Tunki Vartao books and stories free download online pdf in Gujarati

ટૂંકી વાર્તાઓ ( Short Stories )

(1) પ્રેમની પરખ

આજે વિશ્વાના ઘરમાં એક અનોખો આનંદ જોવા મળી રહ્યો હતો. પોતાના ઘરના સદસ્યોના આનંદ પાછળના કારણથી વિશ્વા અજાણ હતી. પણ વિશ્વાને ખબર પડતાં પોતાના માટે બે દિવસ પછી છોકરો જોવા આવવાની ખબર પડતાં જ વિશ્વા નિરાશ ચહેરે ગહન વિચારોમાં સરી પડી.

વિશ્વા એક સંસ્કારી છોકરી કે જેને વારસામાં જ જીવનવિષયક નીતિ મૂલ્યો મળ્યા હતાં. એસ.એસ.સી. સારા માકૅસથી ઉત્તીર્ણ થયા બાદ ઉચ્ચ અભ્યાસ અર્થે નજીકના શહેરમાં જવાનું થતાં સરકારી બસમાં અપ-ડાઉન કરવાનું થતું. એક દિવસ બસમાં ખૂબ જ ભીડ હતી. તેવામાં એક વિકલાંગ ભાઈ બસમાં ચડ્યા. પણ બસમાં જગ્યાના હોવાને લીધે તકલીફ અનુભવાતી હતી. એવામાં જ એક સોહામણો યુવાન અચાનક ઊભા થઈ વિકલાંગ ભાઈને જગ્યા આપી. બસમાં બેઠેલા બધાએ યુવાનની સમજણને બિરદાવી. વિશ્વાને આ યુવાન માટે મનમાં અલગ જ છાપ ઊભી થઈ. તપાસ કરતાં વિશ્વાને ખબર પડી કે તે યુવાન પોતાની જ કોલેજનો છે. અચાનક એક દિવસ બસમાં આ યુવાન સાથે વાત કરવાનો વિશ્વાને મોકો મળતાં જ તેને તે યુવાન જોડે વાત કરતાં જાણ્યું કે તેનું નામ વિનય છે અને તે પોતાના સમાજનો છે. વિશ્વાને મનમાં અલગ જ લાગણી વિનય માટે ઊભી થઈ અને મનોમન વિનયને પ્રેમ કરવા લાગી છે તેનો અલગ જ આનંદ તેના દિલમાં છલકાતો હતો.

વિશ્વા પોતાના દિલની વાત વિનયને ક્યારે કરવી તેની રાહ જોવા લાગી. એક દિવસ કોલેજમાં વિનયને એકલો જોતાં જ વિશ્વા તેની નજીક પહોંચી પોતાની દિલની વાત કરવાની કોશિશ કરી પણ તેની જીભ ઉપડતી નહોતી એટલામાં વિનયની મૌનનો ભંગ કરતા કહ્યું, " વિશ્વા, ઘણા સમયથી મારે તને વાત કરવી હતી પણ હું તને કહી શકતો નહોતો. એ દિવસે જ્યારે આપણી પહેલી મુલાકાત થઈ ત્યારથી જ મારા દિલમાં તારા માટે અલગ જ લાગણીઓ ઊછાળા મારે છે અને હું તને મનોમન પ્રેમ કરવા લાગ્યો છે" આટલું કહેતા વિનયના મુખ પર શરમની રેખાઓ ઉપસવા લાગી. પોતાના દિલની વાત વિનયના મુખે સાંભળતા જ વિશ્વાનું દિલ આનંદથી છલોછલ થવા લાગ્યું. એકબીજા માટે લાગણીઓ વહેંચવાનો સોદો થઈ ગયો. પ્રેમ કેવળ શરીર ખાતર કરનારા ઘણા હોય છે પરંતુ વિનય અને વિશ્વાની બાબતમાં એકબીજા માટેનો નિમૅળ પ્રેમ જોવા મળતો. આમ બન્નેનું પ્રેમીજીવન સુખરૂપ ચાલતું હતું.

જેમ વર્ષોથી ધ્યાનસ્થ યોગી જેમ ધ્યાનમાથી બહાર આવે તેમ વિશ્વા ઘેરા મનોમંથન બાદ જાગી. પોતાના ભાવિ ભરથાર તરીકે વિનયને જોનારી વિશ્વા પોતાના સંબંધ માટેની વાત અંગે વ્યથા અનુભવવા લાગી. આના નિરાકરણ માટે તેને વિનયને આ અંગે વાત કરવા માટે વિનયને મળવા માટે બોલાવ્યો. વિનય અને વિશ્વા અવારનવાર વિશ્વાના ઘર નજીકના બાગમાં મળતા. બાગમાં મળતા જ વિશ્વા વિનયને ગળે મળી રડવા લાગી. વિનયે તેને સ્વસ્થ કરતાં પૂછ્યું, "વિશ્વા, કેમ રડે છે? શું બન્યું છે?" વિશ્વાએ રડમસ અવાજે કહ્યું, " લાગે છે કુદરતને આપણો પ્રેમ મંજૂર નથી. મારા પરિવારે મારા લગ્ન માટે છોકરો જોવાનું નક્કી કર્યું છે અને એ પણ બે દિવસ પછી." આટલું કહી વિશ્વા અટકી. વિનયે તેને કહ્યું, "આપણો પ્રેમ નિમૅળ છે. પણ આપણા પ્રેમ માટે આપણે આપણા પરિવારના સંસ્કારની વિરુદ્ધ આપણે જઈ શકતા નથી. પણ જો ભગવાનને મંજૂર હશે તો જરૂર આપણને મિલાવશે." વિશ્વા અને વિનય પ્રેમ કરતા પોતાના પરિવારને મહત્વ આપતા અને એ માટે પોતાના પ્રેમને પણ ત્યાગ કરવા પણ તૈયાર હતા. એમા એમનો સાચો નિર્મળ પ્રેમ ઝળહળતો. આમ દુ:ખી માહોલમ વિશ્વા અને વિનયની મુલાકાત પૂરી થઈ. પણ સાચી સમજણ તેમને આવી પરિસ્થિતિમાં લડવાનો જુસ્સો આપતી.

વિનય જેવો ઘેર પહોંચ્યો તેની મમ્મીએ તેને પાસે બેસાડ્યો અને કહ્યું, "બેટા, તારી ઉંમર જોતા અમે તારા માટે છોકરી જોવાનું નક્કી કર્યું છે. અને બે દિવસ પછી આપણે જવાનું છે. તો એના માટે તૈયાર રહેજે." વિનય પણ માતા - પિતા તરફથી મળેલા ઉચ્ચ સંસ્કારને લઈને પોતાના દિલની વાત નહોતો કરી શકતો. જેથી એને છોકરી જોવા જવાનું નક્કી કર્યું. સામે છેડે વિશ્વાને જોવા માટે પણ એ જ દિવસે છોકરા પક્ષનો પરિવાર આવવાનો હતો.

જ્યાં કોઇની દૃષ્ટિ પહોંચી શકતી નથી ત્યાં ભગવાનની દૃષ્ટિ પહોંચે છે. આખરે વિનયનો પરિવાર છોકરી જોવા માટે તૈયાર થયો. સૌના ચહેરા પર આનંદ છવાયેલો હતો પણ વિનય ઉંડા મનોમંથનમા હતો. એણે મનોમન ભગવાનને યાદ કરી હિમંત મેળવી. વિનયના પરિવારના સભ્યોની કાર વિશ્વાની સોસાયટી તરફ વળતાં વિનયના મનમાં અચાનક ખુશીની લહેર દોડવા લાગી. યોગાનુયોગ કંઈ શુભ બની રહ્યાનો અણસાર આવી ગયો. એટલામાં જ વિશ્વાના ઘરના આગળ જ આવી કાર ઊભી રહી. વિનય કુદરતનો સઘળો પ્લાન સમજી ગયો અને ભગવાને પોતાની વાત સાંભળી લીધાનો મનોમન આભાર વ્યક્ત કર્યો.

વિશ્વાના પરિવારના સભ્યો ઘર આગળ છોકરા પક્ષની કાર આવતા ઘરની બહાર સ્વાગત માટે ઊભા થયા. અને બધાને ઘરની અંદર બેસાડ્યા. વિશ્વા ઘરના બીજા રૂમમાં હતી અને બારી માથી પોતાને જોવા માટે આવેલા છોકરાને જોવાનો પ્રયત્ન કર્યો. વિનયના ચહેરાને જોતા જ વિશ્વા અચંબામાં પડી ગઇ અને આ સ્વપ્ન તો નથી ને તે વિશે વિચારવા લાગી પણ મનોમન ખુશીની લહેર મનમાં વ્યાપી ગઈ. એટલામાં જ તેની મમ્મી આવી અને વિશ્વાને પાણી આપવા કહ્યું. વિશ્વા ખુશીથી પાણી લઈને ગઈ અને જેવો વિનયને પાણીનો ગ્લાસ ધર્યો અને બન્નેની નજર મળતા મનોમન હસવા લાગ્યા. અને પરમપિતા પરમેશ્વરનો આભાર માન્યો.

***

(2) સત્કર્મોનું ફળ

સવારના પહોરમાં વહેલા ઊઠી નાહી ધોઈને ભગવાનની પૂજા કરવી, તુલસી ક્યારામાં દીવો પ્રગટાવવો અને સૂર્ય નારાયણને પાણી અપૅણ કરવું એ જમનાબાનો નિત્યક્રમ હતો. આ ઉપરાંત જમનાબા દરરોજ પક્ષીઓને ચણ આપવા, કૂતરાઓને રોટલી ખવડાવવી એ પણ એમણે જીવનમાં વણી લીધું હતું. તેઓ માનતા કે જેવી રીતે આ જગ આપણું છે તેટલો જ અધિકાર પશુ - પક્ષીઓનો છે. આપણે બધા એક જ ઈશ્વરના સંતાન છીએ. આવા સ્વભાવે શાંત અને ભક્તિભાવવાળા જમનાબા પોતાના એકના એક પુત્ર સાહિલ અને પુત્રવધૂ દીપા સાથે રહેતા હતા. નાની ઉંમરમાં જ અકસ્માતમાં પોતાના પતિનો સાથ ગુમાવી વિધવા થયેલા ત્યારે સાહિલની ઉંમર બારેક વર્ષ હતી. તેઓએ પોતાની થોડી જમીનમાં ખેતી અને પશુપાલનથી પોતાનું ઘર ચલાવતા. ભગવાન પર અદમ્ય વિશ્વાસ ધરાવનાર તેઓ સાહિલને સંસ્કાર આપી તેને ભણાવવાનું કામ ઉપાડી લીધું હતું. પોતાના પર આવેલી જવાબદારી એ આપણા કર્મો નું ફળ છે એવું માની હસતા મોઢે એને સહન કરતા હતા. તેમજ ગામની ભજનમંડળીમાં પોતાના ભજનો દ્વારા પણ વખણાતા હતા. ગામના બીજા યુવાનો પોતાની પત્નીઓને ઘર કઈ રીતે ચલાવવું એ જમનાબા જોડેથી શીખવાનું કહેતા.

વર્ષો વીતતાં ગયા અને એચ. એસ. સી.ની પરીક્ષામાં સારા માર્કસ મેળવ્યા પછી એન્જીનીયરીંગ કોલેજમાં ડિગ્રી કયૉ પછી સાહિલ એન્જિનિયર થયો. પોતાના ગામની નજીકમાં તેને કંપનીમાં સારા પગારની નોકરી મળી ત્યારે જમનાબાના આનંદનો પાર ના રહ્યો અને ગામમાં પણ તેમની વાહવાહી થવા લાગી ત્યારે તેમણે મનોમન ઈશ્વરનો આભાર માન્યો. સાહિલ માટે હવે લગ્નના વેવિશાળ માટે વાતો આવવા લાગી અને સંસ્કારી ઘરની સાદગી ધરાવતી દીપા જોડે સાહિલ પરણી ગયો. આમ સુખેથી જમનાબાનો સંસાર ચાલતો હતો. બધી જ જવાબદારી પોતાની વહુને આપીને જમનાબા હવે સત્કાર્યો અને ધાર્મિક કાર્યોમાં વિશેષ ભાગ લેવા લાગ્યા.

આવામાં મહાશિવરાત્રીનો તહેવાર આવ્યો. પોતાના ગામની નજીકમાં શિવ મંદિરમાં મહાશિવરાત્રીનો ભવ્ય મેળો ભરાતો. સાહિલ અને દીપાએ આ નિમિત્તે શિવમંદિર દશૅન કરવા જવાનું વિચાર્યુ. સવારના પહોરમાં નાહી ધોઈને તેઓ શિવમંદિર જવા નીકળ્યા. શિવમંદિર જઈ દશૅન કરી, મેળામાં ફરી સાહિલ અને દીપા ઘેર આવવા નીકળ્યા. ઘેર આવતા રસ્તામાં અચાનક પૂરપાટ ઝડપે આવતી ટ્રક જોઈ સાહિલે ગાડી પર કાબુ મેળવવા માટે ગાડી ધીમી કરી રોડની નીચે ઉતારી પણ નીચેના ભાગમાં ખાડો હોવાથી ગાડી ખાડામાં પડી. અકસ્માત જોઈને રસ્તા પર જતા માણસો એકઠા થઈ ગયા અને ગાડીમાંથી સાહિલ અને દીપાને બહાર કાઢ્યા. ગાડીના કૂરચે કૂરચા થઈ ગયા પણ સદ્ભાગ્યે સાહિલ અને દીપાને નાની મોટી હાનિ જ થઈ. એમણે ત્યાંથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને જમનાબાને પણ ત્યાં બોલાવી લીધા અને સાહિલ અને દીપાની પાટાપીંડી કરવામાં આવી. પોતાના પતિને અકસ્માત ગુમાવી દેનાર જમનાબાએ પોતાના પુત્ર અને પુત્રવધૂને બચાવી દેવા બદલ ઈશ્વરનો આભાર માન્યો અને સત્કાર્યોના ફળ સ્વરૂપે પોતાના કુળ દિપકને બચાવી લીધો.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED