મહેલ - The Haunted Fort (Part-13) Kalpesh Prajapati KP દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મહેલ - The Haunted Fort (Part-13)

પ્રસ્તાવના :-

આ વાર્તા લખવા પાછળનો મારો મુખ્ય હેતુ વાચક મિત્રો ને મનોરંજન મળી રહે એ જ છે, આ વાર્તા ના તમામ પાત્રો અને ઘટનાક્રમ કે સ્થળ કાલ્પનિક છે જેનું કોઈ જ વસ્તુ કે વાસ્તવિકતા સાથે લેવાદેવા નથી. મનુષ્ય જ્યારે જન્મે ત્યારથી જ્યાં સુધી  મરે ત્યાં સુધી તેનામાં ડર જ એક એવી વસ્તુ છે જે મનુષ્ય ને સૌથી વધુ હેરાન કરે છે. દરેક ને અલગ અલગ વસ્તુ થી ડર લાગે છે, જેમાંથી  એક છે શૈતાન, ભુત કે ચુડેલ. અને મારી આ વાર્તા પણ એક ભુત પ્રેત પર આધારિત છે.

લિ. કલ્પેશ પ્રજાપતિ
           
           મહેલ - The Haunted Fort (Part-13) 
        
         થોડી જ વારમાં એ રિયા ના ઘરે પહોંચે છે. લગભગ સવારના પાંચ વાગ્યા હોય છે. 
         " આવી ગયો કૃણાલ!" કૃણાલ ને આવતો જોઈ રિયા બોલી. 
         " તું બહાર એકલી શું કરે છે?" રિયા ને બહાર ઊભેલી જોઈ કુણાલે ચિંતાતુર સ્વરે પુછ્યું. પછી બંને અંદર ગયા, કુણાલ એ રિયા ને ડાયરી બતાવીને બધું જ કહ્યું. સવાર પડતા જ કુણાલે બધાને પૂછ્યું કે જેસન પહેલાથી જ એવો હતો કે પછીથી અને સ્વભાવ બદલાયો હતો પણ કોઈને કંઈ જ ખબર નહોતી. 
        " કદાચ આ માહિતી મારા પાસે હોય?" બ્રિજેશ એ કુણાલને કહ્યું. પછી તેઓ ફટાફટ ફ્રેશ થઈ ચા નાસ્તો કરી બ્રિજેશ ના દાદા પાસે જાય છે અને તેમને જેસન વિષે પૂછે છે. ત્યારે જાણવા મળે છે કે જેસન પહેલા આવો નહોતો પછી જ્યારે એની પત્ની લન્ડન થી આવી એના બે ત્રણ દિવસ પહેલા જ એના સ્વભાવમાં પરિવર્તન આવ્યું આ બધું બ્રિજેશ ના દાદાના દાદાએ તેમને કીધું હતું. 
       " મતલબ કે તે સીસી માં એવું કંઈક તો હતું જે ખુબ જ ખતરનાક. હતું પણ શું?" બ્રિજેશ ના દાદા ની વાત સાંભળી કુણાલ બોલ્યો અને વિચારવા લાગ્યો. 
        " શેની વાત કરે છે તું?" કુણાલ ની વાત સાંભળી પૂર્વી બોલી. 
        " એ જ સીસી ની જે જેસન ને ત્યાં મહેલમાંથી મળી હતી." કુણાલે પૂર્વી ને જવાબ આપતા કહ્યું. અને પાછો કોઈ વિચારમાં ખોવાઈ ગયો. બધા જ કુણાલ સામે જોઈ રહ્યા હતા બધા જ તેની વાત સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કેમકે કુણાલ શું કહી રહ્યો છે એ કોઈની સમજમાં આવી રહ્યું કોઇની સમજમાં આવી રહ્યું નહોતું. 
       " મારે એની તપાસ કરવા ફરીથી મહેલ માં જવું પડશે." થોડીવાર પછી પોતાના વિચાર ને પૂર્ણ કરી કુણાલ બોલ્યો.  " મારે મહેલમાં જ્યાં તેણે સ્વીમીંગ પુલ બનાવવા ખોદકામ કરાવ્યું હતું એ જગ્યાએ તપાસ કરવી પડશે. મારે બે ત્રણ માણસની જરૂર પડશે ત્યાં થોડું-ઘણું ખોદકામ કરવા માટે."
       " પણ ત્યાં આવવા માટે કોઈ તૈયાર નહીં થાય." કૃણાલ ની વાત સાંભળી પ્રિયા બોલી. તેની વાત સત્ય હતી કેમકે અત્યારે ગામમાં જે વાતાવરણ હતું તેનાથી માણસો અત્યંત ભયભીત હતા, તો તે મહેલમાં જવા કોણ તૈયાર થાય કોઈનામાં એટલી નહોતી કે તેઓ મહેલ માં જવા તૈયાર થાય. 
        " હું આવીશ તારી સાથે કુણાલ." પ્રિયાની વાત સાંભળી બ્રિજેશ બોલ્યો. 
        " હું પણ આવીશ તારી સાથેછછલ." બ્રિજેશ ની વાત સાંભળી થોડા આત્મવિશ્વાસ સાથે કેતન બોલ્યો. બંનેની તૈયારી જાણી નિતીન પણ એ બંનેની સાથે જવા માટે રાજી થઈ જાય છે, પણ કુણાલ તેને રિયા, પ્રિયા, ખ્યાતિ અને પૂર્વી સાથે રહેવા માટે જણાવે છે કેમકે તેમને અત્યારે એકલા મુકવા ખતરાથી ખાલી નથી. કુણાલ ની વાત માની નિતીન ત્યાજ રોકાય છે અને પછી ત્રણે મહેલ તરફ જવા માટે નીકળે છે. 
         " ધ્યાનથી કોઈપણ મારાથી દુર ના જાય નહીંતર હું કંઈ જ નહીં કરી શકું અને બધા જ સાથે રહેજો." કુણાલે બંનેને ચેતવણી આપતા કહ્યું. થોડી જ વારમાં તેઓ ખોદવા માટેના સાધનો લઈ મહેલ તરફ આગળ વધે છે, જેમ-જેમ તેઓ મહેલની નજીક જાય છે તેમ તેમ કેતન અને બ્રિજેશ ના હૃદયના ધબકારા વધતા જાય છે. અંતમાં તેઓ મહેલમાં પ્રવેશે છે. મહેલમાં ફર્યો હોવાથી હવે કૃણાલ ને ખબર હતી કે તે સ્વિમિંગ પુલ માટે ક્યાં ખોદકામ કરવામાં આવ્યું હતું. તેથી સમય બગાડ્યા વગર તેઓ ફટાફટ એ જગ્યાએ પહોંચે છે, કેતન અને બ્રિજેશ મહેલ નું વાતાવરણ જોઈએ થથડી રહ્યા હોય છે. ત્રણેય એ જગ્યાએ પહોંચે છે જ્યાં સ્વિમિંગ પૂલ બનાવેલો હોય છે તેઓ ત્યાં ખોદવાનું શરૂ કરે છે. 
       જેમ જેમ તેઓ ખાડો કરતા જાય છે તેમ તેમ મહેલ નું વાતાવરણ બદલાતું જાય છે, એકાએક વાતાવરણમાં ઠંડી પ્રસરવા લાગે છે જાણે મહેલમાં ઠંડી માઇનસમાં પહોંચી કઈ હોય એવું લાગે છે તેઓ ઠંડીના કારણે ત્યાં જ ટૂંટિયું વાળીને બેસી જાય છે જાણે હમણાં જ તેમના શરીરમાંથી તેમનો દેહ છૂટી જશે એવું તમને લાગે છે. અચાનક વાતાવરણ ગરમ થવા લાગે છે. સમય બગાડ્યા વગર કૃણાલ પાછો ખોદવાનું શરૂ કરી દે છે કૃણાલ ને ખોદતો જોઈએ કેતન અને બ્રિજેશ પણ ખોદવા લાગે છે. લગભગ ૪ થી ૫ ફૂટ ઊંડો ખાડો કરતાં એમાંથી કોઈ વસ્તુ મળે છે, વસ્તુ જોઈ બધાના ચહેરા પર સ્મિત ફરી વળે છે.
         " બહાર કાઢતો કેતન?" કુણાલે કેતન ને એ વસ્તુ કાઢવા માટે કહ્યું. કેતન અને બ્રિજેશ એ ધીરેથી એ વસ્તુ બહાર કાઢી. એ એક લાકડાની બનાવેલી પેટી હતી તે પેટી ખોલી, તેમાંથી એક બુક મળી. તે બુક ને ખોલે છે બુક ખોલતા જ જોરજોરથી પવન ફુંકાવાનો ચાલુ થઈ જાય છે ત્રણેની ટોર્ચ બંધ થઈ જાય છે.
        " કુણાલ આને આપણે ઘરે જઈને વાંચીએ અહીંયા વાંચવી ખતરાથી ખાલી નથી." મહેલના વાતાવરણથી ડરતા નીતિને  કૃણાલને કહ્યું. નીતિન ની વાતથી સહમત થઈ તેઓ બુક લઈને બહાર નીકળે છે, અને ઘર તરફ જાય છે થોડી જ વારમાં તેઓ રિયાના ઘરે પહોંચી જાય છે.
        " તમને કંઈ મળ્યું?" ત્રણે ને અંદર આવતા જોઈ ખ્યાતિએ તેમની સામે જોઈ પૂછ્યું. બધા અત્યારે તેમનો જવાબ સાંભળવા આતુર હતા.
        " હા આ રહ્યું." કુણાલે પોતાના હાથ માં રહેલ બુક બતાવતા કહ્યું પછી તેઓ રિયાના રૂમમાં જઈ પુસ્તક ખોલે છે.
        " આતો સંસ્કૃત માં લખેલું છે આપણને ક્યાં સંસ્કૃત આવડે છે." બુક ખોલી અંદર નજર કરતા પ્રિયા બોલી.
        " તમે શાંત થશો હું વાંચીશ મને આવડે છે સંસ્કૃત." કુણાલે બધાને શાંત થવા કહ્યું.
        " તને ક્યારથી સંસ્કૃત આવડી ગયું." પૂર્વી એ કૃણાલ ને પૂછ્યું. 
        " જ્યારથી હું જંગલમાં બાબા જોડે રહેવા લાગ્યો ત્યારથી." કુણાલે પૂર્વી ને જવાબ આપતા કહ્યું પછી તેને બુક વાંચવાનું ચાલુ કર્યું. 
          સન ઈ. સ. 1105 ની વાત છે. જ્યારે ગુજરાત રાજ્યમાં સિદ્ધરાજ જયસિંહ નું રાજ ચાલતું હતું. જૂનાગઢમાં લોકો વસવાટ કરતા હતા અને લગભગ લોકો સુખી પણ હતા. પણ તેમના એ સુખમાં એક એવી નજર લાગી હતી જે તેમને તહસ-નહસ કરી નાખવાની હતી. 

To be continued........... 


મિત્રો આ મહિને મારે ઓડિટ ના લીધે કામ હોવાથી હું સ્ટોરી લાંબી લખી શકતો નથી જેથી આપની માફી માગું છું મને આશા છે કે તમે મારી મજબૂરી સમજી શકશો આભાર.