સ્થપતિની પત્ની - 3 - અંતિમ ભાગ Vaidehi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્થપતિની પત્ની - 3 - અંતિમ ભાગ

(એમ કર તુ મુલાકાતી નો વેશ ધરી બહાર નીકળી જા,મેં અહિ રહી જઉં છું.તુ મારા પતિ પાસે જઇને કહેજે કે  હું માંદી પડી ગઇ છું)

     હવે આગળ,

********

હું સ્મૃતિને કહું છું, 'ડૉક્ટરનાં સૂચવ્યા મુજબ મેં અહિ રૂમ લઇ લીધી છે.મારા પતિને કહેજે તેઓ મારી ખબર કાઢવા અહી  તેમ કહેજે, મારા પતિને આ સંદેશો આપી તુ તારા ઘરે ચાલી જજે,બરાબર!'

સ્મૃતિ એકદમ ઉત્સાહભેર ઊભી થઈ જાય છે, "વાહ સરસ આઈડિયા! ચાલ, મંજુર છે મને, પણ મારી બેગ તો પેક કરવી પડશે ? હું કહું છું, "એની તુ ચિંતા ન કરીશ" તારી બધી વસ્તુઓ કાલે તારા ઘરે પોંહચતિ કરી દઈશ. હું તારી જ રૂમમા રહીશ. તુ જા, ને તારી જગ્યા હુ લઈશ."

થોડી ક્ષણો સ્મૃતિ મૌન રહે છે, પછી એકાએક ઉમંગથી બોલે છે.'સારુ હું હાથ મોં ધોઈ જરા તૈયાર થઇ જાઉં.' એટલું કહેતાં તો એ કુદતી કુદતી બાથરૂમમાં ચાલી જાય છે.

આ બધુ એટલું ઝડપ થી બનવા લાગે છે, હું કશું સ્વસ્થતાથી વિચારી નઈ શકતી. સ્મૃતિના જતા વિચાર આવી જાય છે. 'હું સ્મૃતિનું સ્થાન લઈશ.ડૉક્ટર , એની જોરદાર આંગળીઓ વળે મારું મોં . ને મને સ્મૃતિની જેમ ગોળી પીવાની ફરજ પાડશે.પછી હું પરાણે ગોળી ગળીશ.ડૉક્ટર એક પિતાની જેમ મારા માથે હાથ  ને પછી કોઈને કોઈ બહાના હેઠળ રાત્રે ઓર્ડલી,  બધાં આવશે ને તો-

એ બધું તો ઠીક, પણ એકાએક મારા મન માં એક પ્રશ્ન ઝબકી ઉઠે છે.હું સભાન બનું છું.સ્મૃતિ મારા પતિને સંદેશો આપવા જશે.ઓહ! સ્મૃતિ અને મારા પતિ, સ્મૃતિ અપરિણીત છે, એકલી રહે છે ને સુંદર પણ છે,એ એનાં લાગણીવેડા માટેય જાણીતી છે.એ કદાચ કહે કે, 'તુ મારુ સ્થાન ક્લિનિકમાં સંભાળ, તો હું તારું સ્થાન, ઓહ!મારા માથા માં એકાએક સણકો ઉપડે છે.જાતને પૂછી નાખું છું. 'તું આ શુ કરી રહી છે તેનુ તને કાંઇ ભાન છે?' સ્મૃતિનું બાથરૂમ સંગીત સંભળાય છે.એ ફુલમુડ મા હોય તેમ જણાય છે.મારા પતિ સમક્ષ પોંહચે ત્યારે વધું આકર્ષક વધું સુંદર બનવાનો પ્રયત્ન કરતી તેવો ભાસ થાય છે.

એક ક્ષણની પણ રાહ જોયા વિના હું પથારી માંથી કૂદકો મારી નીચે ઉતરુ છું. દરવાજા ભણી ચાલવા માંડું છું.સ્મૃતિને કશુંય કેહવા નથી રેહતી. આવજો કેહવાય નહિ. ને સપાટાભેર ક્લિનિકમાંથી બહાર નીકળી જાઉં છું. 

ગેટ પર આવી ટેક્સી થોભાવું છું.અંદર બેસું છું. ને ટેક્સી સાથે ઘર ને રસ્તે દોડૂ છું. ને પાછા એ જ છેલ્લાં પીળા પાન,લીલા કૂણાં નવાં પાન, પાનખરવિદાય, વસંત  નિહાળું છું.સડક પર કેટલાંક પીળાં પાન ખરીને વિરમી ગયા છે.

વૃક્ષ પરનાં લીલાં પાંદડાં પર નમતા પહોર સૂર્ય પ્રકાશ રેલાય રહ્યો છે.પાંદડાં સાથે રહેલો એ ડૂબતો આછો પીળો સૂર્ય વધું આકર્ષક લાગે છે.

હું એકાએક ખૂબ આનંદ અનુભવું છું.ખરેખર હું ખૂબ ખુશ છું.ખૂબ જ, કારણકે હું સુંદર છું, યુવાન છું, તંદુરસ્ત છું ને ઘરે મારી પ્રતીક્ષા કરતા સ્થપતિની પત્ની છું.

 ********


હેલો મિત્રો! 

Myself Vaidehi

આ મારી પહેલી કહાની છે બની શકે એમાં ભાષાકીય ભુલ તમને જોવા મળે કેમ કે ગુજરાતી બોલવા કરતા લખવું ઘણું મુશ્કેલ છે એવું મને લાગ્યું.ઘણાં સારા લેખક મિત્રો એ મને માર્ગદર્શન આપ્યું છે તે બદલ દરેક નો આભાર! પહેલી જ વખત લખવું સરળ નથી!! તો પણ ઘણાં લેખ અને રચનાંને વાંચ્યા પછી આ પ્રયત્ન કર્યો છે.તમે આ સ્ટોરી વાંચી ને તેનાં રેટિંગ અને ભુલ મને પર્સનલ મેસેજ મા પણ કહી શકો છો.

Happy reading!