એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ - ૧૨

હા હા અંબા માં તને પ્રોમિસ બસ આવે તો કઈ ખાયી લે પેહેલા। ખુશી અને નીરવ નાસ્તો કરવા બેસે છે।

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૨

ખુશી ફટાફટ એકી શ્વાસે ખાવા માંડે છે નીરવ એને જોઈ ને કહે છે ખુશી ધીરે આપડે કસે નથી ભાગી જવાનું આજે એમ કરી ખુશી ને આંખ મારે છે , ખુશી પોતાની આંખો માં પ્રેમ લાવી નીરવ ને કહે છે તારી જોડે ભાગવાનું હશે ત્યારે કઈ નાસ્તો કરવા થોડી બેસીસ ,તો નીરવ થોડો રોમાન્ટિક બની ને બોલે છે અને એ પણ ધીરે થી કે કોઈ સાંભળી ના લે તને ખાવા માટે મારા હોઠ આપીશ ને એ ખાયી લેજે ,હઠ હું કઈ માંસાહારી નથી તો તારા હોઠ ખાયી લાઉ એમ કરી બંને ખાતા ખાતા થોડો રોમાન્સ પણ કરે છે। ખુશી મારી ખુશી મને તો એવું થાય છે કે હું તો તને અત્યારે જ કાચી ખાયી જઈશ।પાછળ એ બંને ની વાત સાંભળતો કાર્તિક બોલે છે જંગલ મેં મંગલ જરા જલ્દી કરો તો આપડે કાકા કાકી ની બધી વાત સાંભળીયે હવે રાહ નથી જોવાતી। હા કાર્તિક ભાઈ હ હમમ જઈએ બસ ૨ મિનિટ , ત્યાં કાર્તિક આંખો ઊંચી કરી ને બોલે છે કાળ સુધી તો હું ખાલી કાર્તિક હતો આજે કાર્તિક ભાઈ ; અલ્યા મને તો પ્રમોશન મળી ગયું એ પણ રાતો રાત. નીરવ બોલ્યા બસ લા હવે આમ બહુ ના ચિડાવો મારી ખુશી ને ત્યાં તો પેલી બધી પ્રજા જાણે રાહ જોતી હોય એમ તરત એક સાથે બોલીહા ભાઈ હા "તારી ખુશી" । ખુશી તો જાણે ગુલાબી ગુલાબી થયી ગયી હોય એમ પણ ,બોલે શું? આંખોમાં નવો નવો પ્રેમ તો દેખાય જ ને બધા ને , તને તો પ્રોમોશન મળ્યું પણ મારુ તો વિચારો તમે બધા , બધા એક સાથે તૂટી પડ્યા એટલે : નીરવ બોલ્યો અલા કાલ સુઘી તો હું ખાલી તું હતો આજે તમે થયી ગયો ,ઓહ્હ્હ આટલું માન થી તો ખાલી મારી વાઇફે જ બોલાવે એટલે સાંભળી લો હે જંગલ તમે સાક્ષી છો , હું નીરવ પટેલ આજ થી અત્યાર થી તમારા સૌ ની સામે આ સવાર ના પ્રકાશ ની , આ બધા ઝાડ ની, પક્ષી ઓ ના કલરવ ની ,માટી ની અને તુલસી ક્યારે ની સાક્ષી માં કહું છું કે એ ખુશી આજ તું તું મારી થયી અને હું તારો અને આજ થી તું "મારી ખુશી" । આજીવન તારી જોડે જ વીતાવીશ જીવન થી મૃતયુ થતા સુધી હું તારી જોડે જ રહીસ। હું તને મારી અર્ધાંગિની બનાવીશ અને આજ થી તારા બધા દુઃખ મારા ને મારા બધા સુખ તારા, આવું બોલી નીરવ ખુશી સામે પોતાની બાહો ફેલાવે છે અને ખુશી દૂર થી દોડી ને નીરવ ની બાહો માં સમાઈ જાય છે અને બોલે છે ,મેં મારુ આ જીવન તારા નામ કર્યું થોડી વાર માટે બંને પાછા એક બીજા ની બાહો ના સમાઇ ને ખોવાય જાય છે ત્યાં હમમમ હમમમ એવું કોઈ કરે છે અને બંને પાછા બધા ની સામે જોઈ સર્માઈ જાય છે ।

ચાલો હવે આપડે કાકા કાકી પાસે જઈ એ અને એ સાઈ મંડળ વિષે જાણીયે ખુશી બોલી ને બધા ઘર માં જવા લાગે છે ,નીરવ કાકા ની સામે જઈ ને એમનો હાથ પકડી ને પાછો આંગણા માં લાવે છે અને ખુશી કાકી નો હાથ પકડી ને બંને ને આંગણા ની વચ્ચે જ્યાં આંબો હોય છે ત્યાં પાથરણું પાથરી ને બેસાડે છે. કાકા અને કાકી ની સામે જાણે બધા આતુરતા થી એમની કહાની સાંભળવા બેસી જાય છેહું હશમુખ પટેલ અને આ તમારા કાકી હસુમતિ પટેલ , ઉમર વર્ષ ૫૮ બંને ની, ગામ વાડોઠ, જિલ્લો સાબરકાંઠા ,ગુજરાત .તારા કાકી અને હું અમે બંને એક જ ગામ માં રહેતા , પેહેલા નો જમાનો તમારા જમાના જેવો ના હતો પણ એ જમાના માં પણ ભણવાનો આગ્રહ અમે રાખ્યો ગામ અમારું નાનું એટલે ગામ માં ૭ ધોરણ સુધી શાળા ,અમે બંને પાછા આમ પાડોશી પણ ખરા એટલે બંને ઘર માં રોજ એક બીજા નું આવા જવાનું રહે વળી મારામાં માતા પિતા પણ એક બીજા જોડે સારી દોસ્તી એટલે પાડોશી તો હતા પણ એક જ ઘર ની જેમ અમે રહેતા , મારા પિતા મને ભણાવે હું એમનો એક નો એક દીકરો અને તારા કાકી એમના ઘર માં એક ની એક દીકરી એટલે તારા કાકી ના પિતા પણ કાકી ને ભણતર માટે ના નતા પડતા . ધોરણ ૭ સુધી તો અમે બંને ગામ ની શાળા માં જ ભણ્યા , પણ હવે આગળ ભણવા માટે મારા પિતાજી એ મને ઇડર ભણવા મુકવાનું નક્કી કર્યું .તારી કાકી એ પણ જીદ કરી પણ આમ ગામ ની બહાર ભણવા કેમ મોકલાય એટલે એમને ના પાડી. તારા કાકી તો બહુ જિદ્દી એટલે જમવાનું બંધ કર્યું , કોઈ ની જોડે વાત ના કરે , અને રડ્યા કરે પેહેલે થી જ ગંગા જમુના તો એની આંખ માં હતા જ .આખરે એના પિતાજી હસું ની જીદ ની આગળ બહુ ટકી ના શક્યા ને હાર માની લીધી પણ પેહેલા ના જમાના માં આજ જેટલી છૂટ નતી એટલે કરે તો કરે શું ? હસું ની જીદ હતી કે એ આગળ ભણશે , પૈસા ટકે બંને ઘર માં શાંતિ હતી એટલે હસું ના પિતાજી એ મારા પિતાજી પાસે સલાહ માંગી.મારા પિતાજી એ કહ્યું કે મારા હસમુખ ના મામા ઇડર રહે છે તો હું હસમુખ ને ત્યાં રાખવાનો છું તો આપડે હસું ને ય ત્યાં રાખીશુ બંને પિતાજી તો માની ગયા પણ અમારા માતૃ શ્રી એ ના પડી કે આમ પારકાઘરે કેમ મોકલી દેવાય કઈ ઊંચ નીચ થાય તો આપડે સમાજ ને મોં કેમ નું બતાવું એટલે મને તો ઇડર જવાનું જ હતું પણ હસું ને ના પાડવામાં આવી , હસું જિદ્દી એટલી કે ના પૂછો વાત , એને તો અન્ન જળ ત્યાગી દીધા। કારણ ખાલી ભણવાનું નતું કારણ તો અમારા પ્રેમ નું હતું ,એમ કાકા એ કાકી નો હાથ પોતાના હાથ માં લીધો અને વાત આગળ વધારી , હું અને હસું ભણતા ભણતા પ્રેમ ના પાઠ ક્યારે ભણી લીધા એ ખબર જ નતી પેહેલા ના જમાના માં પ્રેમ એટલે ખુલ્લે આમ ભેટી ના પડાય વળી પ્રેમ એટલે જીવન મરણ ના કોલ , હું જો ઇડર જતો રાહુ તો હસું ને એવું કે કઈ બીજી છોકરી ગમી ગયી તો ? એટલે હસું એ જીદ પકડી આખરે અમારા માતૃ શ્રી એ નમતું મૂક્યું પણ કરવું શું? એટલે એ બંને પરિવાર એ અમારા જાણ બહાર જ હસું ના લગ્ન મારા મામા ના દીકરા સાથે કરી દેવાનું નક્કી કર્યું , લગ્ન પછી તો હસું ઇડર જ રહેશે ત્યાં ભણશે અને હું પણ ત્યાં જ હોઇશું એટલે બંને સાથે ભણીશું. મારા મામા પણ દીકરી ભણાવો વાળા વિચાર ધરાવતા એટલે મારા માતૃ શ્રી એ પ્રસ્તાવ મુક્યો જે હસું ના માતૃ શ્રી એ સ્વીકારી લીધો , અને આ બાજુ હું ને હસું ગળાડૂબ પ્રેમ માં. અઠવાડિયા માં તો મામા ના ઘરે થી હસું માટે માંગુ આવ્યું ને અમારા બંને ના પેટ માં ફાળ પડી , અમે તો જીવન મરણ ના કોલ આપી ને બેઠા છે અને આમ હું હસું ને મારી ભાભી થોડી બનવા દઉં , હસું તો બિચારી રડે જાય રડે જાય .અમે ઘર માં કહીયે કેમ ના કે હું અને હસું પ્રેમ માં છે નહિ તો અમે જુદા થયી જઈસુ. હસું મારા કરતા થોડી હિમ્મત વાળી એટલે હસું એ તો નક્કી કર્યું કે હું તો મરી જઈશ અને કપાસ છટવાની દવા લઈને ગામ ના ખેતરે પહોંચી ગયી।

 

ક્રમશ:

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

daveasha42@gmail.com 4 માસ પહેલા

Verified icon

Chetna Gondaliya 4 માસ પહેલા

Verified icon

Sonu 4 માસ પહેલા

Verified icon

Divyang Patel 4 માસ પહેલા

Verified icon

Bharti Shah 4 માસ પહેલા