તું જો રહે જીવનમાં ખુશહાલ,
તો મારી લાગણીનું બલિદાન આપી દઉં,
ન રહે તારી આંખમાં આંસુ,
તો મારી ભાવનાનું બલિદાન આપી દઉં..
વર્ષે જો તારો પ્રેમ બીજા માટે,
તો મારા આ સંબંધનું બલિદાન આપી દઉં,
નળે તને જો મારી હાજરી,
તો આ જિંદગીનું બલિદાન આપી દઉં..
કરે જો જીવનમાં પ્રગતિ મારા વગર,
તો મારા એ સાથનું બલિદાન આપી દઉં,
જો ભૂલવા ચાહે મને જીવનમાં,
તો આપણી એ યાદોનું બલિદાન આપી દઉં..
શાંતિ જોઈએ તને જો જીવનમાં,
તો મારા સ્વરનું બલિદાન આપી દઉં,
હાસ્ય જોઈએ તને જો જીવનમાં,
તો હું જોકર બનવાનું બલિદાન આપી દઉં..
પ્રિયે જો તું ચાહે જીવનમાં સાથ મારો,
તો દરેક પળનું બલિદાન આપી દઉં,
ઈરફાન નામથી થાય તને જો લગાવ,
તો મારા આખા જીવનનું બલિદાન આપી દઉં..
પ્રેરણા
પિતાના સંઘર્ષમાં,
મમ્મીની મમતામાં,
મને પ્રેરણા મળે છે..
સજ્જનની સોબતમાં,
ગુણીનાં જ્ઞાનમાં,
મને પ્રેરણા મળે છે..
કવિઓની કવિતામાં,
લેખકોની રચનાઓમાં,
મને પ્રેરણા મળે છે..
ફોજીના બલિદાનમાં,
શુરવીરની શહીદીમાં,
મને પ્રેરણા મળે છે..
શિક્ષકની સેવામાં,
મિત્રોના સહારામાં,
મને પ્રેરણા મળે છે..
બહેનીના લાડમાં,
પ્રેમિકાના પ્રેમમાં,
મને પ્રેરણા મળે છે..
દાદાજીની વાર્તાઓમાં,
સંતોની કથાઓમાં,
મને પ્રેરણા મળે છે..
માટી
માટી મહીં ઘડાયો માનવ દેહ,
માટીમાં એક'દી ભળી જશે..
સંસારની મોહ-માયામાં,
આ જીવન આખુય વીતી જશે..
જપી લે પ્રભુનું નામ જલ્દી,
મલેકન મોત આવી જશે..
ગરીબોની મદદ કરતો જા,
પુણ્ય તારી સાથે રહી જશે..
માટી મહીં ઘડાયો માનવ દેહ,
માટીમાં એક'દી ભળી જશે..
ખુલ્લા મનથી જીવી લેજે,
નહીં'તો આશા અમર રહી જશે..
મારુ તારું કરવામાં,
જિંદગી આખીએ એળે જશે..
ફુલની જેમ મહેંકતા શીખ,
જીવન ધન્ય થઇ જશે..
માટી મહીં ઘડાયો માનવ દેહ,
માટીમાં એક'દી ભળી જશે..
ક્ષમા
દિલ દુભાવ્યું,
આંસુડે રડાવી,
મારી વ્હાલી પ્રિયે...
સાચા હ્રદયથી,
હાથ જોડી,
ક્ષમા ચાહું પ્રિયે...
વિશ્વાસ તોડ્યો,
નિરાશ કરી,
મારી લાડલી પ્રિયે..
સાચા મનથી,
દિલની ગહેરાઇથી,
ક્ષમા ચાહું પ્રિયે..
નારાજ કરી,
ઉદાસ કરી,
મારી મધુર પ્રિયે..
સાચા શબ્દોથી,
કવિતાના સ્વરૂપથી,
ક્ષમા ચાહું પ્રિયે..
અબોલો થયા,
વિખુટા પડ્યા,
મારી વ્હાલી પ્રિયે..
વચન આપું,
નથી થાઉં દૂર,
ક્ષમા ચાહું પ્રિયે..
માની જા હવે,
ના રહે નારાજ,
મારી લાડલી પ્રિયે..
કસમ છે તને,
મારી દોસ્તીની,
ક્ષમા ચાહું પ્રિયે..
ફરી જીવીશું,
એવા જ ભાવથી,
મારી મધુર પ્રિયે..
નહીં આવે અડચણ,
આપણી વચ્ચે,
ક્ષમા ચાહું પ્રિયે..
મર્મ
તમે ન કહ્યું તો'ય અમે સમજી ગયા,
તમારી આંખોને અમે વાંચી ગયા..
મર્મમાં જતાવ્યો પ્રેમ તમે,
અમે એ મર્મ પણ સમજી ગયા..
તમારી લાગણીના દરિયામાં,
અમે પણ ડૂબકી લગાવી ગયા..
દિલથી દિલની વાત અમે કહી ગયા,
તમારા પ્રેમને અમે સમજી ગયા..
રહેશે અમર પ્રીત આપણી,
એ વાત આખરે તમે મનાવી ગયા..
લાખ ભૂલોને ભૂલી,
તમે અમને વારે-વારે માફ કરી ગયા..
યાદ રહેશે દરેક પળ જીવનની,
જે સાથે તમારી વિતાવી ગયા..
મર્મમાં જ રહી ગઈ ઘણી વાતો,
પણ જીવન મારુ તમે નિખારી ગયા..
ઉજાશ
તને જોઈને આંખ્યું મારી થનગને,
તારા રૂપમાં હૈયું મારુ ઘાયલ બને,
કેવી ઘડી કુદરતે તુજ ને પ્રિયે,
તારા હોવાથી હંમેશા દિલમાં ઉજાશ રહે..
તારા નયનમાં સમાઈ જાઉ,
તારી હાથની લકીર બની જાઉ,
કેટલી પ્રેમાળ છે તું મારી પ્રિયે,
તારા હોવાથી હંમેશા દિલમાં ઉજાશ રહે..
તને જોતા જ શબ્દો નીકળે,
તારા પર રોજ એક કવિતા નીકળે,
કઈ માટીની બની છે તું પ્રિયે,
તારા હોવાથી હંમેશા દિલમાં ઉજાશ રહે..
તું સંગ રહે એવી દુઆ કરું,
તારી સાથે જીવનની અમૂલ્ય પળ વીતે એવી પ્રાર્થના કરું,
કેટલી મોહક છે તું મારી પ્રિયે,
તારા હોવાથી હંમેશા દિલમાં ઉજાશ રહે..