Featured Books
શ્રેણી
શેયર કરો

ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૬)

આત્મીયતા

જેના આવવાથી ફેલાયો ધરતીપર નૂર,
મારા મુહંમદની મિલાદ આવી રહી છે,

ખુશીઓથી ઝૂમી ઉઠ્યું છે આ જગ,
મારા આકાની મિલાદ આવી રહી છે,

જેમણે બતાવ્યો પરચો કરી ચાંદના બે ટુકડા,
અલ્લાહના રસુલની મિલાદ આવી રહી છે,

જીવન જીવીએ એમના બતાવ્યા રસ્તે ચાલી,
હજરત મુહંમદ મુસ્તફાની મિલાદ આવી રહી છે,

રાખો આત્મીયતા એમની બતાવેલી દિશા પર,
અમન સુકુન ફેલાવનાર આકાની મિલાદ આવી રહી છે,

સત્ય, બંદગી ને દુઆ જીવનમાં ઉતારો,
અલ્લાહના રસુલની મિલાદ આવી રહી છે..

હું સ્વાર્થી છું..

તને ફક્ત મારી જ માનું છું,
તને દિલથી અનહદ ચાહું છું,
એટલે જ લોકો કહે છે,
હું સ્વાર્થી છું..

પળે પળમાં તને અનુભવું છું,
તને પામવાનો સ્વાર્થ સેવુ છું,
એટલે જ લોકો કહે છે,
હું સ્વાર્થી છું..

પોતાનાથી વધુ વિશ્વાસ તારા પર રાખું છું,
તને જ મારુ મનમિત માનું છું,
એટલે જ લોકો કહે છે,
હું સ્વાર્થી છું..

મારા પ્રણયનો પરિચય તને કરાવું છું,
બસ તારા પર જ વ્હાલ વરસાવું છું,
એટલે જ લોકો કહે છે,
હું સ્વાર્થી છું..

તારી આંખોમાં મારી છબી જોવું છું,
તને મારા શ્વાસમાં અનુભવું છું,
એટલે જ લોકો કહે છે,
હું સ્વાર્થી છું..

ઈમાન

હો અગર ઈમાન પક્કા,
બુરી આદતે આપસે દૂર રહેતી હૈ,
ખુદા કે દરબાર મેં,
આપકી વાવાહી રહેતી હૈ,

મિલતા હૈ સુકુન,
અગર દિલ મેં હો ઈમાન,
પાકે ખુદા કી યે નેમત,
દિલ ખુશહાલ રહેતા હૈ,

કરોગે ભરોસા ખુદા પર સચ્ચે દિલ સે,
ઉસી કો હમ સબ ઈમાન કહેતે હૈ,
બનજાતી હૈ જિંદગી ઔર આખીરત જીસકી,
ઉસકો હી ઈમાનવાલા કહેતે હૈ..

અનુભૂતિ

દૂર રહીને તુજથી પ્રિયે,
તારા પ્રેમની અનુભૂતિ થઇ,

જીવનમાં ક્યારેય ન માણેલા,
એ અહેસાસની અનુભૂતિ થઇ,

હવાના આવેલા લહેરિયામાં,
તારા સ્પર્શની અનુભૂતિ થઇ,

ભીની થઇ તારી યાદમાં આંખો,
ને તારા વિરહની અનુભૂતિ થઇ,

મોબાઈલમાં આવેલા તારા સંદેશમાં,
તારા સ્નેહની અનુભૂતિ થઇ,

મીઠા તારા શબ્દો વાંચીને,
હૈયે ટાઢક થયાની અનુભૂતિ થઇ,

ભુલાઈ ગઈ દુનિયાની ઝંઝટ,
ને તારી નિકટતાની અનુભૂતિ થઇ,

મીઠી નીંદરમાં આવેલા સ્વપ્નમાં,
તારી હાજરીની અનુભૂતિ થઇ..

સરિતા

ખળખળ વહેતી સરિતા,
સાગરમાં જઈને સમાય,

કેવું રૂડું દ્રશ્ય હોય,
જ્યાં સરિતા ને સાગરનું મિલન થાય,

જન્મે ડુંગરામાં સરિતા,
લઈને શીતળ જળ સાથે,

ધોઈને લોકોના પાપ,
એ મળે જઈ સાગરને,

પશુઓને જળ આપતી સરિતા,
ધૂળને રેતીમાં ફેરવે,

દરેક જીવનું ધ્યાન રાખી,
એ બધા પ્રેદેશોમાં પ્રસરે,

ભારતખંડમાં દેવીનું સ્થાન ધરાવતી સરિતા,
દરિયામાં વિલીન થાય,

બસ આજ છે સરિતાની જિંદગી,
જેને નદીનો વહેણ કહેવાય..

પ્રિયે સાથે પ્રીત

નથી કોઈ મનમાં સ્વાર્થ મારે,
નથી કોઈ ભેદ પ્રેમમાં તારે,

બનીને તારો શ્યામ હવે જીવવું છે,
બનાવીને તને રાધા સંગ રહેવું છે,

છોડી જગતની ચિંતા બસ તને જ ચાહવું છે,
તારી આંખના આંસુને અમૃત ગણી પીવું છે,

નથી કોઈ લોભ કે લાલચ મને,
નથી કોઈ ગેરસમજ હૈયે મારે,

બસ તારા વ્હાલમાં મારે ભીંજાવું છે,
તને જ પ્રીત કરીને આ જીવન ગુજારવું છે,

ખોટા વાયદાઓથી મનને દૂર રાખવું છે,
બસ તારી સાથેની પ્રેમ વર્ષામાં મારે ભીંજાવું છે..

દોસ્ત

જેની ગાળોમાં પણ પ્રેમ હોય,
જેની સાથે જીવનમેળ હોય,

જેની સાથે ચા ની ચૂસકી હોય,
જેની ગર્લફ્રેંડ આપણી ભાભી હોય,

જેના નામે ઘરે ટિકિટ ફડાતી હોય,
જેની વસ્તુઓ પર આપણી માલિકી હોય,

જેની સાથે ખડખડાટ હસાતું હોય,
જેની સાથે જીવન રંગીન હોય,

જેની સાથે હુક્કા પાર્ટી હોય,
જેની સાથે પિઝ્ઝા ખવાતા હોય,

જેની સાથે ક્યાંયપણ જવાતું હોય,
જેને માટે જીવન જોખમમાં મુકાતું હોય,

દુનિયામાં જે સંબંધ સૌથી ન્યારો હોય,
લોહીના સંબંધની પણ જે પ્યારો હોય,

જેની દુનિયામાં બધાને જરૂર હોય,
બસ એવો જ દોસ્ત મારો હોય..

જિંદગી કોરું કાગળ

પ્રેમ આપીને બધાને,
જીવનમાં ખુશી રહી,
પણ મારી જિંદગી,
આખરે કોરું કાગળ રહી..

સંબંધો બનાવીને,
જીવનમાં એક આશ રહી,
પણ મારી આત્મા,
હંમેશા નિરાધાર રહી..

વાવ્યું સ્નેહ બધી જગ્યાએ,
જીવનમાં વ્હાલની આશ રહી,
પણ મારે હૈયે,
એકલતા અપરંપાર રહી..

મદદરૂપ થયો બધાને,
જીવનમાં એક મીઠાશ રહી,
પણ મારી મદદ,
માટે નિરાશા કાયમ રહી..

પોતાના માન્યા દરેકને,
જીવનમાં એ સોગાત રહી,
પણ મારી જિંદગી,
આમ'તો કોરું કાગળ જ રહી..