મહેલ - The Haunted Fort (Part-10) Kalpesh Prajapati KP દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મહેલ - The Haunted Fort (Part-10)

પ્રસ્તાવના :-

આ વાર્તા લખવા પાછળનો મારો મુખ્ય હેતુ વાચક મિત્રો ને મનોરંજન મળી રહે એ જ છે, આ વાર્તા ના તમામ પાત્રો અને ઘટનાક્રમ કે સ્થળ કાલ્પનિક છે જેનું કોઈ જ વસ્તુ કે વાસ્તવિકતા સાથે લેવાદેવા નથી. મનુષ્ય જ્યારે જન્મે ત્યારથી જ્યાં સુધી  મરે ત્યાં સુધી તેનામાં ડર જ એક એવી વસ્તુ છે જે મનુષ્ય ને સૌથી વધુ હેરાન કરે છે. દરેક ને અલગ અલગ વસ્તુ થી ડર લાગે છે, જેમાંથી  એક છે શૈતાન, ભુત કે ચુડેલ. અને મારી આ વાર્તા પણ એક ભુત પ્રેત પર આધારિત છે.

લિ. કલ્પેશ પ્રજાપતિ

             મહેલ - The Haunted Fort (Part-10)

           " પણ રિયા ક્યાં છે?" આમતેમ નજર કરતા રિયા નજરે ના ચડતાં ચિંતાતુર થતા પૂર્વી બોલી.
           " રિયા ક્યાંક અંદર તો........" બોલતા જ પ્રિયા અટકી ગઈ.
           " ના ના એવું ના બની શકે અહીંયા જ ક્યાંક હશે." કેતને આશા વ્યક્ત કરતા કહ્યું.
           " જો એ બહાર આવી હોય તો ક્યાં ગઈ? મને લાગે છે કે તે અંદર જ રહી ગઇ છે." કેતન ની વાત સાંભળી બ્રિજેશ બોલ્યો. રિયા ને લઈને બધાના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉપસી આવી હતી. 
           " બ્રિજેશ, પૂર્વી, પ્રિયા" રિયા એ ઊભા થતાં જ બધાને શોધતાં બૂમ પાડે છે, પણ તેને કોઈ ત્યાં દેખાતું નથી તે બધાને શોધવાનો પ્રયત્ન કરી રહી હતી તે વાતથી અજાણ હતી તે એકલી જ અંદર રહી ગઈ છે.
          " કોણ છે ત્યાં?" અચાનક તેની સામેની તરફ દૂર કંઈક સળવળાટ થતાં રિયા બોલી. તેને કોઈ પ્રત્યુત્તર મળતો નથી તે ડરતી ડરતી બહાર નીકળવા માટે દરવાજા તરફ આગળ વધે છે. અચાનક તેને દુપટ્ટો કોઈ એ પાછળથી પકડ્યો હોય એવું તેને પ્રતીત થાય છે એક ભયનું લખલખું તેના રોમરોમ માંથી પસાર થઈ જાય છે, તે હિંમત કરી પાછળ ફરી જુએ છે તો તેનો ડર ઓછો થાય છે. તેનો દુપટ્ટો બાજુમાં પડેલા ટેબલ પર ભરાઈ ગયો હોય છે. રિયા તેનો દુપટ્ટો ફટાફટ કાઢી આગળ વધે છે. જેવી તે દરવાજાની નજીક પહોંચે છે એવી જ તે જમીનથી ત્રણ ફૂટ અઘ્ધર થઈ અને પાછળ ફેંકાય જાય છે. આમ જમીન પર પટકાવાથી તેને ઇજા થાય છે અને દર્દના કારણે તે કણસી રહી હોય છે, તેને કદાચ બેઠો માર વાગ્યો હોય છે છતાં પણ તે ઊભા થવાનો પ્રયત્ન કરે છે , મહા મહેનતે ઉભી થાય છે અને આગળ વધે છે.
           તે આમ તેમ નજર કરતા ડરતા ડરતા આગળ વધે છે. એ પાછળ નજર ઘુમાવી જેવી આગળ જોવે છે એવી જ તેના મોઢામાંથી જોરદાર ચીસ નીકળી જાય છે. તે જેવી આગળ જોવે છે કે એક ભયંકર ડરામણો ચહેરો તેની સમક્ષ હોય છે, જે તેને લન્ડન માં રોજ સ્વપ્નમાં આવતો હોય છે.
                               ***********
           " રિયા ને બચાવવા કંઈક તો કરવું પડશે." પૂર્વી બોલી
           " પણ આપણા હાથમાં કંઈ નથી હવે તો એને ભગવાન જ બચાવી શકે એમ છે." ખ્યાતિએ પૂર્વી ને કહ્યું. 
         આ તરફ રિયા બચવા માટે આમતેમ દોડી રહી હોય છે. તેને એમ કે કોઈ બચાવવા માટે જરૂર આવશે એ આશ માં જ તે ત્યાં ફર્શ પર બેહોશ થઈ જાય છે. તે જેવી બેહોશ થઈ જાય છે તરત જ એક વ્યક્તિ તેની નજીક આવે છે, જેનો ચહેરો દેખાતો નથી તેણે એક જેકેટ પહેર્યું હોય છે અને જેકેટની કેપ માથા પર ઢાંકી હોવાથી તેનો ચહેરો સાફ દેખાતો નથી પણ તેનું શરીર અને તેની સ્ફૂર્તિ પરથી તે ૨૩ થી ૨૫ વર્ષનો યુવાન માલુમ પડતો હતો. તે રિયા ને ઊઠાવી ને બહાર તરફ નીકળે છે તે બહાર નીકળતા નીકળતા કોઈ મંત્રોચ્ચાર કરતો હોય છે. આ દરમિયાન રિયા થોડી ઘણી ભાનમાં આવે છે તેની આસપાસ શું ચાલી રહ્યું હોય છે તેને ખ્યાલ આવતો નથી. તે વ્યક્તિ મંત્રોચારથી દરવાજો ખોલી ને બહાર નીકળે છે. 
           " રિયા......... રિયા" રિયા ને બહાર સહી-સલામત જોઈ બધા ખુશ થતાં બોલ્યા. પણ બધાને એક વાતની નવાઈ લાગી કે રિયા ને બહાર લાવવા વાળો વ્યક્તિ કોણ છે? અને તે અંદર કેવી રીતે પ્રવેશ્યો?, અને દરવાજો ખોલી બહાર કેવી રીતે આવ્યો? બધાના મગજમાં ઘણા બધા પ્રશ્નો ઉદભવ્યા હતા. 
         " તમે કોણ છો? અને તમે અંદર કેવી રીતે પહોંચ્યા? અને તમે બહાર કેવી રીતે આવ્યા?" તે વ્યક્તિની નજીક જતાં બ્રિજેશ એ તે વ્યક્તિ ને સવાલ પર સવાલ પૂછ્યા. બ્રિજેશ ના સવાલ સાંભળતા જ તે વ્યક્તિએ પોતાના માથા પરથી કેપ હટાવી, કેપ  હટાવતાજ તેનો ચહેરો દેખાય છે. તે વ્યક્તિના મોં પર લાંબી દાઢી હોય છે તેના વાળ પણ ઘણા લાંબા હોય છે જેથી તેને ચોટી બાંધી હોય છે, કદાચ તેને છેલ્લા એક વર્ષથી વાળ કપાવ્યા નથી અને દાઢી પણ કરી નથી એવું પ્રતિત થઈ રહ્યું હોય છે. 
           " કુણાલ........ માય ગોડ કુણાલ તું! મને તો વિશ્વાસ નથી આવતો કે તું મારી સામે છે અને આ બધું શું છે?" કૃણાલને પોતાની સામે જોઈ ખુશ થતા પૂર્વી બોલી. આવી હાલતને કારણે કૃણાલને ઓળખવામાં પૂર્વીને થોડો સમય લાગ્યો. તેની દાઢી અને બાલ સામે જોતા પૂર્વી તેને આનું કારણ પૂછે છે. પૂર્વી ને કુણાલને ઓળખતા જ બધાને ખબર પડી જાય છે કે આ પૂર્વીનો ફ્રેન્ડ છે ત્યાં સુધી રિયા પણ સ્વસ્થ થઈ જાય છે. 
         " પહેલા ઘરે જઈશું?"  બ્રિજેશ એ પૂર્વી ને કહ્યું. પછી બધા ત્યાંથી રિયા ના ઘરે જવા માટે નીકળે છે. રિયા ને બેઠો માર વાગ્યો હોવાથી તેને ચાલવામાં થોડી તકલીફ પડી રહી હોય છે,  રિયા વારંવાર કુણાલ ની સામે જોતી હોય છે કદાચ રિયા કૃણાલને પસંદ કરવા લાગી છે. તેને મોકો મળતા તે કુણાલ પાસે જાય છે અને પોતાનો જીવ બચાવવા માટે તેનો આભાર માને છે.  થોડી જ વારમાં તેઓ ગામમાં પ્રવેશે છે તેઓ પ્રિયા ના ઘરે જાય છે. 
           " હા તો હવે જણાવ." રિયા ના ઘરે પહોંચી રિયાના રૂમમાં જઈ બેસતા પૂર્વીએ કુણાલને કહ્યું. 
           " કઈ નહિ પૂર્વી આજથી 1 વર્ષ પહેલાં હું બીમાર હતો, જ્યારે તપાસ કરાવી તો ખબર પડી કે મને ગંભીર બીમારી છે અને હું 6 મહિનાનો જ મહેમાન છું. ડોક્ટરોએ પણ હાથ અધ્ધર કરી દીધા હતા, પછી હું કંટાળીને જંગલમાં ગયો હતો ત્યાં એક સાધુ મળ્યા. હું તેમની સાથે રહેવા લાગ્યો પછી હું તેમની સાથે રહી તેમના જેવું જીવન જીવવા લાગ્યો. મેં લગભગ છ મહિના સુધી તેમની સાથે રહી કઠોર તપસ્યા કરી અને તેમની પાસેથી ઘણું બધું શીખ્યો અને એ સાધુ મહારાજ ના કારણે જ હું અત્યારે તારી સમક્ષ સહી સલામત છું અને મને કંઈ જ થયું નથી. હું સાયકોલોજીનો સ્ટુડન્ટ છું છતાં હવે હું આ બધી વસ્તુ માનવા લાગ્યો છું." કૃણાલે પૂર્વીને પોતાનો ભૂતકાળ જણાવતા કહ્યું. 
         " પણ તમે અહીંયા કેવી રીતે પહોંચ્યા? " રિયા એ કૃણાલ ને અહીં કેવી રીતે પહોંચ્યો તે પૂછ્યું. 
         " જ્યારે હું સાધુ મહારાજ પાસે પહોંચ્યો ત્યારે તેમણે મને જણાવ્યું કે મારી મિત્ર મને મળવા માટે અહીંયા આવી હતી, અને તે કોઈ મુસીબતમાં છે એવું તેમણે મને કહ્યું હતું. હું ત્યાંથી અમદાવાદ પહોંચ્યા ત્યારે મને જાણવા મળ્યું કે પૂર્વી મને શોધતી હતી, હું તેના ઘરે ગયો તો ખબર પડી કે તે તેની મિત્ર રિયા સાથે જેતપુરમાં આવી છે એટલે હું સીધો જેતપુર આવ્યો." કુણાલ એ રિયાની જવાબ આપતા કહ્યું. 
           " હું તમને કેવી રીતે ખબર પડી કે અમે અહીંયા મહેલમાં આવ્યા છીએ?" પ્રિયાએ કુણાલને સવાલ કર્યો.
           " હું રિયાનું ઘર શોધતા શોધતા રિયા ના ઘરે પહોંચ્યો અને રિયા ના ઘરે જીગર હતો, તેણે મને જણાવ્યું કે તમે બધા જંગલમાં મહેલ તરફ ગયા છો એટલે હું તરત મહેલ તરફ આવ્યો." પ્રિયાને જવાબ આપતા કુણાલ બોલ્યો.
         " આવતા જ મેં જોયું તો અહીંયા કોઈ જ હતું નહીં. એટલે હું દરવાજો ખોલી અંદર આવ્યો, અંદર કોઈ દેખાતું નહોતું તમારા બધા ના અવાજો સંભળાતા હતા, પછી જેવો હું નીચે આવ્યો કે જોયું રિયા ફર્સ પર બેહોશ થઈને પડી હતી એટલે હું તેને ઉઠાવીને બહાર લઈને આવ્યો." પોતે મહેલમાં કેવી રીતે પ્રવેશ્યો એ વિશે કુણાલે તેમને જણાવ્યું.
         " તો એ દરવાજો તમે ખોલ્યો હતો?" કૃણાલ ની વાત સાંભળી પ્રિયા બોલી. 
         " હા મેં જ એ દરવાજો ખોલ્યો હતો." પ્રિયાને જવાબ આપતા કુણાલ બોલ્યો. 
         " તમે મહેલ નો દરવાજો કેવી રીતે ખોલ્યો? જ્યારે અમે ખોલતા હતા ત્યારે તો નહતો ખૂલતો." કૃણાલની વાત સાંભળી આશ્ચર્ય થતા નીતિને કૃણાલ ને પૂછ્યું.
         " મેં એ દરવાજો મંત્રોચ્ચાર થી ખોલ્યો હતો." નીતિને જવાબ આપતા કુણાલ બોલ્યો.
          " હા તો હવે તમે એમને આરામ કરવા દેશો કે પછી સવાલ જ કરશો." બધાના આમ સવાલ પર સવાલ કરવાથી રિયા એ બધાને મજાક માં ઠપકો આપતા કહ્યું. રિયા ની સાંભળી બધા રજા લઇ પોતાના ઘરે જાય છે. રિયા કુણાલ પ્રત્યે આકર્ષાઈ રહી હતી. તે અત્યારે કુણાલ સાથે એકાંતમાં સમય પસાર કરવા માંગતી હતી.
          આ તરફ તે આત્મા પોતાની આવી હાર થતાં વધુ ક્રોધિત થાય છે જે આ ગામ માટે કયામત સાબિત થવાની હતી.
 
To be continued........... 


નોંધ:-
મિત્રો આપને મારી આ કહાની પસંદ આવી હોય તો જરૂર રેટિંગ આપજો બને તો કોમેન્ટ કરજો અને આપના મિત્રો કે પરિવારજનો ને પણ વાંચવા માટે આગ્રહ કરજો.
આ સિવાય પણ આપ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ" પણ વાંચી શકો છો. 
આપનો અભિપ્રાય આપ મને whatsapp પણ કરી શકો છો 7405647805.