સ્થપતિની પત્ની Vaidehi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્થપતિની પત્ની

                હું ઝાંપામાંથી બહાર નીકળું છું. બહાર બધું ખૂબ રળીયામણુ છે. વસંતનું ધીમે ધીમે આગમન ચારેય કોર પ્રસરી રહ્યુ છે. કેટલાંક છેલ્લાં પીળા ખરતાં પાન પાનખરની નિશાની મુકતા જાય છે. ઉપર ભૂરું આકાશ, નમણા સૂર્યપ્રકાશે ચમકતાં નવા લીલા પાન, ને મને એકાએક ખૂબ ઉત્સાહ આવી જાય છે. મને લાગે છે કે હું ખૂબ સુખી છું. સુખી કારણકે હું સુંદર છું. યુવાન છું. તંદુરસ્ત છું ને એક જાણીતા સ્થાપતિ ની અર્ધાંગના છું.
              ' હો બસંતી પવન પાગલ'- એમ ગણગણતી હુ ચાલતી  સહેેજ આગળ વધુ છું. ટેેકસી બોલાવુંં ને એકાએક ક્યાં જવાનું છે... એ વિચારી સહસા ટેક્સી મા બેસી જાવ છું.કલિનીકનુંં બોર્ડ વાંચતા ડ્રાઇવરને અટકાવાનું કહું છું
નીચે ઉતરુ છું. પૈસા ચુકવુ છુ.
              જયાં દર્દીઓ જીવતા જ મરેલા જેમ છે.કલિનિકના પ્રવેશ પર પોહચુંં છું. આ કલિનીક આમ બહારથી તો એક મોડર્ન હોટલ જેવું લાગે છે. આગળ સુંદર મજાનો કોરીડોર, કાચનાં આરપાર જોઇ શકાતા બારણા, સળંગ લાઇનસર બારીઓ, ખૂણામા આરામદાયક ખુરશીઓ તથા સોફા પર બેસેલા લોકો ને જોઇને ડીપ્રેસ થઇ જાવ છું. નેે ત્યારે સમજાય છે કે,  આ હોટલ નથી, પણ કલિનીક છે.જયાં આજુુુબાજુમા બેેસેેેલ લોક આપસ મા કાંઇ બોલતાં નથી, ક્યારેક માત્ર આંખુનાં વિચિત્ર ભાવ વડે ઘણુ બધુ કહી નાંખે છે.તેઓ કેમ કશુ નહીં બોલતાં હોય? મેેં ઈંકવાયરીમા જઇ ને મારી સખી સ્મૃતિ વિશે પૂછું છું. મને જણાવવામા આવે છે કે બીજેે માળ રૂમ -10 મા હુ તેને મળી શકુ છું.
                 મેે લિફટમા જાવ છું, ને કોણ જાણે વાતાવરણની અસર મને થવા લાગે છે.જેેવી લિફ્ટ ઉપર જાય છે, હુ મીરર નજીક ઉભી રહી મારી લાલ જીભ બહાર કાઢૂ છું. ને મારી જ સામે જોઈને મારા ચાળા પાળૂ છું.
                લિફ્ટ થોભી જાય છે અને મેં બહાર નીકળી રૂમ તરફ જાવ છું,એનાં રૂમ મા થોડુ ફર્નિંચર વેરણ છેરણ પડયું છે, દિવસના અજવાળામાંય બત્તી બળે છે, સ્મૃતિ બેડમાં પડી છે.એનું મોં પેલી તરફ અને પીઠ મારી તરફ છે પણ મારા પગનો અવાજ સાંભળતા જ એ પાછું ફરી જાય છે. ને પથારીમાંથી કૂદકો મારી, મારા તરફ દોડી આવે છે.હુ પૂછી નાખું છું, ' આ બારણાં બધાં કેમ ખુલ્લા છે? ' એ કહે છે ચાવી નથી, સમજણ પડી તને? ચાવી ખોવાય ગઇ છે. અને એ પથારીમા પડે છે, હુ એને નીરખ્યાં કરુ છું.સહેજ શ્યામ, ઉંચી ગોળ મોં વાળી સ્મૃતિ આમ તો સારી લાગે છે.આમ તો એ પેહલા જેવી જ લાગે છે.માત્ર એની નજર જરા વિચિત્ર અને જિજ્ઞાસુ બની છે.હુ એની નજીક બેસું છું.થોડી વાર મૌન રહ્યાં બાદ મેં પૂછું છું, ' ચાવી નથી. એમ કેમ કહે છે. સાચે એવું છે! ' એ કહે છે, ' હાસ્તો સાચી જ વાત છે.અહી તો કોઈ પણ વ્યક્તિ અંદર આવી સકે, હુ એકાએક પૂછી નાખું છું. " ખરેખર ! ને તેઓ શુ અંદર એમ આવે પણ ખરાં? " એ એનાં ખભા ઉંચા કરી કહે છે.
      " હા, તેઓ અંદર આવે છે, અનેક બહાના કરી આવે, મારે જે નથી કેહવું એ કહેવાની ફરજ ના પાડ "
       તે બોલી , 'બહાના ! તો તેઓ અંદર આવે ત્યારે બીજાંય કારણો હોય છે એમાના બધાં ડૉક્ટર, વેઈટર.. થાય એટલો બચાવ કરુ, એ ગઇ રાતે, મેં વેઈટર ના માથા પર ટેલીફોન પછાડયો. મેં ઓર્ડર નહોતો આપ્યો તો ય એને અંદર આવુ તું.! ' 

 



        

       ***  To be continue....***