Mahel - 12 books and stories free download online pdf in Gujarati

મહેલ - The Haunted Fort (Part-12)

પ્રસ્તાવના :-

આ વાર્તા લખવા પાછળનો મારો મુખ્ય હેતુ વાચક મિત્રો ને મનોરંજન મળી રહે એ જ છે, આ વાર્તા ના તમામ પાત્રો અને ઘટનાક્રમ કે સ્થળ કાલ્પનિક છે જેનું કોઈ જ વસ્તુ કે વાસ્તવિકતા સાથે લેવાદેવા નથી. મનુષ્ય જ્યારે જન્મે ત્યારથી જ્યાં સુધી  મરે ત્યાં સુધી તેનામાં ડર જ એક એવી વસ્તુ છે જે મનુષ્ય ને સૌથી વધુ હેરાન કરે છે. દરેક ને અલગ અલગ વસ્તુ થી ડર લાગે છે, જેમાંથી  એક છે શૈતાન, ભુત કે ચુડેલ. અને મારી આ વાર્તા પણ એક ભુત પ્રેત પર આધારિત છે.

લિ. કલ્પેશ પ્રજાપતિ

                મહેલ - The Haunted Fort (Part-12)

           કૃણાલ અને પૂર્વી ઘરે આવી સીધા જ રિયા ના રૂમમાં જાય છે.
          " રિયા પ્લીઝ દરવાજો ખોલ. તને શું થયું એ તો કહે પહેલા?" રૂમનો દરવાજો અંદરથી બંધ કર્યો હોવાથી પૂર્વી એ રિયા ને કહ્યું.
          " મારે કોઈની સાથે વાત નથી કરવી પ્લીઝ મને એકલી છોડી દો." પૂર્વી ની વાત સાંભળી રિયા એ પૂર્વી ને કહ્યું.
          " એક મિનિટ પૂર્વી તું નીચે જઈ પાણી લઇ આવ ત્યાં સુધી હું રિયાને મનાવવાનો પ્રયત્ન કરું." કુણાલે એ પૂર્વી ને કહ્યું કૃણાલની વાત સાંભળી પૂર્વી નીચે પાણી લેવા જાય છે.
         " રિયા પ્લીઝ દરવાજો ખોલ મારે વાત કરવી છે." પૂર્વીના ગયા પછી કૃણાલ એ રિયા ને કહ્યું. કૃણાલ ની વાત સાંભળી રિયા એ દરવાજો ખોલ્યો.
         " બોલ તારે શું કહેવું છે?" રિયા એ દરવાજો ખોલી મોઢું ફેરવી ગુસ્સા માં કુણાલ ને કહ્યું. 
         " તને પ્રોબ્લેમ શું છે?"
         " મને કોઈ પ્રોબ્લેમ નથી તુજે કરી રહ્યો છે એનાથી મારે શું લેવા દેવા." રિયા બોલી એટલામાં પૂર્વી પાણી લઈને આવી.
         " મારી વાત સાંભળો તમે હવે ઘરની બહાર નીકળતા નહીં જ્યાં સુધી હું પાછો ના આવું ત્યાં સુધી." કુણાલ એ પાણી પીને રિયા અને પૂર્વી ને કહ્યું અને તેમને બધા મિત્રોને બોલાવીને સાથે રહેવા માટે જણાવ્યું કેમકે હવે એકલા રહેવું એટલે પોતાની મોતની નિમંત્રણ આપવા જેવું હતું.
         " તારું ધ્યાન રાખજે કુણાલ." પૂર્વી એ  કૃણાલ ને કહ્યું પછી તેને બધા ને ફોન કરી ને રિયા ના ઘરે બોલાવી લે છે.
         " તુ આમ ટેન્શનમાં કેમ છે? શું થયું?" કુણાલે પ્રિયા તરફ નજર કરતા પૂછ્યું. રિયા કંઈજ બોલી નહીં તે કુણાલ ની નજીક ગઈ તેને કિસ કરી અને રોતી રોતી પોતાના રૂમમાં ચાલી ગઈ. કુણાલ મહેલ તરફ જવા માટે નીકળે છે. થોડી જ વારમાં કુણાલ ગામ વટાવીને જંગલમાં પ્રવેશે છે ટોર્ચના અજવાળામાં ધીરે ધીરે મહેલ તરફ આગળ પ્રસ્થાન કરે છે. થોડી જ વારમાં તે મહેલ સુધી પહોંચી જાય છે, તે દરવાજો ખોલીને અંદર પ્રવેશે છે. મહેલ વિશાળ હોય છે, અંદર લગભગ ૧૫ થી ૧૬ જેટલા રૂમ હોય છે.
          " ક્યાંથી શરૂ કરું?" કુણાલ મનમાં વિચારે છે અને તે નીચે ડાબી બાજુએ આવેલા રૂમથી ચાલુ કરે છે. એક પછી એક એમ ડાબી બાજુ ના ચાર રૂમો તપાસે છે પણ કંઈ જ મળતું નથી એ જમણી તરફની બાકી એ ત્રણ રૂમ તપાસે છે પણ ત્યાં પણ કઈ મળતું નથી. રૂમો તપાસતા તપાસતા સાંજ થઈ જાય છે હવે કુણાલ બધું તપાસીને જ પાછો જશે એવું મન બનાવી લે છે પછી તે ઉપરની તરફ જાય છે. ઉપર ની બધી જ રૂમો લગભગ હોય છે. કુણાલ જમણી તરફ ના રૂમ તરફ આગળ વધે છે અને તેનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે છે, તે રૂમનો દરવાજો ખોલતા કૃણાલને લગભગ 10 થી 15 મિનિટ થઈ જાય છે. રૂમમાં પ્રવેશતા જ તેને ખરાબ વાસ આવે છે, તે રૂમાલથી પોતાનું નાક દબાવી ને ટોર્ચ ના અજવાળામાં તે અંદર પ્રવેશે છે. અંદર તેને માનવીના હાડપિંજરો નજરે ચડે છે લગભગ 10 થી 15 વ્યક્તિના હાડપિંજર હોય છે, તે રૂમ માંથી બહાર નીકળી તે બીજા રૂમમાં જાય છે લગભગ પેલા રૂમ જેવી જ આ રૂમની હાલત હોય છે કૃણાલ ને  વોમીટ થઈ જાય છે.  તે ધીરે થી બીજા રૂમ નો દરવાજો ખોલે છે અને સામે દિવાલ પર એક તસવીર નજરે ચડે છે.
          " કદાચ આજ જેસન લાગે છે. કદાચ આ જેસન નો જ રૂમ છે, અહીંયાંથી જરૂર કંઈક મળશે." કૃણાલે તે તસવીરને જોઈ મનમાં અનુમાન લગાવ્યું અને તે અંદર પ્રવેશ્યો અંદર પ્રવેશી રૂમની ઝીણવટથી તપાસ કરવા લાગ્યો. લગભગ બે કલાક શોધ્યા પછી તેને રૂમમાંથી એક ડાયરી મળી. તે ડાયરી  લઈ તપાસે છે ડાયરી જેસન ની હોય છે તેને થોડી આશા જાગે છે કે આમાંથી તેને કંઈક માહિતી મળશે.
                        **************
         " યાર પૂર્વી આ કૃણાલ હજુ સુધી નથી આવ્યો રાતના દસ વાગી ગયા છતાંય." ઘડિયાળમાં જોતા કુણાલ ને પાછો આવતા ચિંતા વ્યક્ત કરતા રિયા બોલી.
         " રિયા તું ચિંતા ના કર કૃણાલ ને કઈ નહિ થાય તે પાછો આવી જશે તું આરામ કર." પૂર્વી એ રિયા ને કહ્યું. અચાનક તેમને કોઈની ચીસ સંભળાય છે, ફટાફટ તેઓ નીચે જાય છે નીચે જઈને જુએ છે તું કંઈ હોતું નથી બધાને નવાઈ લાગે છે.
          " મને તો બહુ જ બીક લાગે છે." ખ્યાતિ બોલી
          " તમે બધા અહીં રહો હું અને કેતન બહાર જઈને જોઈ ને આવીએ છીએ." બ્રિજેશ એ બધાને અંદર રહેવાનું કહી બહાર જોવા માટે નીકળે છે. બહાર કોઈ જ હોતું નથી બંને આમતેમ નજર કરે છે પણ કોઈ દેખાતું નથી તેઓ પાછા ઘરમાં જાય છે.
          " પ્રિયા ક્યાં ગઈ?" ઘરમાં આવતા જ બધા હોય છે ત્યાં પ્રિયા નજરે ન ચઢતા બ્રિજેશ બોલ્યો.
         " હમણાં તો અહીંયા જ હતી." ખ્યાતિએ જવાબ આપતા કહ્યું. અચાનક તેમને ટેરેસ પરથી કોઈની ચીસ સંભળાય છે.
         " આતો......." રિયા બોલતા અટકાય છે બધાનો જીવ અત્યાર થઈ જાય છે ફટાફટ તેઓ ટેરેસ પર જાય છે. ત્યાં જઈને જુએ છે તો પ્રિયા બેહોશ હાલતમાં હોય છે, બ્રિજેશ અને કેતન ફટાફટ તેને ઉચકી નીચે લાવે છે અને તેના મોં પર પાણી છાંટી તેને ઓસમાન લાવવાનો પ્રયત્ન કરે છે તેને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરે છે.
          " પ્રિયા ત્યાં ઉપર તું કેવી રીતે પહોંચી ગઈ?" પ્રિયા ના ભાનમાં આવતા જ પૂર્વી એ પ્રિયા ને પૂછ્યું
          " તમે બંને જ્યારે બહાર નીકળ્યા ત્યારે મેં મારી બાજુમાં જોયું તો કોઈ જ હતું નહીં હું બધાને અંદર શોધવા લાગી પણ કોઈ જ દેખાયું નહીં. અચાનક મારી નજર ટેરેસ ના દાદર તરફ ગઈ તો બધા ઉપર જતા હતા તો હું પણ તેમની પાછળ પાછળ ઉપર ગઈ પછી આગળ શું થયું તે મને ખબર નથી." પ્રિયા એ બધાને કહ્યું. પ્રિયાની વાત સાંભળી બધા જ હેરાન હતા.
                            **********
                આ તરફ કુણાલ ડાયરી લઇ વાંચવા બેસે છે, ટોર્ચના પ્રકાશમાં વાંચવાનું શરૂ કરે છે. " જેસન પાર્કર " ઇન્ડિયા વર્ષ ૧૮૬૮ એટલામાં કુણા હાથમાં રહેલી ટોર્ચ બંધ થઈ જાય છે. કુણાલ ટોર્ચ માં રહેલા પાવર ને કાઢી પરી કરાવે છે પણ ટોર્ચ ચાલુ થતી નથી ફરી પાછો તે પાવર કાઢી ભરાવે છે આ વખતે ટોર્ચ ચાલુ થઈ જાય છે અને જોવે છે તો ડાયરી ત્યાં હોતી નથી. ફરી પાછો તે ડાયરી શોધવાનો પ્રયત્ન કરે છે પણ ડાયરી તેને મળતી નથી. ફરી પાછો તે જેસર ના રૂમ માં જઈ એ જગ્યાએ જઈને તપાસ કરે છે જ્યાંથી તેને ડાયરી મળી હોય છે ત્યાં જઈને જુએ છે તો તેના ચહેરા પર રોનક આવે છે ડાયરી ત્યાં જ હોય છે. તે ડાયરી લઈ ફરી પાછો વાંચવા બેસે છે ઘડિયાળમાં જોવે છે તો બાર વાગી ગયા હોય છે. આ તરફ રિયા ને કૃણાલ ની ચિંતામાં નીંદર પણ આવતી નથી તે કૃણાલ ને મનોમન લવ કરવા લાગી હોય છે
          " હજી તો ઘણો ટાઈમ છે હું આ ડાયરી અત્યારે જ વાંચી લઉં." ઘડિયાળ માં ટાઈમ જોઈ કુણાલ એ પોતાની જાતને કહ્યું અને ફરી પાછી ડાયરી વાંચવાની શરૂ કરી.
          વર્ષ 1830માં માં જેસન નો જન્મ ઇંગ્લેન્ડના લન્ડન શહેરમાં થયો હતો. તેના પિતા અહીં ભારત હોવાથી તે 30 વર્ષની વયે ભારતમાં આવ્યો હતો. તેના પિતાનું અવસાન થતા તેના પિતાની જગ્યાએ તેને નિયુક્ત કરવામાં આવ્યો હતો આ મહેલ કે જેના પર અત્યારે જેસને કબજો જમાવ્યો છે તે એક રાજા નો મહેલ હતો જેના પર તેમણે હુમલો કરી કબજે કરી લીધો હતો. જેસન આ મહેલને પોતાના કબજે લઇ આ મહેલમાં રહેવા લાગે છે પછી લન્ડન થી પોતાની પત્નીને ઇન્ડિયા બોલાવે છે અને તેની પત્ની માટે તે મહેલમાં  સ્વિમિંગ પુલ બનાવવા માટે જ્યારે ખોદકામ કરાવે છે ત્યારે તેને ખોદકામ કરતાં કોઈ કાચની સીસી મળે છે. 
          " અરે! પછી શું થયું? અમે તો અધૂરું લખાણ છે." ડાયરી વાંચતા અધૂરું લખાણ જોઈએ કુણાલ મનમાં બોલ્યો ડાયરીમાં જેસને સીસી મળી ત્યાં સુધીનો જ લખેલું હતું આગળથી માહિતી તેને મળી નહીં જેનાથી તે નિરાશ થઈ જાય છે. 
         " કંઇક તો હતું જ એસીસી માં નહિતર જેસને આટલે સુધી લખ્યું અને પછી કંઈ જ નથી લખ્યું મતલબ જેસન સીસી મળી એ પહેલા સુધી સીધો હતો અને સીસી મળ્યા પછી જ એના સ્વભાવમાં પરિવર્તન આવ્યું હશે." કુણાલ મનમાં જ વિચારે છે અને પછી તે ડાયરી લઈ ત્યાંથી નીકળે છે. 
 
To be continued............. 

       

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED