મહેલ - The Haunted Fort (Part-11) Kalpesh Prajapati KP દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મહેલ - The Haunted Fort (Part-11)

પ્રસ્તાવના :-

આ વાર્તા લખવા પાછળનો મારો મુખ્ય હેતુ વાચક મિત્રો ને મનોરંજન મળી રહે એ જ છે, આ વાર્તા ના તમામ પાત્રો અને ઘટનાક્રમ કે સ્થળ કાલ્પનિક છે જેનું કોઈ જ વસ્તુ કે વાસ્તવિકતા સાથે લેવાદેવા નથી. મનુષ્ય જ્યારે જન્મે ત્યારથી જ્યાં સુધી  મરે ત્યાં સુધી તેનામાં ડર જ એક એવી વસ્તુ છે જે મનુષ્ય ને સૌથી વધુ હેરાન કરે છે. દરેક ને અલગ અલગ વસ્તુ થી ડર લાગે છે, જેમાંથી  એક છે શૈતાન, ભુત કે ચુડેલ. અને મારી આ વાર્તા પણ એક ભુત પ્રેત પર આધારિત છે.

લિ. કલ્પેશ પ્રજાપતિ

             મહેલ - The Haunted Fort (Part-11)

          " હા તો હવે તમારો થાક ઉતર્યો?" કુણાલ જે રૂમમાં આરામ કરતો હોય છે તે રૂમનો દરવાજા ને નોક કરતા રિયા એ કુણાલ ને પૂછ્યું. ખરેખર તો રિયા તેની સાથે વાત કરવા માંગતી હતી.
          " હા ઉતરી ગયો, થેન્ક્સ પૂછવા માટે આવોને અંદર એમ પણ એકલા એકલા બેસીને કંટાળો આવે છે. ક્યાં ગઈ પૂર્વી?." કૃણાલે રિયાને હસીને કહ્યું.
         " પૂર્વી નીચે મમ્મી સાથે છે, તમે ખરેખર બહાદુર છો." રિયા એ ક્રુણાલ ને જવાબ આપતા કહ્યું સાથે તેના વખાણ કરતા કહ્યું.
         " એતો બનવું પડે છે. જ્યારે આફત માથા પર હોય ત્યારે બધાને બહાદુર બનવું જ પડે છે, જેવા કે તમે." ક્રુણાલ રિયા ના વખાણ કરતાં કહ્યું.
        " અરે હું! ના બાબા ના હું ક્યાં બહાદુર છું?" કુણાલ ની વાત સાંભળી રિયા બોલી તેને અત્યારે કુણાલ સાથે વાત કરવામાં શરમ આવી રહી હતી. કૃણાલ સાથે શું વાત કરવી તેની પણ તેને સમજ નહોતી પડતી. 
         "  સરસ લાગે છે." રિયા એ કુણાલ ની સામે જોતા કહ્યું. 
         " શું?" રિયા ની વાત ન સમજાતા કૃણાલે રિયા ની સામે જોતા પૂછ્યું. 
         " તમારી દાઢી, તમે દાઢી માં ખૂબજ હેન્ડસમ લાગો છો." રિયા એ જવાબ આપતા કહ્યું
         " થેન્કસ, તમે પણ બ્યુટીફુલ લાગો છો." કૃણાલે રિયા ના વખાણ કરતા કહ્યું. કુણાલ ના મોઢે તેના વખાણ સાંભળી રિયા શરમાઈ જાય છે. " એમાં શરમાવાની જરૂર નથી." 
         " હું ક્યાં શરમાઉ છું." કુણાલ ની વાત સાંભળી રિયા એ કહ્યું. " તમારી કોઈ g.f.છે?" રિયા એ સવાલ કર્યો
         " ના, અમારા ક્યાં એવા ભાગ્ય કે અમારી પાસે g.f હોય." કુણાલ એ રિયાને જવાબ આપતા કહ્યું. કૃણાલ નો જવાબ સાંભળી રિયા ખુશ થઇ જાય છે એટલામાં પૂર્વી તેમને બોલાવવા આવે છે. 
        " કેટલી વાતો કરશો તમે બંને ચાલો જમવા માટે નીચે." પૂર્વી ની વાત સાંભળી ત્રણેય નીચે જમવા માટે જાય છે. ત્રણેય જમીને સુવા માટે જાય છે. 
        " કેમ રિયા આજે ડર નથી લાગતો?" પૂર્વી એ રિયા ને પુછ્યું.
        " ના આજે મને ડર નથી લાગતો કેમકે કૃણાલ આવ્યો છે અને જ્યાં સુધી તે અહીં છે ત્યાં સુધી મને ડર નહી લાગે." રિયા એ જવાબ આપતા કહ્યું. રિયા અને પુર્વી રિયા ના રૂમમાં સુઈ જાય છે, જ્યારે કૃણાલને ગેસ્ટ રૂમમાં સુવા માટે વ્યવસ્થા કરવામાં આવી હોય છે. રાતના 11 વાગ્યાની આસપાસ ગળું સુકાવા ના કારણે રિયા ની આંખ ખુલી જાય છે. બાજુમાં ટેબલ પર પડેલી બોટલ ઉઠાવી પાણી પીવા જાય છે પણ પાણી ખાલી થઈ ગયું હોય છે તે નીચે રસોડામાં પાણી પીવા માટે જાય છે. તે રસોડામાં જઈ પાણી ભરવા ગ્લાસ લેવા માટે હાથ લાંબો કરી ગ્લાસ લઈ પાણી ભરી પાણી પીવે છે, પાણી પીતા પીતા અચાનક કંઈક યાદ આવતાં તે ડરી જાય છે. વાત એમ હતી કે જ્યારે તે ક્લાસ લેવા હાથ લાંબો કરે છે ત્યારે ગ્લાસ કોઈએ તેને હાથમાં પકડાવ્યો હોય છે. પણ ઉંઘમાં હોવાના કારણે તે વધુ વિચારતી નથી પણ જ્યારે તે પાણી પીવે છે ત્યારે અચાનક એ વાત એને યાદ આવતા તે અંદરથી હચમચી જાય છે
          " કોણ છે ત્યાં?" ડરતા ડરતા રિયા એ પૂછ્યું. પણ કોઇ પ્રતિસાદ મળતો નથી. તે ડરીને રૂમ તરફ ભાગવા લાગી તે ફટાફટ દાદર ચડી ઉપર જવા લાગી. પણ આ શું? તે લગભગ ૨૫ થી ૩૦ પગથીયા ચઢી ગઈ હતી પણ હજી સુધી તે નીચે જ હતી.
          " આ શું છે આટલું બધું ચઢી ગઇ છતાં પણ હું અત્યારે અહીં ની અહીં જ છું આ શું થઇ રહ્યું છે મને?" આશ્ચર્ય સાથે તે પોતાની જાત સાથે વાત કરી રહી હતી તેને પોતાની આંખો પર વિશ્વાસ થતો નથી. ફરી પાછી તે દાદર ચઢવા લાગી દાદર ચઢતા અચાનક તેનો પગ લપસી જાય છે, અને તે નીચે પડે છે દર્દના કારણે તે ચીસ પાડી ઊઠે છે. તેની ચીસ સાંભળી પૂર્વી, કુણાલ અને રિયા નો મમ્મી-પપ્પા જાગી જાય છે તેઓ તરત જ દોડતાં આવે છે. 
          " શું થયું બેટા?" રિયા ના પપ્પાએ રિયા ની નજીક જઈ તેને ઉભી કરતાં પૂછ્યું.
          " કઈ નહિ પપ્પા બસ પગ લપસી ગયો દાદર ચઢતાં." રિયા એ તેના પપ્પાને વાત છુપાવતા કહ્યું. કુણાલ અને પૂર્વી વાતને સમજી ગયા હતા. રિયા ના મમ્મી અને પપ્પા પાછા રૂમમાં ગયા કુણાલ અને પૂર્વી રિયા ને રૂમમાં લઈ જાય છે.
          " શું થયું હતું નીચે રિયા?" રૂમ માં આવતાજ પૂર્વી એ રિયા ને પૂછ્યું
          " કંઈ નહીં મને તરસ લાગી હતી હું પાણી પીવા માટે ઊઠીને નીચે ગઈ પાણી ભરવા માટે મેં ગ્લાસ લેવા માટે હાથ લાંબો કર્યો તો કોઈએ મને ગ્લાસ હાથમાં આપ્યો. એ વાતથી હું ડરી ફટાફટ ત્યાંથી ભાગી ઉપર આવ દાદર ચઢવા લાગી પણ 25 થી 30 પગથિયા ચઢવા છતા હું ત્યાંની ત્યાં જ હતી હું ફરી થી ચઢવા લાગી પણ મારો પગ લપસી ગયો અને હું નીચે પડી." રિયા એ આખી વાત વિસ્તારથી જણાવતા કહ્યું. 
          " તમે બંને સુઈ જાઓ કાલે સવારે હવે આપણે વાત કરીશું." કુણાલે બંનેને કહ્યું અને પછી તે ત્યાંથી નીકળી પોતાના રૂમમાં સુવા માટે જાય છે. રિયા ડરના કારણે સવાર પડવાની રાહ જોઈ રહી હોય છે, આમ પણ જ્યારે તમને કોઈ વસ્તુ અંદરથી ડરાવતી કે સતાવતી હોય ત્યારે તમારા માટે એક એક ક્ષણ કાઢવી કેટલી મુશ્કેલ હોય છે એ તમે જાણો છો. 
                             *************
           સવારે બધા તૈયાર થઈને લાઇબ્રેરીમાં ભેગા થાય છે. બ્રિજેશ રિયા ને અને ફોન કરીને લાઇબ્રેરીમાં બોલાવે છે, રિયા પૂર્વી અને કૃણાલ ને લઈને લાઈબ્રેરી તરફ જાય છે. થોડીવાર પછી ત્રણે લાઇબ્રેરીમાં પહોંચી બધા બેસ્યા  હોય છે તે તરફ જાય છે. 
        " આવો બેસો અહીં." પ્રિયા એ જગ્યા કરતાં કહ્યું
        " કાલે બીજી બે છોકરીઓની લાશ મળી." ત્રણેયના બેસતાં કેતન બોલ્યો. કેતન ની વાત સાંભળી બધા હેરાન હતા. 
         " આ બધું ક્યાં સુધી ચાલશે?" કેતન ની વાત સાંભળી ડરના કારણે ખ્યાતિ બોલી. 
         " ખબર નથી પણ આમાંથી આપણને કોઈ મુક્ત કરાવી શકે એવો વ્યક્તિ તો જોઈએ ને." નિતીન બોલ્યો
        " હું કરીશ તમારી મદદ. પણ એ માટે કોઈ રસ્તો શોધવો પડશે ને?" નીતિન ની વાત સાંભળી કુણાલ બોલ્યો 
        " તું કઈ રીતે મદદ કરીશ અને રસ્તો કેમનો શોધીશું?" કૃણાલની વાત સાંભળી બ્રિજેશ બોલ્યો
        " ખરેખર જે વાત સરપંચ કરી એમાં મને દમ નથી લાગતો વાત બીજી જ કંઈક છે એની જળ સુધી પહોંચવું જ પડશે." કુણાલ બોલ્યો
        " તો બીજું શું હોઈ શકે?" કુણાલ ની વાત સાંભળી બ્રિજેશ એ સવાલ કર્યો
        " એતો હવે મહેલ માં જઈને જ ખબર પડશે, કેમકે તમારા માંથી કોઇપણ મહેલ માં આજ સુધી ગયું નથી તપાસ કરવા માટે. ત્યાં જઈને શોધવું પડશે તો જ સાચી વાત ખબર પડશે." કુણાલે બધાને સમજાવતા કહ્યું. મહેલમાં જવાનું નામ સાંભળીને જ બધાના ચહેરા ડરના કારણે કરમાઈ ગયા. 
          " ત્યાં જઇને શું મરવું છે." કૃણાલ ની વાત સાંભળીને કેતન બોલ્યો. 
         "  તમારે આવવાની જરૂર નથી હું એકલો જ જઈને તપાસ કરીશ." કૃણાલ બોલ્યો. આ બધી ચર્ચા દરમિયાન રિયા કૃણાલને જ જોઈ રહી હતી જાણે તે કૃણાલ ના વ્યક્તિત્વ પર સંમોહિત થઇ ગઇ હતી. 
         " હું તને ત્યાં એકલો નહીં જવા દઉં." રિયા એ લાઇબ્રેરી માંથી બહાર નીકળતા કુણાલ ને કહ્યું. 
         " પણ શું કરવા? તારે મારાથી શું મતલબ છે?" કૃણાલ એરિયાને પૂછ્યું
         " મતલબ છે માટે કહું છું." રિયા બોલી અને ત્યાંથી નીકળી ગઈ, કુણાલ અને પૂર્વી પણ તેની પાછળ પાછળ ઘરે જાય છે. આ તરફ સમગ્ર ગામનું વાતાવરણ વધુને વધુ ભયંકર થતું જાય છે આ આત્માની તાકાત હવે વધતી જતી હતી.


To be continued...........