" હૈ ક્યાં ખોવાઈ ગયો..." ઊંઘતા રવિને પાસે જઈને બેસતા જાગુએ કહ્યું.
"ઓફિસમાં ઉંઘે છે. બોસ જોઈ ગયા તો આજે આની ખેરે નથી..." તેણે રવિને છંછેડીને જગાડતા કહ્યું. "ઓહ રવિબાબુ જાગ જાઈએ શુબહ હો ગઈ..."
"ઊંઘતો નથી..." તેણે તેજ સ્થિતિમાં રહેતા કહ્યું.
"તો શું કરે છે નિંદ્રાશન?" તે જોરજોરથી હસી.
"સપનું જોતો હતો."
" ઊંઘયા વગર જ સપનાઓ આવે છે ? શુ કહેતી હતી અવન્તિકા...."
"એ નહીં, તું હતી..."
" હું ક્યારથી તારા સ્વપનમાં આવતી થઈ ગઈ?" રવિ ચૂપ રહ્યો, તેણે રવિ તરફ ચાનો કપ મુક્તા કહ્યું.
"લે ચા ઠરે છે."
"હું શું કહું છું?" રવિએ જાગુ સામે જોતા કહ્યું.
"શુ?"
"આપણે કોલેજની કેંટિંગ જઈએ.."
"કેમ આટલા વર્ષો પછી તને કોલેજ કેટિંગ સાંભળી?"
"મને ત્યાં બેસવું છે. તું આવીશ મારી સાથે?"
"હા કેમ નહિ, આજ સુધી તારી કોઈ વાતનીએ ના કરી છે. સિવાય કે તે લોફર જેવા પ્રપોઝલ ના..."
"લોફરની જેમ ન કર્યું હોત તો?"
"તો વિચાર્યું હોત..." જાગુ અવળું જોઈ ગઈ
****
કોલેજની એક ઐતિહાસિક બિલ્ડીંગ, બિલ્ડીંગની આસપાસ વૃક્ષો, કેટલાક તો તેણે પોતાના હાથે જ વાવેલા હતા. તે આજે મોટા થઈ ઘટાદાર વૃક્ષો થઈ ગયા હતા. કોલેજ બદલાઈ ગઈ હતી. મનમાં વિચારો રમતા હતા. તેનું મન ટાઈમ ટ્રાવેલિંગ કરતો ભૂતકાળમાં પોહચી ગયો હતો. તેને કોલેજની દરેક જગ્યાએ, પોતાના ભૂતકાળની ઉપસ્થિતનું પ્રતિબિંબ નજરે પડતું હતું. તે દરેક દીવાલ, દરેક સ્થળે પોતાની આંગળીઓના ટેરવા વળે સપર્સ કરી, જાણે જૂની ક્ષણોને માણતો હોય! જાણે તેના ભૂતકાળને મેહશુસ કરતો હોય..
"ભૈયા એક ચાય, એક કોફી..." રવિએ ઓર્ડર આપ્યું.
"ભૈયા દો ચાય લાના...." જાગુએ કહ્યું.
"ઓહો, શું વાત છે.. ચાય?" રવિએ જાગુ તરફ જોતા કહ્યું.
"તને યાદ હોય તો પહેલી વખત આપણે સાથે આજ ટેબલ પર ચા જ પીધી હતી." પાસેની ટેબલ પર ત્રણ છોકરીઓ આવતા રવિનું ધ્યાન અનાયસે એ તરફ ગયું. પણ ત્યાં અવન્તિકા નોહતી.
"હા મારા હાથમાં પેરૅલિસિસ હતી. મને યાદ છે. જાગુ તું પણ તે સમયે ઘણી પુસ્તકો વાંચતી, સાપ્તાહિમાં તારા ઘણા બધા આર્ટીકલ, વાર્તાઓ આવતી, હું વાંચતો, આજકલ તું કેમ નથી લખતી?" તેણે જાગુ તરફ જોતા કહ્યું.
"આજે આપણે, તારી જૂની યાદો તાજી કરવા માટે આવ્યા છીએ, જ્યારે મને અહીં મારી યાદો તાજી કરવાનો સમય આવશે, ત્યારે હું અવસ્ય તને જણાવીશ.."
****
"હેલ્લો, રવિ મારુ નામ અવન્તિકા છે."
"હેલ્લો."
"તમારી કવિતાઓ સાંભળી, મને બહુ ગમી, મને પણ કવિતાઓ લખવાનો ખૂબ શોખ છે. તમે મારી મદદ કરશો તો હું મારી કવિતાઓને વધુ મઠારી શકીશ..."
"હા કેમ નહિ..."
"ક્યાં છે તમારી ગર્લફ્રેંડ?" અવન્તિકાએ પૂછ્યું.
"ગર્લફ્રેંડ, કોણ ગર્લફ્રેંડ?" રવિએ આશ્ચર્ય સાથે તેની તરફ જોતા કહ્યું.
"જે તમારી સાથે અહીં ટેબલ પર રોજ બેઠી હોય છે. હમણાં બે ત્રણ દિવસથી તે કોલેજમાં પણ દેખાતી નથી.."
"ઓહ! તમે જાગુની વાત કરો છો? તે મારી ગર્લફ્રેંડ નહિ, ફ્રેન્ડ છે. તેને પણ વાંચન, લેખન નો શોખ છે. એટલે અમે અહીં બેસી બસ તેજ વાતો કરતા હોઈએ છીએ.."
"ઓહ, સોરી તમને બનેને જોઈને એક સમય તો એવું જ લાગે તમે ગર્લફ્રેંડ-બોયફ્રેન્ડ હશો..." કહેતા તે હસી.
****
"ઓહ રવીબાબુ, ફરીથી ક્યાં ખોવાઈ ગયા?" જાગુએ ચપટી વગાડતા કહ્યું.
"અહીં જ છું."રવિએ ચાનો કપ હાથમાં લેતા કહ્યું.
"બસ ફિઝિકલી અહીં છો, માનસિક રીતે નહિ, શુ હું ફરીથી સપનામાં આવી?"
"અવન્તિકા આવી...." રવિએ જવાબ આપ્યો.
જાગુ હસી" તું તો સપનામાં પણ કન્ફ્યુજ છો, સપનાઓ માં પણ નક્કી નથી કરી શકતો."
કેટિંગથી નીકળતા, કોલેજની લોબીમાંથી એક ખુલ્લા વાળમાં છોકરી અંદર તરફ જઇ રહી હતી.રવિ ના જાણે કેમ કોઈ પરિચિત હોય તેમ તેની પાછળ પાછળ ગયો. તે આગળ આગળ રવિ તેની પાછળ પાછળ, પહેલો માળ, પગથિયા, કલાસ રૂમ, તે સીધી ગુજરાતીના કલાસમાં અંદર પ્રવેશી, રવિ પણ તેની પાછળ પાછળ અંદર આવી ગયો.
"હૈ, અવન્તિકા...." રવિએ પુરી તાકાતથી અવાજ લગાવ્યો...
તે કોઈ બીજી હતી..." જી, બોલો..."
"સોરી મને માફ કરશો.....મને..." રવિ પોતાના શબ્દો ગોઠવતો હતો. ત્યાં સુધી જાગુ તેની પાછળ અંદર સુધી આવી ગઈ હતી.
" સોરી મેમ..." રવિએ કહ્યું.
ત્યાં જ ક્લાસમાંથી કોઈનો અવાજ આવ્યો..." આ રવિ સર છે. મોટા કવિ, લેખક, વક્તા.."
ક્રમશ.