નો રીટર્ન-૨ ભાગ-૮૩ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 117

    ભાગવત રહસ્ય-૧૧૭   જગતમાં શિવજી જેવો કોઈ ઉદાર થયો નથી. અને થવ...

  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

શ્રેણી
શેયર કરો

નો રીટર્ન-૨ ભાગ-૮૩

નો રીટર્ન-૨

ભાગ-૮૩

સૂર્યનાં કિરણો ધીરે- ધીરે તીખા થતાં જતાં હતાં. હજું તો દસ પણ વાગ્યાં નહોતાં છતાં આજે સૂરજ વધું ગરમ જણાતો હતો. એક તો અહી વાતાવરણ સાવ સૂકું અને શુષ્ક હતું તેમાં સવારથી જ ભયંકર ગરમીનાં એંધાણ વર્તાતા હતાં. પરસેવે રેબઝેબ થતાં અમે અમારો સામાન સંકેલ્યો હતો. ઘોડાઓ ઉપર સામાન લાદીને અમે સફર આરંભી હતી.

મને સૌથી વધું જીજ્ઞાષા આ મેદાની ઇલાકો પુરો થતાં જે ચળકતી વસ્તુ દેખાતી હતી એ શું છે એ જાણવાની હતી. આખી રાત મેં અને અનેરીએ એ શું હોઇ શકે એનું અનુમાન લગાવામાં વિતાવી હતી છતાં અમને કંઇ સ્પષ્ટ સમજાયું નહોતું. મેદાનનાં છેક છેવાડે પહોંચીએ નહી ત્યાં સુધી એ ચિત્ર સ્પષ્ટ થવાનું નહોતું. પણ ખેર... આખરે અમે નિકળી પડયાં હતાં. અમારા ઘોડાઓ હંમેશની જેમ થનગનતાં હતાં. એ મુંગા પ્રાણીઓને આ જંગલ ચોક્કસ સ્વર્ગ સમાન લાગતું હશે કારણકે અહીં ઘાસ અને પાણીની ભરપુર સુવિધા હતી. લીલો ઘાસચારો અને વનસ્પતીઓનાં પાંદડા ખાઇને એ જાનવરો તંદુરસ્ત થતાં જતાં હતાં એટલે અમારો ભાર પણ વગર અટક્યે વેંઢારતાં હતાં.

અમે હજું થોડુંક જ ચાલ્યાં હોઇશું કે અચાનક હું ચોંકયો. મેં પહેલાં કહ્યું એમ, આ ઇલાકામાં વધું વૃક્ષો નહોતાં, અને જે હતાં એ પણ છૂટાછવાયા ઉગ્યાં હતાં. તેનાં કારણે એ વૃક્ષોનો ભરપૂર છાંયો કે કોઇને સંતાવું હોય તો આડાશ મળવી બહું મુશ્કેલ હતી. ઘણે દૂર સુધી વિના વિઘ્ને આસાનીથી નજર પહોંચી શકતી હતી.. અને એટલે જ હું ચોંકયો હતો. મેં હમણાં જ મારી પીઠ પાછળ કશીક હીલચાલ નોંધી હતી. અમે આગળ વધતાં હતાં ત્યારે અચાનક જ પાછળ ફરીને મેં નજર નાંખી હતી. એવું કરવાનું મારું કોઇ ખાસ ઇન્ટેન્શન નહોતું, બસ જસ્ટ એમ જ એ એક સ્વાભાવિક ક્રીયા હતી..! પરતું મારી નજરોએ કશુક ભાળ્યું હતું. એ શું હતું... શેની હીલચાલ હતી એ તરત સમજાયું નહી. મને લાગ્યું કે કોઇ જંગલી પ્રાણી હશે. જો એવું હોય તો પણ અમારે સાવચેત રહેવાની જરૂર હતી કારણકે ક્યારે એ જંગલી પ્રાણી અમારી ઉપર હુંમલો કરી બેસે એ કંઇ કહેવાય નહી એટલે સાવચેતી પૂર્વક હું વારેવારે પાછળ નજર ધૂમાવતો હતો. પણ... નહીં, એ કોઇ જંગલી પ્રાણી નહોતું. એ સમજતાં મને થોડી વાર લાગી હતી પરંતુ સમજાયું ત્યારે હું ચોંકી ઉઠયો હતો અને તરત બધાને સાવધાન કરવાં મેં હાકોટો પાડયો હતો.

“ એ હોય... એ હોય... ત્યાં કોઇ છે... “ લગભગ રાડ જ નાંખી મેં, અને પછી અનેરી જે ઘોડા ઉપર બેઠી હતી એ તરફ દોડયો. મારા માટે અનેરીથી અગત્યનું કંઇ નહોતું. એ ઘોડા ઉપર બેઠી હતી અને થોડી આગળ નિકળી ગઇ હતી. હું દોડતો જ તેની નજીક પહોચ્યોં હતો અને તે કંઇ સમજે એ પહેલાં તેનો હાથ પકડીને લગભગ ખેંચતો જ હોઉં એમ નીચે ઉતારી. એ હડબડાહટમાં જ તેનો પગ ઘોડાનાં પેગડાંમાં ભરાયો હતો જેનાં લીધે નીચે ઉતરતી વખતે તેનું સંતુલન ખોરવાયું હતું અને... “ અનેરી... સંભાળ.. “ હું બોલું એ પહેલાં તો તે મારી ઉપર આવીને ખાબકી હતી. એ સમયે હું સાવ અસાવધ હતો. અનેરી મારી ઉપર પડી એ સાથે જ હું પણ જમીન ઉપર પડયો હતો અને અનેરી મારી ઉપર આવીને પડી. અમે બન્ને જમીન ઉપર ચત્તાપાટ પડયાં હતાં. અને વાત એટલે જ નહોતી અટકી, અનેરીનો એક પગ હજું પણ ઘોડાનાં લોખંડનાં પેગડાંમાં ભરાયેલો હતો. ઘોડા પરથી તે મારી ઉપર ખાબકી એ સાથે જ તેનો ઘોડો ભડકયો હતો અને ગભરાઇને આગળની દીશામાં તેણે દોડવાનું શરૂ કર્યું હતં. ગનીમત એ થયું કે ઘોડો દોડયો ત્યારે જ અનેરીનો પગ પેગડામાંથી છટકયો હતો નહિતર ઘોડો તેને પોતાની સાથે ઢસડી જાત.

“ માય ગોડ પવન, શું છ આ બધું... ? “ અનેરી ભારે આઘાતથી બોલી ઉઠી. “ પાગલ થઇ ગયો છે કે શું...? “

પરંતુ મારે મારાં વર્તન વિશે કોઇને ચોખવટ કરવાની જરૂર ન પડી. એકાએક અમારી પાછળની દિશાએથી બે- ત્રણ માણસો દોડતાં અમારી તરફ આવ્યાં. એ માણસોનાં હાથમાં બંદૂકો ચળકતી સ્પષ્ટ દેખાતી હતી અને તેમનાં ઇરાદાઓ સારા નહોતાં એ અમે બહું જલદી સમજ્યાં હતાં.

આ આખો ખેલ ક્ષણનાં ચોથા ભાગમાં ભજવાયો હતો.

બન્યું એવું હતું કે... મને લાગ્યું કે મારી પાછળ જંગલમાં કશીક હલચલ થઇ છે. મેં ધ્યાનથી એ તરફ મેં જોયું હતું. હું હજું કંઇ સમજું એ પહેલાં તો થોડાક માણસો એ તરફથી અમારી દિશામાં દોડતાં આવ્યાં હતાં. એમનાં હાથમાં બંદૂકો મને સ્પષ્ટ દેખાઇ હતી એટલે જ બધાને સાવધાન કરવાં મેં હાકોટો પાડયો હતો અને અનેરી તરફ ભાગ્યો હતો.

કાર્લોસ, એના અને ક્રેસ્ટો પણ ચોંકયાં હતાં કે અચાનક મને શું થઇ ગયું...? હું કેમ આટલી બધી બૂમો પાડું છું...? એ ધમાચકડીમાં તેમણે પણ અમારી તરફ આવી રહેલાં લોકોને જોયાં હતાં અને ફટાફટ તેમની રિવોલ્વરો બહાર નિકળી હતી. બહું જલદી એ સીન ભજવાયો હતો.

પાછળ આવતાં લોકોએ ફાયર ઓપન કર્યું હતું. “ ધાંય.... ધાંય...” નાં અવાજોથી વાતાવરણ એકાએક ગૂંજી ઉઠયું. ઘડીકવારમાં તો ભારે અફરા-તફરીનો માહોલ જામી પડયો. બન્ને તરફથી ભયંકર રીતે સામસામું ફાયરીંગ થવા લાગ્યું હતું. એવું અચાનક કેમ બન્યું, અને એ કોણ લોકો હતાં એ હજું સુધી અમને સમજાયું નહોતું. એ હુમલો એકાએક જ શરૂ થયો હતો.

@@@@@@@@@@@@@@@@@@@@@@

એ ક્લારા અને રોગન હતાં. વહેલી સવારથી જ તેમણે કાર્લોસનો પીછો પકડયો હતો અને બહું જલદી તેમને આંબી ગયાં હતાં. તેઓની ગણતરી હતી કે સાવ ચૂપકીદીથી એકદમ નજીક જઇને હુમલો કરવો, જેથી કાર્લોસને બચવાનો કોઇ ચાન્સ ન મળે. તેમણે એવું કર્યું પણ ખરું, પરંતુ કોણ જાણે કેમ, કાર્લોસની ગેંગ એકાએક સતર્ક બની ગઇ હતી. તેમને ખ્યાલ આવી ગયો હતો કે કોઇક તેમનો પીછો કરી રહ્યું છે ( કારણકે હું જોઇ ગયો હતો ) રોગન અને ક્લારા પાસે હવે કોઇ વિકલ્પ બચતો નહોતો એટલે તેમણે ફાયરીંગ શરૂ કરી દીધું હતું અને સામસામી ભયાનક લડાઇ ફાટી નિકળી હતી.

હું અને અનેરી હજું આપસમાં જ ઉલઝેલાં હતાં. એ સમય દરમ્યાન ગોળીઓનો જબરજસ્ત પ્રવાહ અમારી તરફ આવવાં લાગ્યો. જો મેં અનેરીને ઘોડા ઉપરથી નીચે ઉતારી ન હોત તો ચોક્કસ તેને એકાદી ગોળી વાગી ગઇ હોત. મને એ જ ડર હતો એટલે મેં તેને નીચે ખેંચી હતી.

એ દરમ્યાન હું ઉભો થયો હતો. અનેરીનો હાથ પકડીને તેને પણ ઉભી કરી હતી અને માથું ઝૂકાવેલું જ રાખીને મેં દોટ મૂકી. અનેરીનો ઘોડો દુર જઇને એક સૂકા ભઠ્ઠ વૃક્ષની નીચે ઉભો રહી ગયો હતો. એ પ્રાણીને કદાચ સમજાતું નહોતું કે અહીથી ભાગી જાય કે પછી પોતાનાં માલિકની વાટે ઉભો રહે..! મારી મંઝીલ એ ઘોડો જ હતી. તેની પીઠ ઉપર ડેલ્સોની રાઇફલ ટિંગાતી હતી. મેં એ રાઇફલ સાચવી રાખી હતી કારણકે આ જંગલમાં ક્યારે કેવી પરિસ્થિતિનો સામનો કરવાનો થાય એનો કોઇ ભરોસો નહોતો. જો એ રાઇફલ એક વખત હાથવગી થઇ જાય તો એ લોકોનો સામનો કરવાની હિંમત વધી જાય. મારે કોઇપણ ભોગે રાઇફલ હાથવગી કરવી હતી એટલે હું એ તરફ દોડયો હતો.

કાર્લોસ પાસે તેની પસંદીદા પિસ્તોલ હતી. તેણે જમીનમાં ખૂંપેલાં એક મોટા પથ્થરની આડાશ લીધી હતી અને સામેની તરફ વારેવારે ગોળીઓ છોડી રહયો હતો. એના પાસે રાઇફલ અને પિસ્તોલ બન્ને હતાં. આ જ રાઇફલથી તેણે આદીવાસીઓનો ખૂરદો બોલાવી દીધો હતો. તે એક ઝાડ પાછળ જઇને ભરાઇ હતી. ક્રેસ્ટો કાર્લોસની ડાબે પડખે કંઇક અનિર્ણયાત્મક સ્થિતિમાં અધૂકડો બેઠો હતો. તેને અફસોસ થતો હતો કેમકે તેની પાસે માત્ર એક છરો જ હતો, અને એ છરો અત્યારે કોઇ કામનો નહોતો.

સામેની તરફથી સતત એકધારો ધાણીફૂટ ગોળીબાર ચાલું હતો. સહેજ માથું બહાર કાઢતાં ગોળી આવીને ટકરાતી હતી. એ લોકો અમારી કરતાં બેહતર પોઝીશનમાં હતાં અને સચોટ નિશાન સાધીને ફાયર કરતાં હતાં. મને સમજાયું હતું કે જો આવું જ થોડો વધું સમય ચાલ્યું તો અમારો પરાજય નિશ્વિત હતો, કારણકે....

( ક્રમશઃ )

બની શકે તો કોમેન્ટ કરજો કે આ કહાની તમને કેવી લાગે છે..?

રેટીંગ ચોક્કસ આપજો.

આપ રહસ્યમય કથાઓનાં રસીયા હોવ તો તમને મારી અન્ય નવલકથાઓ જેવી કે....

નસીબ

અંજામ

નગર

નો રીટર્ન

પણ ચોક્કસ ગમશે.