લાખો વણઝારો vishnusinh chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

લાખો વણઝારો

            ગોમની ભાગોળ એટલે વડીલો, જુવાનીયાઓ,નાનેરાઓ, પનિહારીઓ, અવનવા લોકો થી અવરજવર ચાલુ રહેતી જગ્યા એટલે ગામનું પાદર એટલે ગામની આસપાસ, ગામ ની બહાર ગામ ની નજીક, ભાગોળ
આગળની ખુલ્લી જમીન.પાદરની આ જમીનનો ઉપયોગ ગૌચર માટે થાય.જેમ ઘરનાં આંગણાને ફળિયું કહેવાય છે.એમ પાદર  ભાગોળ એટલે ગામ નું ફળિયું આંગણું કહેવાય છે.ઘણા દિવસો ગામ ની બહાર થી વતન પાછાં ફર્યાં હોય ત્યારે પોતાના ગામની ભાગોળે પગ મૂકતાં જ હાશ  થાય છે.અને ત્યાંરે કોઠે જે ટાઢક વળે એવી ટાઢકતો ઠંડા પાણીથી પણ નથી.માનવી  તો શું પણ ગોમ નુ માલઢોર પણ ભાવવિભોર થઈ જાય છે.ભાગોળે રમતા  છોકરાઓ ને જોઈ ને ખુબ આનંદ થાય છે.ઘટાટોપ વડલાની છાયામાં બેસી ને અલકમલકની વાતો કરતાં ડોહાઓ વડીલો પાહેથી વાતો સાંભળવાની મજા કંઈક અલગ છે. 
           આવાં જ એક વાત્રક કાંઠા ના ગામ જ  ધોળાકુવા
ગામની ભાગોળે ઘટાટોપ વડલા નીચે બેહીને હાભળેલી
આ વાત છે.  શનાભાઈ વણઝારા પાસે થી હાભળેેેલી આ
વાત છે.એ વખત હતો જ્યારે પાણી ની આટલી સગવડો નોતી એ વખતે નદીઓ, તળાવ, કુુુવા, વાવ, વગેરે થી પાણી
મળી રહેતું અને એજ આધર હતો.એમાય કુુુવા અને વાવ
તો બંધાવી પડતી તે માટે એ વખતે રાજાઓ, નગરશેઠ,કે શેેઠ કે ગામનો કોઈ લખપતિ માણસ જ આ બંધાવી શકતો.
બંધાવા માટે મજુર, કારીગરો ની જરૂર પડે એટલે બધા ની જીબ પર એક જ નામ હોય, લાખો વણઝારો જે ઉત્તમ કારીગર હતો આજનો આર્કિકીટેક એન્જીનીયર કહી શકાયે. એમનાથી પણ ઉત્તમ દરજ્જા નો શિલ્પકાર કહેવાય.લાખો વણઝારો એટલે મોટી મોટી અનેક વણઝારો ના કાફલા નો
માલિક હતો.એના જોડે જાણે એક નાનકડું ગામ જ જોઈલો. હજારો ની સંખ્યા માં લોકો સાથે રાખતો અને એક ગામે થી બિજે  ગામ ફર્યા કરતો અને પોતાનો વેપાર કરતો.
રાજાઓ અને નગરશેઠ નો માલસામાન એક ગામે થી બિજે
ગામ કે દેશ મોકલવા માટે વિશ્વાસ પાત્ર માણસ એટલે લાખો બુધ્ધી નો પણ બળિયો અને બાવળાનો પણ.લાખો
એટલે વેળા નો લાખેણો માનવી.માથે લાલ આંટીયાળી પાઘડી ડોકમાં સોનાની હાસળી. અને હાથમા સોનાનું કડું ઝગારા મારતું શોભતુ હોય.એવુ જ એનુું શરીર કદકાઠી એ
મજબૂત ઉંચો પહોળી છાતી વાળો સફેદ ડગલો અને ધોતિયું પહેરેલું હોય પગમાં ચમચમ કરતી મોજડી.હાથમા કડિયાળી ડાંગ હોય. લાખો ધીંગો અને મજબૂત પહોળો ઉંચો આદમી જે આખાય પંથકમાં લાખા નું ઉજળું નામ લેવાતું તેનો બોલ ફરે નહીં.
         લાખા ના નામ માત્રથી કામ ઉકેલી જાય તેવી ઉજળી એની કીર્તિ ચારે બાજુએ ફેલાયેલી હતી. લાખા પાસે પૈસાની રેલમછેલ હતી લાખો એટલે પૈસા નું મોટું ઝાડ. એને ખંખેરી તોય નેઠે નહીં એવું.
             જેવું તેનું નામ તેઓ જે માણસ એકદમ ભલોભોળો ભગવાનનો માણસ ગમે તેવું કોઈનું કામ હોય તો  અડધી રાતે કાઢતો. અને તે ખૂબ જ દયાળુ અને માયાળુ તેને આખાય પંથકમાં વાવો ,કુંડ ,તળાવ અને મંદિર બંધાવેલા લોકસેવાની ભાવના થી તરસ્યા પાણી પીવે પશુ-પક્ષીઓ માટે ખુબ જ સેવાઓ કરેલી અને આ અબોલા જીવો પ્રતીક ખૂબ જ દયા આવતી હતી. મોટી મોટી અનેક વણઝારોના કાફલાનો એ માલિક હતો. એનો એક કાફલો જાણે એક નાનકડું ગામડું જોઈ લો લાખાના આવા તો અનેક ગામડા દેશ-વિદેશમાં ઘૂમતા નજરે પડતાં. લાખાના માથે કીર્તિની કલગી રૂડી પેરે શોભતી હતી. લાખો એના પોઠિયાઓને પ્રેમથી જાળવતો એવી જ પેરે કુતરા પણ સાચવતો વણઝારા ઓનો રાનો રાન ભટકવાનું પછી કુતરા તો સાથે રાખવા જ પડે ને ? લાખાએ કુતરા હારે પાકા ગાઠિ પણા કરેલા એને ભાતભાતના કૂતરા પાડેલા એમાં કિલવો એને ખુબ જ ગમતો. એના પ્રત્યે અદકેરું વ્હાલ નાનપણથી જ એને ઉછેરીને લાખાએ મોટો કરેલો વળી કિલવા ની ચાલાકી ને વફાદારી લાખાના મનને હરી લીધેલું. મૂંગા પશુઓની સેવા એના લોહીમાં વણાઈ ગયેલી પશુઓ પોતાના જીવ થી વધારે વાલેરા કરી જાળવતો જાનવરોને દુઃખ પડે તો એનો જીવ કળીની માફક વિલાઈ જતો.
      એક વખત લાખના ઉજડા દિવસો માથે વાદળા ઘેરાયા.લાખાનો સુરજ મધ્યાને તપતો એ હવે આથમતો દેખાવા માંડ્યો.એના વેપાર માં મોટી ખોટ આવી.કુદરતે હસતાં યાદી વાર નહીં ને રૂઠતા યાદી વાર નહીં
      લાખાએ થોડું થોડું કરીને ઘણું ઝવેરાત સોનુ વગેરે વેચ્યુ તોય સારા દિવસો આવ્યા નહીં હવે લાખો નિરાશ થવા માંડ્યો હતો તોય લાખો હિંમત હારે તો લાખો શેનો દુઃખમાં ભાગી પડે એ બીજા લાખો નહીં આ તો મોટી સમતા વાળો પુરુષ એની વણઝારાને તો ઘૂમતી જ રાખે.
        વણઝાર હાંકતો હાંકતો લાખો ચંદ્રાવતી ગામે આવ્યો સાંજે વાળુ પાણી કરવા બેઠો ને કિલવો યાદ આવ્યો ત્યારે અધૂરામાં પૂરતું પોઠોમા કોઈ રોગ લાગતા પોઠિયા ટપોટપ પગ ઘસીને મરવા લાગ્યા. લાખા પાસે ખર્ચી ખુટી પોઠીયા ની દવા દારૂના પૈસા ક્યાંથી લાવે આ મુંગા જાનવરોને પગ ઘસીને કઈ મરવા તો દેવાય નહીં એને પાસેના નગર માં જઈ ને પૈસા ટકાની ગોઠવણ કરવાનું વિચારી રહ્યો હતો.
       આમ તો લાખા નું નામ નાના મોટા નગરોમાં જાણીતું મોટા મોટા રાજાઓ નગરશેઠો વગેરે સાથે ઘરોબો કેળવ્યો હતો.એટલે લાખાએ  પડખેના સિધ્ધપુર નગર ના નગરશેઠ ના ઘર ની વાટ પકડી.
        લાખા ને આવતા જોઈને નગરશેઠ ગાદી થી ઉભા થઇ ગયા ઉઘાડે પગે દોડી આવતો લાખો ભેટ્યો ખબર અંતર પૂછ્યા કહુંબા પાણી કર્યા. છતાં લાખા નો જીવ મૂંઝાતો હતો કેમ કરીને શેઠ પાસે પૈસા માંગવા કોઈ દિવસ  કોઈની પાસે હાથ લાંબો કરેલો નહીં. અને આ વખતે ઉપરવાળાએ આ દિવસ દેખાડ્યો હતો શેઠ ને કેવા શબ્દોમાં સમજાવવું અંતે સમય પારખુ લાખાએ કચવાતે જીવે પૈસાની માગણી શેઠ પાસે કરી.
         લાખો બોલ્યો શેઠ થોડી ખર્ચીને જરૂર છે શેઠ સામે બોલ્યા તમ જેવા નું કામ નહીં કરીએ તો કોનું કરીશું. શેઠે પૈસા આપ્યા તોય લાખા ને મનમાં વેદના રહી કે પૈસાના બદલામાં શેઠને શું આપું મૂછનો વાળ કે પછી નાના મૂછનો વાળ તો શેઠ તિજોરીમાં પડ્યો રહેશે. શેઠને કસાય ખપમાં નહીં આવે પોઠો આપો તે પણ શું કામ આવશે જો શેઠને કામ આવે એવું હોય તો એક જ છે મારો કિલવો મારો વહાલ સોયો કિલવો આપું તો ખરું. લાખો મૂંજાતા મુંજાતા તે બોલ્યો શેઠ હું તમને જામીનમાં મારો વ્હાલસોયો કુતરો કિલવો આપું છું. જે તમારા ઘરની રક્ષા કરશે જેને તમે શાંતિથી રાખજો હું આવીને લઈ જઈશ. શેઠ બોલ્યા તમ તમારે પૈસા લઈ જાઓ મારે કાંઈ નથી જોતું તમારું નામ કાંઈ નાનું છે આ પંથકમાં પણ લાખો એકનો બે ન થયો. અને પોતાના વ્હાલસોયા કિલવાને શેઠને સોંપીને ચાલ્યો ગયો. ભોળો કિલવો પણ રોઇ ને લાખા ની મજબૂરી સમજતો હતો તે શાંત ચિત્તે બેસી રહ્યો.
     આખી વાટ એ લાખો રોતો રોતો અને સાથે વાટ ના ઝાડવા પણ રોતા હતા તે બેબાકળો બની ગયો હતો. અડધો માર્ગ કાપ્યો હશે ત્યાં તેને દિલમાં શેઠને ઘેર જઈને કિલવાને પાછા લઈ આવવાના ઓરતા જાગ્યા આખરે લાખો વણઝારમાં આવ્યો. સાંજે વાળુ પાણી કરવા બેઠો અને કિલો યાદ આવ્યો પણ વચન ફોક થોડું કરાય આતો લાખા નુ વેણ એમ ગણગણતો બેસી રહ્યો વાળુ કર્યા વગર.
         નગરશેઠે તો કિલવા માટે જાતજાતનું ખાવાનું કિલવા સામે મૂક્યું. તોય કિલવો નિરાશ હતો તેના માટે સોનાની સાંકળ બનાવડાવી અને કે તે સાંકળ વડે કિલવાને બાંધવામાં આવ્યો. કિલવો નિરાશ રહેતો હતો અહીં લાખાની પણ એ જ હાલત હતી. એક વખત શેઠના ઉજળા દિવસો જોઈને કેટલાકને ઈર્ષા થવા લાગી કેટલાક માણસો સાથે રહીને શેઠને ઘેર ખાતર પાડવાનું છટકું ગોઠવ્યું ખાતર તો પાડવું પણ નગરશેઠ ઘરમાં કંઈ ના રહે‌.
        સુમસાન રાત્રિએ નગરશેઠની હવેલીએ નગરશેઠ સુતા છે. તેમના પલંગ નીચે કિલવો સૂતો છે એ વખતે પાંચ-સાત ચોર ટોળકી આવી. શેઠના નોકર-ચાકરને ચોકીદારો નીંદરમાં ઘેરાયા છે જમ જેવા ચોરના પગલે એમની નીંદર વધારે જામી નસકોરા બોલાવતા ચોકીદારની પાસેથી જ ટોળકી હવેલીમાં પહોંચી. તેમને પહેલા તિજોરી તોડી દરદાગીના ઝવેરાત કાઢ્યું સારામાં સારા પિત્તળ ચાંદીના વાસણો કાઢ્યા અને પછીથી ધીમે પગલે ત્યાંથી દૂરના વનવગડામાં એક   ઝાડ નીચે તેને બધો જ સામાન દાંટ્યો.બધુ તેમાં નાખીને ખાડો પૂરી દીધો. આ બધું દાટીને ધરબીને ચોર ટુકડી ત્યાંથી નાસી ગઈ. પણ દૂર એક પડછાયો દેખાતો હતો તે લાખા નો વાલ સોયો કુતરો કિલવો આ બધી રમત જોઈ રહ્યું હતો કિલવો હવેલીમાં આટો મારી આવીને પાછો ખાડા પાસે હાજર થયો ત્યાં જ બેસી રહ્યો.
           કાળી રાત વીતી ગઈ અને સવાર થઈ શેઠ જાગ્યા તેઓની નજરે તૂટેલી તીજોરી ખાલી કબાટ વાસણો બધું જ ગાયબ હતું તેના ઉપર પડી‌ અને તે બે બાક્ડા થઈને બૂમો પાડવા લાગ્યા નોકર-ચાકર આ જોઈને હેબતાઈ ગયા. ચોકીદારને બોલાવ્યો તે પણ ડઘાઈ ગયો હવેલીમાં દોડાદોડ થઈ ગઈ. નોકરે કીધું કિલવો પણ ગાયબ છે શેઠને ફાળ પડી કે ચોરોએ કિલવાને મારી નાખ્યો હશે‌ તો બીજાનું વળી કહેવાનું કે લાડુ માં ઝેર આપીને મારી નાખ્યો હશે. એટલામાં કિલવો ક્યાં જોવા મળ્યો નહીં‌. આજુબાજુના લોકોના ટોળા હવેલી બાજુ જામવા લાગ્યા. શેઠ વધારે ગુસ્સે થયા અને પોકે ને પોકે રોવા લાગ્યા. આ બધું ચાલી રહ્યું હતું શોર બકોર વચ્ચે કિલવો દોડતું શેઠ પાસે આવ્યો. અને શેઠ નું ધોતિયું ખેંચવા લાગ્યો શેઠ કિલવાની વાત પામી ગયા. એટલે શેઠ કિલવાની પાછળ પાછળ જવા લાગ્યા એ વન વગડામાં ખેતર મા ઝાડ નીચે આવીને કિલવો પગ વડે જમીન ખોદવા લાગ્યો. આ જોઈને શેઠે ઊભેલા માણસોને હુકમ કર્યો અહીં ખોદવા માંડો થોડું ખોદતા જ રાત્રે દટાયેલો જળ ઝવેરાત વાસણો બધો જ માલ જોવા મળ્યો. શેઠ ખુશ થયા અને કિલવાની વફાદારી ની વાહ-વાહ કરવા લાગ્યા. લોકો પણ સૂરમાં સુરપુરા માંડ્યા. આખા નગરમાં કિલવાની વાહ-વાહ થવા લાગી. હવેલીમાં મોજ ની લહેરો દોડવા લાગી શેઠ કિલવા ને લઈને પેઢી આવ્યા.
          શેઠ ગાદીએ બેઠા અને સામે જોતા વિચારે ચડ્યા. આ કિલવાએ મારું રખોપું કર્યું છે મારું ધન બચાવ્યું છે. પોતાની વફાદારી સાબિત કરી છે જો મને આટલી ખપ હોય તો  લાખાને કેટલી ખપ પડતી હશે. આ કિલવાને લાખા જોડે મોકલી દઉં તો.
        શેઠી એક ચબરખી બનાવીને માદરિયામાં પરોવીને કિલવાના ગળામાં બાંધી દીધી. શેઠ કિલવાની પીઠે વ્હાલપનો હાથ ફેરવ્યો શેઠ કિલવાની નજર સાથે આંખો મિલાવી બોલ્યા કિલવા જા બાપ લાખા પાસે તે તો તારો મારો દી ઉજાળ્યો જા હવે લાખા દીવ ઉજાળ જે આટલું બોલી શેઠે કિલવાને વહેતો કર્યો.
           નમતી સાંજે પંખી ટેંહ ટેહ કરતા હતા આ ઝાળવે થી પેલે ઝાડવે જાય છે. વગડો લીલોછમ ગણીને સૂતો પડ્યો હતો. કોઈ મંદિરના ઝાલર નો ટાઈમ થયો હતો. લોકો સીમમાંથી બળદો માલ ઢોર લઈને ગામ હામે આવી રહ્યા હતા. એવે ટાણે કોઈકે બૂમો પાડી લાખા તારો કિલવો આવેરો... લાખા તારો કિલો આવેરો...
            લાખો સડક કરતાંક ને ઊભો થયો અને ચિત્તભ્રમ થયો હોય એમ દૂરથી આવતાં કિલવાની સામે જોતો રહ્યો. મનમાં ફાળ પડી. કિલવાની સામે જોતા હાથમાંની કડિયાળી ડાંગ ખભે નાખીને તેની સામે દોડ્યો.
 પાપી રો.... ચંડાળ રો....
તોયે લાજ હેરો.... ચંડાળ કહેતો જાય ને આંખોનાં ભવા ચઢાવે જાય છે. લાખા ને સામે આવતા જોઈને કિલવો વધુ વેગે તેની સામે દોડ્યો પોતાના માયાળું માલિકને જોઈને તેનો હરખ સમાતો નહોતો. કિલવો જેવો લાખા પાસે આવ્યો કે તરત લાખાએ પોતાના હાથની કડિયાળી ડાંગ બમણા જોરથી કિલવાના માથા ઉપર મારી ત્યાં જ કિલવાની કારમી ચીસ નીકળી ગઈ અને માથું બે ભાગમાં વહેંચાઈ ગયું નીચે પડ્યું.
         લાખા નો ગુસ્સો હજુ સમાતો ન હતો લાખો તડપતા કિલવાની સામે જોઈ રહ્યો‌ થોડીવારમાં કિલવાના દેહ માથે વણઝારાનું ટોળુ ખડકાઇ ગયું. લાખા ની નજર કિલવાના ગળામાં બાંધેલાં મા દરિયા ઉપર પડી. માદર્યુ ખોલતા તેમાંથી એક ચબરખી નીકળી તેને ચબરખી વાંચતા એમાં લખેલું હતું ભાઈ તારા કિલવાએ તો મારી લાજ રાખી છે. મારો ચોરાયેલો માલ પાછો મેળવી આપ્યો છે તું કિલવો મૂકી ગયો તે કારણે હું  આજ મોજમાં છું આવા વફાદાર કિલવા ને હું આજે બંધનમાંથી મુક્ત કરું છું હું આપનો ઋણી છું આપની સેવાનો મોકો આપશો નગરશેઠના રામરામ.
        ચબરખી ના વેણેવેણે લાખાનો દેહ વિલાવા માંડ્યો. લાખા ને આંખોમાં ઝળઝળિયા આવ્યા. એનો દેહ કંપવા માંડ્યો તેને હવે કંઈ સૂઝતું ન હતું તે બેબાકળો થઇ ને રોવા માંડ્યો પોકે પોકે કિલવાનું નામ લેવા માંડ્યો. લાખો બેભાન થઈ ને પડી ગયો. બધા લોકોએને ઉપાડીને વણઝારમાં મુકવા આવ્યા. લાખો ભાનમાં આવે ત્યારે વણઝારની વચ્ચે સુતો હતો.કળ  વડતા જ એને પોતાની પોઠો ઉપરના માલનો  મીઠા નો મોટો ઢગલો કર્યો. કિલવો જ્યાં મરાયો હતો ત્યાં તેની યાદમાં કૂતરાની દેરડી ડેરી બનાવી. ડેરી થોડેક દૂર એક તળાવ ખોદાવી એ તળાવ આજે લુણહોર તળાવ તરીકે ઓળખાય છે.કિલવાના મોતથી તે બેબાકળો બન્યો.લાખાના મનમાં હંમેશા થયાં કરતું કે આ ભૂમિ એ
મને ભોળવ્યો છે.મે ક્યારેય કોઈ જાનવરના માથે ડાંગ ઉપાડી નથી.મારાથી આ શું થઈ ગયું.આ ભૂમીનો પ્રતાપ લાગે છે.કે હું આયો ત્યાર થી બધું અશુભ થયાં કરે છે.આ ચંડાળ ભૂમિને કારણે જ એના હૈયામાંથી શ્રાપ ઉઠ્યો.લાખાના હૈયાનું વેણ હોઠે આવી ગયું.
    
                 "લુણિયું તળાવ ,પાપી ચરો .
                             રળોરળોને ભૂખે મરો " ...
       લાખાએ કિલ્લાને ચંડાળ કહેલું તે પરથી કે લાખા એ
ચંડાળ જેવું કામ કર્યું તે પરથી ચંદાવતી ગામનું નામ બદલાયું.ચંડાલજ થઈ ગયું.
          ઈતિહાસ માં એક ઉજડો માનવી તેમજ ઉત્તમ શિલ્પ સ્થાપત્ય નો જાણકાર તેમજ ઉત્તમ સ્થાપત્યકાર
જેને ઘણી વાવો,કુવા, મંદિર, વગેરે લોકો સેવા અર્થે બંધાવ્યા હતા.જે આજે પણ જોવા મળે છે.તેનો પશુ પ્રેમ પણ જગ જાહેર છે.આવા સેવાભાવી માનવીની ઈતિહાસ મા ખુબ જ ઓછી નોંધ લેવાણી છે.

                             :::  અર્પણ  :::
          અબોલા જીવ કિલવા અને તેના માલિક ને