lockdown ni time story........ books and stories free download online pdf in Gujarati

લોકડાઉન ની ટાઈમ સ્ટોરી............

વર્ષ ૨૦૨૦ એ એક ઐતિહાસિક વર્ષ બની ગયો છે. આ એક એવો સમય આવ્યો જ્યાં કોરોના ના ત્રાસ થી લોકડાઉન ની સ્થિતી માં ઘેર ઘેર વિશ્વ યુદ્ધ થયા હશે જેની ગણતરી હજી પુરે પુરી બહાર આવી નથી. આ સમય ની કપરી પરિસ્થિતી સામે લડવા જાત જાત ના નુસ્ખા ઓ નીકળ્યાં, જેમાં આપણા ભારત ના માનનીય પ્રધાન મંત્રી થી લઇ દરેક નાગરિકો ની કરામત સામેલ થઇ જાય છે. થાળી વગાડવા થી લઇ દિવા પ્રાગટ્ય સુધી અને વર્ક ફ્રોમ હોમ થી લઇ વર્ક ઓફ હોમ ના ઘણાં અતરંગી કિસ્સા ઓ સામે આવ્યા.કેટલાક રમુજી તો કેટલાક સંગીન તો કેટલાક લાગણીસભર તો કેટલાક લાગણી ને છોલી નાખતા. ના ના અહીં હું કોઈ પોલિટીકલ પાર્ટી ની જેમ તમને મજદૂર ની મજબૂરી વિષે કે ગરીબો ની ગંભીરતા વિષે નથી કહેવાનો. આજે મને કેટલાક UNSEEN UNHIGHLITED કિસ્સાઓ વિષે જણાવાનું મન છે. હું પણ મજદૂર અને ગરીબો ને થયેલા કષ્ટ માટે સહાનુભુતી રાખું છું અને આપણા CORONA WARRIORS ને સલામ કરું છું.

શું કહ્યું ? હું ? એટલે કોણ ?

હું એજ જે તમારા હાથમાં હોય છે પણ છતાંય હાથમાં નથી હોતો.

નહીં સમજ્યા ? હું ......

હું સમય ...........

હા હા હા હા હા .

જેમ તમને તમારું બાળપણ યાદ કરવા માં મજા પડે છે તેમ મને પણ મારા અતીત ની યાદો ને યાદ કરવામાં મજા આવે છે. જેમ તમે બધા કહેતા જ હોવ છો ને, કે સમય બદલાયો, એ સાચું જ તો છે. કોરોના ના આતંક માં તમારી સાથે હું પણ બદલાયો તો ખરો. બસ જોવાના નજરીયા માં આપણો ક્યારેય સાથે મેળ નહીં પડતો. જો તમે તમારા અનુસાર બદલાવ તો તમે સારા અને જો હું મારા અનુસાર બદલાવું અને એ તમને રાસ ના પડે તો હું ખરાબ.......

પણ હકીકત તો એ જ છે કે બદલાવ આ શ્રુષ્ટિ નો નિયમ છે. જેનાથી માણસ ની સાથે સાથે હું પણ બદલાવ ને બાધ્ય છું. જો હું પણ તમારી જેમ બદલાવ પ્રત્યે નારાજ થાત. તો સતયુગ થી લઇને આ કલયુગ સુધી પહોંચી જ ના શકત.

ખેર, આ લોકડાઉનમાં મારુ પણ ભાષણ દેવાનું ટેલેન્ટ વધી ગયું છે. જેમ સેલિબ્રિટી હિના ખાને સરસ કચુંબરની રેસિપી શેર કરીને એનું ટેલેન્ટ બતાવ્યું, બસ એમજ. શું રેસિપી હતી વ્હાલા, ખુબ હાર્ડ ખુબ હાર્ડ. એણે જો ના બતાવી હોત તો, મને લાગે છે કોઈને કચુંબર બનાવતાં તો આવડ્યું જ ના હોત. ધન્યવાદ આપું છું હું હિના ખાન અને એ તમામ સેલેબ્રીટી ને .......હા હા હા હા હા.

કોરોના નું અનલૉક ચાલુ થયું ત્યાં સુધી તો નવરે બેઠા કેટકેટલાય જોડા ગોઠવાઈ ગયા. જેનું ૧૦ ૧૦ વરહ થી મેળ નહોતો પડતો એનોએ આ એક મહિના માં માછલી નો કાંટો આખરે ફસાયો.

એવા જ એક લગ્ન નવેમ્બર માં દિવાળી પછી ગોઠવાયા. નક્કી તો લોકડાઉન માં કરી લીધું પણ વિધિસર લગ્ન માટે નવેમ્બર નો મહિનો રાખવામાં આવ્યો.

લગ્ન માં આખું પરિવાર ગામડે જેમ તેમ ભેગુ થયું. સમય ખુબ જ કપરો છે. કુટુંબ ના એક માજી કોરોના ના કારણે ગુટ ઉકલી ગયા હતા. એનું દુઃખ મનાવવું કે આ ભાઈના માંડ લગ્ન થઇ રહ્યા છે છેક હમણાં, લોકડાઉન ની નવરાંતમાં માંડ ટાંકો ભીંડાનો એની ખુશી મનાવવી?. આ અસમંજસમાં લોકોએ મૌન રહેવાનું જ નક્કી કર્યું. માંડવાનો દિવસ હતો. ગુજરાતી મન એટલે લગ્ન નો ઉત્સાહ ઘોડે જ હોય. પણ બધા મૌન હોવાથી કોઈ એ પોતે પહેલ કરવાની કોશિશ ના કરી, એમ વિચારી ને કે જો હું પહેલ કરીશ તો લોકો શું વિચારશે ? આ ધારણા અને કેટલીક સમાજ ની અસમજણ વાળી સમજણમાં મન તો મુંઝાઈ જ જાય. લોકડાઉનમાં ઘરમાં બંધાઈ ગયા હોવાથી મનનો મસ્તી કરવાનો જોશ તો ડબલ વધ્યો હતો. પણ આ લાજ શરમ ના સમાજ માં પહેલ કરે કોણ ?

સ્ત્રી ઓના જૂથ માં માજી ની વાત ચાલતી હતી. કેમ કોરોના થયું ? ને પછી કેટલા ને થયું ને? બધી પંચાત ચાલતી હતી. પોતે લોકડાઉનમાં શું કર્યું અને શું ના કર્યું એની ચર્ચા કે એમ કહીયે કે દેખાદેખી ચાલતી હતી. એવામાં દુલ્હાની ફઈ એ દુલ્હાના કાકાની નાની દીકરી ને સવાલ કર્યો.

"અલ્યા તે તો બહુ કર્યું હા, લોકડાઉનમાં રોજ તારા સ્ટેટ્સ અમે જોતા. ક્યારેક રમતો, તો કયારેક શું પેલું બધાને પડકાર આપવાનું ને એ ? બહુ મજા કરી તેતો લાગે છે."

એટલે કાકાની નાની છોકરી જરીક તાનમાં આવી. જાણે એના બધા ટેલેન્ટની હવે આખા કૌટુંબને ફઈ કહેશે અને વખાણશે. એ જરીક ટટ્ટાર થઇ. મોઢું સહેજ ઉપર કર્યું અને પોતાની મોટી બહેન સામે તાવ થી જોવા લાગી.

ફઈ એ વાત આગળ વધારી," પણ લ્યા મેં તો હામભળ્યું તું કે નોકરો પણ ના હતા. તો , તું તો બહુ હોશિયાર કહેવાય. આમ પણ તારે ત્યાં ૨ ૩ નોકરો, કામ એકલે પતે નહીં, એમાં હમણાં તો બધા ઘરે એમાં તે હમભાળી લીધું. એ તો સાવ સરસ કહેવાય, નહીં ? મારે તો અહીં ઉપાધિ, આ તારા ફુઆ ને હર બે કલાકે ખાવા જોઈતું, એમને કંટાળો આવે એટલે એમને મારે ખાવા માં બીસી રાખવા. નહીંતર બહાર ટહેલવા નીકળે, એ પોસાય નઈ. ઉપર થી ચીજો ના વાંધા એટલે બનાયી બનાયી ને આખર કેટલું બનાય? ઉપર થી તારો નટખટ ભાઈ આખું ઘર માથે લે…"

એટલે કાકા ની નાની દીકરી એ થોડુંક તાવ આપવાનું ઓછું કર્યું અને એક મિનટ વિચારી ને પોતાની વાહવાહી વધારવા જવાબ આપ્યો.

"એ તો મને તમારા કુમાર મદત કરતા ને..."

આ સાંભળી એક મિનટ માટે ત્યાં મૌન પાછું છવાયું.

"હા ફઈ આ ૨ નોકરો તો હું નવી હતી મુંબઈ ત્યાર ની વાત છે. એ તો મને નવા શહેર માં settle થવા માં તકલીફ ના પડે એટલે. હમણાં તો હું બધું પોતે જ કરતી કામ, આ લોકડાઉન શરુ થયું એનાથી પેલા તમારા કુમાર બહુ હાંકો મારતાં કે તું ઘરે કરે શું છે? એટલે લોકડાઉન માં મેં એમની પાસે થી બધું કામ કરડાવી ને બતાવ્યું કે “હું શું કરું છું? "

આ સાંભળતા બધી સ્ત્રીઓ હસી પડી. ફઈ એ આષ્ચર્ય ની સાથે પૂછ્યું, " કુમાર ને ઘર કામ આવડે?"

એટલે દુલ્હા ની કાકા ની નાની દીકરી એ જવાબ આપ્યો," ના , પણ બહુ ડંફાસ મારતાં એ બંધ થઇ ગઈ કે “તું ઘરે બેઠા શું કરે છે?”, એક દી મેં એમને સમજાવી ને કહેલું કે toned દૂધ નહીં ક્રીમ દૂધ લાવજો .પણ આ તમારા ભણેલા ગણેલા MANAGER કુમાર ને મગજ ચડે તો ને?, પાલક ની જગ્યા એ સરસો અને કોથમીર ની જગ્યા એ સુવા ની ભાજી લઇ આવે. ટીંડલા મોટા ને ભીંડા જાડા બી વાળા, હાર્પિક થી ફટો મારે અને ફિનાઈલ થી બાથરૂમ સાફ કરે, પેલા મોપ ફેરવે ને પછી કચરો ઉપાડવા ભીના પટે ઝાડુ મારે, એકવાર બાથરૂમ માં કપડાં ધોતા એટલું સર્ફ નાખી દીધું કે લપસી પડ્યા. અને એમની ડંફાસ સ્લીપ થઇ ને લેપટોપ ની ક્લિક પર જઈ ને શાંતિથી બેસી ગઈ"

આ કિસ્સો સાંભળી બધા ખડખડાટ હસી પડ્યા અને દુલ્હા ના કાકા ની નાની દીકરી પાછી વટ માં આવી. જાણે એણે પોતાના કુશળ સ્વભાવ નો પરિચય, અમમમ…… ના પરચો આપ્યો હોય.

એટલા માં દુલ્હો રડી પડ્યો. કારણ એ માજી બીજું કોઈ નહીં પણ એની બા હતી. એટલે દુલ્હા ની કાકા ની નાની દીકરી જે ભણેલી ગણેલી practical વિચારો વાળી હતી એણે પહેલ કરી. પેલા આશ્વાસન આપ્યું અને પછી લગ્ન પ્રસંગ માં રોનક લાવવાની શરૂઆત કરી.

"ભાઈ, કાકી આટલો સમય થી તમારા હાથ પીળા કરવા ની મહેનત કરતાં હતા. મરતાં પણ એમની આખરી આશા એ જ હતી, એટલે એમની આત્મા ની શાંતિ માટે તમારા લગ્ન અમે સારી રીતે પતાવીશું."

રસ્મો થઇ. ગીતો ગવાયા. ડાન્સ થયા અને સ્ટેટ્સ મુકાયા. એટલે લોકો ને ખબર પડે .......... #lastwishofkakihappilyexecuted #missuwishtohaveuwith .

જાણે આ જોઈ ને કાકી ને તો સ્વર્ગ જ પ્રાપ્ત થવાનું હતું.

કાકા ની નાની દીકરી ની આ પહેલ જોતા એનો વર પુરુષો ના ગ્રુપ માં હાંકો ફેંકવા લાગ્યો. “મારી બૈરી ને લોકો ની ખુશી ની ચિંતા .... કે લોકડાઉન માં પણ એ જ પરિવાર નું ગ્રુપ વિડિઓ કોલ હોસ્ટ કરતી. એને પરિવાર ની ખુબ ચિંતા. બધાને ખુશ રાખવા અને સાથે રાખવા હંમેશા મથતી હોય. એ તો અમને મુંબઈ થી અહીં આવવાની પરમીશન ના મળી એટલે. નહીંતર, જયારે એને ખબર પડી કે કાકી ને કોરોના થયો છે એ અહીંયા આવવા માંગતી હતી અને સારવાર કરવા માંગતી હતી. જો એ આવી હોત તો કાકી આજે આપણે જોડે જ હોત. કોઈ કોરોના આની મહેનત અને લાગણી હામે ટક્યો ના હોત”.

હાંકો મારવાની જયારે વધી ત્યારે એના સાઢુ એટલે કે એની પ્રિય પત્ની ની મોટી બહેન ના વર ને આ વાહવાહી હ્ર્દયન ને વેંતતી અનુભવાયી. એટલે એમણે પોતાના સાઢુ ને પ્રશ્ન કર્યો.

"કે હા એ બધું તો સાચું. પણ, એક વાત કહો તમારી પ્રિય પત્ની આટલી મહેનતે પરિવાર ના વિડિઓ કોલ હોસ્ટ કરતી પણ… તમે તો એકય ફોન માં ના જોડાયા? એટલે તમારી બાજુ નાજ ખાલી જોડાયા?... કે શું ?"

આ સાંભળતા જ હાંકો મારતાં નાના સાઢુ ના જાણે દુખતી નશ પર કોઈએ હથોડો માર્યો હોય એવો અહેસાસ થયો.

એના અવાજ ના ઉત્સાહએ જાણે વિદાય લઇ લીધી. એણે ખુબ જ શાંતી થી કહ્યું. “તમને તો ખબર જ છે ને વર્ક ફ્રોમ હોમ”.

એટલે મોટા સાઢુ એ સહેજ ટોન્ટ માર્યો," વર્ક ફ્રોમ હોમ કે વર્ક ઓફ હોમ?"

એટલે નાનો સાઢુ હજુ વધારે નમણે અવાજે બોલ્યો," એ તો બસ થોડીક મદત કરવા, લોકડાઉન ના શરૂઆત માં"

સવાલ નો પડકાર ઝીલી ના શકતાં એણે એ પડકાર એના સાઢુ પર જ ઉટલાવવાનું નક્કી કર્યું.

નાનો સાઢુ, " ..... પછી તો સર્વર સેટ થતાં બહુ જ કામ હતું, વર્ક ફ્રોમ હોમ થી પણ ઓવર ટાઈમ ,બોસ નો ક્યારેય પણ ફોન આવી જતો. બહુજ વર્ક પ્રેસર હતું મારા પર. ઘણાં લોકો ઍ નોકરી છોડી દીધી એટલે વર્ક લોડ વધ્યું, તમે કહો તમારું…. તમે તો બધા VC અટેન્ડ કરતાં, તમને નહીં વર્ક લોડ? કે…… નોકરી જ નથી બચી? મેં સાંભળ્યું છે કે ઘણાં લોકો ને હમણાં નોકરી માંથી કાઢી મુકવામાં આવ્યા છે."

મોટા સાઢુ ખડખડાટ હસી પડ્યા અને ફાંકો મારતાં એમના નાના સાઢુ ને ખુબ પ્રેમ થી જવાબ આપ્યો.

"શરૂઆત માં મને બોસ ની તકલીફ રહેતી, એકવાર તો રાત્રે ૧૨ વાગે ફોન આવેલો અને ચિંટુડા ની ઊંઘ બગડી હતી, મન માં નોકરી માંથી નીકાળી દેવાનો ડર પણ હતો એટલે બોસ ને સામે કઈ બોલતો નહીં., પણ ......"

નાના સાઢુ ની વાત જાણવાની ઈચ્છા વધી," પણ એક દિવસ હું રાત્રે બોસ ના ફોન ની રાહ જોતો હતો ત્યાંજ તમારી દીદી મારી સામે આવીને બેસી ગયા અને ખુબ જ આત્મવિશ્વાસ થી બોલ્યા કે આજ પછી રાત્રે બોસ નો ફોન નઈ આવે."

નાના સાઢુ ની ઉત્ક્ષુકતા વધી," એવું તે શું હતું કે દીદી ને પાકી ખબર હતી?"

મોટા સાઢુ એ વાત આગળ વધારી, " હા ,એનું આવું વર્તન જોતા હું પણ અચંબિત થઇ ગયેલો, મારો બોસ મારવાડી એ એટલો લોભિયો છે કે એની મા નું બારમું એ નહોતું કર્યું US ની મિટિંગ માટે….. તે એમ મને કેમ છોડશે? મેં થોડીક વાર રાહ જોઈ કે બોસ નો મેસેજ આવ્યો. મેં પેલા તો તમારી દીદી ના સામે તાવ બતાડ્યો કે જો આવી ગયો જોડાવા નો મેસેજ, પણ જયારે મેં મેસેજ ઓપન કર્યો તો હું આષ્ચર્ય ચકિત થઇ ગયો. "

નાનો સાઢુ અતિ ઉત્સાહ માં," કેમ કેમ શું હતું એમાં ? કહોને મને"

મોટો સાઢુ, " હા, તો કહું જ છું ને આટલો હરખપદુડો શું થાય છે? મેં પેલા જ કહ્યું હતું ચિંટુડા ની મમી ને, આ કુમાર બહુ હરખપદુડા છે. જયારે પેલી વાર તમે આવ્યા હતાં મારી સાલી ને જોવા."

નાનો સાઢુ, " તમે વિષય ના બદલો , કહોને.."

મોટા સાઢુ વાત આગળ વધારતા, " મેસેજ હતો, મિટિંગ કેન્સલ અને હવે ઓઉટઓફ ઓફિસે હવર માં મિટિંગ નઈ થાય."

નાનો સાઢુ :"શું?... આ ચમત્કાર થયો કઈ રીતે?"

મોટો સાઢુ, " હું પણ એજ વિચારવા લાગ્યો અને તમારી દીદી હસવા લાગી એટલે મને દાળ માં કૈંક કાળું છે એ સમજાયું, એને પહેલે થી કઈ રીતે ખબર પડી અને એટલા આત્મવિશ્વાસ થી કેમ બોલી? એનું રહસ્ય ઉજાગર કરવા મેં એને વિનંતી કરી."

નાનો સાઢુ " કેવું રહસ્ય ?"

મોટા સાઢુ," કે આ બધું રાત નું કામ એણે જ બોસ પાસે થી બંદ કરાવ્યું.

નાનો સાઢુ, “પણ કઈ રીતે?”

મોટા સાઢુ, “એ તો મારે પણ જાણવું હતું એટલે મેં સમય ના વેડફતાં સીધો તમારી દીદી ને જ પ્રશ્ન કર્યો.કે આ મારવાડી ને આખરે એણે કઈ રીતે મનાવ્યો? અને એનો જવાબ સાંભળતા તો મારા પગ નીચે ની જમીન ખસકી ગઈ."

નાનો સાઢુ, “કેમ? કેમ? શું ધમકી બમકી આપી કે શું કર્યું ?” કહેતા નાનો સાઢુ સાવ મોટા સાઢુ ના જાણે ખોળા માં જ આવી ગયો, મોટા સાઢુ એ એને પહેલા ઈશારા થી દૂર જવા કહ્યું અને પછી વાત આગળ વધારી.

મોટા સાઢુ, “એણે બોસ ની પત્ની ને ફોન કર્યો, ફોન કરીને તો પેહલા એણે પેલી ને બાળી, કે મારો પતિ તો મને ઘર કામ માં બહુજ મદત કરે છે, અમે હમણાં લોકડાઉનમાં મળેલા સમયમાં ખુબ જ એન્જોય કરીએ છીએ. પરિવાર માટે આમ તો એમના પાસે સમય ના રહેતો, પણ હમણાં આ ભગવાને જે ચાન્સ આપ્યો છે એનો અમે ભરપૂર ફાયદો લઇ રહ્યા છીએ. એ રોજ મારા માટે કૈંક બનાવે છે ને ...........”

હજુ તો મોટો સાઢુ આગળ બોલે એમાં નાના સાઢુ એ મોકો તાણી એના ટોન્ટ નો પ્રત્યુત્તર આપ્યો.

નાનો સાઢુ, “એટલે તમે પણ વર્ક ઓફ હોમ જ ને........”

મોટો સાઢુ, “એ તમારા દીદી ની ટ્રીક હતી. બોસ ની પત્ની ને ઉપસાવવાની, એક બૈરાં ને બીજા બૈરાં ને કેમ ઉપસાવવી ? એ એક બૈરાં ને જ ખબર હોય અને બીજા બૈરાં ને ખબર પણ હોય કે આ ઉપસાવે છે તેમ છતાંય બળતરા કરવી એ બૈરાં ઓ નું મુખ્ય ટેલેન્ટ....

નાનો સાઢુ વાત ને સમજતા.

મોટો સાઢુ, “પછી એણે બોસ ની પત્ની હામે ડંફાસ મારી કે COUPLE CHALLANGE માં ઓફિસ ફ્રેન્ડ ગ્રુપ માં અમારો પેલો નંબર આવ્યો. અમે તો હમણાં બહુ સરસ ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ. એવું જ જયારે લગ્ન સમયે કરતા...”

પછી એણે બોસ ની પત્ની ને સવાલ કર્યો, “તમારું કેમ ચાલે ?”

બોસ ની પત્ની નારાજ થઇ ને બોલી, “કે આમનું તો આખો દી કામ ચાલે. એવું જ છે બધું નોર્મલ જ .”

એટલે આણે તડકો લગાવ્યો, “કે એવું કેમ? હમણાં તો Curfew ચાલે છે, એટલે કામ હોય જ કઈ રીતે?.....”

“ક્યાંક એવું તો નથી ને કે એમનું SECRETARY જોડે કામનાં નામ પર................”

બસ પછી તો શું હતું BOSS નું આવી બન્યું . હવે નોર્મલી પણ આઉટ ઓફ ઓફિસ હવર માં મારો બોસ કામ નઈ કરે.

અને પુરુષો નો જોર થી હસવાનો અવાજ બાજુ ના ઘેર સુધી પહોંચી ગયો.

ત્યાંજ દુલ્હા ની પાડોસન સાવ સાદા કપડાં માં ઘર માં આવી. એને આવતા જોઈ બધાની પંચાત માં સહેજ પંક્ચર પડ્યું અને એમને યાદ આવ્યું કે તેઓ અહીં લગ્ન માં આવ્યા છે. પોતાની વાતો માં કે એમ કહું હાંકો માં એટલા મશગુલ થઇ ગયેલા કે દુલ્હો ભુલાઈ ગયેલો.જે આ પાડોસણ ના આવવાથી યાદ આવ્યું.

દુલ્હા ની ફઈ એ તરત જ પાડોસણ ને સવાલ કર્યો, "કેમ અલી કેમ હમણાં આવે છે?, મોડું કર્યું તે તો , જો જરીક વહેલી આવી હોત તો તને પણ લોકડાઉન ની વાતો જાણવા મળત કે કેવું કુમાર પાસે થી કામ કરાવવું?"

કહી ને પાછા હસવા લાગ્યા. પાડોસણ થોડુંક જ હસી.

ફઈ એ એને સવાલ કર્યો, " કેમ તારી બહેન નહીં દેખાતી? એનો તો વર જોડે બનતું નહોતું એટલે ઘેર આવીતી ને તારે?"

પાડોસણ એ જીજકતા જવાબ આપ્યો," હા એ તો હવે ક્યારનીયે ચાલી ગઈ પાછી".

દુલ્હા ની કાકા ની નાની દીકરી પાછી તાન માં આવી અને પૂછ્યું," તું કહે, આ કોરોના ના કારણે થયેલા જીવનનાં ક્યા ફેરફાર તારા પસંદ ના છે?"

પાડોસણ એ શાંતી થી જવાબ આપ્યો, " ૫૦ ૫૦ ના લગ્ન વાળો નિયમ".

ફઈ એ થોડુંક ઘમંડથી જવાબ આપ્યો, "હા ખર્ચો બચે એટલે નઈ ?"

પાડોસણ એ ખુબ પ્રેમ થી જવાબ આપ્યો," ના એટલે કે, તમને સમજાઈ જાય કે ૫૦ માં તમારો નંબર છે કે નઈ?, જે બહેન વર સાથે ઝગડો કરી મારા ઘેર રોકાણી એના જ દીકરા ના લગ્ન માં હું ૫૦ થી ઉપરના નંબર પર આવું છું".

આ સાંભળતા બધા ના ચહેરા ઉતરી ગયા.

અને પાછળ થી દુલ્હા ના રડવા નો આવાજ વધ્યો.

"મારી બહેન, જે મારી બા ની હંમેશા પૂછા કરતી, બા ના ગયા પછી મારી બા ની સ્થાને, એવી મારી આ બહેનને આ લોકો એ અહીં આમંત્રિત કરી નથી. મારા કાકા ની વચલી દીકરી .................”

ત્યાર પછી દુલ્હા ના કાકા ની મોટી દીકરી અને એનો વર અને નાની દીકરી ને એના વર ની હાંકો એ લગ્ન પત્યા સુધી સંબંધીઓ સાથે SOCIAL DISTANCING નો વ્યવહાર રાખ્યો અને બધું ઘમંડ QAURANTINE થઇ ગયું.

-રિધ્ધી ધરોડ

Insta Id: _rhythm_of_heart_zindgiii

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED