Sthapatini patni - 2 books and stories free download online pdf in Gujarati

સ્થપતિની પત્ની - 2

 ભાગ-2
        એ એની આંખો વિચિત્ર રીતે ફેરવેે છે.હું ધીમે અવાજેે કહું છું, "પણ મને કહે તો ખરી તે એવું કેમ કર્યું ?" એ કહે, "મેં વળી શું કર્યું? મેં કશુય પણ કર્યું?"
        એકાએક બારણે ટકોરા પડે છે.સ્મૃતિ એકાએક ફિક્કી પડી જાય છે એ કહે છે, "પાછા તેઓ આવ્યા" હું કહું છું, કોણ? ત્યાં તો બહારથી એક પુરુષ અવાજ સંભળાય છે, "હું અંદર આવી સકુ છું? " સ્મૃતિ જવાબ આપી દે છે, "નહિ બીલકુલ નહિ."
         ધીમા પણ રૂઆબથી એ આગ્રહ કરેે છે, "  કોઇ બીજા વ્યકિતનેે પરમીશન ના મળે પણ મારા માટે તો-" ને એજ વખતે, બારણાંનું હેંડલ ફરે છે, કોઈ બારણુ ખોલી રહ્યુ.સ્મૃતિ પથારીમાથી કુદી બારણા પાસે આવી બારણુ રોકવાનો પ્રયાસ કરે છે પણ બારણાને ખોલનાર ની તાકાત સ્મૃતિ કરતા વધારે છે, ધીમે ધીમે બારણું ખુલે છે ડૉક્ટર અને નર્સ અંદર આવે છે.
          ડૉક્ટર મજાના માણસ દેખાય છે. સ્માર્ટ ચેહરો, ઘેરી બદામી આંખો, નાનું નાક, ને કાળી મૂછ.એમણે સફેદ કોટ પહેર્યો છે.નર્સ પણ ઉંચી,પાતળી ને હસતી દેખાય છે.સ્મૃતિ એ બન્ને ને જોતા વેંત નિરાશ થઈ જાય છે.ડૉક્ટર એનાં મજબૂત હાથ ફેલાવી ને કહે છે, " ચાલ! આમ જો , મારી સાથે તે આમ ગુસ્સે થવાતું અસે? આમ જો ! ચલ આપણે સારા ફ્રેન્ડ ની જેમ શેકહેન્ડ કરીએ."
          સ્મૃતિ બીતા બીતા એનો હાથ લંબાવે છે.ડૉક્ટર એનાં એ હાથ ને ચૂમે છે.ને એ જોઈને મને તોફાની વિચાર આવે છે. સ્મૃતિ ની જગ્યા એ હુ હોઉં તો સામેથી એ ડૉક્ટરના હાથને ચૂમી લઉ.એકાએક ડૉક્ટર ને હું મારી ઓળખ આપી દઉ છુ, " મારૂ નામ રીટા! હું સ્મૃતિની ફ્રેન્ડ, ને "ડૉક્ટર સાહેબ! એને કેમ છે હવે?" તેઓ કહે છે, "એની તબિયત સુધરતી જાય છે અમે એને થોડા જ ટાઈમ મા એને ઘરે મોકલી આપીશું.જો એ આ એક ગોળી અત્યારે લઇ લે ,તો અમે એને એક દિવસ વહેલા જવા દઇસુ." એમ કહેતાં ડૉક્ટર નર્સને ઈશારો કરે છે.એક હાથ મા પાણી નો ગ્લાસ, ને એક હાથમા એક સફેદ મોટી ગોળી લઇ નર્સ પથારી નજીક આવે છે.એ જોતા જ સ્મૃતિ બૂમ પાળે છે," ના, હુ એ ગોળી નહીં લેવાની. જાઓ."
                 ડૉક્ટર કહે છે, "પ્લીઝ લઇ લે , આમ શુ કરતી હોઇશ?ચાલ જોઇ લઇ લે , સ્મૃતિ ફરી કહે છે.ના, એટલે ના!"
          ડૉક્ટર નર્સ ને ઈશારો કરે છે પોતાની બે આંગળી વળે એ સ્મૃતિ નું મોં પકડી રાખે છે,મોં ખોલી પોહળૂ કરે છે.ડૉક્ટર નર્સના હાથ માંથી ગોળી લઇ એનાં મોં મા મુકી દે છે નર્સ પાણી રેડી દે છે.સ્મૃતિ કડવા ભાવ થી ગોળી નીચે ઉતારી દે છે ગોળી ગળાય જાય છે ડૉક્ટર એમનાં હાથ ની પકડ ઢીલી કરે છે.સ્મૃતિ તરત ઓશિકા મા મોં છુપાવી દે છે. ડૉક્ટર એનાં માથા પર વાત્સલ્યસભર હાથ મુકે છે પછી મારી સામું જોઇ કહે છે, તમારી બેહનપણી ને હવે ખરેખર સારુ થતુ જાય છે થોડા જ ટાઇમ મા એ એનાં ઘરે જઇ સકસે.
                 ડૉક્ટર અને નર્સ ચાલ્યા જાય છે. બારણું બંધ થતા હુ કહું છું, " અરે સ્મૃતિ! મને એક સરસ વિચાર આવે છે.ડૉક્ટર કહે છે તુ હવે લગભગ સાજી થઈ ગઇ છે, તો પછી તારે અહિ સુ કામ રેહવું જોઈએ? "
       એમ કર તુ મુલાકાતી નો વેશ ધરી બહાર નીકળી જા,મેં અહિ રહી જઉં છું.તુ મારા પતિ પાસે જઇને કહેજે કે  હું માંદી પડી ગઇ છું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED