The Author Keyur Pansara અનુસરો Current Read અપરાધ ભાગ-૧ By Keyur Pansara ગુજરાતી હૉરર વાર્તાઓ Share Facebook Twitter Whatsapp Featured Books નારદ પુરાણ - ભાગ 53 સનત્કુમાર આગળ બોલ્યા, “ઈષ્ટદેવની આરતી ઉતાર્યા પછી શંખનું જળ... મારા અનુભવો - ભાગ 20 ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 20શિર્ષક:- કુંભમેળોલેખક:- શ્રી... શ્રાપિત પ્રેમ - 19 " રાધા, તને મળવા માટે કોઈ આવ્યું છે."રાધા અને ડોક્ટર નેન્સી... જીવન પ્રેરક વાતો - ભાગ 01- 02 વાર્તા 01 તું ભગવાનનો થા ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन त... પ્રેમતૃષ્ણા - ભાગ 10 “ ત્યાં એ છોકરી ...? “ ખુશી એ સામે પ્રશ્ન કર્યો .“ ત્યાં એ છ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Keyur Pansara દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ કુલ એપિસોડ્સ : 15 શેયર કરો અપરાધ ભાગ-૧ (158) 7.3k 7.8k 17 નિકુલ અત્યારે પોતાની આલીશાન ઓફિસ માં વિચારોમાં ખોવાઈને બેઠો હતો.એરકન્ડીશનર ની ઠંડી હવામાં પણ તેના કપાળ પર પરસેવો સ્પષ્ટ દેખાતો હતો.જમણા હાથમાં રહેલી સિગરેટ પણ ઘણા સમયથી કસ ના ખેંચવાના લીધે લગભગ બુઝાઈ ગઈ હતી.છેલ્લા બે-ત્રણ દિવસની ઉંઘ ના થવાને કારણે તેની આંખો બળતી હતી. તે પશા ભરવાડે કરેલી વાત વિશે વિચાર કરી રહ્યો હતો આમ તો તે અંધ-શ્રદ્ધા માં જરાય વિશ્વાસ નહોતો કરતો પરંતુ છેલ્લા પાંચ દિવસમાં બનેલી ઘટનાથી તે પણ અંધ-શ્રદ્ધા વિશે વિચારવા મજબૂર બન્યો હતો. ઓફીસનો દરવાજો ખુલતા તેની તંદ્રા તૂટી.આવનાર વ્યક્તિ તેનો ભાઈ અવિનાશ હતો."પછી શું વિચાર્યું તે એના વિશે??"અવિનાશે પૂછ્યું."મને તો કંઈજ સમજાતું નથી!"નિકુલે જવાબ આપ્યો.અવિનાશે ટેબલ પર પડેલા સિગારેટના પાકીટમાંથી એક સિગરેટ કાઢીને સળગાવી અને તેના લાંબા કસ ખેંચવા લાગ્યો. "મોટાભાઈએ શુ કહ્યું?"અવિનાશ મૌન તોડતા બોલ્યો.તેઓ વિરલને મોટાભાઈ કહીને જ બોલાવતા."મને તો કંઈજ સમજાતું નથી,પણ જલ્દીથી આનું કંઈક નિરાકરણ લાવો.એવું કહ્યું"નિકુલે કહ્યું. "મને તો લાગે છે કે હવે મોત જ આનો ઉપાય છે."અવિનાશ નિરાશ થતા બોલ્યો."અરે,આવું કેમ બોલો છો ભાઈ કંઈક નિરાકરણ તો આવશે જ. પણ તમે આવા વિચાર ના કરો.સૌ સારવાના થશે." વિરલ, અવિનાશ અને નિકુલ ત્રણેય ભાઈ હતા અને સારા એવા ઉદ્યોગકારો હતા.તેઓને બે કાપડમિલ હતી,અવિનાશનું સારું એવું મિત્ર -મંડળ હતું અને તે કન્સ્ટ્રક્શનના મોટા પ્રોજેકટમાં તે સારું એવું રોકાણ કરતો અને સારા એવા રૂપિયા પણ કમાતો હતો.નિકુલ ત્રણેય ભાઈમાં સૌથી વધુ ભણેલ હતો અને તેનું મગજ શેર-બજારમાં સારું એવું ચાલતું હતું મોટા ભાગનો સમય તે તેમાં જ પસાર કરતો હતો.જ્યારે વિરલ કાપડની મિલ સંભાડતો હતો. ત્રણેય ભાઈઓ જ્યારે ફ્રી હોય ત્યારે મિલની ઓફિસમાં જ સમય પસાર કરતા.આ ત્રણેય ભાઈઓ માટે પોતાની અલગ-અલગ ઓફીસ મિલમાં હતી.અને શરાબના ઘૂંટડા ભરતા-ભરતા સુખદુઃખ ની વાતો કરતા. શહેરના પોશ વિસ્તારમાં તેમનો આલીશાન બંગલો હતો.પાંચ ફોરવહીલર હતી.ઘરમાં નોકર-ચાકરની પણ ભરમાર હતી.સંતાનમાં વીરલને બે દીકરી, અવિનાશને દીકરો દીકરી અને નિકુલને એક દીકરો હતા.ત્રણેય ભાઈમાં સારો એવો સંપ હતો.તેમના માતા-પિતાના નિધન બાદ તેઓએ પોતાનું જૂનું ઘર પાડીને આ બંગલો બનાવ્યો હતો.વિરલ ના લગ્ન અનિતા સાથે થયા હતા.અનિતા મધ્યમ પરિવારની દીકરી હતી.અવિનાશ ના લગ્ન તેમના પિતાના મિત્રની પુત્રી વિલાસ સાથે થયા હતા અને નિકુલ કોલેજમાં તેની સાથે અભ્યાસ કરતી અનેરી સાથે પ્રેમ-લગ્ન કર્યા હતા. તેઓને હતું કે નિકુલના લગ્નબાદ કદાચ ત્રણેય ભાઈઓ સાથે રહી નહીં શકે.પરંતુ ત્રણેય પુત્રવધૂઓ સગી બહેનોની જેમ રહેતી હતી આમ ત્રણેય ભાઈઓ રાજીખુશીથી સાથે મળીને રહેતા હતા. વિરલ, અવિનાશ અને નિકુલના કારોબાર સારા એવા જામ્યા હતા અને શહેરમાં પણ તેઓનું સારું એવું નામ હતું.ત્રણેય ભાઈઓ પ્રમાણિક અને નીતિ-નિયમોમાં માનનારા હતા.અત્યારસુધી તેઓએ કોઈ પણ સાથે ક્યારેય પણ અન્યાય કર્યો નહોતો.તેમની કાપડ મિલમાં આવનારા દરેક કર્મચારીઓ સાથે તેઓ હંમેશા સભ્યતાથી જ વર્તતા હતા. સામે તેમના કર્મચારીઓ પણ તેમની કંપની પ્રત્યે વફાદાર હતા. આ ઘરની પુત્રવધુઓ પણ તેમના પતિઓની જેમ સારા વર્તણુક વાળી હતી.ઘરમાં કામ કરતા નોકર-ચાકર પ્રત્યે તેઓ ક્યારેય પણ ખરાબ વર્તન આજ દિવસ સુધી નહોતું કર્યું. એક દિવસ સવારના ત્રણ વાગ્યે અચાનક અવિનાશે એક ચીસ પાડી.તેની આ ચીસ સાંભળીને વિલાસ જાગી ગઈ અને ફટાફટ રૂમની લાઈટો ચાલુ કરી ત્યાં અવિનાશે એક બીજી ખતરનાક ચીસ પાડી.વિલાસ તો એકદમ ડરી ગઈ અને અવિનાશની નજીક ગઈ તે ખુબજ ડરી ગઈ હતી.તેને સમજાતું ન હતું કે શુ કરવું. તેમના બેડરૂમના દરવાજા પર ટકોરા પડવા લાગ્યા.વિલાસ ઉભી થઇ અને દરવાજો ઉધડયો. (ક્રમશઃ) › આગળનું પ્રકરણ અપરાધ ભાગ-૨ Download Our App