આ પેહલી વાર કોઈ પુરુષ નો આવો સ્પર્શ હતો એટલે એ થોડું સર્માઈ ગયી। જતા જતા નેહા ઘર નો દરવાજો બંધ કરતી ગયી હતી કારણ કે એને ખબર હતી કે આ પ્રેમી પંખીડા આજે પેહલી વાર મળી રહ્યા છે તો થોડી પ્રાયવસી આપીયે
એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૧
નીરવ ખુશી ને પોતાના ખભા પર માથું મુકાવે છે અને ધીરે ધીરે તેના માથા પર હાથ ફેરવે છે અને બોલે છે ખુશી તને જયારે બેભાન જોઈ તો હું ખુબ જ ડરી ગયો હતો ,તને જયારે મેં ઊંચકી ને ત્યારે તો તારું શરીર અગ્નિ જેવું હતું ,મને થયું કે મારી ખુશી ને આમ અચાનક શું થયું , ખુશી હું સાચે જ તે વખતે શું કરું શું ના કરું એવું વિચારતો હતો। તને કઈ થયી જાત તો એવું બોલતા ખુશી એ એને એક ફિલ્મી અંદાજ માં પુછયુ "ક્યુ હમ આપ કે હે કોન?" નીરવ એ ખુશી ના સવાલ ની સામે ખુશી ને પોતાની વધારે નજીક લાવી ને એના હોઠ પર પોતાના હોઠ મૂકી ને એક ચુંબન કરી લીધું એ ચુંબન માં એ બે જણ જાણે ખોવાય ગયા હોય એમ થોડી વાર સુધી તો નીરવ ખુશી ને કિસ કરતો રહ્યો। એ હોઠ થી હોઠ નું મિલાન હતું કે પછી આત્મા થી આત્મા નું એ બેમાંથી એક ને પણ ભાન નતું। કઈ બોલ્યા વગર જ બંને જાણે જન્મ જન્મ ના કોલ આપી દીધા હોય એમ લિન થયી ગયા હતા.
થોડી વાર માં દરવાજા પર કોઈ એ ઠક ઠક અવાજ કર્યો અવાજ થી બંને જે એક બીજા ના આલિંગન માં હતા અને ચુંબન માં ખોવાયેલ હતા એ થોડા એક બીજા થી અળગા થયા અને ખુશી સર્માઈ રહી રહી , દરવાજા પાસે ખુશ્બુ અને નેહા હસતા હસતા પૂછવા લાગ્યા મેં વી કમ ટુ ડિસ્ટર્બ યુ અવર લવ બર્ડ્સ ? આવું બોલતા એ બંને જણા અંદર આવ્યા ત્યાં નીરવ બોલ્યો હા આવો આવો અમે તમારી જ રાહ જોતા હતા બિકોઝ અમને ખબર જ છે કે કોઈ નઈ પણ તમે બંને કબાબ માં હડ્ડી જરૂર બનશો।ખુશી તો શરમ ના મારે પાણી પાણી થયી રહી હતી ખુશ્બુ અને નેહા ખુશી ને વળગી પડ્યા ને બોલ્યા ડાર્લિંગ વી બોથ આર વેરી હેપી ફોર યુ એન્ડ નીરવ ।નીરવ એ થોડું સર્માઈ ને માથા ના વાળ માં હાથ ફેરવ્યો ને બોલ્યો ચાલો આવે બહાર જઈસુ બધા રાહ જોતા હશે। ત્યાં તો ચંપા નેહા બોલી હા હા અમે તો ક્યાર ના બહાર રાહ જોતા હતા પણ તમે તો ક્યાં બીજે જ હતા અને નેહા ખુશ્બુ બંને એક બીજા ને હાથ માં તાળી આપી। ખુશ્બુ બોલી કઈ નઈ બચ્છુ
હવે તો તારે ચાંદી જ ચાંદી છે પણ હમણાં તું ખુશી ને પકડ અને એને બહાર લઇ આવ।
ચારેય જણા બહાર આવ્યા , બહાર ઉભેલા બધા એ ખુશી અને નીરવ ને ચિડાવા લાગ્યા ખુશી તો બિચારી સર્માઈ જ રહી કારણ કે એક તો પેહલી વાર પ્રેમ માં પડી અને ઈઝહાર થયો જંગલ માં એટલે સમીર એ તો નામ પણ પડ્યું કે હો હો "જંગલ મેં મંગલ"। ખુશી ખુબ સંસ્કારી હતી એટલે એને થોડી વધારે શરમ હતી કારણ કે કાકા કાકી પણ ત્યાં જ હતા અને બધા મિત્ર મંડળ એમને આમ ચીડવી રહ્યા હતા । નીરવ અને ખુશી કાકા કાકી પાસે આવ્યા અને પગે લાગ્યા ।જેવા નીરવ અને ખુશી કાકા કાકી ને પગે લાગ્યા કાકા કાકી એ તેમને ઊંચા કર્યા ને બોલ્યા બસ જીવન ભાર સાથ આપજો એક બીજા નો જેમ અમે અત્યારે આપી રહ્યા છે . છેલ્લા શ્વાસ સુધી તમારો સાથ બની રહે એવા અમારા આશીર્વાદ. હાશુમતી કાકી એ કાકા ને ઈશારો કર્યો એટલે કાકા એ ઝભ્ભા માં હાથ નાખીયો ને એક ચાંદી નો સિક્કો બંને ના હાથ ભેગા કર્યા ને એમાં મુક્યો । એ ચાંદી ના સિક્કા પર શ્રી સાઈ બાબા નું ચિત્ર હતું જેવા ખુશી એ સાઈ ના ચિત્ર વાળા સિક્કા ને જોયો ને બોલી ઉઠી આ સિક્કો તમારી પાસે ક્યાંથી ?। આ સિક્કો તો માત્ર એ જ લોકો પાસે હોય છે જે લોકો સાઈ મંડળ ના સભ્યો હોય છે અને આ મંડળ તો એક પણ રૂપિયો લીધા વિના નિસ્વાર્થ ભાવે લોકો ની સેવા કરે છે અને આ મંડળ માં એ લોકો જ ભળી શકે છે જે લોકો આજીવન આ મંડળ ને સોંપે। નીરવ બોલ્યો એવું થોડી હોય કે આ એજ સિક્કો હોય, આવા સિક્કા તો બાઝાર માં પણ હોય , ખુશી બોલી નીરવ તમારી વાત સાચી પણ આ સિક્કા ની ઉપર આ મંડળ નું નામ છે અને નંબર। આ સિક્કો જ તમે આ મંડળ ના છો એવું દર્શાવા માટે હોય છે અને તમે જ્યાં સેવા આપવા જાઓ ત્યાં તમારે આ સિક્કો બતાવાનો હોય છે તો જ એ મંડળ તમને કાર્યક્રમ માં ભાગ લેવા દે । બધા ખુશી ની વાત ખુબ ધ્યાન થી સાંભળતા હતા। નીરવ ની સાથે સાથે બધા આવે તો કાકા કાકી ની સામે અને થોડી વારે ખુશી ની સામે જોઈ રહ્યા ।
ખુશી તને આ મંડળ વિષે આટલી બધી ખબર ક્યાંથી છે અને આવું તો વળી કોઈ મંડળ હોય કે જે આજીવન નિસ્વાર્થ ભાવે કામ કરે એમ સમીર બોલ્યો. હા સમીર પેહેલા તો મને પણ માનવામાં નતું આવતું કે આવું કોઈ કેવી રીતે કામ કરી શકે એ પણ એક પણ રૂપિયો લીધા વિના પણ જયારે થોડા સમય પેહેલા હું મારા પાપા ના એક મિત્ર જે આ મંડળ માં કામ કરે છે એમના સંપર્ક માં આવી હતી . એ કોઈ દિવસ આ મંડળ વિષે વાત ના કરે પણ પાપા ના ખાસ મિત્ર અને અમારા ઘરે કાયમ આવાજવાનું થાય , અમે પણ સાઈ બાબા ના ભગત
એટલે એમને મારા પાપા ને બધું જણાવ્યું હતું અને મારા પાપા એ આ મંડળ માટે કોઈ સ્થળ કે જ્યાં રહેવા ની જગ્યા ના હોય અને સેવા કર્મ કરવાનું હોય ત્યાં પાપા રેહવાની સગવડ કરી આપતા । મારા પાપા આ મંડળ માટે કામ કરે છે પણ મંડળ ના સભ્ય નથી , આ મંડળ એવા જ સભ્યો છે જે પોતાનું આખું જીવન પોતાના પરિવાર સિવાય બીજા માટે જીવા વાળા છે।
ખુશી પાસે થી આ મંડળ વિષે જાણી ને આવે બધા ની ઉત્સુકતા વધી કે શું સાચે આ દુનિયા માં આવા નિશ્વાર્થ જીવીઓ હોય ખરા। ખુશી જે રીતે મંડળ વિષે બોલી રહી હતી એ સાંભળી ને હશમુખ કાકા અને કાકી પણ એને એકીટશે જોઈ રહ્યા હતા। હશમુખ કાકા ને હવે પાક્કી ખબર હતી કે એમને ખુશી ના પ્રશ્નો નો સાચો જવાબ આપવો જ પડશે । કાકા અને કાકી એ એક બીજા ની સામે જોયું અને પછી ખુશી ની સામે જોઈ બોલ્યા હા અમારા જીવન ના પ્રશ્નો ના વાવાઝોડા આવ આપડે બધા બેસીયે અને હું અને તારી કાકી તારા દરેક પ્રશ્નો નો જવાબ આપીશુ । પેહેલા તું થોડું ખાયી લે પછી જ અમે તમે જવાબ આપીશુ। આવું સાંભળી ખુશી ખુબ ખુશ થયી પણ સાથે સાથે બોલી પેહેલા પ્રોમિસ કરો કે મારાથી કશું નહિ છુપાવો અને મને બધું જ જણાવશો નહિ તો હું નહિ ખાવું અને પછી બેભાન થયી ગયી તો મને ના કેહતા।
હા હા અંબા માં તને પ્રોમિસ બસ આવે તો કઈ ખાયી લે પેહેલા. ખુશી અને નીરવ નાસ્તો કરવા બેસે છે.
ક્રમશ: