શરીરમાં એક સુસ્તિ આવી ગઈ,
બધા જ કામોમાં આળસ આવી ગઈ,
નથી થતું મન ક્યાંય જવાનું હવે,
ન જાણે ક્યાંથી આવી ઉપાધિ આવી ગઈ,
મિત્રોના સંપર્ક પણ તૂટવા લાગ્યા,
ચારે કોર એકલતા ફેલાવવા લાગી ગઈ,
વહેલાં ઉઠવાના દિવસો ખોવાયા,
આખી આખી રાત જાગવાની આદત લાગી ગઈ,
ઘરનાં ટાંપાટૈયા બોજ લાગવા લાગ્યા,
શરીરને હવે આરામની આદત લાગી ગઈ,
નીરસ બની ગયું મારુ આ જીવન,
ન જાણે આખરે કોની નજર લાગી ગઈ,
વજન એકાએક વધવા માંડ્યું,
જિમ જવાની વાત જ વિસરાઈ ગઈ,
યુ.એસ. ના પ્રોજેક્ટમાં કામ કરતાં કરતાં,
હવે નાઈટ શિફ્ટની આદત લાગી ગઈ,
ગામડે ચાલતાં હતાં રોજ પગપાળે,
શહેરમાં વ્હીકલની આદત લાગી ગઈ,
ક્રિકેટ, ફૂટબોલ ને વોલિબૉલ છોડી,
પબજી, કેન્ડીક્રશ ને ડ્રીમ-ઇલેવનની આદત લાગી ગઈ,
મોટા થઇ ગયા જીવનમાં આજે,
સમજદારી જ લોકોથી ધીરે ધીરે દૂર કરાવી ગઈ,
પાછા જોઈએ છે મારા સ્ટ્રગલના દિવસો,
આ ઉપલબ્ધી મને અનફિટ બનાવી ગઈ,
ઈરફાન તારી આ કવિતા આજે,
તારા મનની વેદનાને પ્રગટાવી ગઈ..
મનોભાવ
સપનાઓ જોતાં જોતાં મોટા થયા,
ને એ બાળપણ પાછળ છૂટી ગયું,
મમ્મી પપ્પા એ લાડ લડાવીને મોટા કર્યા,
ને આજે એ લાડ પણ ખોવાઈ ગયું,
મનમાં હતી એક આંધી કંઇક કરી ગુજરવાની,
ને એ આંધીમાં જ મારુ જીવન ખોવાઈ ગયું,
સમય સાથે સોદો કરીને પૈસા કમાવવા નીકળ્યો,
ને આજે મારુ સુખ જ ક્યાંક ખોવાઈ ગયું,
નહોતી જરાયે તકલીફ જીવનમાં,
ને મોટા થવાની લાલસામાં મુશ્કેલીનું પોટલું બંધાઈ ગયું,
નથી દેખાતો બહાર નીકળવાનો રસ્તો હવે,
ને આખું જીવન એક ભૂલમાં હણાઈ ગયું,
મારા મનની વેરી બની મારી જ બુદ્ધિ,
ને આજે હૈયે અંતરમન યુદ્ધ ખેલાઈ ગયું,
થશે બધું સારું એક'દી ઈરફાન,
આજે દલડું મને કંઇક એવું જ સમજાવી ગયું..
મનઉકાળો
મળ્યા જીવનમાં મિત્રો અઢળક,
પણ ન વહેંચી શક્યો હું દુઃખ કોઈથી,
એકલો અટૂલો વિચારોમાં ખોવાયેલો,
ન કરી શક્યો હૈયાંની વાત કોઈથી,
શોધે છે મન હવે એક એવો રસ્તો,
જ્યાં ઠાલવી શકું મનનો ભાર કોક'દી,
આઝાદ થવું છે આ જંજાળ માંથી,
ને આવી ચડે છે જવાબદારીઓ સામેથી,
કરી લઉ જો સંકલ્પ ખુશ રહેવાનો,
દુઃખો વહેવા લાગે ન જાણે ક્યાંથી,
પરિસ્થિતિનો શિકાર વારંવાર થાઉં,
રૂપિયો ન ટકે મારા હાથમાં કોઈ'દી,
હસ્તરેખાઓ બતાવું ઘણાં જ્યોતિષને,
તો'ય સાલું ઉકેલ ન મળે કોઈ'દી,
વાંચક મિત્રો તમે જ કહો શું કરે ઈરફાન,
આનો હવે મળશે રસ્તો કોઈથી?