પ્રસ્તાવના :-
આ વાર્તા લખવા પાછળનો મારો મુખ્ય હેતુ વાચક મિત્રો ને મનોરંજન મળી રહે એ જ છે, આ વાર્તા ના તમામ પાત્રો અને ઘટનાક્રમ કે સ્થળ કાલ્પનિક છે જેનું કોઈ જ વસ્તુ કે વાસ્તવિકતા સાથે લેવાદેવા નથી. મનુષ્ય જ્યારે જન્મે ત્યારથી જ્યાં સુધી મરે ત્યાં સુધી તેનામાં ડર જ એક એવી વસ્તુ છે જે મનુષ્ય ને સૌથી વધુ હેરાન કરે છે. દરેક ને અલગ અલગ વસ્તુ થી ડર લાગે છે, જેમાંથી એક છે શૈતાન, ભુત કે ચુડેલ. અને મારી આ વાર્તા પણ એક ભુત પ્રેત પર આધારિત છે.
લિ. કલ્પેશ પ્રજાપતિ
મહેલ :- The Haunted Fort - 9
" આ મજાક કરવાનો સમય નથી રિયા." ગુસ્સે થતા બ્રિજેશ એ રિયાને કહ્યું. રિયાએ બ્રિજેશ ની માફી માગી તેઓ ત્યાંથી આગળ વધ્યા. જંગલમાં તેઓ પ્રવેશી ચૂક્યા હતા જેનો તેમને ત્યાં પહોંચતા જ આભાસ થઈ ગયો હતો. બધા ના ધબકારા વધી ગયા હતા, રિયા પોતાનો ડર છુપાવવાનો પ્રયત્ન કરી રહી હતી. અંદરો અંદર તે પણ ડરી રહી હતી.
ડગલેને પગલે જંગલ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું હતું. એક એક ડગલા પર જંગલ પોતાનું રૂપ બદલી રહ્યું હતું જેમ જેમ બધા આગળ વધી રહ્યા હતા તેમ તેમ તેમના ડરમાં વધારો થઈ રહ્યો હતો. જંગલમાં વિવિધ ડરાવણા અવાજો તેમના કાને અથડાઈ રહ્યા હતા. ક્યારેક તમરા ના અવાજો તો ક્યારેક વરુ ઓના રડવાનો અવાજ, જંગલ એટલું સૂમસામ હતું કે જંગલના કોઈપણ ખૂણેથી સહેજ પણ અવાજ થાય તો આખા જંગલમાં એ ગુંજતો હતો.
ધીમે-ધીમે તેઓ ડરતા ડરતા વધે છે. અચાનક એક ચામાચીડિયાં નું ઝુંડ ક્યાંકથી આવે છે અને તેમના ઉપરથી ઝડપથી પસાર થઈ જાય છે. આમ અચાનક આવા ચામાચીડિયાના ઝુંડ પસાર થવાથી રિયા અને પૂર્વી ઘાયલ થાય છે. બ્રિજેશ અને કેતન તે બંને ઉભા કરે છે અને તે બંનેને ચેક કરે છે કે તેમને વધારે તો ઈજા નથી પહોંચી ને. એ વાત જાણીને તેમની હાશ થાય છે કે પૂર્વી અને રિયા બંનેને વધારે ઈજા નથી પહોંચી અને બંને ઠીક છે. તેઓ સ્વસ્થ થઇ પાછા મહેલ તરફ આગળ વધે છે.
કોઈ હતું જે આ લોકો ના આવવાનો ઇંતેજાર કરી રહ્યું હતું જે વાતથી તેઓ અજાણ હતા જે તેમના માટે ખરેખર ખતરો સાબિત થવાનુ હતું. થોડી જ વારમાં મહેલ આવી ગયો મહેલને જોઈને તમામના ચહેરા પર ડર છવાઈ ગયો કોઈની એટલી હિંમત નહોતી તેઓ મહેર નો દરવાજો ખોલી અંદર પ્રવેશે.
" તો અંદર જઈશું?" મહામુસીબતે પોતાના ડરને કાબૂમાં કરી રિયા એ બધાની સામે જોતા કહ્યું.
" હા.... હા ચાલો" રિયા ની વાત સાંભળી બધાં જવા માટે આગળ વધ્યા.
"ચર......" બ્રિજેશ એ મહેલનો ગેટ ખોલ્યો. બધા એકબીજાનો હાથ પકડીને અંદર પ્રવેશ્યા.
" બોલ રિયા હવે શું કરીશું?" અંદર પ્રવેશતા ખ્યાતિએ રિયા ને પૂછ્યું.
" કંઈ નહીં મહેલમાં આપણે હવે એ વસ્તુ શોધવાની છે જેનાથી આપણને છુટકારો મળે એ આત્મા ને પરાસ્ત કરવાનો ઉપાય આપણને અહીંથી જ મળશે." રિયા એ જવાબ આપતા કહ્યું. ખરેખર તેને પણ પોતાની વાત પર વિશ્વાસ નહોતો કે ખરેખર જે તે કહી રહી છે તે સાચું છે. બધામાં હિંમત બની રહે એ માટે તે આ બધું બોલી હતી. બધાજ કામે લાગી જાય છે અચાનક મહેલમાં જોરજોર થી પવન ફૂંકાય છે અને રડવાના અવાજો આવે છે, બધા જ ડરી જાય છે.
" મહેરબાની કરીને અહીંથી ચાલ રિયા." ખ્યાતિ એ રિયાને કહ્યું અને રિયા નો હાથ પકડીને જેવી એની નજીક જાય છે, એકાએક તેના મોઢામાંથી ચીસ નીકળી જાય છે.
" શું થયું ખ્યાતિ? કેમ ચીસ પાડી?" બ્રિજેશ એ ખ્યાતિની નજીક જઈ એની ચીસ પડવાનું કારણ પૂછ્યું.
" રિયા..... રિયા"
" શું થયું રિયા ને? તુ કંઈક બોલ તો ખબર પડે." કેતને ગુસ્સે થતા ખ્યાતિ ને પુછ્યું. બધા ડરી રહ્યા હતા અને એમાં પણ ખ્યાતિના ચીસ ને કારણે બધાના જીવ અધ્ધર થઈ ગયા હતા.
" મે રિયા નો હાથ પક્ડ્યો અને જેવી એની નજીક ગઈ તો જોયું કે ત્યાં રિયા ની જગ્યાએ કોઈ ડરાવણુ ભુત હતુ." ખ્યાતિએ બધાને પોતાની ચીસ પાડવાનું કારણ જણાવ્યું. તેના કપાળે પરસેવો વળી ગયો હતો અને ડરના કારણે તે રીતસરની ધ્રુજી રહી હતી. અચાનક કોઈના રડવાનો અવાજ આવ્યો.
" મને લાગે છે કે ત્યાં કોઇ રડી રહ્યું છે, આપણે ત્યાં જઈને જોવું જોઈએ." રડવાનો અવાજ સંભળાતા રિયા બોલી.
" રિયા તું ગાંડી તો નથી થઈ ગઈને તને ના ખબર હોય તો કહી દઉં કે અહીંયા આપણા સિવાય કોઈ જ નથી. ત્યાં જવાનો કોઈ જ મતલબ નથી તને ખબર છે." રિયા ની વાત સાંભળી નિતીન બોલ્યો.
" તમે અહીં રહો હું ત્યાં જઈને જોઈ ને આવું." રિયા બોલી અને આગળ વધી.
" રિયા સંભાળીને." પ્રિયા એ રિયા ની ચિંતા વ્યક્ત કરતા કહ્યું. રિયા ધીરે ધીરે આગળ વધી તેની ધડકનો પણ આગળ જતાં તેજ થઈ રહી હતી.
" ધડામ " બધા ઉભા હોય છે તેમની પાછળ અચાનક કોઈ ભારે વસ્તુ પડવાનો અવાજ આવ્યો, બધાની નજર રિયા પરથી હટી પાછળની તરફ જાય છે અને જુએ છે તો મહેલની સીલીંગ પર લટકતું એક વિશાળ ઝુમ્મર નીચે પડ્યું હોય છે તેઓ ડરી જાય છે.
" અહીંયા વધુ રોકાવું મને હવે ઉચિત નથી લાગતું." આ બધું જોતા નિતીન ડરના કારણે બોલ્યો.
" ઠીક છે જેવી રિયા પરત આવે એવા જ આપણે અહીંથી બહાર નીકળીશું." નીતિન ની વાત સાંભળી પૂર્વીએ બધાને કહ્યું એટલામાં પૂર્વી અને બ્રિજેશ ની નજર આપસમાં ટકરાય છે, હજુ તો નજરે મળે એ પહેલાં જ બીજો અવાજ થાય છે, ત્યાં જ તેમની નજર હટી દરવાજા તરફ જાય છે, મહેલનો દરવાજો બંધ થઈ ગયો હોય છે બધાના મોં પર ડર ની રેખાઓ ઉપસી આવે છે.
" અરે દરવાજો તો બંધ થઇ ગયો હવે બહાર કેવી રીતે નીકળીશું?" દરવાજા તરફ જોતા કેતન બોલ્યો. ડર ના કારણે તેના ચેહરા પર પરસેવો વળી રહ્યો હતો અને અત્યારે ત્યાં હાજર બધાની હાલત પણ એવી જ હતી.
" કેતન મહેલનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરવો પડશે નહિતર આપણે બચી શકીશું નહીં તને ખબર છે." કેતન ની વાત સાંભળી બ્રિજેશ બોલ્યો.
" રિયા નુ શું? શું આપણે તેને એકલી મૂકીને અહી થી નીકળી જઈશું?" બ્રિજેશ ની વાત સાંભળી ને પૂર્વીએ બ્રિજેશ ને પૂછ્યું.
" રિયા આવે ત્યાં સુધી દરવાજો ખોલવાનો પ્રયત્ન કરીએ, ત્યાં સુધીમાં રિયા પરત આવી જશે." બ્રિજેશે પૂર્વીને સમજાવતા કહ્યું. પછી બધા દરવાજા તરફ આગળ વધે છે અને દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે છે.
" આ દરવાજો તો ખુલતો નથી." પ્રયત્ન કરવા છતાં દરવાજો ન ખુલતા નિરાશ થતા નિતીન બોલ્યો.
" હવે શું કરીશું?" નીતિન ની વાત સાંભળી ડરના માર્યા ખ્યાતિ બોલી.
" આપણે બહાર નીકળવાનો બીજો કોઈ રસ્તો શોધવો પડશે." પૂર્વી બોલી.
" આ મહેલના બધા જ રસ્તા બંધ છે આ એક જ દરવાજો છે જ્યાંથી આપણે બહાર નીકળી શકીશું." પ્રિયાએ પૂર્વી ને જવાબ આપતા કહ્યું.
બ્રિજેશ અને કેતન દરવાજો ખોલવાનો ઘણો પ્રયત્ન કરે છે છતાં દરવાજો ખૂલતો નથી, તેઓ હારી-થાકીને પાછા બેસી જાય છે. ત્યાં જ તેમને કોઇની ચીસ સંભળાય છે.
" આ ચીસ તો રિયા એ પાડી હોય એવું લાગે છે." ચીસ સંભળાતા જ પૂર્વી. બોલી પછી બધા જ રિયા ગઈ હોય છે તે તરફ જાય છે. તેઓ દોડતા-દોડતા અંદર જાય છે ત્યાં જ બ્રિજેશ કોઈની સાથે ટકરાય છે.
" અરે બ્રિજેશ જોઈને શું કરે છે?" રિયા એ ઉભા થતા કહ્યું. અચાનક ધક્કો લાગવાથી રિયા થોડી અસ્વસ્થ થઈ નીચે પડી ગઈ હતી. બ્રિજેશ જેની સાથે ટકરાયો હતો તે રિયા હતી.
" તે ચીસ કેમ પાડી હતી?" પ્રિયાએ રિયા ની નજીક જતા પૂછ્યું.
" કઈ ચીસ? મેં કોઈ ચીસ નથી પાડી." રિયા એ પ્રિયાને જવાબ આપતા કહ્યું.
" તો પછી તે ચીસ......." આટલું બોલતા જ ખ્યાતિ ડરના માર્યા ફફડવા લાગી.
" મને લાગે છે આ બધું આત્માનું જ કામ છે તે આપણને ભ્રમિત કરવા માંગે છે." કેતન બોલ્યો અને બધાને બહાર તરફ જવા માટે ઈશારો કર્યો, તરત બધા આગળ વધ્યા. હજુ તો પાંચ ડગલા આગળ વધ્યો હશે અચાનક તેમને ધ્રુજારી અનુભવાય છે.
" આ શું થઈ રહ્યું છે? ભૂકંપ તો નથી આવ્યોને?" પૂર્વી બોલી
" ના આ ભૂકંપ નથી આ એક માયાજાળ છે, આત્માનો મને લાગે છે કે આપણે અહીંથી જલ્દી જ નીકળવાનો પ્રયત્ન કરવો જોઈએ." બ્રિજેશ પૂર્વી ની વાત સાંભળી બોલ્યો. બધા આગળ વધતા હોય છે ત્યાં જ અચાનક એક ઝટકા સાથે બધા જ એકબીજાથી દૂર ફેંકાઈ જાય છે જોર જોરથી પવન ફૂંકાવા લાગે છે, બધા ફટાફટ ઊભા થઈ બહાર જવા માટે આગળ વધે છે. પવન ફૂંકાતો બંધ થઈ જાય છે ફરી પાછા ભેગા થઈ અને દરવાજા તરફ આગળ વધે છે અને જુએ છે તો દરવાજો ખુલ્લો હોય છે ક્ષણવારનો વિલંબ કર્યા વગર બધા બહાર નીકળી જાય છે. બહાર નીકળતા જ એકાએક દરવાજો બંધ થઈ જાય છે, બધાને હાશ થાય છે, બધાના જીવમાં જીવ આવે છે.
" હાશ બચી ગયા કદાચ ભગવાને આપણને એક મોકો વધારે આપ્યો બચવાનો." બહાર નીકળતા જ ખુશ થતા ખ્યાતિ બોલી
" પણ રિયા ક્યાં છે?" આમતેમ નજર ગુમાવતા રિયા નજરે ના ચડતા પૂર્વી ચિંતાતુર થતાં બોલી.
નોંધ:-
મિત્રો આપને મારી કહાની પસંદ આવી હોય તો રેટિંગ આપજો બને તો કોમેન્ટ પણ કરજો અને આપના મિત્રો કે પરિવારજનોને પણ વાંચવા માટે આગ્રહ કરજો.
આ સિવાય પણ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ" પણ વાંચી શકો છો
આપનો કીમતી અભિપ્રાય આપ મને whatsapp પણ કરી શકો છો 74 0 56 47 805