તમારા સંગે
જીવન રંગીન લાગે
તમારા સંગે
સઘળું મારૂં લાગે
તમારા સંગે
દિલ તણા બાગમાં
ફૂલડાં રોપ્યા તમે,
હૈયું વસંત થઈ નાચે
તમારા સંગે
પ્રેમરૂપી હૈયા
ખીલવે વ્યક્તિત્વને,
ચિંતાઓ વ્યથૅ લાગે
તમારા સંગે
પામવું ને ખોવું તો
રીત છે કુદરતની,
મૃત્યું પણ મોહક લાગે
તમારા સંગે
પહેલી નજર
નજરમાં તમારી અમે
કેદ થઈ ગયા,
આ જીંદગી તમારે
નામ કરી ગયા
પ્રત્યેક ક્ષણે ઊઠે અંતરમાં
ઉદગાર તમારી યાદનો,
એવું તો શું કામણ કયુૅં
કે તમારા થઈ ગયા
કોઈના પ્રેમમાં પડવું
આસાન ક્યાં હોય છે?
એ પ્રેમરૂપી બીજને
તમે વાવી ગયા
રહીશ કાયમ હવે
તમારો બનીને,
શબ્દો આ મારા
વચન બની ગયા
દિલની વ્યથા
તમોને ના ખબર આ દિલની વ્યથા
યાદોમાં તમારી હરપળ રડે છે
બનીને તમારો પાગલ દિવાનો
નફરતના દ્વારે રખડી પડે છે
ખબર નહોતી મુજને તમારા કપટની
પ્રેમમાં પડ્યો એથી એ કાતિલ નયનની
તમારા બદલાતા એ રૂપોને જોઈ
કોમળ દિલે મારા ખંજર પડે છે
હયાતી મારી ભૂલ્યો તમારી બેવફાઈમાં
દિલના ખૂણે ખૂણે વેદના ભરી મહોબ્બતમાં
રાતોની રાતો રોયા કરું તોયે
દિલને આ મારી ક્યાં શાતા મળે છે
કાજળ લગાવી તો જો
તારા દિલમાં ઉમંગો ભરી આવી તો જો
મારી આંખોમાં કાજળ લગાવી તો જો
આવી હૃદયે શ્વાસમાં સમાવી તો જો
પછી પાગલ તું ખુદને બનાવી તો જો
દિલની વાતો માની હું વત્યૉ કરું
હોય પ્રેમ જ્યાં ત્યાં ખુદને નમાવ્યા કરું
બંધ આંખો કરીને નિહાળી તો જો
મારી આંખોમાં કાજળ લગાવી તો જો
તારી વાતોને યાદો સતાવે મને
જ્યાં ડરું ત્યાં હિંમત અપાવે મને
બની સ્પંદન હ્રદયના ધબકી તો જો
મારી આંખોમાં કાજળ લગાવી તો જો
હૈયાની રમત
પળે-પળે હૈયું છલકે
આંખો મારી મીઠું મલકે
પ્રિતમાં તમારી જીવન વસંત થઈ મહેકે
હૈયાથી હૈયું જોડી માંડી છે પ્રેમની રમત
છીએ સાવ અધુરાં એવી લાગી છે તડપન
સફરમાં અમને હમસફર મળી ગયાં
આંખોની વાટે ઉતરી ઝળહળી ગયા
હવે ના રહેવાય કે ના સહેવાય
એવી છે પ્રિતની અસર
થઈ ગયા અમે સાવ બેઅસર
પ્રેમ જેવું કંઈક
લાગે છે કંઈક નવી વાત છે
બદલાઈ ગઈ એટલે જાત છે
લાગણીઓ ચડી છે આસમાને
એવી પ્રેમ જેવી કંઈક વાત છે
લહેરાઈ લતાઓ ભર ઉનાળે
ફૂટી જાણે ગુલાબોની ભાત છે
અધરે અધરે અમૃત છલકે
મળવા એમને હૈયું તડપે
વિરહમાં તડપતી યાદોની રાત છે
આસમાની રંગો પૂરાયા
સ્નેહના સરોવર ભરાયા
સુનહરી એવી પળોની વાત છે
આ તો મારા પ્રેમની વાત છે
એક મુલાકાત
સમી સાંજે ખીલેલી સંધ્યાનો સમય
ને થયો મારો ને એમનો પરિચય
મળ્યા નયનથી નયન
ને બંધાયો પ્રેમનો પરિણય
ખીલેલી વસંત જાણે એમનું રૂપ
જોઈ બોલાઈ ગયું અદભુત
હૈયાના હીંચકે ગુંજ્યા પ્રિતના પડઘમ
સઘળા દુઃખો છૂટ્યા
કામો બધા મૂક્યાં
વાગી ઊઠી મારા હૈયાની સરગમ
ફળ્યાં લાગે છે જન્મોના કરતબ
તમે બન્યા મારા જીવનના હમદમ
લાગે સઘળું સ્વર્ગ બધું હરતરફ
બાંધ્યા છે એવા રે બંધન
કદી ના તૂટશે એવા આપ્યાં છે વચન
નિભાવજો તમે ભલે આવે લાખો અડચન
ઇંતેજાર
આંખોને તમારો ઇંતેજાર સદાય રહેશે
વાતોમાં તમારો ઈઝહાર સદાય રહેશે
પડ્યા છે જખમ દિલમાં બેવફાઈના
રડ્યાં છે બહું નયન તમારી યાદમાં
રાતોમાં સપના તમારા રહેશે
દિલના તે દદૅ સંભળાતા રહેશે
હું તો રહીશ એક જ તમારો
તમારી યાદ બસ હવે સહારો
શ્વાસોમાં નામ તમારૂં રહેશે
ઘાયલ આશિકમાં સ્થાન અમારૂં રહેશે
ડર નથી હવે તો હાર જીતનો
સવાલ છે બસ તમારા વ્હેમનો
નડતો તમને સદાય રહેશે
પાગલ થઈને મળતો રહેશે
જરૂરી છે
કરશો પ્રેમ તો પસ્તાવું જરૂરી છે
દિલના દદૅમાં બંધાવું જરૂરી છે
મારા તારાની વાતો ના ચાલે એમાં
સમપૅણ જીવનમાં લાવવું જરૂરી છે
ગમો અણગમો તો આવે ને જાય
જરૂર પડે ત્યાં નમવું જરૂરી છે
નફરતના હોય જ્યાં સાચો પ્રેમ હોય
નિઃસ્વાર્થ હૈયામાં ઢળવું જરૂરી છે
એમ જ નથી થવાતું લેલા મજનું
જરૂર પડે તો મરવું જરૂરી છે