तू खुद की खोज में निकल
तू किस लिए हताश है
तू चल
समय को भी तलाश है
जो तुझ से लिपटी बेड़ियाँ
समझ न इनको वस्त्र तू
ये बेड़ियां पिघल के
बना ले इनको शास्त्र तू
तू खुद की खोज में निकल ………
चरित्र जब पवित्र है
तोह क्यों है ये दशा तेरी
ये पापियों को हक़ नहीं
की लेँ परीक्षा तेरी
तू खुद की खोज में निकल ………..
जला के भस्म कर उसे
जो क्रूरता का जाल है
तू आरती की लौ नहीं
तू क्रोध की मशाल है
तू खुद की खोज में निकल ……..
કાજલ એ આ કવિતા સાંભળી ને Mobile માં પોતાનું youtube બંદ કર્યું. અને કાન માંથી Ear Phone કાઢ્યા. અને એક ઊંડો શ્વાસ લીધો. આંખ થોડી ભીની હતી. અને હૃદય ભય થી ભરેલું હતું. એને પોતાનું College બેગ ખભે લટકાવ્યું અને College ની લાયબ્રેરી માંથી ધીમે ધીમે બહાર જવા લાગી. બહાર જતા જતા એના હૃદય ના ધબકારા ઓ વધતા જ ગયા.
કાજલ રોજ આમજ કોઈ ને કોઈ મોટીવેશનલ કવિતા સાંભળતી અથવા વાંચતી.થોડુંક સાહસ ભેગું કરવાનું વિચારતી. પછી જ college થી ઘરે જવા નીકળતી. આમ છેલ્લા એકાદ મહીના થી બની રહ્યું હતું. કૈંક તો એવી વાત હતી જે એ લોકો થી છુપાવી રહી હતી અને મન માં ને મન માં ગભરાઈ રહી હતી. સતત કોઈ વિચારો માં ડૂબી રહેતી.
“આજે તો હું જરા પણ નહીં ડરું, હું શું કામ ડરું? હું તો કઈ જ ખોટું નથી કરી રહી. અમિતાભ બચ્ચને પણ કહ્યું ને
એમ એ ચાલતા ચાલતા મનોમન બબડી રહી હતી.
ડર ના કારણે એના ચહેરા પર સખત પરસેવો આવી રહ્યો હતો. જેનાથી એના ચશ્માં ઘડીયે ઘડીયે સરકી રહ્યા હતા. એ બબડતી જાય અને ચશ્માં ઠીક કરતી જાય અને નજર રસ્તા ની સામે હોવા ને બજાય નીચે.
કે ત્યાંજ અચાનક એક Bike ફુલ સ્પીડ થી એની સામે આવી ને ઉભી રહી. અને એ ત્યાંજ સ્તબ્ધ બની ઉભી રહી ગઈ. એના મન ને ભારે આંચકો લાગ્યો. શરીર સૂનું પડ્યું. ગભરાહટ થી એને પોતાની આંગળીયો પેલા સ્કર્ટ માં ભરાવી. પછી થરથરતા હાથે એને પોતાનું tshirt જબરદસ્તી થી હજી વધારે નીચે ખેંચ્યું. અને ચહેરા પર ના વાળ કાન ની પાછળ દબાવવાની કોશિશ કરવા લાગી.
“અરે જાનેમન આજે તો તું ફુલ સ્કર્ટ માં હજીયે વધારે છાવી લાગે છે. અને આમે તારું તન કોઈ બીજું જોવે એ મને પસંદ નથી. કાચી કળી ને આમજ ઢાંકી ને રહેવાનું હોય”. Bike પર રહેલા ૩૫ વર્ષ ના આડેધ વય ના જુવાને એને કહ્યું.
કાજલ નો ડર હજુ વધારે વધ્યો અને એ ત્યાંથી જવાની કોશિશ કરવા લાગી.પણ યુવાન એનો રશ્તો
રોકવા લાગ્યો.એ ડર ના મારે અકળાયી ને ફકત ઉભી જ રહી. પોતાના પર ગીન્નાતા અનુભવવા લાગી.
વાત એમ હતી કે કાજલ માત્ર ૧૬ વર્ષ ની college જતી યુવાન બાળકી હતી.એની college રોજ બપોરે પુરી થતી જે સમય થોડુંક સૂનું થઇ જતું એટલે એના ઘરે જવાની વાટે. આ યુવક એને રોજ છેડતો.બાળકી ની કમજોરી અને સમય નો દુરુપયોગ કરતા તો આવા મવાલી ઓ ને ખુબ સારી રીતે આવડતો હોય છે.અને આમે ભારત માં રેપ ની સજા મળે છે. છેડતી ના કયા કિસ્સા ઓ દર્જ કરવા માં આવે છે? અને જો દર્જ કરવા માં આવતા પણ હોય તો કોણ કરે છે? અને જો આવા કિસ્સા દર્જ થાય તો આવા મવાલી ઓ પર કાર્યવાહી કરવાને બદલે છોકરી એ શોર્ટ પેહર્યા હતા. છોકરી એકલી રખડી રહી હતી જેવા મુદ્દા ઓ પર વધારે ધ્યાન આપવા માં આવે છે. અને આખર ભલે ને ભૂલ એ યુવક ની પણ બદનામી તો છોકરી ની.
અને કાલે તો આ માણસે હદ્દ પાર કરી દીધી હતી. એને છોકરી નો હાથ જબરદસ્તી પકડી ને મસળવા લાગ્યો હતો. અને આજે પણ એની બદતમીજી તો વધતી જ દેખાઈ રહી હતી. ડર અને મૌન નું તો આવા માણસો ખુબ સરસ ફાયદો લેતા હોય છે.
કાજલ એ મન માં ને મન માં પોતાને સાંત્વના આપવા લાગી. અને એજ કાવ્ય યાદ કરવા લાગી
चुनार उदा के ध्वज बना
गगन भी कप कपाएगा
अगर तेरी चूनर गिरी
तोह एक भूकंप आएगा
तू खुद की खोज में निकल ……..
હિંમત ભેગી કરવા લાગી, આજે એને નિશ્ચય કર્યો હતો એ નહીં ગભરાય એ યાદ કરવા લાગી હતી. મનોમન પોતાની જાત ને કહેવા લાગી “નહીં નહીં આ ખોટું થઇ રહ્યું છે મારી સાથે, હું સહન નહીં કરું, નહીં કરું હું સહન. બસ, હવે બસ, હું સામનો કરીશ. હું લડીશ, હું મારા માટે લડીશ, મારો તો કશોજ વાંક નથી હું શું કામ ડરું? હું શું કામ ચૂપ રહું?
"કેમ ડાર્લિંગ શું વિચારે છે?" માણસે કાજલ ના ચહેરા ને હાથ લગાડવાની કોશિશ કરી અને કાજલ પાછી પોતાના વિચારો માંથી પાછી આવી. અને ગભરાઈ ને માથું ધુણાવતા “ના” કહ્યું.અને પાછળ ખસવા લાગી.
"કેમ?, કેમ મારો અવાજ નથી નીકળી રહ્યો? મારે આજે આનો અંત જોઈએ છે. બસ હવે આ ડરી ડરી ને નથી જીવવું મારે" પાછી વિચારો માં પોરવાયી.
માણસ એના હજી નજીક આવ્યો આજે તો એ વધારે બેફામ થયો હતો અને હવે એ કાજલ ને ચૂમવા નો પ્રયત્ન કરવા ગયો. અને ખબર નહીં અચાનક થી કાજલ ના ગુસ્સા એ જાણે ગૌરી રૂપ લીધું ને એને પોતાની બેગ ના સાઈડ ના ખિસ્સા માંથી એના સ્ટીલ ની પાણી ની બોટલ કાઢી અને એ માણસ ના મોઢા પર જોર થી દઈ મારી. આટલા દિવસ નો એનો રોષ હવે બહાર આવ્યો. એણે આખરે હિંમત ભેગી કરી સાહસ ને સાથ બનાવ્યો. એનો વાર એટલો મજબૂત હતો કે માણસ ને ખુબ જોર થી મોઢા પર વાગ્યું અને એનું ચુંબન કરવા આવતું મોઢું લોહિયાળ થયો. કાજલ એ હજી એક વાર એને એના ચહેરા પર વાર કર્યો.અને આ એટલું અચાનક બન્યું કે એ માણસ સમજી જ ના શક્યો કે એની સાથે શું બની રહ્યું છે અને એ હવે ગભરાયો. એણે કોઈ દિવસ એવું વિચાર્યું નહીં હોય કે આ રોજ ડરતી સહેમી ને રહેતી કાજલ કયારેય એના મોઢા માંથી અવાજ પણ કાઢશે. આ તો સીધ્ધો વાર જ કરવા લાગી. હજી કાજલ નો રોષ સંતોષાયો નહોતો એ ત્રીજો વાર કરવા જઈ જ રહી હતી કે એ માણસ ગભરાઈ ને જલ્દી જલ્દી પોતાની બાઈક થી નાસી છૂટ્યો. આ દ્રિશ્ય જોઈ કાજલ ના મન ને શાંતી મળી.
બસ એક સાહસીક પગલું ભરવાની જ વાર હોય છે. એ ઘટના પછી એ માણસ ક્યારેય કાજલ ને દેખાયો સુદ્ધા નહીં.
સાહસ કરવું સહેલું ક્યારેય નથી હોતું. પણ સાહસ જેવું સરળ વિક્લપ પણ કોઈ નથી હોતું. એક નાનું અમથું સાહસ પણ તમારા અને બીજાના જીવન ને પ્રેરણાદાયી બનાવે છે. અને તમને સ્વાલંબન બનાવે છે.