બધા જ્યાં ટેન્ટ બાંધ્યા હતા ત્યાંએક બીજા ને પકડી ને ભરાઈ ગયા। વરસાદ તો સાંબેલા ધાર પાડવા લાગ્યો વીજળી જોરદાર અવાજ કરી ને વાતાવરણ ને વધારે ગંભીર કરી દેતી। આવા વાતાવરણ માં બિચારા એ ઘરડા કાકા કાકી ક્યાં હશે એજ જ ચિંતા ખુશી તથા એના મિત્રો કરવા લાગ્યા।
એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૬
વાતાવરણ બિહામણું અને એમાં પાછી કાકા કાકી ની ચિંતા માં ખુશી તો જાણે રડું રડું થયી ગયી એક વાર તો એને ડૂમો ભરાયી ગયો અને રડી દીધું કે ઘરડા કાકા કાકી સહીસલામત તો હશે ને અને ક્યાં છે એની કઈ સારસંભાળ મળી જાય તો શાંતિ થાય। નેહા અને ખુશબૂ એને શન્તવાના આપવા લાગ્યા । બધા જ પોત પોતાના ઈશ્વર ને પ્રાથના કરવા લાગ્યા કે આ ખુમારી થંભે તો બધા કાકા કાકી ને શોધવા નીકળે
અચાનક આવા ભયંકર વાતાવરણ માં કોઈ નો ચાલવાનો અવાજ આવા લાગ્યો પણ વાદળો ખુબ કાળા હોવાથી અને સતત વરસતા વરસાદ ના લીધે ક્સુ દેખાતું ના હતું વળી જંગલ એટલે જંગલી જાનવર પણ કદાચ આવી જાય એટલે બધા ને વધારે બીક લાગવા લાગી આમ પણ સાંજ પડી ગયી હતી અને વરસાદ ના લીધે અંધારું તો રાત જેવું હતું। ત્યાં પાછો સમીર વધારે ડરપોક એટલે ધીરે ધીરે બોલવા લાગ્યો કે નક્કી આજે આપડે બધા આ જંગલી જાનવર નું ભોજન બનવાના છે અને આપડે બચી નહિ શકીયે। એ લોકો જંગલ માં વધારે અંદર નતા આવના એટલે સાથે એક બે મોટી ડાંગ સિવાય બીજા કોઈ એવા ઓજારો નતા લાવ્યા કે જે જંગલી જાનવર સામે રક્ષણ કરી શકે।નીરવ અને કાર્તિક થોડા બહાદુર શાહ ઝફર જેવા એટલે બોલ્યા એ ડોબા શાંતિ રાખ ને અમે છીએ તમને બધા ને અમે ક્સુ નાઈ થવા દઈએ। લડી લઈશુ કોઈ જંગલી જાનવર હશે તો એમ બાહોશી ની વાતો કરવા લાગ્યા. આમ પણ જો છોકરી ઓ જોડે હોય એટલે છોકરા ઓ છોકરી ઓ ને ઇમ્પ્રેસ્સ કરવાનો કોઈ મોકો ના છોડે । હવે તો પગ નો અવાજ જાણે નજીક આવતો હોય એમ લાગવા લાગ્યું। વાતાવરણ ની અસર એ બધા ને ડરાવી રાખ્યા હતા એટલે કોઈ ની હિમ્મત ના થયી કે એ પગ ના અવાજ તરફ જાય પણ જોવાનું તો હતું કે સુ છે એટલે નીરવ અને કાર્તિક બોલ્યા કે તમે બધા અહીં અંદર જ રેહજો અમે બે જોઈ ને આવી એ છે પણ ખુશી તરત બોલી ના ના આવા વાતાવરણ માં હું તમને બંને ને બહાર નયી જવા જાઉં ભલે જે થવાનું હશે તે આપડે બધા ને થશે પણ મારા કારણે હું તમારો જીવ જોખમ માં ના મૂકી શકું આમ પણ તમે બધા અહીં મારા લીધે ફસાયા છો તો આવે વધારે હું કઈ પણ ખરાબ થવા નાઈ દઉં। આપડે બધા અહીં સાથે જ રહીયે જે થશે એ સાથે મળીને લડીશુ। ખુશી ની વાત માં બધા એ હુંકારો ભર્યો એટલે નીરવ અને કાર્તિક ત્યાં જ ડાંગ લઇ ને ઉભા રહ્યા।
થોડી વાર માં પગ નો અવાજ જાણે સામે આવી ગયો હોય એવું લાગ્યું અને નીરવ ડાંગ લઇ ને આગળ વધ્યો ને બોલ્યો નહિ છોડું આજે જે કોઈ હશે અને એના સાદ માં સાદ પૂરતા કાર્તિક પણ ડાંગ લઇ આગળ વધ્યો। વરસતો વરસાદ વીજળી નો ભેંકાર અવાજ અને બિહામણા વાતાવરણ સાથે જંગલ નો અંધકાર માં આટલા બધા ની રક્ષા કરવી એ પણ ખાલી ડાંગ ના સહારે એ મુશ્કેલ હતું એ કાર્તિક અને નીરવ જાણતા પણ જો એ આવું આ બધા ને કહે તો બધા વધારે બી જાય એટલે એ બંને ડાંગ ઊંચી કરી ને આગળ વધે છે.
આગળ વધતા વધતા એ લોકો પગ ના અવાજ તરફ જાય છે ત્યાં કોઈ ને હલન ચલન કરતા જોવે છે એટલે લાગે છે કે કોઈ ઝાડી માં ચોક્કસ જાનવર છે અને જેવી ડાંગ ઊંચી કરી મારવા જાય છે ત્યાં જ જોર થી કોઈ ચીસ પાડે છે અને અચાનક આવી ચીસ સાંભળી ને બધા ટેન્ટ માંથી દોડી આવ્યા દોડી ને આવતા આવતા બધા ના મન માં કે નક્કી નીરવ કે કાર્તિકને કઈ થયું એમ એ લોકો ને બચાવ બધા ટેન્ટ ની બહાર જ્યાં નીરવ અને કાર્તિક હતા ત્યાં આવી ચાડિયા બંને ને સહીસલામત જોઈ ને નેહા બોલી તો ચીસ કોને પાડી હતી ?
જેવી ખુશી ત્યાં પહોંચી ને જોવે છે તો કાકા માથે હાથ દઈ ને જમીન પાસે બેસેલા જોવા મળે છે। ખુશી તરત દોડી ને કાકા પાસે બેસી ને પુચ્ચે છે કાકા ચીસ તમે પાડી ? શું થયું ? તમને વાગ્યું કે શું?। નીરવ બોલે છે ના ખુશી એમને વાગ્યું નથી એ તો બચી ગયા હું એ જેવી ડાંગ ઊંચી કરી ને એ જાનવર સમજી ને મારવા ગયો ત્યાં કાકી ની ચીસ સંભળાયી અને જોયું તો કાકા આમ નીચે અહીં બેઠા છે.
ક્રમશ: