવતાજ તેને તેની મમ્મી સુનંદાબેનની તિવ્ર યાદ આવી. નિશીથે તરતજ તેની મમ્મીને ફોન લગાડ્યો.

---------#######--------------------##########---------------#######‌‌‌‌--------------------

      શું નિશીથ શક્તિસિંહનો પુત્ર છે? ઉર્મિલાદેવી એવુ શું જાણે છે, જે ગંભીરસિંહને ખબર નથી? આ પ્રશાંત કામત કોણ છે? તેને સુરસિંહ અને વિરમ સાથે શો સંબંધ છે? વિલી આ બધામાં કંઇ રીતે જોડાશે? પ્રશાંત કામતને આ બધામાં શું રસ છે?આ બધા પ્રશ્નના જવાબ જાણવા માટે આ નોવેલ વાંચતા રહો. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહીઓ અને મિત્રોને વાંચવાની ભલામણ જરૂર કરજો.

--------------************------------------------------**********-----------------------------------------
   મિત્રો આ મારી બીજી નોવેલ છે.મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલરલવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો.મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચેઆપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------***************--------------------**************------------------

HIREN K BHATT:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Kaushik Bhatt 4 અઠવાડિયા પહેલા

Verified icon

Kandhal 2 માસ પહેલા

Verified icon

Alpeshbhai Ghevariya 2 માસ પહેલા

Verified icon

Vijay Maradiya 2 માસ પહેલા

Verified icon

Madhuben Bhatt 2 માસ પહેલા