એક રાત Vaidehi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક રાત

એક દિવસ રોહિતનો પરિવાર તેનુ સગપણ લઇ નિશાનાં ઘરે આવ્યો હતો, ત્યાં જ નિશા બેહોશ થઈ જાય છે.વાંચો શુ હતી હકીકત...


                                    *****

   આજનો દિવસ જ અજીબ હતો, સવારથી વિચિત્ર ઘટના બની રહી હતી.કોલેજથી આવતા રસ્તામાં રીક્ષા જોડે ટક્કર થઈ ગઇ માંડ-માંડ બચી નહિ તો હાથપગ ટૂટી જાત, પછી પેલો ગોરીલા જેેવો માણસ પાછળ પડ્યો ખુબ મેેહનતથી રસ્તો પસાર કરી ઘરે પોંહચી.મને ડરેલી જોઈને મમ્મીએ પૂછયું,"શું થયું મેેેરેથૉનમાં ભાગ લઇને આવી હોય એવો હાલ કેમ બનાવ્યો છે?"

 "બસ ભૂખ લાગી છે એટલે ફટાફાટ આવી ગઇ," કહીને વાત ઉડાવી દીધી.

            ત્યારબાદ દસ મીનીટમાં માસાનો ફોન આવ્યો કે કળશનો એકસિડેન્ટ થયો છે, કળશ મારા માસીનો દિકરો હતો એટલે મમ્મી-પપ્પા તરત નીકળી ગયા, હું ઘરે જ રોકાઇ ગઇ કેમ કે મારી પરીક્ષા ચાલતી હતી.વધારામાં પુરુ મોસમ સાંજથી જ અલગ રંગમાં હતો.ઝરમર વરસાદ વરસી રહ્યો હતો.એકલું રહેવું પડશે તે વિચારીને મને અસહજ લાગી રહયું હતુું ને બીજી તરફ મનમાં હું પોતાને જ દિલાસો આપી રહી હતી કે એક રાતની જ વાત છે ને કાલનાં પેપરનું વાંચી લઇશ.રાતનાં 11 તો જેમ તેમ કરી પસાર કર્યા પછી વિચાર્યું કે એક કૉફી થઈ જાય, એકલું પણ નહીં લાગે.

           હું કીચન તરફ જઇ રહી હતી કે એક જોરદાર ચીસ સાથે બ્રેકનો અવાજ આવ્યો.હુું ડરી ગઇ કે આ શું થયું, પછી થયુું કે ચેક કરી જોવું શુું થયુ એમ ડરે શુ ફાયદો?
             બારીનો ગ્લાસ ખોલી જોયું તો એક ભાઈ લોહીલુહાણ અવસ્થામાં નીચે પડ્યા હતાં.વધુ ન વિચારતા આજુબાજુુ નજર દોડાવી પણ કોઈ નજરે ન આવ્યુ જે મદદે આવે.હવે વિચાર આવ્યો કે હું પણ આની મદદ નહી કરુ તો આનું અડધુ લોહી અહિયાં જ નીકળી જશે કાં તો મરી પણ શકે.ત્યાં જ સામેનાં ઘરેથી રવિ નીકળ્યો.

 ◆ સમય બદલાય રહ્યો છે
     "અરે, રવિ જોને આને કોઈ ટક્કર મારીને જતું રહ્યુ છે, કેટલું લોહી નીકળે છે,જરા મદદ કર તો આને હોસ્પિટલ લઇ જઇએ."

     "અરે દીદી એકસિડેન્ટનો કેસ છે હું કોઈ લફડામાં નથી પડવા માંગતો તમે પણ અંદર જતા રહો."

       "અરે કમસે કમ આને ઉઠાય તો ખરો આપણે ફર્સ્ટ એડ કરી લઇએ અને જો જરા કે આજુબાજુમા કોઈ મોબાઇલ એવું પડયું હોય તો."

       રવિએ આજુબાજુ તપાસ કરી તો જોયું કે દુર કોર્નર પર એક મોબાઇલ પડ્યો હતો.તે ઉઠાવીને મારી પાસે લઇ આવ્યો અને પછી અમે બન્નેએ થઇને એ ભાઈને ઉઠાવી મારા ઘરે લાવ્યા.રવિ  તરત જ જતો રહ્યો.

      ફર્સ્ટ એડ તો કરી લીધુ પણ એ વરસાદમાં પલળી ગયો હતો તેથી તેનાં હાથ ધ્રુજતા હતાં.ડરતા ડરતા મેં તેને ઠંડી ના લાગી જાય એ આશયથી મારા ભાઈના કપડાં પહેરાવી દીધાં.

 "ઓહ ગીતા.." તે યુવક દર્દભર્યા અવાજે કણસ્યો અને મારો હાથ જોરથી પકડી બેહોશ થઈ ગયો.

 હું તો ગભરાઈ જ ગઇ.પછી બોલી, "હાથ તો છોડો."
 
      પરંતુ એ બેહોશ હતો અને તેની હાલત ઠંડીનાં કારણે બગડતી જતી હતી.મને ડર લાગવા માંડ્યો કે આને જો કાઇ થઈ ગયુ તો પોલિસ મારી જ બોચી પકડશે.શું જરુર હતી ડાહી બનવાની.. રવિએ પણ ના કહ્યુ હતું.પણ ના લાવતી તો આનું લોહી વહી જાત.હવે શું કરુ?

     ત્યાંજ અચાનક વીજળી પડી જેની પ્રતિક્રિયામાં તેણે જોરથી મારો હાથ ખેંચ્યો તે હું તેનાં પર જઇ પડી અને બત્તી ગુલ થઈ ગઇ.

        સવાર પડવાની તૈયારી હતી અને તેની હાલત બગડતી જતી હતી.મેં વાર નાં કરતા 108 બોલાવી લીધી અને હોસ્પિટલ લઇ ગઇ.ઉપચાર મળતાં જ તેની હાલતમાં સુધાર થતા હોશ આવ્યો. ડૉક્ટરએ તેને કહ્યુ કે હું તેને અહીંયા લાવી છુ.

        તેણે મારી સામે જોઈને કહ્યુ,"હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું, બોલો શું આપી શકુ એનાં બદલામા તમને?"

      "બસ તમે જલ્દી સારા થઈ જાવ ભગવાનને એ જ પ્રાર્થના" હું બોલી.

      તે બોલ્યો," મારુ નામ લલિત છે હું આર્મીમાં છું.કાલે રસ્તામાં મારી ગાડી ખરાબ થઈ ગઇ હતી એટલે હું ગાડીમાંથી બહાર આવી કોઈ મિકેનીક મળે તેની શોધમાં હતો, એટલાંમાં જ એક કાર મને ટક્કર મારીને ભાગી ગઇ.ત્યાર પછીનું મને કશુ યાદ નથી.તમે મારો જીવ બચાવ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર નહીં તો ગીતા મારી રાહ જ જોતી રહી જાત."

 "લલિતજી શું તમને રાતનું કશુ યાદ નથી?" મેઁ હેરાન થઈ પુછ્યું.

 "એટલે હું સમજ્યો નહીં..કઇ વાત?"

  "મારો મતલબ કે એ માણસ કોણ હતો જેણે તમને ટક્કર મારી?એનો ચેહરો કશુ યાદ છે?" હું જાણી જોઈને વાત છુપાવતા બોલી.

      "ના મને કશુ જ યાદ નથી કહી તે માથું પકડી બેસી ગયો અને કહ્યુ, મને ફક્ત એટલું યાદ છે કે હુ મારી વાઈફને મળવા જઇ રહ્યો હતો ,અને અત્યારે ઉપર એક રાત વીતી ગઇ છે જો તમને તકલીફ ના હોય તો તેને ફોન કરીને જણાવી દો કે હું અહિયાં છું નાહક પરેશાન થશે."

     મને મારી આજુબાજુ અંધારું છવાઇ ગયુ હોય એમ લાગવા માંડ્યું.ઓહ ગોડ ઈમોશનલ થઈને આ મે શુ કરી દીધું.લલિત તો બેખબર હતો અને નિર્દોષ પણ.ભુલ મારાથી જ થઈ ગઇ.જે કઇ પણ બન્યુ રાતે એ ખૂબ જલ્દી બની ગયું.પણ હવે શુ?

     જેમતેમ કરી મે મારી જાતને સંભાળી અને લલિતનાં ઘરે ફોન કર્યો.તેની પત્ની અને ઘરવાળાનાં આવતાં જ હું નીકળી ગઇ.

 પાછી આવી તો જોયું કે મમ્મી પપ્પા દરવાજે ઉભા હતાં.

 "અરે બેટા ક્યાં જતી રહી હતી સવાર સવારમાં?"પપ્પા ચિંતિત થઈ બોલ્યા.

 "સાચું કહ્યુ અંકલ..દીદી એ છે ને સમાજસેવા માથા પર લીધી છે" રવિ બોલ્યો.

 "ચાલો મેઁ તો લીધી છે ને તુ છોકરો થઈને પણ મોઢું સંતાડે છે.શું પપ્પા કોઈની જાન બચાવવી ગુનો છે?"

   ત્યારબાદ પપ્પા-મમ્મી ને બધુ કહી દીધું.થોડુ તપાસ કરતા જોયું તો લલિતની ગાડી સોસાયટીનાં ગેટ આગળ પડી હતી.જે લલિતનાં ઘરે ફોન કરી જણાવી દીધું એટલે એ લોકો આવીને લઇ ગયા.

   "બેટા આ સારુ કર્યું પણ આગળથી અમે ના હોઇએ ત્યારે આવુ ના કરતી.આ તો સારુ કે આ માણસ પોતે આર્મીમા હતો એટલે વાંધો ના આવ્યો, પરંતુ કોઈ અપરાધી હોત તો તુ મુસીબતમાં પડી જાત."પપ્પા બોલ્યા.

  "ઠીક છે હવે જવા દો ને બિચારી આખી રાતની જાગેલી છે ચલ બેટા ચા પી થોડો આરામ કરી લે તારે પેપર પણ આપવાનું છે આજે"મમ્મી બોલી.

   હું ઘરની અંદર મનમાં તોફાન લઇને પ્રવેશી, બધાં સાથે હતાં તો પણ અધૂરું અધૂરું લાગતું હતુ અને એ કમી પુરી થવાની નહતી કેમકે જેણે મને અધૂરી મુકી એ અજાણ્યો માણસ હતો અને એ વાતથી પણ અજાણ કે તેણે શુ કરી દીધું.

    ધીરે ધીરે એક મહિનો પસાર થઈ ગયો મારી પરીક્ષા સારી રીતે પુરી થઈ ગઇ.આજે છોકરાંવાળા આવ્યાં હતાં.મમ્મી પપ્પા તેમની સાથે વાત કરી રહ્યાં હતાં, ચા નાસ્તો ચાલી રહ્યો હતો.છોકરો ડૉક્ટર હતો, પરિવાર પણ સારો હતો.

◆ તૃષ્ણા
  "અરે ભાઈ હવે તો નિશાને બોલાવો, રોહિત ક્યારનો રાહ જુવે છે"મજાકનાં ઇરાદાથી રોહિતની મમ્મી બોલી.

  "અરે ના મમ્મી એવી કોઈ વાત નથી"રોહિત શરમાય ગયો.

   હું હમણાં જ બોલાવી લાવું કહી મમ્મી મારી રુમમાં અંદર આવી અને બોલી," હજુ કેટલી વાર લાગશે..લાલી લપેડા ફરી કરી લેજે બહાર બધાં તારી રાહ જુવે છે ચાલ."

  "બસ થઈ ગયુ મમ્મી"કહી હું ઉભી થઈ અને મમ્મી સાથે   ડ્રોઈંગરુમમા ગઇ પણ ત્યાં જતા જ મને બધુ ગોળ ગોળ ફરતું લાગ્યું ને હું અચાનક જ ફસડાઈ પડી.

     ઘરમાં સન્નાટો છવાય ગયો.પપ્પા મમ્મી રોહિત બધાં ટેન્શનમાં આવી ગયા.બધાંને એક તરફ ખસેડીને રોહિત બોલ્યો હું ચેક કરુ છું ને તેણે મારી નસ ચેક કરી, સાથે જ તેનાં ચહેરાના હાવભાવ બદલાય ગયા.બધાંને ચિંતા હતી જાણવાની કે મને શુ થયુ છે. રોહિત મને ઉઠાવીને અંદર રુમમાં લાવ્યો અને ચેહરા પર પાણી છાટ્યું એટલે મને હોશ આવ્યો.હું તરત ઉભા થવા ગઇ પણ તે બોલ્યો સુઈ રહો.

  "મને અચાનક શુ થયુ કે પડી ગઇ.."હું હેરાન થતાં બોલી.


 "બસ થોડો આરામ કરો હું એક ઇન્જેકશન લગાવી દવ છું." બોલીને તેણે ઇન્જેકશન લગાવી દીધું.

 "બેટા શું થયુ નિશાને કઇ જણાવ તો"પપ્પા બોલ્યા.

  "બસ થોડી કમજોરી છે કદાચ નવા સંબંધનાં વિચારોનો તણાવ બની શકે.ચિંતા ન કરો બધુ ઠીક છે, જો તમે કહો તો હું નિશા સાથે એકલામાં વાત કરી શકુ?"

  "કેમ નહીં?" પપ્પા ખુશ થતા બોલ્યા.

  હું ટેન્શનમાં હતી કે મારા આવા પડી જવાથી મમ્મીને જરુર નહીં ગમ્યું હોય બધાંનાં જતા જ એ મારી હાલત ટાઈટ કરી દેશે ત્યાં જ રોહિત આવ્યો.હું સંકોચથી બોલી,"ખબર નહીં રુમમાં આવતાં બધુ ગોળ ગોળ ફરવા લાગ્યું ને હું એકદમ જ..."

 "તમને સાચે કશુ ખબર નથી?"રોહિત મારી સામે પ્રશ્નભરી નજરે જોઇ રહ્યો.

 "બિલકુલ નહીં."

 "તો સાંભળો તમે પ્રેગનન્ટ છો"રોહિત બોલ્યો.


   મારા માથા પર તો જાણે આકાશ જ તુટી પડયું.રહી રહીને મને તે રાતની ભુલ પર પસ્તાવો થઈ રહ્યો હતો.વિચાર્યું જ નહતું કે આટલુ મોટુ સ્વરુપ ભવિષ્યમાં બની શકશે.મારી આંખમાં આંસુ આવી ગયા.

 "આ કેવી રીતે થયુ જરા મને જણાવશો.બેશક આપણું લગ્ન નથી થયુ પરંતુ હું તમને એ માણસની જેમ આવા હાલતમાં નહીં મુકું."રોહિત લાગણીવશ થઈ બોલ્યો. 

   "રોહિતજી બસ સમય જ એવો હતો તેનો એક્સિડન્ટ થયો હતો અને તે બેહોશ હતો..લોહી પણ ખૂબ નીકળતું હતુ.હું ઈમોશનલ થઈ મલમ પટ્ટી કરવા લાગી વિચાર્યું કે ફર્સ્ટ એડ કરીને મોકલી દઈશ પણ વરસાદમાં પલળવાના કારણે તે ખૂબ ઠરી ગયો હતો.વારંવાર પોતાની પત્નીનું નામ લઇ રહ્યો હતો.ત્યારબાદ રોહિતને બધો ઘટનાક્રમ કહ્યો.કેવી રીતે એકસિડન્ટ થયો...

     હું તો એક ખરાબ ભુલ સમજી વાત ભૂલી ગઇ હતી પણ આવુ થશે મેં વિચાર્યું જ નહતું હવે શું થશે?"હું ચિંતિત સ્વરે બોલી.

◆ દોસ્તી
 "કશુ નહીં થાય.જુવો હું કહું તે ધ્યાનથી સાંભળો અને સ્વસ્થ થઈ બહાર આવી જાવ."

 રોહિતનાં બહાર જતા જ બધાં તેની પર સવાલોનો મારો કરવા લાગ્યા.
 "બોલ રોહિત શુ ફેંસલો લીધો?"

 "મને છોકરી પસંદ છે પપ્પા" રોહિત હસીને બોલ્યો.

 "પરંતુ એક વાત કહેવી હતી.."રોહિત ગંભીર થઈ બોલ્યો.

 "તમે બધાં ડરો છો કેમ પપ્પા?બસ એટલી જ વાત કહેવી હતી લગ્ન આવતાં મહિને થઈ જાય."

 "પણ બેટા એક મહિનામાં તૈયારી કેવી રીતે થાય?થોડો સમય તો આપ"મારા પપ્પા બોલ્યા.

 "વાત એમ છે ને પપ્પા કે મારે એમ.ડી કરવા અમેરિકા જવું છે તો લગ્ન પેહલા થઈ જાય તો હું નિશાને મારી સાથે અમેરિકા લઇ જઇ શકુ."

 "સાચું બોલે છે રોહિત, મને તો મંજુર છે" રોહિતનાં પપ્પા બોલ્યા.

 "જેમ તમને ઠીક લાગે એમ...ચાલો મોઢું મીઠુ કરીએ"પપ્પા ખુશ થતા બોલ્યા.


   બીજે દિવસે રોહિત તેનાં રુમમાં આરામ કરતો હતો ત્યાં જ તેની મમ્મી ચા લઇને આવી. 

  "હું જાણું છું મમ્મી તમે પરેશાન છો પણ તમે મને પ્રોમિસ આપો કે હું જે કાઈ કહીશ એ તમે સ્વીકાર કરશો."

 "ચાલ આપ્યું પ્રોમિસ હવે બોલ આટલુ વહેલું લગ્ન કરવાનું કેમ વિચાર્યું?"

     રોહિતે એકસિડન્ટવાળી બધી વાત કહી દીધી અને શરત પણ કરી કે આ વાત મારા ઘરે કોઈને નાં જણાવે.ત્યારબાદ લગ્ન પણ થઈ ગયુ.આજે બરાબર એક મહિના પછી હું રોહિત સાથે હનીમૂન પર જઇ રહી છું.મારી ખુશીનો કોઈ પાર નહતો.

             "તમે મને જ નહીં પરંતુ મારા પરિવારને પણ સમાજમાં બેઈજજત થતા બચાવ્યો.હું તમારો ઉપકાર આખી જીંદગી નહીં ભૂલી શકુ"હું ભાવુક થતા બોલી.

    રોહિત બોલ્યો,"નિશા હવે તારા મન પર કોઈ બોજ ના રાખીશ. જે થયુ એમા ના તારો દોષ હતો કે ના એ માણસનો કે ના આ નાની જાન.હવે તો આ બાળક જે પણ આવશે દિકરો કે દિકરી મારો જ અંશ આવશે એમ માનજે."


ત્યાં જ એરહૉસ્ટસની અવાજ આવી, કૃપિયા દરેક યાત્રી પોતાના સીટ બેલ્ટ બાંધી લે..


                                     ★★★★