એક દિવસે એક અંદાજે પચાસેક વયના ભાઈ એક પ્રસિદ્ધ ડૉક્ટર ને મળવા ગયા.ડૉક્ટર ની સારવાર ખુબ જ પ્રસિદ્ધ હતી એટલે ભાઈ ને થયુ કે એમનો ઈલાજ અહીં પાકો થશે. એવી આશા અને અપેક્ષાઓ સાથે લઇ ભાઈ ડૉક્ટર પાસે આવ્યા.
ડોક્ટરે સમસ્યા પૂછી, "ભાઈ શું થાય છે?"
ભાઈ એ જણાવ્યું "તબિયત માં નબળાઈ રહે છે અને હૃદય માં દુખાવો રહે છે."
ડોક્ટરે પૂછ્યું," આવું તમારા સાથે ક્યારથી બને છે?"
ભાઈ એ જવાબ આપ્યો," આમ તો છેલ્લા ત્રીસ એક વર્ષથી બને છે, પણ દુખાવો હવે વધવા લાગ્યો છે અને હવે સહન ના થતા તમારા પાસે આવ્યો છું.
ડોક્ટરે ચિંતિત થઇ ને પૂછ્યું, "ઓ હો હો તમે ખુબ જ મોડા આવ્યા કદાચ, એટલા બધા સમય થી તમને દુખાવો રહેલો છે અને તમે કોઈ ને બતાવ્યું?''
ભાઈ એ નિરાશ થઇ ને ઉત્તર આપ્યું, "બતાવ્યું તો ખરું પણ ઈલાજ આજ સુધી મળ્યો નથી. તમારા વિષે જાણ થતા અહીં દોડી આવ્યો છું, મેં સાંભળ્યું છે અહીં ઈલાજ ચોક્કસ રૂપે થાય છે."
ડોક્ટર હાશ લેતા," ભલે સારું, જુઓ મારા પ્રયત્નો તો હંમેશા એવા જ હોય છે કે ઈલાજ થઇ જાય અને એ મારો ધર્મ પણ છે. તમારા હૃદય માં દુખાવો કેમ થાય છે એનું હું મૂળ સુધી નિરક્ષણ કરીશ. તેથી દુખાવા નું કારણ ખબર પડે. ફકત દુખાવો મટી જવાની દવા લેવાથી કઈ ઠીક ના થાય. દુખાવા ના કારણ ને મીટાવીએ તો સારું.
એટલે ભાઈ તરત જ બોલ્યા," મારુ માનવું પણ એજ છે."
ડોક્ટરે સમજાવતા કહ્યું," તો તમને હું કેટલાક લોહી ના ટેસ્ટ લખી આપું છું એ તમે કરાવજો અને એનું રિપોર્ટ લઇ ને મારા પાસે આવજો, લોહી ની તપાસ થી કદાચ આપણને દુખાવા નો મૂળ કારણ મળે. પછી જ હું તમારી દવા અને સારવાર શરુ કરીશ. એ મારો નિયમ છે.”
ભાઈ હરખાતા, "ધન્યવાદ તો હું લોહી ના તપાસ કરી ને પછી રિપોર્ટ સાથે મળું."
ત્રણ ચાર દિવસ વીત્યા, પેલા ભાઈ લોહી ની તપાસ કરી રિપોર્ટ લઇ ને આવ્યા. અને આતુર તા થી ડોક્ટર ને બતાડ્યા. મન માં તો જાણે ખાતરી જ હતી કે આજે સાચો કારણ મળી જ જશે. એ મુખ ના હાવ ભાવ થી સમજાઈ રહ્યું હતું.
ડોક્ટરે બધા રિપોર્ટ બે ત્રણ વખત વારંવાર જોયા અને મૂંઝવણ સાથે કહ્યું," તમારા રિપોર્ટ તો બધા નોર્મલ છે. તમારા લોહી માં કોઈ ઉણપ કે તકલીફ નથી જેના કારણે તમને નબળાઈ કે હ્ર્ય્દય માં દુખાવો થાય."
એટલે પેલા ભાઈ હડબડતાં બબડી ઉઠ્યા," જરા બરાબર જુઓ ચોક્કસ કઈ ને કઈ ખૂટતું જ હશે મારા લોહી માં"
ડોક્ટરે ખુબ શાંતિ થી જવાબ આપ્યો," આ રિપોર્ટ અને મારા એટલા વર્ષ ના તરજુબા ના હિસાબે તો કઈ ખૂટતું નથી પણ તમે એટલા ચોકસાઈ થી કેમ કહી રહ્યા છો?," આશ્ચ્ર્ય સાથે વળતો પ્રશ્ર્ન કર્યો..
ભાઈ એ તરત ઉત્તેજન થઇ જવાબ આપ્યો," લોહી માં તો સાહેબ જરૂર કઈક ખૂટે જ છે. ફકત મને એ નથી ખબર પડતી શું ખૂટે છે?
એટલે ડોક્ટરે અચંબીત થઇ ગયા.અને ખુબ જ નમ્રતા પૂર્વક એમને પૂછ્યું," ભાઈ, તમને એવું કેમ લાગે છે કે લોહી માં કઈ ખૂટે છે?"
ભાઈ દ્રઢતા થી જવાબ આપ્યો," લોહી માં તો ચોક્કસ કઈંક ઉણપ જ છે, સાહેબ. એટલે જ મારા લોહી ના સબંધો માં નબળાયી રહેલી છે. અને આ સબંધો ની નબળાયી ને કારણે મારા હૃદય માં દુખાવો રહે છે. કશુંક તો જરૂર ખામી છે મારા લોહી માં જ. એટલે જ મારા સગા ઓ સાથે ના સબંધ માં’અદેખાઈ’,‘અવિશ્વાસ’, ‘સ્વાર્થ’ અને ‘ઈર્ષ્યા’ નો રોગ છે. અને આ નબળાયી મારી વધતી જ જાય છે.અને સાથે સાથે હૃદય ની વેદના. અને આ બીમારી નું કોઈ કારણ મળી નથી રહ્યું.
જરૂર મારા લોહી માં જ કઈ ક ઉણપ છે. કારણકને વર્તન થી તો મેં મારી રીતે આ સબંધો ને સાચવવા ના કદાચ બધા પ્રયત્નો કર્યા છે. જયારે મારા સબંધી ઓ ને મદત જોઈતી હતી, સમય ન હોવા છતાં મેં મદત કરી છે. જયારે પૈસા જોયતા હતા ત્યારે હેસિયત ના હોવા છતાં વગર પૂછે પૈસા આપ્યા છે.જયારે આશરો જોઈતો હતો ત્યારે આશરો આપ્યો છે. મારી ભૂલ ના હોવા છતાં બધા ગુનાહો મૌન રહીને સાંભળ્યા છે. છતાંય જયારે મારી સફળતા કે ખુશીઓ ની કે સારા પ્રસંગો ની ઉજવણી હોય ત્યારે આમન્ત્રણ હોવા છતાં એમની હાજરી નથી મળતી.અને જો હાજરી હોય તો ફકત કટાક્ષ કરવા માટે. અને એમના સારા પ્રસંગો માં મને આમંત્રણ પણ નથી હોતું જયારે એમના દરેક ખરાબ પ્રસંગો માં મારી સાંત્વના અને મદત ભરી હાજરી હોય છે. મારા ખરાબ દિવસો માં મેં એમના મુખે હાસ્ય અથવા તમાશા કરતા જ જોયા છે. હું પુરૂષાર્થ માં માનવા વાળો માણસ છું પ્રારબ્ધ મારા માટે એક મિથ્યા છે એટલે મને થયુ કે જરૂર મારા લોહી માં જ ઉણપ રહેલી છે.”
ડોક્ટરે સ્તબ્ધ થઇ ગયા. ભાઈ ના મુખે અપાર વેદના, દુઃખ અને નારાજગી દેખાઈ રહી હતી. એ ભાવ પૂર્વક ધ્યાન રાખી ને એમની પીડા સાંભળતા રહ્યા. એમને સમજાઈ ગયું હતું કે આ હૃદય ની વેદના દવા થી નહિ પણ દોસ્તી થી થશે. ડોક્ટર આમ તો MD PHYSICIAN હતા પણ એમને HUMAN BEHAVIOUR પર પણ અભ્યાસ કરેલો અને સાથે સાથે એમનો એ રસપ્રદ વિષય પણ હતો. તેઓ HUMAN NATURE AND BEHAVIOUR પર RESEARCH પણ કરી રહ્યા હતા. ડૉક્ટરે ભાઈ ને એક ગ્લાસ પાણી પીવા આપ્યું.
અને ભાઈ ને ખુબ જ પ્રેમપૂર્વક જવાબ આપ્યો,"મિત્ર, આ તો જિંદગી છે અને આ બધું તો ચાલ્યા રહેવાનું. મારા પાસે આ દુઃખ ની દવા નથી."
આ સાંભળી ને જ ભાઈ હતાશ થઇ ગયા. અને ડોક્ટર સામે નિરાશા થી જોવા લાગ્યા.
ડોક્ટર થોડુંક હસ્યાં અને પાછું પ્રેમ પૂર્વક કહ્યું," પણ મારા પાસે આનો ઈલાજ છે."
સાંભળતા જ ભાઈ ના ચહેરે આશા ના ભાવ દેખાયા.
ડૉક્ટરે વાત આગળ વધારતા કહ્યું," આમ તો 'અવિશ્વાસ','સ્વાર્થ' અને 'ઈર્ષ્યા' ને મિટાવવાનો શસ્ત્ર તો ભગવાન પાસે પણ નથી જેનાથી એ નષ્ટ થાય. પરંતુ એને અણદેખુ કરવાથી હર્દય ની વેદના નહિ થાય.
એટલે ભાઈ એ મુંજાતા ડોક્ટર ને સવાલ કર્યો," એટલે હું સમજ્યો નહિ,"
ડોક્ટરે એમને સમજાવતા કહ્યું," આનો સાચો ઉપાય ભગવાન શ્રી કૃષ્ણ એ આપ્યો છે.
"કર્મ કરો ફળ ની આશા ના રાખો"
અને
"નેકી કર દરિયા મેં દાલ".
તમે તમારા મદત અને સહકાર રૂપી કર્મ કરતા રહો પણ સામે એમના તરફ થી મળતા વ્યવહાર ની આશા ના રાખો.કે સારું આવે કે ખરાબ.
ખુબ જ સામાન્ય પણ સખત કઠિન ઉપાય છે આ.
મહાભારત માં પાંડવો ને પણ સત માટે લોહી ના સબન્ધો સાથે જ યુદ્ધ કરવું પડ્યું હતું. એમને યુદ્ધ ના વિકલ્પ ને ચૂનયો. સત ને ચૂનયો. આ તો કલી યુગ છે એટલે કદાચ યુદ્ધ માડીજાયા સબંધો ના છે.
આ ’અદેખાઈ, 'અવિશ્વાસ','સ્વાર્થ' અને 'ઈર્ષ્યા' જેવા રોગ ને તમે તમારા દુઃખ નું કારણ માની રહ્યા છો અને તમારા લોહી ની નબળાઈ માની રહ્યા છો પરંતુ આ રોગ અને નબળાઈ તો તમારા સબંધી ઓ ના લોહી માં છે જેનો ઈલાજ તમારા દવા ખાવાથી થોડી ના થવાનો હાહાહાહા ...."
આ વાત સાંભળી ને ભાઈ ને એક અનેરો સંતોષ થયો. એમને એમની બીમારી નું સમાધાન મળ્યું. એમની આશા અને અપેક્ષા બંનેવ ને સંતોષ મળ્યો. અને એ ખુશી ખુશી પોતાનો સાચો ઈલાજ કરાવી ને પાછા ગયા.
લેખિકા અભિપ્રાય:
એક 'આનંદ નું આકાશ' નામના પુસ્તક માં મેં વાંચ્યું હતું.
"એક જાણીતી ઉક્તિ છે. આપણે આપણા વર્તન વ્યવહાર થકી બધાને ખુશ રાખી શકીયે નહીં. લાખ કોશિશ કરો તોય જેઓ દુભાવવાના છે તેઓ દુભાશેજ, એમને દુભાવવા દો અને એમના વર્તન - વ્યવહાર ને નજર અંદાજ કરીને મસ્તી થી જીવવાનું ચાલુ રાખો."
'કોઈ ના ગેરવર્તન અંગે આપણે શા માટે દુઃખી થવાનું ?'