Mahel - 5 books and stories free download online pdf in Gujarati

મહેલ - The Haunted Fort (Part-5)

પ્રસ્તાવના :-

આ વાર્તા લખવા પાછળનો મારો મુખ્ય હેતુ વાચક મિત્રો ને મનોરંજન મળી રહે એ જ છે, આ વાર્તા ના તમામ પાત્રો અને ઘટનાક્રમ કે સ્થળ કાલ્પનિક છે જેનું કોઈ જ વસ્તુ કે વાસ્તવિકતા સાથે લેવાદેવા નથી. મનુષ્ય જ્યારે જન્મે ત્યારથી જ્યાં સુધી  મરે ત્યાં સુધી તેનામાં ડર જ એક એવી વસ્તુ છે જે મનુષ્ય ને સૌથી વધુ હેરાન કરે છે. દરેક ને અલગ અલગ વસ્તુ થી ડર લાગે છે, જેમાંથી  એક છે શૈતાન, ભુત કે ચુડેલ. અને મારી આ વાર્તા પણ એક ભુત પ્રેત પર આધારિત છે.

લિ. કલ્પેશ પ્રજાપતિ

         " કોન હે વહા?" અઘોરી એ નજર ગુમાવતા પૂછ્યું પણ કોઈ પ્રત્યુત્તર મળ્યો નહીં. " મે પુછ રહા હું કોન હે વહા? બોલો વરના મુજસે બચ નહી પાઓગે." જવાબ ન મળતા ક્રોધે ભરાયેલા અઘોરી એ ગુસ્સામાં કહ્યું
         " તું મને મારીશ અઘોરી, તારી શુ ઓકાત કે તું મને મારે મને તારા થી ડર નથી લાગતો તું મારાથી ડર તને મોત થી ડર લાગવો જોઈએ હા હા હા." એક કર્કશ અવાજ અઘોરી ના કાને પડ્યો અને એક આકૃતિ તે ના સમક્ષ હાજર થતા બોલી તે અઘોરી ને ધમકાવી રહ્યો હતો અને ભયંકર અટ્ટહાસ્ય કરવા લાગ્યો
         " મૂર્ખ, તું મુજે ડરા રહા હૈ, મુજે કિસકા ડર મેતો મહાકાલ કા ભક્ત હું મેરા પોશાક હી ભભુત હે, મેરા શરીર સિર્ફ નામકા હૈ મેરી આત્મા અમર હૈ મુજે મોત કા ડર નહી નાદાન, તું મુજે મારેગા પર મેરી આત્મા અમર હૈ ઔર અમર હી રહૈંગી." અઘોરી તેને આપતા કહ્યું અને તે પણ હસવા લાગ્યો અઘોરી ના આવા પ્રતિકાર ને લીધે ગુસ્સે ભરાઈ તે આત્માએ અઘોરી પર હુમલો કર્યો.
         " અરે! મૂર્ખ તુ કિસ કો મારને કા પ્રયત્ન કર રહા હૈ, તુજે માલુમ ભી હૈ?" અઘોરી ફરીથી તે આત્માને ગુસ્સે કરી, ગુસ્સે થતા તેણે પોતાની શક્તિઓ વડે અઘોરી પર મહેલમાં પડેલી વસ્તુથી હુમલો કર્યો, પણ અઘોરી તે આત્માના તમામ વારથી બચી જાય છે, તે આત્મા વધુ ક્રોધે ભરાય છે
         " તો તું એમ નહીં માને અઘોરી." ક્રોધે ભરાયેલી તે આત્મા એ અઘોરી ને કહ્યું અને ગાયબ થઇ ગયો તેના ગાયબ થવાથી અઘોરી આમતેમ નજર કરવા લાગ્યો
         " કોણે શોધે છે અઘોરી?" અચાનક તેની પાછળ થી અવાજ તેના કાને પડ્યો અઘોરી પાછળ ફર્યો અને જોયું તો તે આત્મા ખ્યાતિ ને પકડીને ઉભી હતી.
         " છોડ દે ઈસ લડકી કો, તુજે જો ચાહિયે વો દેને કે લિયે મેં તૈયાર હું પર તું ઉસ લડકી કો છોડ દે." અઘોરી એ ખ્યાતિને આ હાલતમાં જોઈ પોતાની હાર સ્વીકારતા આત્મા ને કહ્યું
        " હા તો જો તુ પોતાની જાતને ખતમ કરી દઈશ તો હું આને જવા દઈશ નહિતર સમજ કે આને હું નહીં છોડું." તે આત્મા એ અઘોરી  ને કહ્યું
        " મેં વચન દેતા હુ કે મેં અપને આપકો ખતમ કર દુંગા, પર પહલે તુમ ઇસ લડકી કો જાને દો." અઘોરી એ આત્માને વચન આપતા ખ્યાતિને છોડી મૂકવાનું કહ્યું, અઘોરી ની વાત માની તે આત્મા ખ્યાતિને છોડી દે છે ખ્યાતિ અઘોરી પાસે આવે છે.
         " બેટા તુમ ઔર તુમ્હારે દોસ્ત યહા સે નિકલ જાઓ." અઘોરી એ ખ્યાતિ ના માથે હાથ રાખતા કહ્યું
        " પણ બાબા.. "
        " બેટા તુમ મેરી બાત સુનો, અબ મે કુછ કર સકતા નહી મેને વચન દિયા હૈ ઓર અઘોરી એક બાર વચન દેતા હે તો ફિર વો કભી ભી નહિ પલટતા." ખ્યાતિને બોલતાં અટકાવી  અઘોરીએ કહ્યું
         " પણ તમે અમને પણ વચન આપ્યું હતું." ખ્યાતી એ અઘોરીને કહ્યું
         " દેખ બેટા વો વચન મેને નિભા દિયા, મે યહા આયા તો સહી પર ઉસમે સફલ ન હુવા તો મેં ક્યા કરું." અઘોરીએ ખ્યાતિને જવાબ આપતા કહ્યું
         " તુમ યહા સે જાઓ બેટા ઓર હા ચિંતા મત કરના તુમ્હે ઇસ નર્ક સે બચા ને કે લિએ કોઈના કોઈ તો જરૂર આયેગા." અઘોરીએ ખ્યાતિને ત્યાંથી જવા માટે કહેતા કહ્યું ખ્યાતિ ત્યાંથી નીકળે છે અને તેના મિત્રો પાસે જાય છે અને ગામ તરફ જવા માટે નીકળે છે.
         " હા તો અઘોરી હવે તારું વચન પુરૂ કર." ખ્યાતિને જવા દેતા તે આત્મા એ અઘોરી ને કહ્યું, અઘોરી પણ પોતાનું વચન પાળતા ત્યાં જ પોતાનો દેહ ત્યાગી દે છે. આ બાજુ બધા મિત્રો ગામમાં પહોંચી જાય છે આમ પોતાનો પ્રયત્ન નિષ્ફળ જતા બધા જ નિરાશ થઈ જાય છે.
   
તા:-22/10/2018 (અમદાવાદ)
(10:00 a.m) 
         લગભગ સવારના 10 વાગ્યાની આસપાસ પ્રિયા અને પૂર્વી સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરે છે, તેઓ ટેક્સી કરીને પૂર્વી ના ઘરે જાય છે, પૂર્વી ના આમ અચાનક આવવાના કારણે તેના મમ્મી પપ્પા હેરાન થઈ જાય છે અને તેને આમ અચાનક આવવાનું કારણ પૂછે છે. 
         " આમ અચાનક અહીં આવવાનું થયું, કંઈ પ્રોબ્લેમ છે કે શું?" પૂર્વી ના મમ્મી પપ્પા એ તેની આવતાની સાથે જ પૂછ્યું, પૂર્વીએ પ્રિયા સાથે જે બન્યું અને તે શું કરવા માટે અહીં આવ્યા છે તે તમામ વાત તેના મમ્મી પપ્પાને કહી સંભળાવે છે. 
        " ઠીક છે બેટા તમે લાંબી મુસાફરી ના કારણે થાકી ગયા હશો, તમે બંને ફટાફટ ફ્રેશ થઈ ને આરામ કરો હું તમારા બંને માટે ચા નાસ્તો મોકલાવું છું." પૂર્વી ની મમ્મી બંનેને કહ્યું અને તેઓ ચા નાસ્તો બનાવવા માટે રસોડા માં ગયા, પૂર્વી અને પ્રિયા ફ્રેશ થઈ આરામ કરે છે થોડી જ વારમાં પૂર્વી ના મમ્મી ચા નાસ્તો લઈને આવે છે પછી ત્રણે સાથે મળીને ચા નાસ્તો કરે છે, ચા નાસ્તો કરી પૂર્વી તેના મિત્ર કુણાલ ને ફોન કરે છે, પણ તેનો ફોન નોટ રિચેબલ આવે છે પછી તે કુણાલ ના ખાસ મિત્ર જય ને ફોન લગાવી ને પૂછે છે.
          " હાય, જય હું પૂર્વી બોલું છું." સામે છેડે ફોન રીસીવ થતાં પૂર્વી બોલી.
          " હા પુર્વી બોલ, શું વાત છે ઘણા દિવસે યાદ કર્યો અને કેવું ચાલે છે લન્ડન માં? જય એ પૂર્વી ને હાલ ચાલ પૂછતા કહ્યું
          " જય બસ અત્યારે તો અમદાવાદમાં છું, કુણાલ નું કામ હતું એને કોલ કરું છું પણ એનો નંબર નથી લાગતો, એણે નંબર બદલી નાખ્યો કે શું?, તારી પાસે એનો નંબર હોય તો આપને." પૂર્વી એ જયને કહ્યું
          " પૂર્વી તને ખબર નથી?" જયે પૂર્વી ની વાત સાંભળી પૂર્વી ને પૂછ્યું
          " શું ખબર નથી? તુ સેની વાત કરે છે? જય." જય  ની વાત ન સમજાતા પૂર્વીએ  જય ને પૂછ્યું
          " અરે કુણાલ તો એક વર્ષ પહેલા જ ઘર છોડીને જતો રહ્યો હતો." પૂર્વી ને જવાબ આપતા જય બોલ્યો
          " પણ કેમ એવું તો શું થયું હતું તેની સાથે? કે તે ઘર છોડીને જતો રહ્યો." જયની વાત સાંભળી પૂર્વીએ જય ને પૂછ્યું
          " તો સાંભળ 1 વર્ષ પહેલાં કૃણાલ ને કંઈ બિમારી હતી તો તેણે રિપોર્ટો કઢાવ્યાં હતા તો જાણવા મળ્યું કે એને કોઈ ગંભીર બિમારી છે જેથી એ માત્ર ૬ મહિનાનો જ મહેમાન છે આ વાત સાંભળી એ ત્યારથી ઘર છોડીને જતો રહ્યો છે અને કોઈને પણ ખબર નથી ક્યાં ગયો પણ એ કહેતો હતો કે બાકીનું જીવન એ  જંગલમાં વિતાવશે જેથી તેનું જેટલું પણ જીવન બાકી છે એ શાંતિથી જીવી શકે." જયે પૂર્વી ને જવાબ આપતા કહ્યું
         " પણ એ ક્યાં ગયો હશે એનો કોઈ આઈડિયા તો હશે ને તને?" પૂર્વી એ જય ને પૂછ્યું
         " લગભગ જૂનાગઢના જંગલમાં ગયો હશે પણ તારે અચાનક એનું શું કામ પડ્યું?" જયે પૂર્વી ને જવાબ આપતા કહ્યું અને આમ કૃણાલ વિશે અચાનક પૂછપરછ કરવાનું કારણ પૂછ્યું. પૂર્વી જયને પ્રિયા સાથે બનેલી ઘટના જણાવે છે અને તેના ઉપાય માટે એ કુણાલ ને મળવા માગે છે એમ તે જય ને જણાવે છે, પછી તે ત્યાં જ વાતચીત નો અંત લાવી ફોન કટ કરે છે અને બધી જ વાત પ્રિયાને કહી બંને કાલે સવારે જ જેતપુર જવા માટે નીકળશે એમ નક્કી કરે છે.
          " ચલ ત્યારે શોપિંગ કરવા જઈશું? પ્રિયા" પૂર્વીએ પ્રિયાને મૂડમાં લાવવા માટે પ્રયત્ન કરતા પૂછ્યું
          " પણ એની શી જરૂર છે પૂર્વી, મારી ઈચ્છા નથી." પૂર્વી સાથે શોપિંગ કરવા જવા માટે ઇનકાર કરતા પ્રિયા બોલી, અત્યારે તે ખૂબ જ ડિસ્ટર્બ હતી છેલ્લા પંદર દિવસથી તેની સાથે જે બની રહ્યું હતું તેનાથી તે ખૂબ અપસેટ હતી.
         " અરે! ચલ ને યાર મારુ તો માન રાખ, ઘરે બેસીને બોર થવા કરતા બહાર ફરીને મૂડ ફ્રેશ થશે અને શોપિંગ પણ થઈ જશે." પૂર્વીએ પ્રિયાને સમજાવતા કહ્યું, ખરેખર પૂર્વીને શોપિંગ કરવી નહોતી પણ એ શોપિંગ ના બહાને પ્રિયાને બહાર લઈ જવા ઈચ્છતી હતી જેથી તેનું દિમાગ  વ્યસ્ત રહે અને તેને અવળા વિચારો આવે નહીં.
         " ઠીક છે ચલ ત્યારે." પૂર્વી ની વાત માની પ્રિયા શોપિંગ કરવા માટે તૈયાર થઇ જાય છે, આ વાત જાણી પૂર્વી ને ઘણો આનંદ થાય છે. તે બંને ફટાફટ તૈયાર થઈ ગાડી લઈને શોપિંગ કરવા માટે ઇસ્કોન મોલ તરફ જાય છે, ત્યાં તેઓ ઘણી બધી શોપિંગ કરે છે અને ઘણું બધું ફરવાથી તેઓ થાકી જાય છે, થાકી ગયા હોવાથી અને રાત પણ પડી ગઈ હોય છે જેથી બંને અહીં હોટલમાં જ જમીને ઘરે જવાનું નક્કી કરે છે, પૂર્વી તેની મમ્મીને કોલ કરીને ઘરે જમવાનું ના કહી દે છે તેઓ પછી હોટલમાં જમે છે જમીને તેઓ ઉભા થાય છે, પૂર્વી તેની રિસ્ટવોચમાં જુએ છે તો 8 વાગી ગયા હોય છે પછી તેઓ ઘર તરફ જવા માટે નીકળે છે.
          " હાશ ખૂબ જ થાક લાગ્યો છે, પલંગમાં પડતાની સાથે જ ઊંઘ આવી જશે." પૂર્વીએ બેડરૂમ માં આવતા પોતાની હાથમાં રહેલી શોપિંગ બેગો રૂમમાં એક બાજુ એ  ફેંકતા બોલી, પછી તે તેના બેડરૂમમાં એટેચ બાથરૂમ માં ફ્રેશ થવા માટે જાય છે. 
         " અરે! આમ કેમ દીધી બેગો, સાઈડમાં વ્યવસ્થિત રીતે મુક એને. " પૂર્વી ની આ હરકત થી ગુસ્સે ભરાઈ પ્રિયા બોલી, પણ પૂર્વી એની વાત સાંભળીને સાંભળી બાથરૂમમાં જતી રહે છે પ્રિયા પોતે જ તે બેગો સાઈડ માં મૂકી દે છે, પૂર્વી ફ્રેશ થઈને બહાર આવે છે પછી પ્રિયા પણ ફ્રેશ થવા માટે જાય છે પ્રિયા ફ્રેશ થઈને બહાર આવે છે પછી બંને પોતાના બેડ પર આડા પડે છે થાક્યા હોવાના કારણે થોડી જ વારમાં બંને ની આંખ લાગી જાય છે. બીજા દિવસે સવારે તૈયાર થઈને તે બંને સવારે 10 વાગે જેતપુર જવા માટે નીકળે છે પૂર્વી પોતાની કાર લઈ લે છે, લગભગ ૮ કલાકનો ટાઇમ જેતપુર જતા લાગે છે, તેઓ સાંજના 6 વાગ્યે જેતપુર પહોંચે છે જેતપુર નુ વાતાવરણ જોઇ બંને જણને નવાઈ લાગે છે, પ્રિયા સમજી જાય છે કે એની મમ્મી એને અહીં આવવા માટે શું કરવા માટે રોકતી હતી, પૂર્વી ગાડી ને પ્રિયા ના ઘર તરફ જઈ ઉભી રાખે છે પ્રિયા ગેટ ખોલે છે પૂર્વી ગાડી અંદર લઈ લે છે પછી બંને પોતાનો સામાન લઈ ઘરમાં જાય છે. 
         
To be continued............ 

નોંધ:-
મિત્રો આપને મારી આ કહાની પસંદ આવી હોય તો રેટિંગ આપજો બને તો કોમેન્ટ પણ કરજો અને આપવા મિત્રો કે પરિવારજનોને પણ વાંચવા માટે આગ્રહ કરજો.

આ સિવાય આપ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ"  પણ વાંચી શકો છો.
આપનો અભિપ્રાય  74 0 56 47 805 નંબર પર whatsapp પણ કરી શકો છો. 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED