આજે જાણે સૂર્ય કંઈ અલગ જ દિશામાં ઉગયો હોય તેવુ લાગ્યુ. જે છોકરી માટે સવારના આઠ વાગે ઉઠવુ પણ ભારી હોય તે છોકરી આજે વેહલા 6 જાગે ઉઠી ગઈ. રિતલનુ આમ વેહલુ ઉઠવુ બધા માટે આશ્ચર્યની વાત હતી.
"અરે.! તમે બધા મને આવી રીતે કેમ જોવો છો....? મે કાઈ વહેલા ઉઠી કંઈ મોટુ કામ નથી કર્યુ" બધાને આવી રીતે જોતાં જોઈ રીતલ ને થોડુક અજીબ લાગ્યુ. તેને તેની વાત અત્યારે કરવી કે નહીં તે વિચારે તેને રોકી લીધી .
"બેસને અહી રીતુ "પુષ્પાબેને રીતલ ને તેની પાસે બોલાવી
સવારનુ વાતાવરણ એટલે મસ્ત ખુશનુમા જીંદગી. ચા કે કોફીની સાથે થતી સવાર. વેહલા ઉઠવા ટેવાયેલ આ પરીવારમા 6:00 વાગયે તો સુરજ ઉપર આવી ગયો હોય પાંચ વાગ્યાથી લઇ છ વાગ્યા સુધી તો પુજા નુ કાર્યક્રમ ચાલતો. ત્યાર પછી બધા સાથે બેસી ચા કોફી ની મજા લેતા. નેહલ ચા કોફી લઇને રસોડામાંથી બહાર આવી. બધાની પસંદ ના પંસદથી ટેવાયેલ નેહલે બઘાને તેની પસંદ અનુસાર ચા કોફી આપી દીધી .
નેહલની નજર રીતલ પર જતા જ - "રીતુ તુ આટલી જલદી ! આ મીન, તુ પણ છો અહી એવી ખબર હોત તો તારા માટે પણ કંઇક બનાવત .પણ તુ અત્યારે.... ! " નેહલ વઘારે કંઇ ન બોલતા ચુપ થઈ ગઈ
"ભાભી તમે એક જ બાકી હતા. બેસો અહી, મારે તમને બધાને એક જરુરી વાત કરવી છે." એકી સાથે જ રીતલના શબ્દો સરી પડ્યા
પણ, રીતુ અત્યારે સવાર સવારમાં... " પિયુષ કંઈ બોલે તે પહેલાં જ" હા બોલ રિતુ તારો જવાબ શુ છે તે શું ફેસલો લીધો ? " તરત જ દિલીપભાઈ વાતનો દોર ખેંચી લીધો. સાયદ તે સમજી ગયા હતા કે રીતલ શું કેહવા માગે છે.
(પપ્પા, કાલે મે તમારી વાતનો બહુ વિચાર કર્યા પણ મને કંઇ જ સમજમા ન આવ્યુ, હું સંબધના નામથી ખુશ છું કે નહીં મને નથી ખબર .પણ દિલ કંઈક વિચારે છે તે રવિન્દ ને ફરી મળવા માગે છે. ) તે બધાની સામે આવુ ના બોલી શકી .તેને એક ઉડો શ્વાસ લીધો તેના વિચારો ને એકમિનિટ માટે રોકી તે બધાની સામે એ બોલી ગઈ કે -" તમે લોકો મારા માટે જે છોકરો પસંદ કરશો તે મને મંજુર છે." આ વાત બોલવા તે આટલી કેમ ડરતી હતી તે તેને જ સમજાતુ ન હતુ
"પણ બેટા અમારી પસંદ તને ન ગમી તો...? "
"ગમશે મને .મને ખબર છે , તમે મારા માટે કયારે પણ ખરાબ છોકરો નહીં ગોતો. તમે બધા છો પછી મારે ચિંતા કરવાની શુ જરુર છે. "
"તો રવિન્દ ફાઈનલ એમને ..?" પિયુષે કરેલા આ સવાલ પર ના કોઈનો રીસપોનસ હતો ના કોઈનો સામો સવાલ. એકમિનિટ મોન તોડતા ફરી પિયુષ બોલ્યો -
"પપ્પા શુ બુરાઈ છે રવિન્દમા ? કાલે તમે તેના મળ્યા હતા ને.!"
રિતલને જે કેહવુ હતુ તે તેને કહી દીધું હતું. તેનુ મનતો હલકુ થઈ ગયુ પણ દીલ હજી વિચારતુ જ હતુ તે પપ્પાની વાતો સાંભળવા બેઠી હતી .પણ પુષ્પાબેને તેને નેહલની મદદ કરવા કહયું એટલે તે રસોઈમા જતી રહી. પણ કાન તો હજી ત્યા જ હતા કે પપ્પા શુ કહે છે. એક પછી એક એમ સુરક્ષિત સામાન ઉઠાવતા નેહલના હાથતો ટેવાયેલા હતા. બપોરનુ ટીફીન અને અત્યારનો નાસ્તો બનાવતા તેને વઘારે વાર ન લાગતી. રીતલ આ બધુ જોતી રહી ને વિચારતી રહી કે એક સ્ત્રીની લાઈફ કેવી હોય છે. ફરી તેનુ મન તે વાતને પકડી બેઠુ કે જે જીંદગીની તે અપેક્ષા કરે છે તેવી જીંદગી તેને કયારે પણ નથી મળવાની. લગ્ન પછી તો આ ચાર દીવાલનુ કેદ ખાનુ જ છે .જેવુ ભાભી અને મમ્મીનુ છે.
"ભાભી, હું કંઈ મદદ કરુ તમારી ?"
"હા, રીતુ એક કામ કર બાહાર ખાવાનુ લગાવી દે પપ્પા નો ટાઈમ થઈ જ ગયો છે. નહી'તો તેને લેટ થઈ જશે."
બાહર ચાલતી વાતોએ ફરી તેનુ દિલ ઘડકવા લાગયુ દિલીપભાઈ એકવાર રવિન્દને ઘરે બોલાવાનૂ કેહતા હતા પિયુષને. રાતે બોલાવી લેવા એમ કહેતા પિયુષ સોફા પરથી ઊભો થયો ને પોતાની રુમમા ગયો. વાતોના કારણે ટાઈમ ઘણો નિકળી ગ્યો હતો. બાહાર ખાવાનુ મુકી રીતલે બધાને અવાજ લગાવી તે સાથે જ બધા નાસ્તાના ટેબલ પર આવી ગયા. સવારના લગભગ આઠ જેવુ થયુ હતું. રુટિન ચાલતા આ સવારમા કેટલી અવનવી વાતો થતી .આ સવારનો એક જ એવો સમય હતો જયા કોઈ ગુચ્ચો ન હતો. ના કોઈ થકાન દેખાતી એટલે ખુલ્લા મનથી વાતો થતી.
લગભગ બે કલાકથી રવિન્દ કપડાં બદલી રહયો હતો. આજે રીતલને મળવા જવાનુ છે તે ખુશીમાં તેને સમજાતુ ન હતુ કે ક્યા કપડાં પેહરે કબાટમાથી બધા કપડાં બાહાર વેરવિખેર હતા. મનન કેટલી વાર તો તેને આવાજ પણ લગાવી ગયો. પણ તે ભાઈ હજી વિચારમા ખોવાયેલ હતા કે રીતલને હું ગમી કે નહીં.
મન ભારી હતું ને દીલ ખામોશ હતુ. મનનના પપ્પા રાજેશભાઇ રવિન્દને સમજાવી રહયા હતા. કે સંબધો રંગ રુપથી ન જોવાઈ તેની અંદરની સુદરતા વઘારે મહત્વની હોય છે. કોઈ આપડને જેવા છીએ તેવા પસંદ કરે તો જ આપડે તેની સાથે પરફેક્ટ જીવન જીવી શકયે બાકી તો આખી જિંદગી પસંદ ના પસંદમા જ જતી રહે. રવિન્દને આ વાત સમજાતી હતી પણ તેનુ દિલ માનતુ ન હતુ.
આખરે પપ્પાની વાતનુ માન રાખી રવિન્દ છેલ્લે નવ વાગ્યે તૈયાર થઈ રહ્યા. મનન પણ તેની સાથે તૈયાર થઈ બાહાર નિકળ્યો તેના ઘરથી અડધો કલાકનો રસ્તો હતો રીતલના ઘરનો. બંને ભાઈ મનન ની ઓડી લઈને નિકળી ગ્યા. આખા રસ્તામાં રવિન્દ રીતલના સપના જોતો વિચારતો રહયો કે તે રિતલને મળીને શુ પૂછશે.
રવિન્દ અને રીતલની મુલાકાત કેવી હશે. શૂ રિતલના પપ્પા રવિન્દ ને પંસદ કરશે કે આ વાત અહીં જ પુરી થશે ? દીલ ફરી એકવાર ટકરાશે પણ આ દીલનુ ટકરાવુ જાહીર હશે કે લાગણી નો સંબધ બની તે વિખરાઈ જશે તેજોવા વાચતા રહો જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં..... (ક્રમશ)