મેડ ફોર ઈચઅધર Kinjal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મેડ ફોર ઈચઅધર

ઘરમાં સ​વારથી કોઈ ને કોઈ બાબતે બુમાબુમ ચાલી રહી હતી. મને એ નહોતી ખબર પડતી કે આ બધુ ચાલિ રહ્યું છે. હા એટલી ખબર હતી કે મને છોકરાવાળા જોવા આવી રહ્યા છે એ પણ મારી ઈચ્છા વિરુધ્ધ, પણ એમાં આટલી ધમાલ શું કામ? એટલામાં જ મારા મમ્મીનો નીચેથી અવાજ આવ્યો.

"બેટા જલ્દી તૈયાર થ​ઈ જા, મહેમાન આવતા જ હશે અને જલ્દી નીચે આવી જા."

"હું નિકિતાને ઉપર મોકલું છું એ તને જલ્દીથી તૈયાર કરી દેશે, ઠીક છે?"

મારી હા કે ના સાંભળ્યા વગર જ મમ્મી ફટાફટ સીડીઓ ઊતરી ગ​ઈ.

એવી જ રીતે આ લગ્ન સંબંધમાં પણ મારી સહમતિને કોઈ જ જગ્યા નહોતી. તો પછી એણી માટે મારે કેમ આટલી જહેમત ઊઠાવ​વી પડી રહી છે. શું કામ હું તૈયાર થાઉં? આજે પહેલીવાર પોતાના સૌંદર્ય પર ગુસ્સો આવી રહ્યો હતો. શું કામની આ સુંદરતા જ્યારે મારી મરજીનું કોઈ માન ના હોય​.

ચાલ સ્નેહા, હું તને તૈયાર કરી દઉં. નહી તો તું પપ્પા અને તારા ભાઈને ઓળખે જ છે ને. મોડું થશે તો નાહકના ગુસ્સે થશે.

ભાભીની વાત સાંભળી બસ એ જ વાત યાદ આવી કે જ્યારે પણ પપ્પા અને ભાઈની ઈચ્છા પ્રમાણે કોઈ કામ ના થાય તો ઘરમાં તોફાન આવી જતું. બંનેને બધું એમના પ્રમાણે જ જોઈએ, વ્ય​વસ્થિત અને સમયસર​.

એમ નહોતું કે એ મને પ્રેમ નહોતા કરતા પણ કદાચ મારી ખુશીનિ માટે એ જે પણ કરતા એમાં મારી સહમતિની કમી હંમેશા રહેતી.

એ વાતથી મને ક્યારેય કોઈ વાંધો નહોતો પણ આ તો મારા લગ્નની વાત હતી અને એમાં પણ એમણે મારી સહમતિની કોઈ જરૂર ના લાગી. છોકરો સારો છે સારું કમાય છે એટલે બસ​.મારી પણ કોઈ ઇચ્છાઓ હોય અને એણે પુરી કર​વી શું એ પણ મારી માટે ગુનો છે.

તૈયાર થતા સમયે મે ભાભીને આમ જ પૂછી લીધું. ભાભી, જ્યારે ભાઈ તમને જોવા આવ્યા હતા ત્યારે શું તમને પણ આવો જ અનુભ​વ થયો હતો?

ભાભીએ મારી સાડીનો પાલ​વ સરખો કરતા જ​વાબ આપ્યો. સ્નેહા, આવી ફિલીંગ બધાને થાય​. પહેલી વખત બધાને એમ જ લાગે. તારા ભાઈ જ્યારે મને જોવા આવ્યા હતા ત્યારે હું તો ખૂબ જ ગભરાયેલી હતી. ક​ઈ જ ખબર નહોતી પડતી શું કરું પણ પછી ધીરે ધીરે બધું જ ઠીક થઈ ગયું.

ભાભી તમને ક્યારેય ઈચ્છા ના થ​ઈ જોબ કર​વાની. તમે પણ તો સારું એવું ભણ્યા છો.

સ્નેહા આ કમય આ બધી વાતો કર​વાનો નથી. ચાલ ફટાફટ તૈયાર થ​ઈ જા પછી હું તને નીચે લ​ઈ જઉ. મહેમાન આવત જ હશે.

ભાભીએ મને સાડી પહેરાવી તૈયાર તો કરી પણ મને સાડીમાં બહું જ અકડામણ થ​ઈ રહી હતી. ખબર નહી હું ચાલીશ કેવી રીતે?

સાડીની ચિંતાતો બહુ નાની હતી. એમણે મળીશ ત્યારે વાત શું કરીશ? એ જ સૌથી મોટો પ્રશ્ન હતો, કઇ જ ખબર નહોતી પડતી. ઘડી ઘડી એક જ વિચાર આવતો કે ભાગી જાઉ ક્યાક, પણ જવુ ક્યા આ એક જ તો ઘર છે.

આખરે જ્યારે મહેમાન અવ્યા ત્યારે હું ભાભી સાથે નીચે ગઇ. મારા હાથમાં ચાની ટ્રે પકડાવી દેવામાં આવી. આજ સુધી હું પાણી લઇને કોઇની સામે નથી ગઇ અનેઆજે આ ચાની ટ્રે. ચાની ટ્રે જો હાથમાંથી પડી જાય તો, હું ગભરાતી ગભરાતી હૉલમાં પહોંચી તો સામે છોકરો અને એના મમ્મી-પપ્પા બેઠા હતા.

ભાઇએ મને એમણી બાજુમાં બેસવાનો ઈશારો કર્યો.

હું ચાની ટ્રે મૂકી, નમસ્તે કરી ભાઇની બાજુમાં બેસી ગઇ અને એક નજર આવેલ મહેમાન તરફ કરી. છોકરાના મમ્મી-પપ્પા મને એવી રીતે જોઇ રહ્યા હતા કે જાણે ખબર નહી કોઇ અપ્સરા સામે આવી ગઇ હોય અને થોઙી જ વારમાં મારી સુંદરતાના વખાણના પુલ બાંધવાની શરૂઆત થઇ ગઇ.

ત્યારે જ મે નૉટિસ કર્યુ કે મને જોવા આવેલ છોકરાને મારી સુંદરતામાં કોઇ જ રસ નહોતો. એ બસ ઘરમાં અલગ અલગ દિશામાં જોતો હતો, કદાચ ઘરની દિવાલ પર લટકાવેલ ચિત્રો જોતો હશે. એનો મતલબ એણે આર્ટમાં રૂચિ છે.

થોડી ઔપચારિકતાઓ પછી અમણે બંનેને વાત કરવા માટે અલગ રૂમમાં જવા કહેવામાં આવ્યુ ત્યારે મને મારા જ ઘરમાં અજાણ્યા જેવું લાગવા લાગ્યું. ખબર નહિ હું કોના ઘરમાં આવી ગઇ છું એવું લાગી રહ્યું હતું. પણ હું કઇ કરી શકું એ સ્થિતીમાં નહોતી એટલે ચુપચાપ રૂમમાં જઇને બેસી ગઇ.

મને ખબર જ હતી કઇ ખાસ વાત તો થવાની જ નહોતી એટલે હું કઇના બાલી પણ સામેથી જે સવાલ પૂછાયો એનાથી મને આશ્ચર્ય થયું અને એ સવાલ હતો કે,

" આ ઘરમાં જેટલા પણ પેઇટિંગસ છે એ તમે બનાવ્યા છે?"

આ સાંભળીને મને મારા કાન પર વિશ્વાસ નહોતો થઇ રહ્યો પણ જવાબ તો આપવો જ પડે એમ હતો એટલે બસ માથુ હલાવી મે જવાબ આપ્યો.

તમે બોલી શકો છો, સ્ત્રીઓનો અવાજ દબાવી દેવો એ મારા સ્વભાવમાં નથી. એમણે અચાનક જ કહ્યું

મે એમણે જેવા વિચાર્યા હતા એ એવા બિલકુલ નહોતા. મે થૌઙુ ધીમેથી હા કહ્યુ. ,અને ત્યારબાદ મને થોઙી નિરાંત થઇ અને હવે હું આરામથી વાત કરી શકું છું એમ વિચાર આવ્યો.

શું વિચાર કરો છો? અચાનક આ સાંભળી મારા વિચારોની હારમાળા તૂટી અને હું વાસ્તવિકતામાં પાછી ફરી.

કંઇ ખાસ નહી બસ એમ જ,મે કહ્યુ

તમે બેફીકર કહી શકો છો , મને કોઈ જ વાંધો નથી, એમણે કહ્યુ

કદાચ તમણે ખરાબ લાગશે જો હું મારા મનની વાત કહીશ તો, મે કહ્યું

મને ખરાબ નહી લાગે હું પોમીસ કરુ છુ, એમણે કહ્યુ

આ સાંભળીને કદાચ મારામાં હિંમત આવી ગઇ અને મે એમણા વિશે જે પણ વિચાર્યું હતુ એ કહી દીધું

પહેલા તો હું ધભરાઇ ગઇ એમના ચહેરાના હાવભાવ જોઇને પણ પછી એમણા ચહેરા પર હળવું સ્મિત જોઇ મને રાહત થઇ અને મારાથી કઇ ખોટું નથી બોલાયુ એ પણ સમજી ગઇ.

ત્યારબાદ અમે આરામથી વાત કરી શક્યા. વાતાવરણ અચાનક જ હળવું થઇ ગયું.હું મારા મનની વાત સહજતાથી કહી શકતી હતી મને પોતાને કંઇક અલગ લાગતું હતું. હું આટલી જલ્દી કોઇની પણ સામે મારા મનની વાત નહોતી કરતી પણ ખબર નહી આમણી સામે હું ખૂબ જ હળવું અનુભવ કરતી હતી.

વાતોમાં સમય ક્યા પસાર થઇ ગયો ખબર જ ના પઙી. થાઙીવાર પછી ભાભી અમણે બોલાવવા આવ્યા ત્યારે ખબર પઙી કે અમે છેલ્લા અઙધા કલાકથી વાતો કરી રહ્યા હતા અને ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે મે તો એમણું નામ પુછ્યું નહોતું.

ત્યારે બહાર આવતા સમયે મે એમણું નામ પુછ્યું.

અને હસતા હસતા એમણે જવાબ આપ્યો, "સંસ્કાર".

એમણા ચહેરા પર એક અજબ હાસ્ય હતું. એના પાછળનો મર્મ હું સમજી ના શકી પણ એના પછી જે થયું એ કંઇક અલગ જ હતું. મેઁ વિચાર્યુ નહોતુ કે પહેલી વારમાં હું લગ્ન માટે હા કહી દઈશ. મારા ઘરનાં બધા જ સ્તબ્ધ હતા, મારો નિર્ણય સાંભળીને ઘરમાં બધા ખુશ હતા અને હું પણ.

બધું એટલી જલ્દી થયુ કે કંઇ ખબર જ ના પડી અને ત્રણ મહીનામાં મારા લગ્ન સંસ્કાર સાથે થઈ ગયા. આ સમયગાળા માં અમે ઘણી વખત મળ્યા, ઘણી વાતો કરી અને એકબીજાને જેટલા ઓળખી શકવા શક્ય હતા એટલા ઓળખ્યા અને લગ્નના બે દિવસ પછી અમે હનીમૂન માટે સિંગાપોર જવા નીકળ્યા. હું ખુશ હતી કારણ કે સપનામાં અને હકીકતમા હવે કોઈ અંતર નહોતું રહ્યું એવું લાગતુ હતું, જાણે કોઈ સપનાની દુનીયામાં જીવી રહી છું.

દસ દિવસ નો સમય કેવી રીતે પૂરો થઈ ગયો એ ખબર જ ના પડી અને અમે પાછા આવી ગયા. રસ્તામા હુ એમ જ વિચારતી હતી કે આખો દીવસ એમનાં વીના શુ કરીશ?

ત્યારે એ મને મારા વિચારોમાંથી બહાર લાવ્યા, અમે ઘરે પહોચી ગયા હતાં અને જેવી જ હુ ઘરમાં દાખલ થઈ બધાએ તાળીઓના ગડગડાટ થી અમારું સ્વાગત કર્યું. હુ કઇ સમજુ એ પહેલા જ બધાં મને અભિનંદન આપવા લાગ્યા, હુ કઇ જ સમજી નહોતી શકતી . મારા ચહેરા ના હાવભાવ જોઇ ભાભી સમજી ગયા અને એક આમંત્રણ પત્ર મારા હાથમાં આપ્યું. એ જોઇને મારી આંખો પર વિશ્વાસ નહોતો થતો, એ આમંત્રણ પત્ર મારી પેઈન્ટિંગસના એકસિબિશનનુ હતુ. પણ આ બધુ થયુ કેવી રીતે એ મને ખબર જ નહોતી અને અચાનક જ મે સંસ્કાર સામે જોયું. એમણા ચહેરા પર મંદ હાસ્ય હતુ અને હુ સમજી ગઇ કે આ બધુ એમણે જ કર્યું હતુ.

બધાની વચ્ચે હુ દોડીને એમની પાસે ગઇ અને એમણે ભેટી પડી. હું ભૂલી જ ગઇ હતી કિ બધા ત્યાં હાજર હતા પણ મને કોઈની હાજરી ની કોઈજ અસર નહોતી. હું તો બસ સંસ્કાર ને આમ જ ભેટી રહેવા ઇચ્છતી હતી પણ કમને મારે અલગ થવું પડયું.

ત્યારબાદ ફરીથી અભિનદંન આપી બધા છુટા પડ્યા ફક્ત મારા મમ્મી-પપ્પા અને ભાઈ-ભાભી જ રહયા. ડિનર બાદ એ લોકો પણ ઘરે જવા નીકળ્યા અને સંસ્કાર આરામ કરવાનું કહી રૂમમાં ગયા. હુ કિચન સાફ કરવા જવા લાગી ત્યારે મમ્મી એ મને પણ ઉપર રૂમમાં મોકલી એમ કહી ને કે હું પણ થાકી ગઇ હોઈશ.

રૂમમાં જઇ સૌથી પહેલા તો મે સંસ્કાર પર પ્રશ્નોની વર્ષા કરી દીધી જેમ કે એમણે આ બધું કેવી રીતે કર્યું? અને મને કહ્યું કેમ નહીં? સંસ્કારે શાંતિ થી મારા બધાજ પ્રશ્નો નો જવાબ આપ્યાં. આજે સાચે જ મને મારા લીધેલા નિર્ણય પર ગર્વ થઈ આવ્યો કે હું એવા પુરૂષ ને પામી હતી જે કયારેય મને એકલી નહીં છોડે, મને હંમેશા સાથે લઇને ચાલશે.ત્યારે મારી આંખો માં આંસુ હતાં પણ ખુશીના.

************************

લગ્ન કર​વા જ​ઈ રહેલી કુંવારી કન્યા ના મનની વ્યથા.
છેલ્લી ઘડી સુધી ક​ઈં જ નક્કી ના હોય પણ ક્યારે એક અજાણી વ્યક્તિ પોતાની લાગ​વા લાગે એની જ કહાની.