ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૨ Pooja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૨

   આસ્થા ને શૈલા ઘરમાં દાખલ થયા. મિસિસ ડીસોઝા એ ઘર ની ખુબ સારી રીતે દેખરેખ કરી હતી. ઘર માં પ્રવેશતા જ હોલ આવતો હતો. હોલ ની દીવાલ પર એક સુંદર ધોધ ની પેઇન્ટિંગ હતી. એક તરફ સોફાસેટ અને બીજી તરફ પાયનો હતો.
       " વાઉ, આસ્થુ, તારું ઘર તો બહુ જ સરસ છે. પિયાનો પણ છે. તારા મમ્મી પિયાનો વગાડતા હતા ?" શૈલા એ આશ્વર્ય થી પુછ્યું.
    " હા, મમ્મી ને પપ્પા બંને ને પિયાનો  નો શોખ હતો. પપ્પા જોડે તો મારી ખાસ યાદો નથી પણ મને હજી યાદ છે કે મમ્મી અહીં પાયનો વગાડતી ને હું ત્યાં ખુરશી પર બેસીને સાંભળતી." આસ્થા એ જુના દિવસો યાદ કરતાં કહ્યું.
     શૈલા એ પિયાનો પર આંગળી મુકીને વગાડવાની કોશિશ કરી . આ જોઈને આસ્થા બોલી," ના, એમ નહીં." આસ્થા એ પાસે પડેલી એક નાનકડી સ્ટુલ પર બેસી ગઈ ને તે પિયાનો પર એક ધુન વગાડવા લાગી. આસ્થા ના હાથ અનાયાસે જ પિયાનો પર ફરવા લાગ્યા. આસ્થા આંખ બંધ કરીને પોતાના બાળપણ ની સ્મૃતિ માં ખોવાઈ ગઈ. તેની નજર સામે તેની મમ્મી નો હસતો ચહેરો આવી ગયો. ને અચાનક તેના મમ્મી ના ચહેરા પર નું હાસ્ય ગાયબ થઈ ગયું ને તેની આંખો માંથી લોહી નીકળવા લાગ્યું ને આ જોઈને આસ્થા ડરી ગઈ તે જોર જોર થી પિયાનો વગાડવા લાગી.
          શૈલા આ બધું જોઈને નવાઈ પામી. તે ગભરાઈ ગઈ. આસ્થા પિયાનો વગાડતી જ રહી પણ હવે જે ધુન વાગી રહી હતી તેમાં દર્દ હતું. અચાનક હોલ ની બારી આંચકા સાથે ખુલી ગઈ ને આસ્થા ની આંખો ખોલી ગઈ ને તેના હાથ પિયાનો પર થી હટી ગયા.
       શૈલા એ આસ્થા ના ખભા પર હાથ મુકીને કહ્યું," આર યુ ઓકે ?"
આસ્થા એ કપાળ પર આવેલો પસીનો લુછતા કહ્યું," હા"
      " શું થઈ ગયું હતું તને ?" શૈલા એ પુછ્યું.
" કંઈ નહીં. મમ્મી ની યાદ આવી ગઈ હતી. ચાલ, આપણે મારી મમ્મી ના રુમમાં જઈએ." આસ્થા ને શૈલા હોલ ની જમણી બાજુ માં આવેલા રૂમ માં દાખલ થયા.
    " વાહ આસ્થુ, તું તો ખુબ સુંદર પિયાનો વગાડે છે." શૈલા એ કહ્યું.
" નાનપણ માં મમ્મી એ શિખવાડ્યું હતું." આસ્થા એ જવાબ દેતા કહ્યું.
        આસ્થા ની મમ્મી ના રૂમ માં એક નાનકડો પલંગ હતો ને એક જુનો કબાટ હતો ને એક તરફ મોટો બકસો પડયો હતો.
    રૂમ ની દીવાલ પર એક ફોટો ફ્રેમ લાગેલી હતી જેમાં આસ્થા ના પપ્પા, ને તેની મમ્મી રોઝી હતા. રોઝી ના હાથ માં નાનકડી આસ્થા હસી રહી હતી. આસ્થા એ આ ફોટો હાથ માં લીધો ને તેની આંખ માંથી આંસુ વહેવા લાગ્યા. શૈલા એ આસ્થા ના ખભા પર હાથ મુકયો.
        આસ્થા એ સ્વસ્થ થતાં કહ્યું," લાગું છું ને હું મારી મમ્મી જેવી ?"
શૈલા એ કહ્યું," ના, આન્ટી તારા કરતાં વધારે સુંદર ને હોટ લાગે છે." તેણે આસ્થા સામે આંખ મારીને કહ્યું.
   આસ્થા એ શૈલા સામે આંખો કાઢીને બંને જણા હસી પડ્યા. શૈલા એ જુનો કબાટ ખોલ્યો તો તેમાં આસ્થા ના મમ્મી ના જુના કપડા હતા.
    " આન્ટી નો ટેસ્ટ ક્લાસી હતો. આ બધા ફ્રોક ને ગાઉન બહુ જ મસ્ત છે." શૈલા એ કહ્યું.
     આસ્થા આ સાંભળી ને હસી ને તેણે પહેલો મોટો બકસો ખોલ્યો. તેમાં આસ્થા ના નાનપણ ના રમકડા ને તેણે દોરેલા ચિત્રો હતાં.
   તેમાં એક ચિત્ર માં એક જોકર દોરેલો હતો. તેની લાલ આંખો હતી ને તેના મોટા મોટા દાંત હતા. તેના પર મોટા અક્ષરે લખેલું હતું ," હેટ યુ"
    આ ચિત્ર જોઈને શૈલા બોલી," આ તે દોર્યું હતું ?"
" હા " આસ્થા એ કહ્યું.
      " આ હેટ યુ ? એમ કેમ લખ્યું?" શૈલા એ પુછ્યું.
" મને નાનપણ થી એક સપનું આવતુ હતું કે એક જોકર મને પકડીને લઈ ગયો. તે જોકર ની લાલ લાલ આંખો હતી ને તેના દાંત તીક્ષ્ણ અણી વાળા હતા. તે જ્યારે હસતો ત્યારે તેના દાંત ભયંકર રીતે દેખાતા હતા. તેના લાંબા લાંબા નખો હતા. તે આ નખો વડે મને લોહી લુહાણ કરી દેતો  ને હું બેભાન થઈ જતી. આવા સપના મને આવતા ને મારી ઉંધ અડધી રાતે ઉડી જતી. ઈટ વોઝ સ્કેરી" આસ્થા એ કહ્યું. તેની આંખો માં ભય દેખાય રહૃાો હતો.
    " તને હજી પણ આ સપના આવે છે ?" શૈલા એ પુછ્યું.
" ના, આ ઘર છોડીને ફઈ સાથે ગઈ પછી તે સપનાઓ નથી આવતા." આસ્થા એ કહ્યું.
   શૈલા એ આસ્થા નો હાથ પકડીને કહ્યું," તને નથી લાગતું તે અહીં આવીને કોઈ ભુલ કરી છે ?"
   " ના, મમ્મી ની ડેથ નું કારણ જાણવું જરૂરી છે. હવે હું નાનકડી આસ્થા નથી. હવે હું મારા ડર પર કાબુ કરતા શીખી ગઈ છું."  આસ્થા એ મક્કમતાથી કહ્યું.
      ત્યાં હોલ માંથી અવાજ આવ્યો. આસ્થા ને શૈલા ઝડપ થી ઉભા થઈને બહાર હોલ માં આવ્યા તો કોઈ એક નાનકડો છોકરો બારી પાસે ઉભો હતો. તે સાત આઠ વર્ષ નો લાગી રહૃાો હતો.
    આસ્થા એ પુછ્યું ," કોણ છે ?"
તે છોકરો એ કોઈ જવાબ ન આપ્યો. તેની પીઠ આસ્થા ને શૈલા તરફ હતી. તે બારી ની બહાર જ જોઈ રહ્યો.
    આસ્થા ને શૈલા ધીમે થી તે છોકરો તરફ આગળ વધ્યા. તે છોકરો બારી ની બહાર જોતો સ્થિર ઉભો હતો.
     આસ્થા ને શૈલા એકદમ તેની નજીક આવ્યા ને આસ્થા એ તેના ખભા પર હાથ મુકયો ને તે સાથે પહેલો છોકરો આસ્થા તરફ ફર્યો ને જોર થી હસ્યો. તેનો ચહેરો જોઈને આસ્થા ને શૈલા ડરી ગયા.
    તેના ચહેરા પર જોકર નો માસ્ક હતો. તેણે માસ્ક ઉતારતા કહ્યું," ડરી ગયા ,દીદી" તે હસવા લાગ્યો.
    આસ્થા ને શૈલા એક પળ માટે હેબતાઈ ગયા. તે છોકરો બોલ્યો," હું શની છું. અહીં પાસે ના મકાન માં જ રહું છું . મને મિસિસ ડીસોઝા એ તમને બોલાવા માટે મોકલ્યો છે."
   " તું તો બહુ શરારતી છે. બદમાશ, તું જા. અમે હમણાં આવીએ છીએ." શૈલા એ સની ના ગાલ પર ટપલી મારતાં કહ્યું.
     સની હસતા હસતા જતો રહ્યો. આસ્થા ને શૈલા ઘર ની બહાર નીકળ્યા. આસ્થા નું ધ્યાન ગાર્ડન માં એક તરફ બનાવેલા રૂમ પર ગયું. તેણે શૈલા ને કહ્યું," ગ્રેની એ આ રૂમ ની ચાવી નથી આપી. ભુલી ગયા લાગે છે. અત્યારે લઈ લેશું." બંને જણા મિસિસ ડીસોઝા ના ઘર તરફ જવા લાગ્યા.
        મિસિસ ડીસોઝા એ બંને નું સ્વાગત કર્યું ને બંને ને ખુબ સ્વાદિષ્ટ લંચ કરાવ્યું.
     લંચ દરમિયાન મિસિસ ડીસોઝા રોઝી ને મહેશ વિશે ઘણી વાતો કરતા હતા. આસ્થા એ અચાનક પુછી લીધું," ગ્રેની, શું તમે જાણો છો કે મારી મમ્મી નું ડેથ કેવી રીતે થયું ?"
     આ સાંભળી ને એક પળ માટે મિસિસ ડીસોઝા સ્તબ્ધ થઈ ગયા પછી બોલ્યો," નો માય ચાઈલ્ડ, જે રાત્રે રોઝી ની ડેથ થઈ તે રાતે હું અહીં ગામ માં ન હતી. રોઝી કેટલાક સમય થી પરેશાન હતી પણ તેને કંઈ વાત મુંઝવી રહી હતી તે મને ખબર ન હતી. હું રોઝી ના ડેથ પછી અઠવાડિયું રહીને આવી હતી." મિસિસ ડીસોઝા એ જવાબ આપ્યો.
    ત્યારપછી કોઈ કશું ન બોલ્યું. લંચ પુરું કર્યા પછી શૈલા અને આસ્થા ઘરે જવા માટે ઉભા થયા. ત્યાં અચાનક આસ્થા બોલી," તમે એક ચાવી મને દેવાની ભુલી ગયા છો . "
    " કંઈ ચાવી ?" મિસિસ ડીસોઝા એ પુછ્યું.
" બગીચા પાસે આવેલા રૂમ ની ચાવી તમે મને નથી આપી " આસ્થા એ કહ્યું.
      મિસિસ ડીસોઝા આસ્થા ની પાસે આવ્યા ને તેનો હાથ પોતાના હાથમાં લીધો ને કહ્યું," જો આસ્થા, તે રૂમ તારી મમ્મી ના ડેથ પછી બંધ જ રહે છે. સરલા પણ ઈચ્છે છે કે તે બંધ જ રહે. તું અહીં આવી છે તો એન્જોય કર. તે રૂમ ને ભુલી જા."
     " પણ તે રૂમ શું કામ બંધ જ રાખવામાં આવે છે ? મારી મમ્મી નું ડેથ કેવી રીતે થયું હતું ? મને આ બધા સવાલો ના જવાબ જોઈએ છે." આસ્થા આવેશ થી બોલી.
   " રિલેકસ માય ચાઈલ્ડ, રોઝી એ તેની લાઈફ માં ખુબ સહન કર્યું છે. હવે તું તેના ભુતકાળ ને ફંફોસી ને તેની આત્મા ને દુઃખ ન પહોચાડ." મિસિસ ડીસોઝા એ થોડા કડક અવાજમાં કહ્યું.
   " તે મારી મમ્મી હતી. મને જાણવાનો હક છે કે તેમની સાથે શું થયું." આસ્થા એ મક્કમતાથી કહ્યું.
   " આસ્થા, અમુક સવાલો ના જવાબ ન શોધવામાં આવે તે જ આ સારું છે. હું પણ તને એ જ સલાહ આપીશ કે ભુતકાળ ની વાતો ને ભુલી જા. તારી લાઈફ એન્જોય કર." મિસિસ ડીસોઝા એ કહ્યું.
      " ઓકે" આસ્થા એ ટુંકો જવાબ આપ્યો ને તે અને શૈલા ત્યાંથી નીકળી ગયા. મિસિસ ડીસોઝા તેમને જતા જોઈ રહૃાા.
       ******************
        " આ ગ્રેની જરુર કંઈક જાણે છે પણ જણાવતા નથી. તને ઈમોશનલ બ્લેકમેઇલ કરી રહ્યા હતા." શૈલા એ ઘરે પહોંચીને આસ્થા ને કહ્યું.
      " હા, મારા ફઈ પણ મને પુરી વાત નથી જણાવી રહ્યા પણ હું બધું જાણીને જ રહીશ. " આસ્થા એ મક્કમતાથી કહ્યું.
       બપોર ના આરામ કર્યા પછી આસ્થા ને શૈલા એ સાંજ ના ગામ માં આંટો માર્યો ને થોડો ઘરવખરી નો સામાન લીધો.મોહિત પોતાના બિઝનેસ માટે બાજુ ના શહેર માં ગયો હતો ને તે કાલે પાછો આવવાનો હતો.
       આસ્થા એ પોતાના મમ્મી ના રૂમ માં રહેવાનું નક્કી કર્યું ને શૈલા એ બીજા રૂમમાં રહેવાનું નક્કી કર્યું. રાત ના દિવસભર ના થાક ને લીધે આસ્થા બેડ પર પડતાં જ ઘસઘસાટ ઉંધ માં સરી પડી.
        મોડી રાત્રે આસ્થા ને તેના કાન ની પાસે કોઈ ના બોલવાનો અવાજ સંભળાયો. આસ્થા ને ઉંધ માં ધ્યાન ન ગયું પણ પછી કોઈ એકદમ આસ્થા ના કાન ની નજીક આવીને બોલ્યું," આસ્થા.." તે સાથે આસ્થા સફાળી જાગી ગઈ. તે અવાજ એકદમ ધેરો ને જાડો હતો.
     આસ્થા ના ધબકારા વધી ગયા. થોડી વાર તો વાતાવરણ એકદમ શાંત રહૃાું. નાઈટ લેમ્પ નો ઝાંખો પ્રકાશ રૂમ માં છવાયેલો હતો. રૂમ માં કોઈ ન હતું. આસ્થા પોતાનો વ્હેમ સમજીને સુવા જતી હતી ત્યાં અચાનક તેનો પલંગ હલવા લાગ્યો.
        આસ્થા  ચોંકી ગઈ ને ઝડપ થી પલંગ પર થી નીચે ઉતરી ગઈ. પલંગ હલવાનો બંધ થઈ ગયો હતો. પણ પલંગ નીચે થી કોઈ ના રડવાનો અવાજ આવી રહ્યો હતો. કોઈ બહુ જ કરુણતા થી રડી રહૃાું હતું.
      આસ્થા બોલી," મમ્મી.." પણ કોઈ જવાબ ન આવ્યો.
આસ્થા એ હિંમત કરીને તે નીચે વળીને તેણે પલંગ ની નીચે જોયું. તેના ધબકારા વધી ગયા હતા. તે પરસેવે થી રેબઝેબ હતી. રડવાનો અવાજ ચાલુ જ હતો. તેણે જેવું પલંગ ની નીચે જોયું તેવી તેની ચીસ નીકળી ગઈ. પલંગ ની નીચે જોકર હતો. તેની લાલ લાલ  આંખો હતી. તે આસ્થા સામે જોઈને અટૃહાસ્ય કરી રહૃાો હતો. તેના લાંબા દાંત ને લીધે તે ભયંકર દેખાય રહૃાો હતો. તેને જોઈને આસ્થા ની ચીસ નીકળી ગઈ.

  ***************